Last Update : 09-August-2012, Thursday

 

આજે શીતળા સાતમના દિવસે
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ

બ્રિટીશ સરકારે તેમને નાઈટ હૂડનો ખિતાબ આપી ડો. એડવર્ડનું વૈશ્વિક સન્માન કર્યું હતું

ભાવનગર, બુધવાર
કાલે ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શીતળા સાતમની ભારે શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. આ દિવસે લોકો સવારે શીતળા માતાની પુજા કરી કુલેરનો પ્રસાદ ધરશે અને ટાઢું ખાઈ શીતળા સાતમ મનાવશે. અગાઉ શીતળાના રોગથી ઘણાં લોકોના મૃત્યું થયા હતા.જે સઘન રસીકરણપચી હવે વિશ્વમાં ક્યાંય શીતળાનો રોગ દેખાતો નથી. તેનો શ્રેય શીતળાની રસીના શોધક ડો. એડવર્ડ જેનરના ફાળે જાય છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાજીની સાથો સાથ શીતળા વિરોધી રસીના શોધકને પણ સન્માન પૂર્વક યાદ કરવા જોઈએ.
તમામ પ્રકારના ટીકાઓ અને મુકાતી રસીઓ આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે અભિરક્ષક છે જે આપણા શરીરના જાગૃત ચોકીદારો જેવું કાર્ય કરે છે. આપણી ભૂજાઓ પર ટીકાનું નિશાન જોઈએ છીએ ત્યારે તેના આવિષ્કર્તા તરફ આદરથી માથુ નમી જાયછે કે જેમણે આ સંસારને મહાવિનાશક ચેપગ્રસ્ત રોગોની મહામારીમાંથી સદાને માટે મુક્ત કર્યા. વિવિધ મહારોગોનું ઉન્મૂલન રસી મુકવાની નૂતન શોધને આભારી છે. આવોજ એક મહાભયાનક રોગ શીતળા આજે દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યો છે જેની રસીના પ્રવર્તક હતા ડો. એડવર્ડ જેનર.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ૧૯૬૭માં બહાર પાડેલા એક ચોંકાવનારા સર્વેક્ષણ મુજબ અઢારમી સદીના અંત સુધીમાં યુરોપ અને અમેરિકાનીકુલ છ કરોડ લોકો એકલા શીતળાના રોગથી જ માર્યા ગયા હતા. ૧૭૨૧માં અમેરિકાના બોસ્ટન શહેરની અડધી વસ્તી શીતળા ગ્રસ્ત હતી જેમાં દસે એક વ્યક્તિ આ મહામારીમાં મૃત્યુ પામી હતી.
શીતળા વેરિયોલા વાઈરસથી થતો રોગ છે. વેરિયોલા મેજર અને વેરિયોલા માઈનોર નામના બે પ્રકારના વાઈરસ આ રોગ માટે જવાબદાર છે. માઈનોર વાઈરસથી મુખ તથા ગળાના ભાગ પર નાની-મોટી ફોડલીઓ અને ઝીણો તાવ આવે છે. જેનો મૃત્યુદર માત્ર ૨થી૫ ટકા જ હતો જ્યારે મેજર વાઈરસથી આખા શરીર પર મોટી ફોડલીઓ અને ૧૦૧ થી ૧૦૨ તાપમાન જળવાઈ રહેતું જેનો મૃત્યુ દર ૪૦ ટકા હતો,પુખ્ત વયના આ રોગગ્રસ્ત માનવોમાં મૃત્યુદર ૨૦થી૪૦ ટકા હતો જ્યારે રોગગ્રસ્ત બાળકોમાં મૃત્યુદર ૮૦ ટકા ઉપર રહેતો.
૧૭૪૯માં ઈંગ્લેન્ડના ગ્લોસ્ટરશાયર કસબામાં એક પાદરી પિતાના ઘરે જન્મેલા એડવર્ડ જેનરે ચિકિત્સાશાસ્ત્રનું વ્યવહારિક જ્ઞાાન લંડનના સેન્ટ જ્યોર્જ હોસ્પીટલમાંથી એ સમયના મહાન સર્જન જોન હન્ટરના માર્ગદર્શન નીચે મેળવ્યું. કુતુહલપ્રિય, ઉત્સાહી અને હંમેશા પ્રફુલ્લિત રહેતા તરવરિયા યુવાન ડો. જેનર કોઈપણ બિમારીનું સ્વયંપરીક્ષણ કરીને જ નિદાન-ઉપચાર કરતા. ધૈર્યપૂર્વકના પ્રયોગો તથા વૈજ્ઞાાનિક અનુસંધાન તેમના રસનાં ક્ષેત્રો હતાં.
અઢારમી સદીના મધ્યભાગમાં યુરોપમાં કાંઉપોક્ષ નામનો રોગ ગાયોમાં સંક્રાંત થયાપછી વિશાળ માત્રામાં માણસોમાં ફેલાતો હતો. વાકા લેટીન શબ્દનો અર્થ ગાય થાય છે, જે પરથી વેસિનિટ આ રોગ માટે જાણીતો શબ્દ બન્યો. વેસિનિયા એ સમયે જીવલેણ રોગ ન હતો. ડો. જેનરે આ રોગનું ગહન અધ્યયન અને સંશોધન પોતાના પરામર્શધતા અને પથદર્શક ગુરૃ ડો. જોન હન્ટરના માર્ગદર્શન નીચે કર્યું. બધા મળીનેકુલ ૨૭ કાઉપોક્ષ રોગીઓનો ક્રમીક ઇતિહાસ અને વિવિધ પરીક્ષણો કર્યા. તેઓએ નોંધ્યું કે કાઉપોક્ષના દર્દીઓ શીતળાનો રોગ થતો નથી. કેટલાક રોગગ્રસ્ત દર્દીઓની ભુજા પર શીતળાના કીટાક્ત દ્રવ્યો (વાઈરસ)ને ઈંજેકટકરીને જોયું કે તેમને શીતળાનો રોગ થયો નહીં.
૧૭૯૬માં ડો. જેનરે એક મહત્વના પરીક્ષણ માટે જેન્સ ફિપ્પ નામના આઠ વર્ષના એક બાળકને તેના માતા-પિતાની મંજૂરી લઈને શીતળાની રસીના મહત્વપૂર્ણ નિર્ણાયક પરીક્ષણ માટે તૈયાર કર્યો. કાઉપોક્ષના વાઈરસને તેના શરીરમાં દાખલ કરી બિમાર બનાવ્યો. થોડા સમય પછી શીતળાના વાઈરસને તેના શરીરમાં દાખલ કરી નિરીક્ષણ કર્યું તો માલુમ પડયું કે બાળકને શીતળાનો રોગ બિલકુલ લાગુ ન પડયો. ત્યારબાદ ઘણા જ રોગીઓ પર ઉપરોક્ત પરીક્ષણો કરી ડો. જેનરે વિશ્વને શીતળાની રસી ભેટ ધરી. પોતાના અનુસંધાનના નિષ્કર્ષો તેમણે સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યા. સ્વાભાવિક રીતે રૃઢિચુસ્ત સમાજે પ્રચંટ વિરોધ નોંધાવ્યો પરંતુ ડો. જેનરે પોતાના સંશોધનની રીતો ચિકિત્સાજગત સામે સિધ્ધ કરી બતાવી.
બ્રિટીશ સરકારે તેમને નાઈટહુડનો ખિતાબ તથા સમગ્ર વિસ્વે તેમનું અમુલ્ય બહુમાન કર્યું. ૧૮૦૦ થી ૧૯૪૭ સુધી બ્રીટીશ સરકારે પબ્લીક હેલ્થ અને વેકસીનેશન પોલીસી અંતર્ગત ભારતમાં જન્મતા પ્રત્યેક બાળકને શીતળાની રસી મુકવાનો કાર્યક્રમ ઘડયો. સ્વતંત્ર ભારતમાં ઈન્ડીયન નેશનલ સ્મોલપોક્ષ ઈરેડિકેશન પ્રોગ્રામ તળે ભારત સરકારે રસીકરણનાં ભગીરથ પ્રયત્નો કર્યા. ૧૯૪૭ થી ૧૯૭૭ સુધી કંટ્રોલ અને ઈરેડિકેશન પ્રોગ્રામ ઓફ સ્મોલપોક્ષ અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશાળ માત્રામાં પ્રત્યેક ઘરે ઘરે ફરીને રસીકરણ કર્યા. જેની ફલશ્રુતિ સ્વરૃપે દેશમાંથી અને સમગ્ર વિશ્વમાંથી શીતળાનો મહાવિનાશક ચેપગ્રસ્ત રોગ વિદાય થઈ ગયો.
ડો. જેનરને શીતળાની રસીના આવિષ્કાર માટે પોતાની યુવાનીના અમુલ્ય વિશે વર્ષોનું યોગદાન સમગ્ર વિશ્વના માનવોની સુખાકારી તથા કલ્યાણ માટે પ્રદાન કર્યું. વૈજ્ઞાાનિક શોધો અને સંશોધનો માનવ જીવનને બહેતર બનાવે છે. પોલીયોની રસીના સંશોધનકર્તા ડો. જોનાસ સાલ્કે પણ પોતાની પ્રયોગશાળામાં અમુલ્ય ૧૫ વર્ષોનું યોગદાન આપ્યું જેનાથી આ રોગ પણ વિશ્વમાંથી નિર્મૂલન થવામાં છે. શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved