Last Update : 09-August-2012, Thursday

 

ખાંડમાં ચાર લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાતાં ભાવોમાં પડેલા નવા ગાબડાં

વિશ્વ બજારમાં ભાવો ૬૦૦ ડોલરની અંદર જતા રહ્યા

(પ્રતિનિધિ દ્વારા) નવી મુંબઈ,તા.૮
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. તૂટતા ભાવોએ તહેવારોની નવી ખરીદી ધીમી રહી હતી. કારણ કે મોસમી ગ્રાહકો ભાવો વધુ ઘટવાની આશા રાખી રહ્યા હતા. જયારે મિલોની વેચવાલી વધતાં મિલ ડિલીવરી ઉફરાંત નાકા ડિલીવરીના ભાવોમાં ગાબડા પડતાં હાજર બજારમાં પણ આજે ભાવો કિવ.ના વધુ રૃ.૧૦૦ થી ૨૦૦ જાતવાર તૂટયાના સમાચારો હતા, કેન્દ્ર સરકારે તહેવારોને અનુલક્ષીને ખુલ્લા બજારમાં વેચાણ માટે વધારાનો ચાર લાખ ટનનો મુક્ત વેંચાણનો કવોટા છૂટ્ટો કર્યાના નિર્દેશોની પણ આજે બજાર પર નરમાઈની અસર રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. હાજર બજારમાં આજે ભાવો તૂટી કિવ.ના રૃ.૩૫૧૨થી ૩૫૨૧ તથા સારાના રૃ.૩૫૮૧થી ૩૭૧૧ બોલાઈ ગયા હતા.નાકા ડિલીવરીના ભાવો આજે જાતવાર રૃ.૧૦૦ જેટલા તૂટી રૃ.૩૪૮૦થીા ૩૫૧૦ તથા સારાના રૃ.૩૫૭૦થી ૩૬૭૦ બોલાયા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૩૪૯૦થી ૩૫૪૦ તથા સારાના રૃ.૩૫૩૦થી ૩૬૫૦ બોલાઈ રહ્યા હતા. મિલો મિલો પર ભાવો તૂટી રૃ.૩૩૫૦થી ૩૪૫૦ તથા સારાના રૃ.૩૪૭૫થી ૩૫૩૦ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ખાંડના ભાવો તૂટી જતાં તેના કારણે ભારતથી ખાંડની નિકાસ રુંધાતા તેની પણ ઘરઆંગણાના બજાર પર નરમાઈની અસર રહી હતી. વિશ્વ બજારમાં મંગળવારે છેલ્લે લંડન બજારમાં રિફા. વ્હાઈટ સુગરના ભાવો ઓક્ટો. વાયદાના વધુ ૯.૫૦ ડોલર ઘટી ૬૦૦ ડોલરની અંદર ઉતરી ૫૯૮.૨૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
કેન્દ્ર સરકારે અગાઉ જુલાઈથી સપ્ટે.ના ૩ મહિના માટે પ્રથમ તબક્કે નમુક્ત વેંચાણનો ૪૫ લાખ ટનનો કવોટા અપાયો હતો. અને ત્યાર પછી તાજેતરમાં વધારાનો ૨.૯૦ લાખ ટનનો કવોટા છૂટો કર્યો હતો. જો કે આ વધારાનો કવોટા ૨-૩ વર્ષ જૂની ખાંડનો અપાયો હતો. અને લેવીનો જે માલ વેંચાયો ન હતો એ પૈકી આ વધારાનો કવોટા આપવામાં આવ્યો હતો. હવે જે ૪ લાખ ટનનો વધારાનો કવોટા આપવામાં આવ્યો છે ચાલુ વર્ષના માલનો મનાઈ રહ્યો છે. આ ચાર લાખ ટનનો વધારાનો કવોટા ૩૧મી ઓગસ્ટ સુધી અમલમાં રહે એ રીતે છૂટ્ટો કરવામાં આવ્યાના નિર્દેશો હતા.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved