Last Update : 09-August-2012, Thursday

 

ખર્ચ વધતા રાજ્ય વીજ ઉપક્રમોનો દેવાબોજ રૃપિયા ૬ લાખ કરોડને આંબી ગયો

વીજદર વાૃધારવા નહીં મળતા વીજ કંપનીઓની નાણાંકીય હાલત ગંભીર

ગયા મહિને સતત બે દિવસ થયેલી ગ્રિડ કોલેપ્સને કારણે દેશની વીજ ક્ષેત્રની કથળેલી સ્થિતિ છતી થઈ છે પરંતુ રાજ્ય વીજ ઉપક્રમોની સ્થિતિ તો આનાથીએ ગંભીર હોવાનું જોવા મળે છે. રાજ્ય વીજ ઉપક્રમોનો દેવાબોજ રૃપિયા ૬ લાખ કરોડ અથવા તો આર્થિક વિકાસ દરના ૬ ટકા પર પહોંચી ગયો છે. આમાંની ૩૩ ટકા લોન્સ અગાઉની લોન્સની ચૂકવણી કરવા માટે લેવાઈ છે, જે ટેરિફમાં વધારો કરીને ભરપાઈ થઈ શકે એમ નથી માટે તેને કેન્દ્ર દ્વારા મદદના સ્વરૃપમાં રિસ્ટ્રકચરિંગ માટે વિચારાઈ રહ્યું છે. ખર્ચમાં ંવધારો થવા છતાં આ ઉપક્રમોને જે તે રાજય સરકારો દ્વારા ટેરિફ વધારવા નહીં દેવાતા ઉપક્રમોના આવક અને ખર્ચ વચ્ચેનું અંતર સતત વધતું જ રહે છે.
સરકારી વીજ ઉપક્રમોની નબળી નાણાં સ્થિતિને કારણે તેમની વીજ ઉત્પાદનક્ષમતા બમણી કરવાની યોજનાઓનો અમલ થઈ શકતો નથી. રિઝર્વ બેન્કના આંકડાઓ પર નજર નાખીએ તો વીજ ઉપક્રમોનું બેન્કો પ્રત્યેનું બાકી દેવું જુન ૨૦૧૨ના અંતે પૂરા થયેલા છેલ્લા બે વર્ષમાં રૃપિયા ૨.૧૦ લાખ કરોડ પરથી ૫૬ ટકા વધીને રૃપિયા ૩.૩૦ લાખ કરોડ થયું છે. ઈંધણ મોંઘું થતા વીજ ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે.
આ તો થઈ બેન્કો પાસેથી લેવાયેલી લોનની વાત. પાવર સેકટરને ખાસ ફાઈનાન્સિંગ કરતી કંપનીઓ પાસેથી પણ વીજ ઉપક્રમો દ્વારા લોન લેવાતી હોય છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશનની રૃપિયા ૧.૩૦ લાખ કરોડ, રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશનની રૃપિયા ૮૧૭૨૫ કરોડ પાસેથી લેવાયેલી લોનની રકમને ઉમેરવામાં આવતા બાકી દેવાની રકમ રૃપિયા ૫.૪૦ લાખ કરોડ પર પહોંચે છે. આ ઉપરાંત એલઆઈસી તથા આઈડીએફસી અને એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગને ધ્યાનમાં લેવામાં આવે તો રાજ્ય વીજ ઉપક્રમોનો કુલ દેવા બોજ રૃપિયા ૬ લાખ કરોડના આંકને વટાવી જાય છે.
ખર્ચ ઘટાડીને આવક વધારવા મોટા સુધારા પગલાં હાથ ધરવામાં નહીં આવે તો માર્ચ ૨૦૧૩ના અંતે રાજય વીજ ઉપક્રમોનો દેવાબોજ રૃપિયા ૭.૩૦ લાખ કરોડ પર પહોંચી જશે. ડિસ્કોમ્સ દ્વારા થઈ રહેલી ખોટને ધ્યાનમાં રાખતા આ આંક વ્યવહારૃ જણાય છે.
વીજ ખરીદી ખર્ચમાં તાજેતરના વર્ષોમાં થયેલા જંગી વધારા છતાં ટેરિફ વધારવામાં રાજ્યો સાવચેતીભર્યો અભિગમ ધરાવે છે. પોતાની ડિસ્કોમ્સના ખર્ચ અને આવકનું અંતર પૂરવા માટે રાજસ્થાને વીજદરમાં ૮૦ ટકા, મધ્ય પ્રદેશે ૬૫ ટકા, તામિલનાડુએ ૫૫ ટકા તથા પંજાબે ૨૪ ટકા વધારો કરવો પડે એમ છે, એમ ઈક્રા જણાવે છે. જો કે રાજકીય દ્રષ્ટિએ આટલો વધારો શકય નથી, એમ સમીક્ષકો માની રહ્યા છે.
જો કે કેટલાક રાજ્યોએ પોતાની ડિસ્કોમ્સની નાણાંકીય સ્થિતિ સુધારવા પગલાં લીધા છે ખરા પરંતુ તે ઘણાં જ અપૂરતા છે. વીજદરમાં વિવિધ વર્ગને અપાતી સબસિડી તેમની કુલ આવકના વીસ ટકા જેટલી થવા જાય છે અને પેમેન્ટ આવવામાં ઢીલથી કંપનીઓની નાણાં સ્થિતિ પર તાણ પડે છે. વીજ ઉપક્રમોની જવાબદારીઓનો કેટલોક હિસ્સો રાજ્ય સરકારોએ ઉપાડી લેવો જોઈએ એમ ક્રિસિલે સૂચન કર્યું છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved