Last Update : 09-August-2012, Thursday

 

એક માસમાં ૧૫ ટકા ભાવ વધ્યા
નબળા ચોમાસાએ તહેવારોનો રંગ ઉડાડયો ઃ ખાંડ કડવીવખ

વીસેક દિવસ પહેલા કિલો દિઠ રૃા. ૩૩ની આસપાસનો ભાવ આજે રૃા. ૪૨ સુધી પહોંચી ગયો

અમદાવાદ, બુધવાર
દેશભરમાં હાલ તહેવારોનો માહોલ છવાયેલો છે. એકતરફ જન્માષ્ટમીનું મહાપર્વ ઉજવવા લોકો થનગની રહ્યા છે તો બીજી તરફ મુસ્લિમ બિરાદરો રમઝાન માસનું પવિત્ર પર્વ ચાલી રહ્યું. આમ, તહેવારોના આ માહોલના રંગમાં ભંગ પડયો હોય તેમ હાલ ખાંડ કડવી વખ બની જવા પામી છે. જેના કારણે તહેવારોની ઉજવણીનો રંગ ઉડી ગયો છે.
હાલ અહીંના સ્થાનિક બજારમાં ખાંડ કિલો દીઠ રૃા. ૪૦ના ભાવે વેચાઈ રહી છે. ગઈકાલે તે રૃ. ૪૨ના ભાવે વેચાતી હતી જે ચાલુ વર્ષનો સર્વોચ્ચ ભાવ છે. વીસેક દિવસ અગાઉ ખાંડ કિલો દીઠ રૃા. ૩૨-૩૩ના ભાવે વેચાતી હતી તેમાં કિલો દીઠ રૃા. ૧૦ જેટલો વધારો થઈ જવા પામ્યો છે.
દેશની રાજધાની દિલ્હીમાં પણ છેલ્લા એક માસમાં ખાંડના ભાવમાં ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીના રીટેલ બજારોમાં પણ ખાંડે રૃા. ૪૦ની સપાટી કૂદાવી દેતા આગામી સમયમાં તે વધીને રૃા. ૪૪-૪૫ની ઉંચી સપાટીને આંબી જવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે.
ખાંડ બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ દેશભરમાં નબળા ચોમાસાના કારણે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ જાણકાર વર્તુળો દ્વારા તેના ઉત્પાદનનો અંદાજ પણ નીચો મુકાય છે. આમ, પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે ખાંડના ભાવમાં ભડકો થયો છે.
આ વર્તુળોએ વધુમાં ઉમેર્યું હતું કે સુગર મિલોમાંથી પુરવઠો ઘટાડી દેવામાં આવ્યો છે જેના કારણે વેપારીઓએ માલ સંગ્રહ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે કારણથી જ ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. રીટેલ માંગની સાથોસાથ આઈસ્ક્રીમ અને સોફ્ટ ડ્રિંક ઉત્પાદનો તરફથી સતત માંગ રહેતા ભાવો ઊંચી સપાટી તરફ આગળ વધે છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભાવ વધારો નાથવા સરકારે ખુલ્લા બજારમાં વધુ ૨.૬૬ લાખ ટન ખાંડનો જથ્થો મુક્ત કરવા નક્કી કર્યું છે.
ખાંડના હોલસેલ ભાવમાં નરમાઈ
ખાંડના રીટેલ ભાવ ભડકે બળે છે તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોમાં ખાંડના હોલસેલ ભાવ પર નજર કરીએ તો તેમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે.
હોલસેલ ભાવ

તારીખ

ઝીણો દાણો

મીડીયમ દાણો

૧ ઓગસ્ટ

૩૬૦૦-૩૭૦૦

૩૫૨૫-૩૬૦૦

૭ ઓગસ્ટ

૩૬૫૦-૩૮૦૦

૩૬૫૦-૩૭૦૦

૮ ઓગસ્ટ

૩૬૦૦-૩૭૦૦

૩૫૦૦-૩૫૫૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved