Last Update : 09-August-2012, Thursday

 

જેની કુખેથી જન્મ લીધો તે જનેતાનાં શરીરને વાઢી કાઢ્યું
પુત્રે ધારદાર તલવાર વડે માતાનાં શરીરનાં ટૂકડેટૂકડા કરી નાંખ્યાં

તલવારથી માતાનો ડાબો પગ કાપીને બાસ્કેટમાં ભર્યો અને કળિયુગી પુત્ર તેને હાથમાં લઈને આખા ગામમાં ફર્યો

દાહોદ, તા.૮
દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં ચાકલીયા ગામે કળિયુગી પુત્રે ધારદાર તલવાર વડે જનેતાનાં શરીર ઉપર ઉપરાછાપરી ઘા ઝીંકીને તેની હત્યા કરી દેતા હાહાકાર મચી ગયો હતો. કાળજુ કંપાવી દે તેવી બાબત એ હતી કે, જે માતાની કુખેથી જન્મ લીધો હતો તેના જ ડાબા પગ ઉપર પુત્રે તલવારનાં વારંવાર ઝાટકા મારીને તેને શરીરથી છૂટો પાડી દીધો હતો. ત્યારબાદ માતાનાં કપાયેલા પગને પ્લાસ્ટિકનાં બાસ્કેટમાં મુકીને પુત્ર અડધો કલાક સુધી આખા ગામમાં ફર્યો હતો. આ બનાવની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને તેઓએ હત્યારા પુત્રને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ બનાવ અંગે લીમડી પોલીસે પુત્ર સામે ખૂનનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં ચાકલીયા ગામે રહેતા રમેશ ગજા કલારાનાં પરિવારમાં માતા સકુડીબેન (ઉં.વ-૭૨), પત્ની અને સંતાનોનો સમાવેશ થાય છે. ગઈકાલે રાત્રે રોજીંદાક્રમ મુજબ, પરિવારનાં સદસ્યો સાંજનું જમણ પતાવીને સૂઈ ગયા હતા. મોડીરાત્રે અચાનક રમેશ કલારા ઉભો થયો હતો અને ઘરનાં ખૂણામાં પડેલી ધારદાર તલવાર લઈને તેની પત્ની પાસે પહોંચ્યો હતો. જે દરમિયાન તેના પગનો અવાજ સાંભળીને તેની પત્ની જાગી ગઈ હતી અને ગભરાઈને ઘરની બહાર ભાગી છૂટી હતી. જેથી રમેશ હાથમાં તલવાર લઈને તેની માતાની નજીક પહોંચ્યો હતો.
મધ્યરાત્રીએ ઘેરી નીંદ્રામાં પોઢી રહેલી માતાને જોઈને રમેશ અચાનક આવેશમાં આવી ગયો હતો અને તેણે કોઈ ભેદી કારણસર તેની માતા ઉપર તલવારનાં ઘા ઝીંકવાની શરૃઆત કરી હતી. ૭૨ વર્ષની વૃધ્ધ માતાનાં શરીર ઉપર ઝીંકાતા તલવારનાં વારને કારણે ઘરમાં લોહિનાં ફુવારા ઉડવા લાગ્યા હતા. તેમ છતાંય પુત્ર રમેશ રોકાયો ન હતો અને તેણે પોતાની જનેતાનાં શરીર ઉપર તલવાર વડે ઉપરાછાપરી ઘા મારવાનું જારી રાખ્યુ હતુ.
જેને પરિણામે ગણતરીનાં સમયમાં જ વૃધ્ધ માતાનું પ્રાણપંખેરૃ ઉડી ગયુ હતુ. પરંતુ, ઘાતકી પુત્રને આટલાથી સંતોષ ન હતો. આખરે, તેણે માતાનાં ડાબા પગ ઉપર વારંવાર તલવારનાં ઝાટકા મારીને તેને શરીરથી છૂટો પાડી દીધો હતો. ત્યારબાદ તેના કપાયેલા પગને તેણે એક પ્લાસ્ટિકનાં બાસ્કેટમાં મુક્યો હતો અને આ બાસ્કેટ ઉંચકીને તે ઘરની બહાર નીકળ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, માતાનાં કપાયેલા પગને બાસ્કેટમાં મુકીને તે લાંબા સમય સુધી આખા ગામમાં ફર્યો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન તેની પત્ની તેના ઘરમાં દોડી આવી હતી અને તેણે લોહિલુહાણ હાલતમાં પડેલી સાસુને જોઈને કારમી ચીસ પાડી હતી.
જેથી તેનો અવાજ સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા હતા. જે દરમિયાન તેમને માલુમ પડયુ હતુ કે, વૃધ્ધ મહિલા સકુડીબેનની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ, તેના જ કુખેથી જન્મેલા પુત્ર રમેશે જ કરી હતી. જેથી ગ્રામજનો હત્યારા પુત્રને શોધવા નીકળ્યા હતા.
જે દરમિયાન ગામની શેરીઓમાં બિન્દાસ્ત વિચરણ કરી રહેલો પુત્ર ગ્રામજનોને દેખાયો હતો. જેથી ગામનાં લોકોએ તેને પકડી પાડયો હતો. જે સમયે તેને ગ્રામજનોએ પકડયો તે સમયે તેના હાથમાંથી પ્લાસ્ટિકનું બાસ્કેટ મળ્યુ હતુ. જેમાં તેની માતાનો કપાયેલો પગ હતો જેને જોઈને ગ્રામજનો રિતસરનાં ડરી ગયા હતા. આખરે, ગામનાં લોકોએ આ બનાવ અંગે લીમડી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ચાકલીયા ગામે ધસી આવ્યો હતો. જ્યાં પોલીસે માતાની હત્યા બદલ પુત્ર સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

માતાનાં શરીર ઉપર ઝીંકાયેલા ઘાની ગણતરી કરવી મુશ્કેલ નહીં અશક્ય હતી ઃ પોલીસ
લીમડી પોલીસનાં અધિકારીએ જણાવ્યુ હતુ કે, ઝાલોદ તાલુકાનાં ચાકલીયા ગામનાં બોરસદ ફળિયામાં રહેતા રમેશ કલારાનાં ઘરે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન તેના ઘરમાં લોહિલુહાણ હાલતમાં તેની માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. માતાનાં શરીર ઉપર પુત્ર રમેશે એટલા ઘા માર્યા હતા કે તેની ગણતરી કરવી મુશ્કેલ નહીં અશક્ય હતી. આખરે, પોલીસે ફરિયાદ નોંધતી વખતે માતાનાં શરીર ઉપર અસંખ્ય ઘા ઝીંકવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved