Last Update : 09-August-2012, Thursday

 

નફામાં ગાબડું નોંધાતા શેર તુટતા
ટોપ ટેન M-Cap. ક્લબમાંથી બહાર ફેંકાતી ભારતી એરટેલ

રૃા. ૧,૦૮,૩૦૫ કરોડના માર્કેટ કેપ. સાથે ભારતી ૧૧મા ક્રમાંકે ઃ ICICI બેંક ૧૦માં ક્રમાંકે

અમદાવાદ, બુધવાર
ટેલિકોમ ક્ષેત્રની આગેવાન ભારતી એરટેલ કંપનીના પ્રથમ ત્રિમાસિક ગાળાના નબળા પરિણામોના પરિણામે તેના શેરમાં ૪ ટકાનું ગાબડું નોંધાતા તેના માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ ઘટાડો નોંધાતા આજે આ શેર ટોપટેન એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાઈ ગયો હતો. તો બીજી તરફ આઈસીઆઈસીઆઈ બેંકે ટોપટેન એમ-કેપ ક્લબમાં પ્રવેશ કર્યો હતો.
ભારતી એરટેલ કંપનીએ આજે જૂન અંતે પૂરા થતા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી હતી. જેમાં કંપનીના ચોખ્ખા નફામાં ૩૭ ટકાનું ગાબડું નોંધાતા તે ૭૬૨.૨ કરોડ રહ્યો હતો. આ અહેવાલો પાછળ આવેલા વેચવાલીના દબાણ પાછળ ભારતીના શેરમાં ૪.૪ ટકાનો કડાકો બોલી ગયો હતો.
ભારતીના શેરમાં એકધારી પીછેહઠ થતા તેના માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ ઘટાડો થતાં તે ટોપટેન એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. અને રૃા. ૧,૦૮,૩૦૫ કરોડના માર્કેટ કેપ. સામે ૧૧માં ક્રમાંકે રહી હતી. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક રૃા. ૧,૧૨,૦૦૬ કરોડના માર્કેટ કેપ. સાથે ૧૦૪૫ ક્રમાંકે આવી ગઈ હતી. જોકે આજે આઈસીઆઈસીઆઈ બેંકનો શેર નજીવા ઘટાડા સાથે ૯૭૧.૫૦ની સપાટીએ હતો.
બજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે ભારતી એરટેલે આજે જાહેર કરેલા પરિણામો બજારની અપેક્ષાથી નબળા રહ્યા હતા. કંપનીની ભારત તેમજ આફ્રિકાની કામગીરી નબળી રહેવા સાથે માર્જીનમાં ઘટાડો થયો હતો. આમ, ઓવરઓલ તેના પરિણામો નબળા રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતી એરટેલ કંપની છેલ્લા સતત ૧૦ ત્રિમાસિકથી ઉંચી ઓપરેટીંગ કોસ્ટના કારણે નફામાં સતત ઘટાડો દર્શાવતી આવી છે.
ટોપ ટેન M-Cap. ક્લબ

ક્રમ

કંપની

માર્કેટ કેપ

-

-

(રૃ.કરોડમાં)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

૨,૫૯,૪૦૯

ટીસીએસ

૨,૪૫,૧૪૧

ઓએનજીસી

૨,૩૭,૮૮૫

કોલ ઈન્ડિયા

૨,૧૯,૪૬૨

આઈટીસી

૨,૦૪,૫૨૯

એચડીએફસી બેંક

૧,૪૦,૫૬૮

સ્ટેટ બેંક

૧,૩૯,૩૩૨

એનટીપીસી

૧,૩૭,૭૪૦

ઈન્ફોસીસ

૧,૩૧,૧૫૪

૧૦

આઈસીઆઈસીઆઈ બેંક

૧,૧૨,૦૦૬

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved