Last Update : 09-August-2012, Thursday

 

ખેડુતોને ટ્રેકટર માટે સસ્તુ અપાતુ હતું
ટેન્કરમાંથી ડિઝલની ચોરી કર્યા બાદ વેચવાનું કૌંભાંડ ઝડપાયુ

ટેન્કરનું સીલ તોડી ચોરી કરતી વખતેજ દરોડો ઃ ડ્રાયવરની ધરપકડ કરી ૧૩.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
કેમિકલ, ડિઝલ, પેટ્રોલ સહિતના જ્વલનશીલ પ્રવાહિની ચોરી માટે કુખ્યાત દુમાડ ગામની સીમમાં આજે બપોરે એક ટેન્કરમાંથી ડિઝલચોરીનું કૌંભાંડ તાલુકા પોલીસે ઝડપી પાડી ટેન્કરના ડ્રાયવરની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ડિઝલનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૃા.૧૩.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે ડિઝલની ચોરી સંબધે ચાલકની વધુ પુછપરછ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ દુમાડ ગામની સીમમાં ક્રિષ્ણા હોટલનાં કંમ્પાઉન્ડમાં એક ટેન્કરનો ડ્રાયવર ટેન્કરનુ સીલ તોડી તેમાંથી ડિઝલ કાઢવાની કોશીષ કરે છે તેવી બાતમી મળતા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાઘેલા તેમજ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ડિઝલની ૨૦ હજાર લીટરની ટેન્કરમાં ચાર કંમ્પાર્ટમેન્ટ હતાં. જે પૈકી એકનું સીલ ટોમીથી તુટેલુ જણાયુ હતું. અને ટેન્કરનો ડ્રાયવર શબ્બીરઅલી ન્યાઝમહંમદઅલી મકરાણી (રહે.ફુલવાડી, ડી-કેબીન, નવાયાર્ડ) ટેન્કરના તુટેલા સીલ બાદ તેમાં પાઇપ નાંખી ડિઝલચોરી કરવાનુ કામ કરતો હતો.
તાલુકા પોલીસે તાત્કાલીક તેની ધરપકડ કરી હતી અને ટેન્કરમા સંગ્રહ કરેલું રૃા.૮,૯૧,૧૩૪ કિંમતનું ડીઝલ તેમજ ટેન્કર મળી કુલ રૃા.૧૩,૯૧,૧૩૪નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે ટેન્કરના ડ્રાયવરની પુછપરછ કરતા તેણે દુમાડ આઇઓસી ડેપોમાંથી ડિઝલનો જથ્થો ટેન્કરમાં ભરાવ્યો હતો અને તેને દહેજ લઇ જવાનો હતો. તેની વધુ પુછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે ટેન્કરમાંથી ડિઝલની ચોરી કર્યા બાદ તેને છાણી ગામના પટેલોને ટ્રેક્ટરનાં ઉપયોગ માટે સસ્તામાં આપવામાં આવતુ હતું. પોલીસે તેની સાથેના ક્લિનરની પણ શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત છેલ્લા કેટલા સમયથી ટેન્કરમાંથી ડિઝલના જથ્થા સહિત અન્ય પુરવઠાની ચોરી કરતો હતો તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ કૌંભાંડમાં અન્ય કોણ સંડોવાયુ છે તે અંગેની પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved