Last Update : 09-August-2012, Thursday

 
એસ.ટી. કર્મચારી મંડળ અને મઝદુર સંઘ પડતર પ્રશ્ને આમને-સામને

સંઘ દ્વારા રૃટો બંધ કરવા સહિત વ્યક્તિગત કેસોના નિકાલ અંગે નિયામકને રજૂઆત ઃ આંદોલનની ચીમકી

ભાવનગર, બુધવાર
ભાવનગર વિભાગ એસ.ટી. મઝદુર સંઘ દ્વારા ઔદ્યોગિક અધિનિયમ ૧૯૪૭ની કલમો મુજબ વિવિધ માંગણીઓ અંગે વિભાગીય નિયામકને રજૂઆત કરી હતી. અન્યથા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
ભાવનગર એસ.ટી.માં વિવિદ બસોના રૃટો બંધ કરવા તેમજ વ્યક્તિગત કેસોના નિકાલ અંગે મઝદુર સંઘ દ્વારા વિભાગીય નિયામકને રજૂઆત કરાઇ હતી. જેમાં કર્મચારી મંડળ દ્વારા પોતાના ટેકેદાર તેવા કર્મચારીઓની સવલત માટે સંસ્થાનાં અને પ્રવાસીઓના ભોગે બોટાદ કેન્દ્રની બોટાદ નાગનેસની ટ્રીપ ઓછા ઇ.પી.કે.એમ.ના બહાના હેઠળ રદ કરવાની માંગણી કરેલ છે. જે બીલ્કુલ ગેરવ્યાજબી હોય આ માંગણી સ્વિકારવી નહી તેવી અમારી માંગણી છે. તેમ છતાં જો બોટાદ નાગનેસની ટ્રીપ રદ કરવાની થતી હોય તો તે ટ્રીપ જેટલી જ અથવા તે ટ્રીપ કરતા ઓછી આવક લાવતી વિભાગની અન્ય તમામ ટ્રીપો પણ રદ કરવી, તેવી અમારી માંગણી છે. વિભાગના દરેક ડેપોમાં માત્ર કર્મચારી મંડળના જ હોદ્દેદારો, ટેકેદારો અર્થપૂર્ણ ફરજ બજાવવાને બદલે અન્ય કામગીરીના બહાના હેઠળ ખોટી હાજરી પુરાવે છે અને અવાર-નવાર કોઇપણ બહાના હેઠળ હડતાલ ઉપર ઉતરીને વહીવટને અને મુસાફરોને બાનમાં લેવામાં આવે છે ત્યારે આવી પરિસ્થિતિના નિવારણ માટે અન્ય કામગીરીમાં ફરજ લેવા માટે ચોક્કસ નીતિ નિયમો-પધ્ધતિ અપનાવીને દરેક સંગઠનના હોદ્દેદારો, ટેકેદારોને પાસેથી અન્ય કામગીરી લેવા માટે સંસ્થાના હીત માટે નિર્ણય લેવામાં આવે તેવી માંગણી સાથે સેટલમેન્ટની કલમોનો ભંગ થતો અટકાવવો. ભાવનગર ગારીયાધાર વાયા પાલિતાણાને બીન અધિકૃત-વાયા સણોસરા થઇને આશરે છ માસ સુધી ચલાવેલ તેમજ પાલિતાણા-સાંઢ ખાખરાની ટ્રીપ વર્ષો સુધી મનસ્વી રીતે નહી કરવાની ફરિયાદ અન્વયે આજદિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી તો આ બાબતે કાર્યવાહી કરવી તથા કર્મચારી મંડળ દ્વારા હાલમાં સાર્વજનીક કામદાર લક્ષી મુદ્દાઓને બદલે અંગત સ્વાર્થ સિધ્ધ કરવાના હેતુથી વહીવટને બાનમાં લઇને ગેરવ્યાજબીઅને ભેદભાવ પૂર્ણ તેમજ અન્ય કર્મચારી અધિકારીને નુકશાન કરવાના ઇરાદાથી આંદોલન શરૃ કરવામાં આવેલ છે. જે બાબતે સમગ્ર કામદાર હિત કે સંસ્થાનાં હિતની રજૂઆતો સ્વિકારવામાં આવે તેમાં અમોને કોઇ હરકત નથી પરંતુ કોઇ કર્મચારી-અધિકારી કે સંસ્થાનું હિત જોખમાય તેવી તેઓની કોઇ માંગણી કે રજૂઆત સ્વિકારવામાં ન આવે તેવી અમારી માંગણી છે.
આમ છતાં પણ વહીવટ દ્વારા દબાણમાં આવીને કોઇ ગેરવ્યાજબી માંગણી સ્વિકારીને કોઇ કર્મચારી કે અધિકારીને અન્યાય કરવામાં આવશે તો અથવા અમારા ઉપરોક્ત મુદ્દાઓનું તા.૨૩-૮ સુધીમાં નિરાકરણ નહી આવે તો અમારે નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચીમકી એસ.ટી. મઝદુર સંઘ દ્વારા ઉચ્ચારાઇ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved