Last Update : 09-August-2012, Thursday

 
અમરોલીની રઘુવીર સોસાયટીમાં
ડૉકટરની યુવાન પત્નીનું ગળુ કાપી મંગળસૂત્ર-બંગડીની લૂંટ

રસોડામાં હુમલાનો ભોગ બન્યા બાદ લેખાબેન મદદ મો બંગલાના મુખ્ય દ્વાર સુધી આવ્યા બાદ ફસડાઇ પડયા

બંગાળી ડૉકટરની પત્ની લેખાની રસોઇના ચપ્પુથી જ હત્યાઃ બાળકો સ્કૂલે ગયા હતાઃ ઘરમાં રોકડા રૃ।. ૩ લાખ અને ઘરેણા સલામત

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
અમરોલી રઘુવીર સોસાયટીમાં રહેતા બંગાળી ડૉકટરની યુવાન પત્નીની ગળું કાપી હત્યા કરેલી લાસ આજે સવારે તેમના બંગલાના મુખ્ય દ્વાર પાસેના પેસેજમાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. ઘરે એકલી ડૉકટરની પત્ની ઉપર રસોડામાં જ રસોઇમાં વપરાતા ધારદાર ચપ્પુથી હુમલો કરાયો હતો. જો કે, તે મદદ માટે બહાર દોડી ગયા હતા અને મુખ્ય દ્વાર પાસે જ ફસડાઇ પડયા હતા. હત્યારાઓ તેમનું મંગળસૂત્ર અને બે બંગડી લૂંટી ગયા હતા. પરંતુ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના સલામત મળી આવતાં પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી છે.
અમરોલી વિસ્તારમાં આજે સવારે ચકચાર જગાવનાર ઘટના અંગે સ્થાનિક સૂત્રો તેમજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂલ પ.બંગાળના વતની અને હોમિયોપેથીક ડૉકટર ઉત્પલભાઇ ધર્મેન્દ્રનાથ વિશ્વાસ વર્ષ ૧૯૯૬માં સુરત આવ્યા હતા અને છેલ્લા ૯ વર્ષથી પત્ની લેખા (ઉ.વ.૩૫), એક પુત્રી અને એક પુત્ર સાથે અમરોલીની રઘુવીર સોસાયટીના બંગલા નં.૪૩માં રહેતા હતા.
રોજની જેમ આજે સવારે બંને બાળકો સ્કૂલે ગયા બાદ ઉત્પલભાઇ તેમના અમરોલી પુલની બાજુમાં શ્યામ કોમ્પલેક્ષમાં આવેલા ક્લીનીક ઉપર પોણા નવ વાગ્યે ગયા હતા. દરમિયાન, પોણા દસ વાગ્યાના અરસામાં તેમના પાડોશીએ ફોન કરી જણાવ્યું હતું કે લેખાબેન બંગલાના મુખ્ય દ્વાર પાસે લોહીના ખાબોચીયામાં પડયા છે. ઉત્પલભાઇ તરત જ ઘરે દોડી ગયા હતા. તે સમયગાળામાં જ પાડોશીએ અમરોલી પોલીસ મથકમાં ફોન કરી જાણ કરતાં પી.આઇ. બી.વી. ગોહીલ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા.
પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં લેખાબેનનો મૃતદેહ મુખ્ય દ્વાર પાસે પેસેજમાંથી મળી આવ્યો હતો. તેમનું ગળું તિક્ષ્ણ હતિયારથી કાપી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઘરમાં તપાસ કરતાં રસોડામાં પણ લોહીના ડાગ મળી આવ્યા હતા અને બંગાળીઓ રસોઇમાં મચ્છી-શાકભાજી કાપવા લાકડાના હાથાવાળો જે ધારદાર ચપ્પુ ઉપયોગમાં લે તે પણ લોહીના ડાઘ સાથે મળી આવ્યો હતો.
હત્યારાઓએ લેખાબેન ઉપર રસોડામાં હુમલો કર્યો હતો તેમ છતાં તે મદદ માટે બહાર સુધી દોડયા હતા અને ફસડાઇ પડયા હતા. હત્યારાઓ તેમના ગળામાંથી મંગળસૂત્ર અને હાથમાંથી સોનાની બંગડીઓ કાઢી ગયા હતા. પરંતુ ઘરમાંથી રોકડા રૃ।. ૩ લાખ, અન્ય ઘરેણા, લેખાબેને કાનમાં, નાકમાં, પગમાં પહેરેલા ઘરેણા યથાવત્ મળી આવતાં લેખાબેનની હત્યા લૂંટના ઇરાદે થઇ કે અન્ય કોઇ ઇરાદે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે ડૉગ સ્કવોડની મદદ લેતાં તે ક્રોસરોડ સુધી ગયો હતો. પોલીસે ઉત્પલભાઇની ફરિયાદના આધારે અજાણ્યાઓ વિરુદ્ધ હત્યા-લૂંટનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ અમરોલી પીઆઇ બી.વી. ગોહિલ કરી રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved