Last Update : 09-August-2012, Thursday

 
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૪૭૧ કિલો અને ઈ-સિલ્વરમાં ૪૨,૫૬૯ કિલોના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુઓના ભાવમાં સામસામા રાહ

કપાસિયા વોશ તેલમાં ૯,૫૦૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ ચોખામાં ૯,૬૦૦ ગુણીના વેપાર

મુંબઈ, તા.૮
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર બુધવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૩,૮૩૬ સોદામાં રૃ.૯૦૧.૪૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૬.૨૦ વધી રૃ.૩,૦૦૪.૯૦ અને ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૧૧ ઘટી રૃ.૫,૪૦૯.૫૦ બંધ રહ્યા હતા. ઈ-ગોલ્ડમાં ૨૩૦ સોદામાં રૃ.૧૪૧.૫૫ કરોડનાં ૪૭૧.૧૪૪ કિલો અને ઈ-સિલ્વરમાં ૧૯૨ સોદામાં રૃ.૨૩૦.૨૭ કરોડનાં ૪૨,૫૬૯.૩૦૦ કિલોના વેપાર થયા હતા. ઈ-પ્લેટિનમમાં ૯ ગ્રામના વોલ્યુમ સાથે ૧ ગ્રામદીઠ ભાવ રૃ.૯ ઘટી બંધમાં રૃ.૨,૭૬૪ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં ઈ-કોપર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ ૫૫ પૈસા ઘટી રૃ.૫૦૨.૫૦, ઈ-લેડ ૫૦ પૈસા સુધરી રૃ.૧૪૬.૭૦, ઈ-નિકલ રૃ.૫.૫૦ ઘટી રૃ.૧,૧૬૧.૫૦ અને ઈ-ઝિંક ૪૦ પૈસા વધી રૃ.૧૪૦.૧૫ બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૧૦૨.૪૭ કરોડનાં ૨,૦૪૦.૩૩૧ ટન, ઈ-લેડમાં રૃ.૪૪.૯૮ કરોડનાં ૩,૦૭૦.૧૪૩ ટન, ઈ-નિકલમાં રૃ.૭૦.૪૯ કરોડનાં ૬૦૭.૧૧૦ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૩૬.૯૫ કરોડનાં ૨,૬૪૦.૦૮૯ ટનના વેપાર થયા હતા.
કૃષિ અને અન્ય ચીજોમાં એરંડાનાં ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૫૪ સોદામાં રૃ.૮.૫૩ કરોડનાં ૨૯,૭૯૦ ગુણીનું વોલ્યુમ થયું હતું. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૭૫૫ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ ૪૦ પૈસા ઘટી રૃ.૭૭૩.૯૦ રહ્યો હતો. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ ધાનેરા કોન્ટ્રેક્ટ રૃ.૮૭.૨૦ વધી રૃ.૭૬૫.૫૦, હિમ્મતનગર રૃ.૨૦.૧૦ ઘટી રૃ.૭૫૩.૮૦, પાલનપુર રૃ.૧૩.૮૦ ઘટી રૃ.૭૮૧.૧૦, પંથવાડા રૃ.૧૪.૩૦ વધી રૃ.૭૬૪.૫૦, થરા રૃ.૪.૩૦ ઘટી રૃ.૭૬૫.૨૦ અને વડાલી રૃ.૨૨.૧૦ ઘટી રૃ.૭૫૧.૮૦ના સ્તરે રહ્યા હતા.
ચોખામાં ૨૧ સોદામાં રૃ.૩.૦૮ કરોડનાં ૯,૬૦૦ ગુણીના વેપાર થયા હતા. ચોખાનો ટ્રેડર્સ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૯.૬૦ વધી રૃ.૬,૪૮૧.૨૦ અને લુધિયાણા-૨ રૃ.૧૦ વધી રૃ.૬,૩૬૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૫ ઘટી રૃ.૭૯૫ અને કંડલા-૩૦ રૃ.૪.૮૦ ઘટી રૃ.૮૧૧.૮૦ બંધ હતા. એરંડા તેલમાં ૫૬ સોદામાં રૃ.૬.૪૨ કરોડનાં ૮૦૦ ટનનાં કામ થયાં હતાં.
કપાસિયા વોશ તેલના ભારતીય ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૯૭ સોદામાં રૃ.૬૪.૯૪ કરોડનાં ૯,૫૦૦ ટનની નોંધપાત્ર ડિલિવરી ઊતરી હતી. કપાસિયા વોશ તેલનો કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૮૫, કડી-૨૫ ૧૦ પૈસા ઢીલો રહી રૃ.૬૯૮.૨૦, શમશાબાદ-૨ રૃ.૬૧૦ અને શમશાબાદ-૨૫ રૃ.૬૨૧.૮૦ બંધ રહ્યા હતા.
કાળા મરીમાં રૃ.૨.૧૮ કરોડનાં ૧,૨૦૦ ગુણીનાં કામ સાથે કિલોદીઠ સહારનપુર-૨ કોન્ટ્રેક્ટ રૃ.૪ ઘટી રૃ.૩૬૧ અને સહારનપુર-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૪ ઘટી રૃ.૩૬૭.૯૦ બંધ રહ્યા હતા.
લાલ મરચાંનો ટ્રેડર્સ ખમામ-૨ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૫૦ અને ખમામ-૨૫ રૃ.૫૦.૯૩ના સ્તરે રહ્યા હતા. લાલ મરચાંમાં રૃ.૪૦.૩૭ લાખનાં ૨,૦૦૦ ગુણીનાં કામ થયાં હતાં.
બાસમતી ડાંગરના લુધિયાણા, હરિયાણા અને સિરસા કોન્ટ્રેક્ટસમાં ૨૭૫ સોદામાં રૃ.૮૧.૮૩ કરોડનાં ૫,૯૭,૮૦૦ ગુણીનો ધંધો થયો હતો. રો વૂલમાં ૬૬૧ સોદામાં રૃ.૭૦.૪૩ કરોડનાં ૯,૯૨,૦૦૦ કિલોનાં કામ સાથે ૯,૯૦,૦૦૦ કિલોની ડિલિવરી ઊતરી હતી, જ્યારે વૂલ ટોપમાં ૪૦૦ કિલોનું વોલ્યુમ નોંધાયું હતું.
રિફાઈન્ડ સનફ્લાવર તેલનો શમશાબાદ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૬૮ અને શમશાબાદ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૮૦.૮૦ બંધ હતા. રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં રૃ.૧૧.૪૬ કરોડનાં ૧,૭૦૦ ટનનો ધંધો થયો હતો.
ખાંડના ટ્રેડર્સ એમ-૩૦ કોન્ટ્રેક્ટસમાં ક્વિન્ટલદીઠ અંબાલા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૦ ઘટી રૃ.૩,૧૩૦ અને અંબાલા-૨૫ રૃ.૧૦.૧૦ ઘટી રૃ.૩,૧૮૭.૫૦ બંધ રહ્યા હતા. ખાંડમાં ૧૭૦ સોદામાં રૃ.૧૯.૮૩ કરોડનાં ૬,૨૮૦ ટનના વેપાર થયા હતા.
સ્ટીલની જાતોમાં સ્ટીલ ટીએમટી બાર્સમાં ૭૬ સોદામાં રૃ.૫.૫૬ કરોડનાં ૧,૧૮૦ ટનનાં કામ સાથે મે.ટનદીઠ કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૯૦ ઘટી રૃ.૪૭,૫૮૦ અને કુર્નુલ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૮૦ ઘટી રૃ.૪૬,૬૯૦ બંધ રહ્યા હતા.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved