Last Update : 09-August-2012, Thursday

 

પશુની સંખ્યા મુજબ મહત્તમ ર૦ કિ.ગ્રા.ઘાસ મળશે

-૩ જિલ્લામાં વિતરણ શરૃ

 


-કેન્દ્રમાંથી વધુ ફંડ મેળવી શકાશે

ગાંધીનગર, બુધવાર
ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજય સરકારે અછત જાહેર કરી દેતાં કેન્દ્રમાંથી અછતને લગતાં કામો માટે વધુ ફંડ મેળવી શકાશે તેમ જણાવી સરકારના સૂત્રોએ ઉમેર્યું હતું કે હાલ પીવાના પાણી અને ઘાસચારાને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં દરેક પશુપાલકને પશુની સંખ્યાના પ્રમાણમાં મહત્તમ ર૦ કિ.ગ્રા. ઘાસ આપવામાં આવશે.
૧૧ વર્ષ બાદ આવેલી દુષ્કાળની પરિસ્થિતિએ સમગ્ર ગુજરાતને ચિંતામાં મુકી દીધું છે. રાજય સરકારે ગઈકાલે ૧પ જિલ્લામાં સંપૂર્ણ અછતની સ્થિતિ જાહેર કરી છે જયારે ૧૮ તાલુકામાં આંશિક અછત જાહેર કરાઈ છે. આ અંગે આજે રાહત કમિશનર પી.કે.પરમારે જણાવ્યું હતું કે પીવાના પાણી, પશુઓ માટે ઘાસચારો અને મનરેગા હેઠળ રોજગારી પુરી પાડવાની કામગીરી પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
હાલમાં ગુજરાતના વનવિભાગ પાસે ૩ કરોડ કિ.ગ્રા. ઘાસ છે. તેનું ૩ જિલ્લા અમરેલી, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વિતરણ શરૃ કરી દેવાયું છે. ઘાસ વિતરણની જવાબદારી જે-તે કલેક્ટરોને સોંપવામાં આવી છે. હવે ઘટતા ઘાસ માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરીને ઘાસ ખરીદાશે. ચોમાસામાં હજુ બે માસનો સમય છે. જો સારો વરસાદ થઈ જશે તો ઘાસચારાની ચિંતા હળવી બની જશે. વરસાદ નહીં થાય તો જેમ-જેમ સ્થિતિ વિકટ બનતી જશે તેમ-તેમ કેટલ કેમ્પ, કેશ ડોલ્સ વિતરણ, રાહત કામો જેવા કામો શરૃ કરાશે અને કેટલાક કામો વિસ્તારાશે.
પરમારે વધુમાં જણાવ્યું હતું કે રાજયના દરેક જિલ્લામાં રાહતના કામો કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ દ્વારા કરાવવામાં આવશે. હાલમાં રાજયભરમાં ૮૧ હજાર લોકોને મનરેગા હેઠળ રોજગારી પુરી પડાઈ રહી છે. જો કે વૃધ્ધો, અશક્તો, સગર્ભાઓ અને એવી મહિલાઓ કે જે રાહત કામ કરી શકે તેમ ન હોય તેવા લોકોને ઘેરબેઠા કેશ ડોલ્સ ચુકવવામાં આવશે. જો કે આ નિર્ણય ઓક્ટોબર માસમાં લેવાય તેવી સંભાવના છે.

કેન્દ્ર સમક્ષ ૧૪૮પ કરોડ કિ.ગ્રા.ઘાસની માંગણી
ગુજરાતની અછતની સ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર સમક્ષ ઘાસચારા માટે મોટી માંગ રાખવામાં આવી છે. જે જિલ્લાઓ સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરાયા છે તે જિલ્લાઓમાં નવ માસ સુધી ઘાસચારો પુરો પાડવા ૮૩૮ કરોડ કિ.ગ્રા. જથ્થાની જરૃર છે. જયારે આંશિક રીતે અસરગ્રસ્ત જિલ્લાઓમાં છ માસની જરૃરિયાત ૬૪૭ કરોડ કિ.ગ્રા. છે. આમ કુલ ૧૪૮પ કરોડ કિ.ગ્રા. ઘાસની જરૃરિયાત ઉભી થનાર છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved