Last Update : 09-August-2012, Thursday

 
સી.એ. ઇન્સ્ટિટયૂટ દ્વારા લેવાયેલી પરીક્ષાનું
IPCC પરીક્ષાનું અમદાવાદ સેન્ટરનું પરિણામ ૨૬.૭૧ ટકા

ગત વર્ષ કરતા પરિણામ ૯ ટકા વધ્યું ઃ દેશભરનું ૧૯.૩૯ ટકા રિઝલ્ટ ઃ PCC નું પરિણામ પણ જાહેર

અમદાવાદ, બુધવાર
ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા મે મહિનામાં લેવાયેલી આઈપીસીસી (ઈન્ટીગ્રેટેડ પ્રોફેશનલ કમ્પીટન્સી કોર્સ)ની પરીક્ષાનું અમદાવાદ સેન્ટરનું ૨૬.૭૧ ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા ૯ ટકા જેટલું વધુ છે. દેશભરનું આઈપીસીસીનું પરિણામ ૧૯.૩૯ ટકા આવ્યુ છે. આ પરીક્ષામાં અમદાવાદ સેન્ટરનાં ૧૧ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે. આઈપીસીસીની સાથે પીસીસી (પ્રોફેશનલ કમ્પીટન્સી કોર્સ)નું પરિણામ પણ જાહેર કરી દેવાયું છે.
અમદાવાદ સી.એ. ઇન્સ્ટિટયૂટ બ્રાન્ચના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું કે આઈપીસીસીમાં દેશભરમાંથી ૨૨૫૧૩૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંની ૬૦૦૪૧ પાસ થયા છે. બન્ને જૂથનું ૧૯.૩૯ ટકા જ્યારે ગુ્રપ એકનું ૩૦.૨૯ અને ગુ્રપ બેનું ૨૬.૫૭ ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષે બન્ને જૂથનું ૧૭.૧૭ ટકા, ગુ્રપ એકનું ૩૫.૬૩ ટકા અને ગુ્રપ બેનું ૨૯.૧૯ ટકા પરિણામ આવ્યું હતું.
અમદાવાદ સેન્ટરનું બન્ને ગુ્રપનું ૨૬.૭૧ ટકા, ગુ્રપ એકનું ૨૧.૮૮ અને ગુ્રપ બેનું ૩૫.૯૮ ટકા પરિણામ જાહેર થયુ છે. ચાલુ વર્ષે કુલ ૩૯૨૬માંથી ૧૧૨૫ વિદ્યાર્થી પાસ થઈ શક્યા છે. જોકે નવેમ્બર ૨૦૧૧માં આઈપીસીસીનું રીઝલ્ટ માત્ર ૧૭.૬૧ ટકા આવ્યું હતું. કુલ ૩૬૫૯માંથી ૯૮૨ વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા.
આઈપીસીસીનાં રીઝલ્ટમાં અમદાવાદ સેન્ટરના ૧૧ વિદ્યાર્થીઓએ દેશનાં ટોપ ૫૦માં સ્થાન મેળવ્યું છે. જે દર્શાવે છે કે ગુજરાત હવે એજ્યુકેશન હબ બની ગયું છે.
સીએમાં પ્રવેશ માટે ગણાતી એવી પીસીસી પરીક્ષાનું પરિણામ પણ સાથે જ જાહેર કરી દેવાયું હતું. અમદાવાદ સેન્ટરમાં કુલ ૬૭૧માંથી ૨૦૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. બન્ને ગુ્રપનું ૧૨.૮૯ ટકા તથા ગુ્રપ એકનું ૩૪ ટકા અને ગુ્રપ બેનું ૪૪.૫૩ ટકા પરિણામ જાહેર થયું છે. જોકે નવેમ્બર ૨૦૧૧માં કુલ ૧૦૪૨માંથી ૩૧૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે બન્ને જૂથનું ૧૪.૨૨ ટકા, ગુ્રપ એકનું ૩૦.૭૩ ટકા અને ગુ્રપ બેનું ૪૬.૬૮ ટકા પરિણામ આવ્યું છે. આ જ રીતે પીસીસીનું દેશભરનું બન્ને ગુ્રપનું ૧૪.૭૬ ટકા, ગુ્રપ એકનું ૩૨ ટકા અને ગુ્રપ બેનું ૩૧.૨૩ ટકા પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી કુલ ૩૯૬૭૦ વિદ્યાર્થી બેઠા હતા. જે પૈકીમાંથી ૧૧૦૮૪ પાસ થયા છે. નવેમ્બર ૨૦૧૧માં દેશભરમાંથી ૬૨૪૧૪ પૈકીમાંથી ૧૮૬૭૧ પાસ થયા હતા.
ગુ્રપ એકનું ૩૫.૬૫ ટકા, ગુ્રપ બેનું ૩૨.૭૩ ટકા જ્યારે બન્ને જૂથનું ૧૬.૩૪ ટકા પરિણામ આવ્યું હતું.

IPCC નાં દેશના ત્રણ પ્રથમ રેન્કમાં અમદાવાદની વિદ્યાર્થિની
ક્રમ વિદ્યાર્થીનું નામ રેન્ક
૧. નિખિલકુમાર-જયપુર ૧
૨. નિખિલ અગ્રવાલ-મથુરા ૨
૩. જાગ્રવી શાહ-અમદાવાદ -

PCC માં દેશના ટોપ-૫૦માં અમદાવાદનો માત્ર એક વિદ્યાર્થી
ક્રમ નામ રેન્ક
૧. પાર્થ સોલંકી ૧૭

IPCC માં ટોપ-૫૦માં અમદાવાદ સેન્ટરના ૧૧ વિદ્યાર્થીઓ
ક્રમ નામ મેળવેલા રેન્ક
૧. જાગ્રવી શાહ ૩
૨. ઉત્સવ સંઘવી ૧૮
૩. પ્રિયાંક બેન્કર ૨૭
૪. ચિંતન શાહ ૨૮
૫. મોહિત રુંગટા ૩૫
૬. સિદ્ધાર્થ સંઘવી ૩૭
૭. સુરભી અગ્રવાલ ૩૭
૮. નિલોથ નાગર ૪૦
૯. વિશાલ દેઢીયા ૪૦
૧૦. જૈનમ શાહ ૪૮
૧૧. જાનકી મહેતા ૫૦

PCC ના દેશના ત્રણ પ્રથમ રેન્કમાં સુરતનો વિદ્યાર્થી
ક્રમ વિદ્યાર્થીનું નામ રેન્ક
૧. નિલિશ જૈન-દિલ્હી ૧
૨. હેતલ જિકાડારા-સુરત ૨
૩. અનિલ બાબુ-પૂના ૩

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved