Last Update : 09-August-2012, Thursday

 

તો.. પેટ્રોલમાં સબસીડી, વિનામૂલ્યે દવાઓ

-કેશુભાઇ પટેલનું લોકોને વચન

 


-રાંધણ ગેસમાં રૃ. ૧૦૦ સબસીડી

અમદાવાદ, બુધવાર
ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ કેશુભાઈ પટેલે આજે પ્રજાલક્ષી રાહતોનું પેકેજ જાહેર કર્યું હતું. તેમનો પક્ષ સત્તામાં આવતાં રાજ્યને સલામતિ અને સુરક્ષીત ગુજરાત બનાવવાની ખાતરી આપી છે. મોંઘવારીથી પીડાતી પ્રજાને રાહત આપવા રાંધણ ગેસમાં સબસીડી, વીજળીના બીલમાં રાહત, એસ.ટી. બસના ભાડામાં ઘટાડો, શુધ્ધ પીવાનું પાણી, ખેડૂતોને રાહત માટે પેકેજ તથા ગુજરાત સરકારના કર્મચારીઓને ન્યાય, સન્માન અને આર્થિક રાહત આપવાની તેમણે જાહેરાત કરી છે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ ચૂંટણી ઢંઢેરો નથી. પરંતુ પરિવર્તન પાર્ટી લોકો વચ્ચે જતા પહેલા પક્ષની દિશા દર્શાવતો સંવેદનાસભર કાર્યક્રમ છે.
તેમણે જણાવ્યું હતું કે ૨૦૦૭માં નરેન્દ્ર મોદીની સહીથી જાહેર થયેલા ચૂંટણી વચનોનું પાલન કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. જ્યારે ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીમાં આપેલા વચનો કોંગ્રેસે નિભાવ્યા નથી. તેમની સરખામણીમાં તેમના પોતાના શાસનમાં ૧૦૦ દિવસમાં ૬૬ ટકા વચનોનો અમલ કરી બતાવ્યો હતો.
કેશુભાઈએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા વર્ષે રૃા. ૫૧ હજાર કરોડના વેરા ભરે છે અને સરકાર વર્ષે રૃા. ૨૨ હજાર કરોડનું દેવું કરે છે. પરંતુ પ્રજાના પૈસાથી અબજોપતિ ઉદ્યોગપતિને રૃા. ૩૩ હજાર કરોડની લ્હાણી કરે છે, જ્યારે મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને આપવામાં આવતો ૨૨૫ ગ્રામ ખોરાક ઘટાડીને ૧૫૦ ગ્રામ કરી નાખવામાં આવ્યો છે. રાહતની જરૃર ટાટાને વધુ છે કે સામાન્ય પ્રજાને?
સલામત ગુજરાત-સુરક્ષિત ગુજરાતીનું સૂત્ર આપી કેશુભાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ ગુનાઓની સંખ્યા બિહાર કરતાં પણ વધી ગઈ છે. કાયદાના શાસનનું નામોનિશાન રહ્યું નથી. ભૂતકાળમાં તેમના શાસનમાં ગુજરાતમાંથી ગુંડા અને માફીયા ટોળકીનું નામોનિશાન મીટાવ્યું હતું. ફરી સત્તામાં આવતાં ગુજરાતને સુરક્ષિત બનાવીશું.
મોંઘવારી સામે રાહત પેકેજની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોંઘવારી એ કેન્દ્ર સરકારનો વિષય છે. પરંતુ રાજ્ય સરકારો પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ગુજરાત ભાજપ સરકાર પોતાની જવાબદારી નિભાવતી નથી. માત્ર કેન્દ્ર સરકાર સામે આંદોલન કરે છે. અમારી સરકાર સત્તામાં આવતાં અનેકવિધ પગલાં લઈશું. જેમાં રાંધણ ગેસમાં દરેક પરિવારને દર મહિને એક બાટલા પર રૃા. ૧૦૦ ગુજરાત સરકાર સબસીડી ચૂકવશે.
પેટ્રોલ-ડીઝલ અને સી.એન.જી. ગેસ કેન્દ્ર સરકારને મોંઘો મળે અને ભાવ વધારે તેનો અર્થ એવો નથી કે રાજ્ય સરકારે તેમાંથી કમાણી કરવા વેટ વધુ લેવો જોઈએ. અમારી સરકાર પેટ્રોલિયમ પેદાશોના વેટમાં ૩૦ ટકાનો ઘટાડો કરશે. ઉપરાંત જ્યારે તેનો ભાવ વધશે ત્યારે વધારા ઉપર વધુ વેટ લઈશું નહીં.
તેમણે જણાવ્યું હતું કે એસ.ટી. બસની તમામ પ્રકારની સેવાઓમાં ૨૦ ટકા ભાડા ઘટાડો કરવામાં આવશે. ખાલી દોડતી બસ ભાડુ સસ્તું થતાં લોકો એસ.ટી. બસનો ઉપયોગ કરશે. તેનાથી એસ.ટી.ને ખોટ થશે નહીં.
ઘર વપરાશના વીજ ગ્રાહકોને રાહત આપવા માસિક ૧૦૦ યુનિટ સુધીનો વપરાશ હશે તેમને વીજ બીલમાં ૩૦ ટકા રાહત, માસિક ૨૦૦ યુનિટ વપરાશ પર ૨૫ ટકા અને ૩૦૦ યુનીટ સુધીનો વપરાશ કરનાર ગ્રાહકને ૧૫ ટકા રાહત આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં જીવન રક્ષક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. અને બહાર દવાની દુકાનમાંથી વેચાતી જીવન રક્ષક દવા ઉપરથી સંપૂર્ણ વેટ રદ કરવામાં આવશે. ઉપરાંત સરકારી દવાખાના અને હોસ્પિટલમાં દર્દીની ખબર અંતર પુછવા આવતા લોકો પાસેથી કોઈ રકમ લેવામાં નહીં આવે.
ખેડૂતો માટેના પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હાલ ફીક્સ હોર્સ પાવર દીઠ રૃ. ૮૫૦ થાય છે તે ઘટાડીને રૃા. ૫૦૦ કરાશે. તમામ પ્રકારના રાસાયણિક ખાતરો પરનો વેટ સંપૂર્ણ નાબુદ, ખેતીમાં વપરાતા ટ્રેક્ટરો, જંતુનાશક દવાઓ પર લેવામાં આવતો ૪ ટકા વેટ સંપૂર્ણ નાબુદ કરાશે.
તેમણે જણાવ્યું હતું કે નર્મદા યોજનાની નહેરના કામો મોદીની ગતિએ થાય તો ૬૦ વર્ષે પણ પુરા ન થાય. ચાલુ વર્ષે અછતની સ્થિતિ છે ત્યારે પીવાના પાણી અને ખેતીમાં ઉપયોગ આવે તે રીતે કેનાલના કામો ચાલુ વર્ષમાં જ પુરા કરીશું.
ક્ષારવાળા વિસ્તારોમાં ઠેર ઠેર આર.ઓ. પ્લાન્ટ નાખવામાં આવશે અને પ્રજાને શુધ્ધ અને મીઠુ પાણી આપવામાં આવશે.
ફીક્સ પગારના કર્મચારીઓના પ્રશ્ને હાઈકોર્ટના ચૂકાદા સામે મોદી સરકારે સુપ્રિમમાં અપીલ કરી છે. અમારી સરકાર આ પ્રશ્ને કોર્ટ બહાર નિરાકરણ લાવશે. કર્મચારીઓને ભાજપના કાર્યકરો બનાવી દેવાયા છે. તેમને રાજકીય કાર્યક્રમોથી દૂર રખાશે.
ખેડૂતોને ખેતીના વીજ જોડાણ હોર્સ પાવર મુજબ અપાશે અને મંજૂર થયેલા હોર્સ પાવર મુજબ વીજળીનો ઉપયોગ ખેતીના અન્ય કામો માટે પણ કરી શકાશે.
વીજ ચોરી માટે હાલ લાગુ કરવામાં આવતી ફોજદારી કલમ ૧૩૫ નાબુદ કરવામાં આવશે. માત્ર આર્થિક દંડ લેવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે આ પેકેજથી પ્રજાને રૃા. ૨૭૦૦ કરોડની રાહતો મળશે.

ગુજરાત પરિવર્તન પાર્ટી કોઇ પક્ષ સાથે જોડાણ નહીં કરે
અમદાવાદ, બુધવાર
ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ કેશુભાઈ પટેલે આજે જણાવ્યું હતું કે તેમનો પક્ષ અન્ય કોઇ પક્ષ સાથે જોડાણ નહીં કરે. ગુજરાતની તમામ ૧૮૨ બેઠકો પર પરિવર્તન પાર્ટી ઉમેદવાર ઉભા રાખશે. ચૂંટણી ફંડ અંગે તેમણે જણાવ્યું હતું કે 'ધનની સામે જન' લડશે, પ્રજાનો ઉમેદવાર હશે પ્રજા જ ચૂંટણી ખર્ચ ઉપાડશે. અન્ના હજારે સાથે તેઓ સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. મહાગુજરાત જનતા પાર્ટીના તમામ કાર્યકરો આજે ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાઈ ગયા છે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આજે રાજકોટના ભાજપના બે પૂર્વ સાંસદો રામજીભાઈ માવાણી અને રમાબહેન માવાણી ભાજપમાંથી રાજીનામુ આપીને પરિવર્તન પાર્ટીમાં જોડાયા છે. ડૉ. એ.કે. પટેલે પણ આજે ફોન પર જાહેર કર્યું છે કે તેઓ પરિવર્તન પક્ષ સાથે જ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved