Last Update : 09-August-2012, Thursday

 

'કલગી'ના માણસોને પણ 'પોલીસનો ડર' નથી

-સોલામાંથી જુગારખાનું પકડાયું

 


-૩૬ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ, બુધવાર
સોલામાં ભાગવત વિદ્યાપીઠ પાછળ બે વર્ષ પહેલા 'કલગી'ના જુગારખાનાનું સંચાલન કરતા પકડાયેલા 'કલગી'ના સાગરિત મૌલિક ઉર્ફે ભૂરિયાએ પોલીસ અને કાયદાની ઐસીતૈસી કરી સોલા ગામની સીમમાં જ ચાલુ કરેલા જુગારખાના ઉપર ઝોન-૧ અને સોલા પોલીસે દરોડો પાડયો હતો. ફૂલપ્રુફ આયોજન વચ્ચે ચાલતા જુગારખાનામાં પોલીસ આવ્યાની જાણ થતાં જ જુગારીઓમાં નાસભાગ મચી હતી. ૯ જુગારી પકડાયાં છે પણ ૩૦થી વધુ જુગારી નાસી છૂટયા હતા. સોલા પોલીસે અઠવાડીયા પહેલાં જ જેની સામે અટકાયતી પગલાં ભર્યા હતા તે મૌલિક પટેલ પણ નાસી છૂટયો છે. પોલીસે હંગામી જુગારખાનામાંથી ૩ એ.સી. સહીતની સાધનસામગ્રી અને વાહનો વગેરે મળી કુલ ૩૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વર્ષ ૨૦૧૦માં સોલા ભાગવત વિદ્યાપીઠ પાછળ ખેતરો વચ્ચેના એકાંતમાં નાથીબા ફાર્મમાં પોલીસે દરોડો પાડી દિનેશ 'કલગી' સંચાલિત જુગારખાનું પકડી પાડયું હતું. સંચાલક તરીકે દિનેશ કલગીના વિશ્વાસુ, સોલા ગામના મૌલિક પટેલ ઉર્ફે ભૂરિયા સામે પોલીસે કાર્યવાહી કરી હતી. સોલા પોલીસે શ્રાવણ મહીનો શરૃ થતો હોવાથી ભૂરિયા સામે તા. ૩૧ જુલાઈએ કલમ ૧૫૧ હેઠળ અટકાયતી કાર્યવાહી કરી હતી. પોલીસ કાર્યવાહી છતાં મૌલિક ઉર્ફે ભૂરિયાએ સોલા ગામની સીમમાં સુભાષ અને આનંદ ચતુરભાઈ પટેલના ફાર્મહાઉસમાં જુગારખાનું ચાલુ કર્યાની બાતમી પોલીસને મળી હતી.
મંગળવારે મધરાતે પોલીસની ટીમ નાથીબા ફાર્મથી પણ અંદરની બાજુએ કાચી કેડી ઉપર થઈને જુગારખાનુ ચાલતું હતું તે ફાર્મહાઉસ ઉપર પહોંચી હતી. પોલીસને દરવાજો ખોલવામાં સમય લાગતાં ચોકીદાર ચેતી ગયો હતો. 'પોલીસ આવી છે... ભાગો' તેવી બૂમ પડતાં જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. અંદાજે ૩૫થી ૪૦ પોલીસ કર્મચારીઓની ટુકડીઓ દોડી હતી. છતાં, ૩૦ જેટલા જુગારીઓ ચપ્પલ અને વસ્તુઓ મુકી નાસી ગયા હતા. પોલીસના હાથમાં માત્ર ૯ જુગારીઓ આવ્યા હતા. જ્યારે, સૂત્રધાર મૌલિક ઉર્ફે ભૂરો રમેશભાઈ પટેલ અને સાગરિતો નાસી જવામાં સફળ રહ્યા હતા. ફાર્મહાઉસના માલિક સુભાષ ચતુરભાઈ પટેલ અને આનંદ ચતુરભાઈ પટેલની પણ શોધખોળ ચાલી રહ્યાનું પોલીસ કહે છે.
સોલાના પી.આઈ. જે.એમ. ભરવાડે કહ્યું કે, રાત્રે બાતમી મળતાં જ રેડ પાડવામાં આવી હતી. ફાર્મહાઉસમાંથી રૃા. ૭૪ હજાર, ૭ કાર, ૪ બાઈક, મોબાઈલ ફોન, જનરેટર સેટ, બે એ.સી., પંખા વગેરે મળી કુલ ૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં જુગાર રમાડવામાં આવતો હતો. અટકાયતી કાર્યવાહી છતાં 'કલગી'ના સાગરિત તરીકે પંકાયેલો મૌલિક ઉર્ફે ભૂરો પકડાય તે પછી 'કલગી'ની સંડોવણી છે કે કેમ? તે બાબત સ્પષ્ટ થશે. હાલમાં કલગીની સંડોવણીનો મુદ્દો તપાસ હેઠળ છે.

'અમેરિકન કેસીનો' સ્ટાઈલ જુગારખાનામાં જનરેટર!
ડ્રાયફ્રુટ્સ, ઠંડા પીણા અને પંજાબી ફૂડ- જુગારી માગે તે વસ્તુ હાજર!
અમદાવાદ, બુધવાર
સોલા ગામની સીમમાંથી પકડાયેલા જુગારખાનામાં જુગારીઓને અપાતી સુવિધાની જાહોજલાલી જોઈ પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. વિશાળ દરવાજામાંથી પ્રવેશતાં ફાર્મહાઉસમાં ચિકુ અને દાડમના ઝાડ ત્રણ-ચાર રૃમનું મકાન આવે છે. મકાનનો પહેલો રૃમ તો ખાલી હતી પણ પાછળના બે રૃમમાં જુગારીઓને રમવા માટે તમામ સુવિધાઓ હતી.
પોલીસે રૃમમાં લગાવવામાં આવેલા ત્રણ સ્પ્લીટ એ.સી., ૧૫ પંખા, વોટરકુલર, ૪૦ ગાદલાં, ૮૦ તકીયા, બે કોથળા ભરીને પત્તાની કેટ, ટિફીનો, એક એરગન સહીતનો મુદ્દામાલ કબજે કર્યો છે. લાઈટ ગુલ થઈ જાય તો પણ જુગારની રમતમાં વિક્ષેપ ન પડે તે માટે રખાયેલું બે લાખની કિંમતનું જનરેટર પણ પોલીસે કબજે કર્યું છે.
ખાસ કરીને જુગારીઓના ખાવા-પીવાની જરૃરીયાતો પૂરી કરવા માટે કરાયેલી તૈયારીઓ પોલીસને આશ્ચર્યકારક લાગી છે. જુગારીઓ માટે કાજુ, બદામ, પિસ્તા, કાજુ કતરી, સિંગ-ચણા ઉપરાંત જમવા માટે પંજાબી વાનગી ભરેલાં ટિફિનો પણ કબજે કરાયાં છે. જુગાર રમતાં દારૃનો નશો કરનારાંઓ માટે લવાયેલી દારૃની ત્રણ બોટલો, ઠંડા પીણાં કબજે કરાયા છે. બીડી-સિગારેટ, મસાલા, ગુટખા જેવા વ્યસનીઓની પાયાની જરૃરીયાતો ઉપરાંત જુગારીઓ માટે નંબરવાળા ચશ્મા (બેતાલા)ની વ્યવસ્થા પણ કરાઈ હતી!
પોલીસ સૂત્રોએ કહ્યું કે, 'અમેરિકન સ્ટાઈલ કેસીનો' હોય તેવા જુગારખાનામાં સુવિધાઓ આશ્ચર્ય સર્જી જાય તેવી હતી. પોલીસની આ વાત સાચી માનીએ તો, શંકા એ વાતની જાણ છે કે- જુગારખાનું ચલાવવા આટલી તૈયારી કરવામાં આવી ત્યાં સુધી પોલીસને શંકા ન ગઈ કે બાતમી પણ ન મળી એ કેવું?
૩ એ.સી., ૧૫ પંખા, વોટરકુલર, દારૃની ૩ બોટલ અને જુગારીઓ માટે ચશ્માની સુવિધા!

જુગારીઓને લલચાવે તેવું 'જુગાર પે જુગાર'નું પાટિયું
* જુગારખાનામાંથી પોલીસને એક પાટીયું મળ્યું છે. પાટીયાના અલગ-અલગ ખાનામાં નિશ્ચિત શબ્દો સામે આંકડા લખાયા હતા. અલગ અલગ ચોકઠાંમાં પૂતળા- ૫, જોડી- ૪, બાજી-૮, કલર-૯ અને 'રોન' શબ્દ સાથે ૧૫ લખાયેલું છે. જુગારી સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, કોઈ જુગારીને રોન, કલર એમ અલગ-અલગ પાનાથી જીત નિશ્ચિત લાગે તો પાટીયાના ચોકઠામાં નિશ્ચિત રકમ મુકી શકે. જેમ કે, કોઈ જુગારીને લાગે તે કે પૂતળા (ગોલ, ડી, બાદશાહ)ના પત્તાથી જીતે તેમ છે. આ જુગારી પૂતળાના ખાનામાં રૃા. ૨૦૦૦ના ટોકન મુકે અને બાજી જીતી જાય તો કલબ તરફથી પાંચગણી રકમ એટલે ૧૦ હજાર મળે. પણ, બાજી બીજું કોઈ જીતે તો તેના ૨૦૦૦ ગુમાવે. 'જુગાર પે જુગાર'નું પાટીયું અનેકગણી રકમની આશાએ જુગારીઓને લલચાવે તેવું છે.

નવ જુગારી પકડાયા પણ સૂત્રધારો પલાયન થઈ ગયા
* સોલા ગામની સીમમાં જુગારખાનામાંથી નવ જુગારી પકડાયા છે પણ સૂત્રધારો પલાયન થઈ ગયાં છે. પકડાયેલા જુગારીઓમાં (૧) દિનેશ હરગોવિંદભાઈ જૈન- ભાવસાર, ન્યુ જશોદાનગર (૨) સંદીપ દીનકરભાઈ ચૌહાણ, ઈસનપુર (૩) કિરણ બાબુભાઈ ચોરસીયા, બાપુનગર (૪) અશ્વિન કાનજીભાઈ પટેલ, ઈસનપુર (૫) કેવલજી ઉર્ફે કૈલાસ પટેલ, માણેક ચોક (૬) વિરલ કનુભાઈ પટેલ, સે. ૨૬-ગાંધીનગર, (૭) નિકુલ કમલેશભાઈ શાહ, સે. ૨૪- ગાંધીનગર (૮) રૃપમ નંદુભાઈ અમીન, દહેગામ અને (૯) અશોક હરિભાઈ પટેલ, સે. ૨- ગાંધીનગરનો સમાવેશ થાય છે. જ્યારે, સૂત્રધાર મૌલિક પટેલ ઉર્ફે ભૂરો અને ભાગીદાર અથવા તો ફાર્મહાઉસ ભાડે આપનાર આનંદ અને સુભાષ પટેલ નાસી છૂટયા હોવાનું પોલીસ કહે છે.

'પોલીસ આવી છે, ભાગો' પોલીસ નિષ્ફળ કેમ ગઈ?
* 'પોલીસ આવી છે, ભાગો.' રાતના અંધારામાં પગપાળા ગયેલી પોલીસ નિષ્ફળ શા માટે ગઈ? આ મુદ્દો પોલીસ તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ સૂત્રો એવો બચાવ કરે છે કે- બાતમીના પગલે ત્વરિત કાર્યવાહી કરતાં ભૌગોલિક સ્થિતિથી અજાણ હતાં અને ફાર્મહાઉસનો મેઈન, ઉંચો દરવાજો ખોલવામાં સમય ગયો. ચહલપહલથી ચોકીદાર ચેતી જતા જુગારીઓને નાસવાનો સમય મળ્યો હતો. પોલીસ તંત્રમાં એક પી.એસ.આઈ.ની ભૂમિકાની ચર્ચા થઈ રહી છે. પોતાનું નામ મોટું કરવા માટે જ સતર્ક રહેતા પી.એસ.આઈ. અંગે થતા તર્કવિતર્કની ઉંડી તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે.

ઓફિસમાં 'પૈસા જમા કરાવી ટોકન'ની કલગી જેવી પધ્ધતિ
* સોલા ગામમાં રહેતા મૌલિક પટેલ ઉર્ફે ભૂરીયો 'કલગી' જેવી જ પધ્ધતિ અપનાવીને સોલા ભાગવત પાસેની તેની ઓફીસમાં પૈસા જમા કરાવે તે જુગારીને ટોકન આપતો હતો. ટોકન લઈને જુગારીને ખાસ વાહનમાં જુગારખાનામાં મોકલી અપાતો હતો. પોલીસને સ્થળ ઉપરથી D.B. શબ્દો લખેલા ટોકનનો જથ્થો મળી આવ્યો છે. ભૂરાના વિશ્વાસુ માણસને શોધી કાઢી શ્રાવણીયા જુગારનું રેકેટ જાણવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.

સુદામા રિસોર્ટમાં દરોડા પછી ભૂરિયાની પૂછપરછ કરાઈ હતી
* સોલાની સીમમાં પકડાયેલા જુગારખાનાનો સંચાલક મૌલિક પટેલ ઉર્ફે ભુરો 'કલગી'નો વિશ્વાસુ હોવાનું પોલીસ દ્રઢપણે માને છે. સોલા વિદ્યાપીઠ પાછળ વર્ષ ૨૦૧૦માં પકડાયેલા મૌલિક ઉર્ફે ભૂરાને તાજેતરમાં સુદામા રિસોર્ટમાં જુગારખાનું પકડાયા પછી પણ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. ઓપરેશન બાદ લૂંગી પહેરીને આવેલા ભૂરિયો નવરંગપુરા પોલીસ સ્ટેશને બીજી વખત શા માટે આવ્યો હતો? તેનું ઘેરૃં રહસ્ય છે. પણ, પોલીસ કહે છે- આ જુગારખાનાનો સંચાલક મૌલિક ઉર્ફે ભૂરિયો હોવાથી 'કલગી'ની સંડોવણીની તપાસ ચાલી રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved