Last Update : 09-August-2012, Thursday

 
નરોડા પાસેના રણાસણ ટોલનાકા ઉપર ગંભીર બનાવ
બે રૃપિયા માટે ખાનગી બસના ચાલકે યુવકને કચડતા ટોલનાકા પર હડતાળ

ટોલ કલેક્ટર યુવકને સમયસર સારવાર નહીં અપાયાના મુદ્દે સરદાર રિંગ રોડના ૭ ટોલ પ્લાઝાના ૩૦૦ કર્મચારીની હડતાળ

અમદાવાદ, બુધવાર
અમદાવાદ ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર રણાસણ ટોલનાકા ઉપર માત્ર બે રૃપિયા માટે ખાનગી બસના ચાલકે 'ટોલ કલેક્ટર' યુવકને કચડી નાંખ્યાના બનાવે ચકચાર જગાવી છે. બિશ્નોઈ ટ્રાવેલ્સની બસના ચાલક અને ટોલનાકાના કર્મચારી યુવકો વચ્ચે બે રૃપિયાના છૂટ્ટાના મુદ્દે બોલાચાલી થઈ હતી. ધક્કામુક્કી વચ્ચે ચાલકે બસ મારી મુકતાં મયૂર પ્રજાપતિ નામનો બાવીસ વર્ષનો યુવક બસના પાછળના વ્હીલમાં કચડાઈ ગયો હતો. ટોલનાકા ઉપરથી કંપનીના અધિકારીના આદેશથી યુવકને સમયસર સારવાર નહીં અપાતાં મયૂરનું મૃત્યુ નિપજ્યાના આક્રોશ સાથે રીંગ રોડના સાત ટોલનાકાના ૩૦૦ જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા છે. મધરાતે ૩ વાગ્યાથી આજે ઢળતી સાંજ સુધી ચાલુ હડતાળ સમેટવા વાટાઘાટો ચાલી રહી છે.
મંગળવારે રાતે સવા દસ વાગ્યાના અરસામાં નરોડા નજીક રણાસણ ટોલનાકા ઉપર બિશ્નોઈ ટ્રાવેલ્સની રાજસ્થાનની બસ આવી હતી. બસનો રૃા. ૭૩નો ટોલ થતો હતો. બે રૃપિયાના મુદ્દે બસચાલક અને ટોલપ્લાઝાના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. નરેન્દ્રસિંહ ભીખુસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, સાથી કર્મચારી મયૂર કેશવભાઈ પ્રજાપતિ (ઉ.વ. ૨૨) સાથે ટોલના પૈસાની બોચાલાલી કરી લકઝરી ચલાવીને મયૂરને દિવાલ તરફ દબાવી દીધો હતો. પટકાયેલા મયૂરની કમર ઉપર બસનું પાછળનું વ્હીલ ફરી વળ્યું હતું અને મૃત્યુ પામ્યો હતો. નરોડાના પી.આઈ. એમ.એ. વાળાએ ત્વરિત કાર્યવાહી કરી એક ટીમ વડોદરા મોકલી બિશ્નોઈ ટ્રાવેલ્સની બસ કબજે કરી છે. મહિલા પી.એસ.આઈ. એસ.એમ. ચૌધરીએ કહ્યું કે, બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અને ભયજનક રીતે વાહન ચલાવવા અંગે ગૂનો નોંધી બસના ચાલક, ક્લિનરને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. રાતે ૧૦-૧૫ વાગ્યા બનેલા ક્રૂરતાપૂર્ણ બનાવ બાદ મધરાતે ૩ વાગ્યાથી સરદાર પટેલ રીંગ રોડના સાત ટોલનાકા ઉપર ટોલ ઉઘરાવતા સદ્દભાવ એન્જિનિયરિંગ લિમિટેડના ટોલ પ્લાઝાના ૩૦૦ જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કર્મચારીઓએ એવો આક્ષેપ કર્યો છે કે, બસચાલક મયૂર પ્રજાપતિને કચડીને નાસી ગયો તે પછી મુકાદમે ફોન કરવા છતાં તેને સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરાવવાના બદલે પૂર્વ જનરલ મેનેજર મહેન્દ્રસિંહ ચાવડાએ ટોલ ઉઘરાવવાની કામગીરી ચાલુ રાખવા આદેશ કર્યો હતો. ટોલની આવકમાં ઘટાડો ન થાય તેવા દબાણ વચ્ચે કામ કરતાં કર્મચારીઓની સલામતી, મૃતકના પરિવારને વળતર, સારવારમાં બેદરકારી દાખવનાર અધિકારી સામે કર્મચારી તરફથી કાર્યવાહી કરવાની માગણી સાથે ટોલ કર્મચારીઓની હડતાળ આજે મોડીસાંજ સુધી ચાલી રહી છે. કર્મચારી સૂત્રોએ કહ્યું કે, વાટાઘાટો ચાલી રહી છે પણ માગણીઓ ન ઉકેલાય ત્યાં સુધી હડતાળ ચાલુ રખાશે.

બિશ્નોઈ ટ્રાવેલ્સની બસ દરરોજ પસાર થાય છે
* ગંભીર બનાવ અંગે પૂછતાં સદ્દભાવ એન્જિનિયરિંગ લી.ના સિક્યુરિટી ઓફીસર એ.આર. પટેલે કહ્યું કે, બિશ્નોઈ ટ્રાવેલ્સની બસ દરરોજ ટોલનાકા ઉપરથી પસાર થાય છે. બે રૃપિયાના છૂટ્ટાના મામલે આ વિવાદ થયો અને ધક્કામુક્કી થતાં રિલીવર તરીકે હાજર મયૂર પ્રજાપતિ અકસ્માતે પટકાયો હતો. આ જ સમયે બસ ચાલુ કરાતાં મયૂર પાછળના વ્હીલમાં કચડાયો હતો. બસના પાછળના બે વ્હીલ કમર ઉપરથી ફરી વળ્યા હોવાથી ઈજા એટલી ગંભીર હતી કે, આ ઘટનાનો કરૃણ અંત નિશ્ચિત હતો.

ટોલ અધિકારીની બેદરકારીથી વિધવાએ પુત્ર ગૂમાવ્યાનો રોષ
* મયૂર પ્રજાપતિનું મૃત્યુ ટોલકંપનીના અધિકારીની માનવતાવિહીન બેદરકારીથી થયાનો આક્ષેપ તેના સ્વજનો કરી રહ્યાં છે. મૃતકના પિતરાઈ હાર્દિક પ્રજાપતિએ કહ્યું કે, આ બનાવની જાણ થતાં અમે ઓઢવ ગામથી રણાસણ ટોલનાકા પહોંચ્યા ત્યાં સુધી સારવાર અપાઈ નહોતી. મહેન્દ્રસિંહ નામના અધિકારીએ સારવારના બદલે ટોલ કલેક્શનને પ્રાધાન્ય આપ્યું અને સમયસર સારવાર ન મળતાં મયૂરનું મૃત્યુ થયું છે. વિધવા માતા નાના પુત્ર મયૂરના મૃત્યુથી અવાચક બની ગયાં છે.

સરદાર રિંગ રોડના સાત નાકે 'ટોલ ફ્રી' અવરજવર
* રણાસણ ટોલનાકા ઉપર ટોલ કલેક્ટર યુવક મયૂર પ્રજાપતિના મૃત્યુના પગલે સરદાર પટેલ રીંગ રોડના રણાસણ, ભાટ, ત્રાગડ, વૈષ્ણોદેવી, સનાથલ, બાકરોલ અને રામોલ એમ સાત ટોલપ્લાઝા ઉપરથી વાહનો કોઈ જ ટોલ ભર્યા વગર પસાર થતાં રહ્યાં છે. પ્રતિદિન ૧૫થી ૨૦ લાખની આવક ધરાવતા સાત ટોલનાકા પાંચ વર્ષથી ચાલી રહ્યાં છે. સદ્દભાવ એન્જિનિયરિંગ લિમિટેડને ૨૦ વર્ષ માટે ટોલ કોન્ટ્રાક્ટ અપાયો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved