Last Update : 09-August-2012, Thursday

 

સેન્સેક્ષ ૧૭૭૨૭ થઇ અંતે ૧૭૬૦૧ ઃ નિફ્ટી ૫૩૮૦ની પ્રતિકાર સપાટી કુદાવવા નિષ્ફળ ઃ ૫૩૭૭ થઇ પાછો ફરી ૫૩૩૮

તેજીને બ્રેક ઃ મહિન્દ્રાના પરિણામે સેન્સેક્ષનો ૧૨૫ પોઇન્ટનો ઉછાળો ભારતી એરટેલના નબળા પરિણામે ધોવાયો

FII શેરોની અવિરત ખરીદી ઃ વધુ રૃા. ૧૧૧૪ કરોડની ચોખ્ખી ખરીદી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, મંગળવાર
મુંબઇ શેરબજારોમાં આજે કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૧૨ અંતના પ્રથમ ત્રિમાસિકની સીઝનના અંતિમ દોરમાં ઓટો જાયન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઉત્કૃષ્ટ પરિણામે આરંભિક તેજી બાદ ઉછાળે ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલના નબળા રીઝલ્ટ પાછળ ઉછાળો ધોવાઇ જઇ તેજીને બ્રેક લાગી હતી. નાણા પ્રધાન પી. ચિદમ્બરમના પુનરાગમને સપ્તાહનો આરંભ ફાઇનાન્શિયલ સર્વિસિઝ, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ, ઇન્સ્યોરન્સ ક્ષેત્રે રોકાણકારોનું આકર્ષણ પુનઃ પ્રસ્તાપીત કરવા ટૂંક સમયમાં પ્રોત્સાહક પગલાંના સંકેત અને વિદેશી કંપનીઓ- રોકાણકારોને નિરાશ કરનારી જનરલ એન્ટિ અવોઇડન્સ ટેક્ષ રૃલ્સ (જીએએઆર)ની જોગવાઇના પાછલી તારીખથી અમલના મામલે હવે આ કાયદો રદ કરવાની સરકારને ભલામણ મળી હોવાના નાણા ખાતાના નિવેદનની પોઝિટીવ અસરે મુંબઇ શેરબજારોમાં સતત ત્રીજા દિવસે ટ્રેડીંગની શરૃઆત પોઝિટીવ થઇ હતી, પરંતુ આજનો દિવસ અફડાતફડીનો રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, બજાજ ઓટો, હીરોમોટોકોર્પ ઓટો શેરો સાથે મેટલ શેરો સ્ટરલાઇટ, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ તેમજ આઇટી શેરો ઇન્ફોસીસ, વિપ્રો સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનીલીવર, એનટીપીસીમાં આકર્ષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૭૬૦૧.૭૮ સામે ૧૭૬૩૮.૫૩ મથાળે ખુલીને ૧૨૪.૮૬ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૭૨૬.૬૪ની ૧૬, માર્ચ ૨૦૧૨ બાદની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. પરંતુ ભારતી એરટેલના પરિણામ નબળા આવતા ટેલીકોમ શેરોમાં ધોવાણ સાથે ગેઇલ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, લાર્સન, ટીસીએસમાં વેચવાલીએ ૨.૩૦ વાગ્યા બાદ વધ્યામથાળેથી પટકાઇને ઉછાળો ધોવાઇ જઇ ત્રણ વાગ્યા બાદ નેગેટીવ ઝોનમાં આવી જઇ ૧૯.૧૨ પોઇન્ટ ઘટીને અંતે ૧.૨૨ પોઇન્ટના ઘટાડે ૧૭૬૦૦.૫૬ બંધ હતો.
નિફ્ટી મહત્વની ૫૩૮૦ પ્રતિકાર સપાટી કુદાવવા નિષ્ફળ ઃ ૫૩૭૭ થઇ પાછો ફરી ૫૩૩૮
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૩૩૬.૭૦ સામે ૫૩૪૫.૨૫ મથાળે ખુલીને શરૃઆતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, બીપીસીએલ, ગ્રાસીમ, રેનબેક્સી લેબ, ઇન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજી, હિન્દુસ્તાન યુનીલીવર, હિન્દાલ્કો, સ્ટરલાઇટ, જિન્દાલ સ્ટીલ, અંબુજા સિમેન્ટ, એસીસી, કોટક મહિન્દ્રા બેંક, સેસાગોવા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આકર્ષણે ૪૦.૯૦ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૫૩૭૭.૬૦ સુધી પહોંચી ગયો હતો. જે ૫૩૮૦ની મહત્વની પ્રતિકારક સપાટી કુદાવવામાં નિષ્ફળ રહી ભારતી એરટેલના નબળા પરિણામે ટેલીકોમ શેરોમાં વેચવાલી અને ગેઇલ, પીએનબી, ડીએલએફ, આઇડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, રિલાયન્સ ઇન્ફ્રા.ની નરમાઇએ અફડાતફડીમાં સુધારો ધોવાઇ ત્રણ વાગ્યા બાદ નીચામાં ૫૩૩૧.૦૫ આવી જઇ અંતે ૧.૩૦ પોઇન્ટ વધીને ૫૩૩૮ બંધ હતો.
નિફ્ટી આજે ૫૩૮૦ અંતિમ પ્રતિકાર સપાટી કુદાવશે? નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ ૫૨૮૫ સપોર્ટ
ટેક્નીકલી નિફ્ટી ૫૩૮૦ અંતિમ પ્રતિકાર સપાટી કુદાવવા નિષ્ફળ રહ્યા છતાં હજુ ૫૨૮૫ નીચે બંધ ન આવે ત્યાં સુધી નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ બતાવાઇ રહ્યો છે. ૫૨૮૫ નીચે બંધ આવવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે. ૫૩૮૦ અંતિમ પ્રતિકાર સપાટી હોવાનું અને આ લેવલ ઉપર બંધ આવવાના સંજોગોમાં તેજીના નવા ઝોનમાં પ્રવેશશે.
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૫૦.૬૫થી ઉછળી ૭૦.૩૫ થઇ ઘટી ૪૮.૬૫ બોલાયો ઃ ઓગસ્ટ ફ્યુચર ૫૩૯૩ થઇ ૫૩૫૭
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૪૦૦નો કોલ ૫૩૬૮૯૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૬૫૨.૪૮ કરોડના ટર્નઓવરે ૫૦.૬૫ સામે ૫૪ ખ ુલી ઉપરમાં ૭૦.૩૫ થઇ પાછો ફરી નીચામાં ૪૮.૬૫ સુધી જઇ અંતે ૫૨.૭૫ હતો. નિફ્ટી ૫૩૦૦નો પુટ ૫૬.૪૫ સામે ૫૧.૭૦ ખુલી નીચામાં ૪૦.૫૦ થઇ પાછો ફરી ઉપરમાં ૫૮.૮૫ સુધી જઇ અંતે ૫૧.૪૦ હતો. નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૨,૬૨,૧૫૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૦૩૨.૧૬ કરોડના ટર્નઓવરે ૫૩૪૭.૧૦ સામે ૫૩૫૫.૦૫ ખુલી ઉપરમાં ૫૩૯૩.૫૫ થઇ પાછો ફરી નીચામાં ૫૩૪૫.૫૦ જઇ અંતે ૫૩૫૭.૯૦ હતો.
નિફ્ટી ૫૫૦૦નો કોલ ૧૯.૯૫થી ૩૦.૭૦ થઇ પાછો ફરી ૨૧.૫૦ ઃ ૫૦૦૦નો પુટ ૮.૨૫થી ઘટી ૭.૫૦
નિફ્ટી ૫૫૦૦નો કોલ ૩,૭૦,૪૩૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૨૩૨.૮૪ કરોડના ટર્નઓવરે ૧૯.૯૫ સામે ૨૨ ખુલી ઉપરમાં ૩૦.૭૦ થઇ પાછો ફરી નીચામાં ૧૮.૬૦ જઇ અંતે ૨૧.૫૦ હતો. નિફ્ટી ૫૦૦૦નો પુટ ૮.૨૫ સામે ૧૦.૩૫ ખુલી નીચામાં ૫.૮૫ થઇ અંતે ૭.૫૦ હતો. બેંક નિફ્ટી ફ્યુચર ૧૦૬૨૦.૫૦ સામે ૧૦૬૮૦.૨૫ ખુલી ૧૦૬૮૦.૩૦થી જ નીચામાં ૧૦૫૩૫ થઇ અંતે ૧૦૫૬૩ હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો નેટ નફો ૨૬ ટકા વધતા શેર રૃા. ૨૭ વધીને રૃા. ૭૨૨ ઃ ક્યુમિન્સ ઇન્ડિયા ઉંચકાયો
ઓટોમોબાઇલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ૩૦, જૂન, ૨૦૧૨ના પ્રથમ ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ૨૫.૯ ટકા વધીને રૃા. ૭૭૮.૫૦ કરોડ અને કુલ આવક ૩૫.૨ ટકા વધીને રૃા. ૧૦૦૦૩.૯૦ કરોડ હાંસલ કરીને શ્રીલંકા, નોર્થ અમેરિકા સહિતમાં ઉત્પાદન સવલતો સાથે વિસ્તરણ યોજના જાહેર કરતા અને ખર્ચ અંકુશ સાથે સારા ઉત્પાદન વોલ્યુમે મટીરીયલ ખર્ચમાં વધારા છતાં નેટ નફામાં ઉંચી વૃદ્ધિ હાંસલ કરતા શેરમાં ફંડોની લેવાલીએ રૃા. ૨૭.૨૫ ઉછળીને રૃા. ૭૨૨.૭૫ રહ્યો હતો. ટાટા મોટર્સ રૃા. ૨.૭૦ વધીને રૃા. ૨૪૧.૪૫, ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૧૪.૭૦ ઉછળીને રૃા. ૪૮૩.૭૦, બજાજ ઓટો રૃા. ૯.૪૫ વધીને રૃા. ૧૬૭૭.૬૫, હીરો મોટોકોર્પ રૃા. ૧૦.૭૦ વધીને રૃા. ૧૯૬૩.૨૦ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૧૧૨.૨૮ પોઇન્ટ ઉછળીને ૯૪૪૦.૯૯ રહ્યો હતો.
ભારતી એરટેલ નફો ૩૭ ટકા ગબડતા શેર રૃા. ૧૯ તૂટી રૃા. ૨૭૪ વર્ષના તળીયે ઃ આઇડીયા, આરકોમ પણ ઘટયા
ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલ દ્વારા જૂન ૨૦૧૨ અંતના ત્રિમાસિકમાં નેટવર્ક ખર્ચમાં વધારા સાથે સર્વિસ ટેક્ષમાં વધારા અને તીવ્ર હરિફાઇથી નફાનું માર્જીન અને વપરાશકાર દીઠ માસિક ખર્ચ ઘટવાને પરિણામે ચોખ્ખો નફો ૩૭.૨૮ ટકા ઘટીને રૃા. ૭૬૨ કરોડ અને કુલ આવક ૧૪ ટકા ઘટીને રૃા. ૧૯૩૫૦ કરોડ નોંધાતા શેરમાં ફંડોની ધૂમ વેચવાલીએ તૂટીને વર્ષની નીચી સપાટીએ રૃા. ૨૭૨.૬૦ થઇ અંતે રૃા. ૧૯.૪૦ ઘટીને રૃા. ૨૭૪.૪૦ રહ્યો હતો. અન્ય ટેલીકોમ શેરોમાં પણ વેચવાલીએ આઇડીયા સેલ્યુલર રૃા. ૩.૬૦ ઘટીને રૃા. ૭૬.૩૦, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૧.૮૦ ઘટીને રૃા. ૫૬.૦૫, ટાટા કોમ્યુનિકેશન્સ રૃા. ૩.૧૫ ઘટીને રૃા. ૨૩૯.૯૦, એમટીએનએલ રૃા. ૩૨.૮૫, હિમાચલ ફ્યુચરિસ્ટિક રૃા. ૧૧.૮૨ રહ્યા હતાં.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડી૬ નવા મૂડી રોકાણને શરતી મંજૂરીના અહેવાલે રૃા. ૬ વધીને રૃા. ૭૯૧
પેટ્રોલીયમ મંત્રાલયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ભાગીદારોને ક્રિષ્ણા-ગોદાવરી બસીનમાં ડી૬ ઓઇલ-ગેસ બ્લોકમાં નેચરલ ગેસનું ઉત્પાદન વધારવા નવા મૂડીરોકાણ માટે શરતી મંજૂરી આપ્યાના અહેવાલો વચ્ચે શેર રૃા. ૬.૯૫ વધીને રૃા. ૭૯૦.૬૫ રહ્યો હતો. એડીએજી- અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં નફારૃપી વેચવાલીએ રિલાયન્સ પાવર રૃા. ૧.૨૦ ઘટીને રૃા. ૯૧.૬૦, રિલાયન્સ કેપિટલ રૃા. ૮.૨૫ ઘટીને રૃા. ૩૫૩.૫૦, આરકોમ રૃા. ૧.૮૦ ઘટીને રૃા. ૫૬.૦૫ રહ્યા હતાં.
ડીસઇન્વેસ્ટમેન્ટને વેગની શક્યતાએ પીએસયુ શેરોમાં તેજી ઃ હિન્દ. કોપર, એસટીસી, નેશનલ ફર્ટી. ઉછળ્યા
નાણા પ્રધાન તરીકે પી. ચિદમ્બરમના પુનરાગમન સાથે હવે આર્થિક સુધારાને વેગ અને સબસીડી બોજ ઘટાડવાના અપેક્ષીત પગલાં અને રાજકોષીય ખાધ ઘટાડવા પીએસયુ કંપનીઓમાં ડીસઇન્વેસ્ટમેન્ટને વેગ આપવાની શક્યતાએ પીએસયુ શેરોમાં ફંડો લેવાલ હતા. હિન્દુસ્તાન કોપર રૃા. ૩૨.૪૫ ઉછળીને રૃા. ૨૮૨.૮૫, એસટીસી રૃા. ૩૭.૦૫ ઉછળીને રૃા. ૨૮૯.૧૫, એમએમટીસી રૃા. ૮૬.૫૫ વધીને રૃા. ૭૯૫.૨૦, નેશનલ ફર્ટીલાઇઝર રૃા. ૫.૦૫ વધીને રૃા. ૮૧, એચએમટી રૃા. ૨.૨૦ વધીને રૃા. ૪૩.૯૦, નેવેલી લિગ્નાઇટ રૃા. ૩.૬૫ વધીને રૃા. ૮૬.૯૦, બીપીસીએલ રૃા. ૧૦.૦૫ વધીને રૃા. ૩૫૧, જીએમડીસી રૃા. ૨.૩૫ વધીને રૃા. ૧૯૫ રહ્યા હતા. બીએસઇ પીએસયુ ઇન્ડેક્ષ ૫૮.૫૭ પોઇન્ટ વધીને ૭૧૯૧.૫૪ રહ્યો હતો.
વોખાર્ટ નવી રેકોર્ડ રૃા. ૧૧૫૧ ઉંચાઇએ ઃ આરસીએફ, મન્નપુરમ, બજાજ ફીનસર્વ ઉંચકાયા
'એ'ગુ્રપના અન્ય શેરોની તેજીમાં વોખાર્ટ સતત નવો રેકોર્ડ સર્જી આજે રૃા. ૬૯.૬૦ ઉછળી રૃા. ૧૧૫૧.૦૫ નવી ઉંચાઇએ, હેક્ઝાવેર ટેક્નોલોજી રૃા. ૪.૭૦ વધીને રૃા. ૧૧૯.૧૫, આરસીએફ રૃા. ૧.૮૦ વધીને રૃા. ૫૬.૩૫, બજાજ ફીનસર્વ રૃા. ૨૪.૭૫ વધીને રૃા. ૮૨૯.૭૦, મન્નપુરમ ફાઇનાન્સ રૃા. ૧ વધીને રૃા. ૩૩.૮૦, સ્ટ્રાઇડ આર્કોલેબ રૃા. ૧૮.૧૫ વધીને રૃા. ૭૪૨.૫૫, સન ટીવી નેટવર્ક રૃા. ૬.૮૫ વધીને રૃા. ૨૯૬.૮૦, ફેડરલ બેંક રૃા. ૮.૯૫ વધીને રૃા. ૪૨૫, એમઆરએફ રૃા. ૨૧૮.૧૦ વધીને રૃા. ૧૦૭૦૨.૭૫, રેનબેક્સી લેબ. રૃા. ૬.૨૦ વધીને રૃા. ૫૧૫.૩૫, ઇન્ફોસીસ રૃા. ૨૫.૨૦ વધીને રૃા. ૨૨૮૧.૯૦ રહ્યા હતાં.
૨૨૬ શ ેરોમાં મંજીની સર્કિટ ઃ ફરી શેરોમાં વ્યાપક ઓફલોડીંગ ઃ ૧૬૦૫ શેરોના ભાવ ઘટયા
સેન્સેક્ષ- નિફ્ટીની તેજીને ઉછાળે બ્રેક લાગી ગયા સાથે સંખ્યાબંધ શેરોમાં નફારૃપી વેચવાલી સાથે ઓફલોડીંગથી માર્કેટબ્રેડથ આજે નેગેટીવ બની હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૬૬ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૬ અને વધનારની ૧૨૪૫ રહી હતી. ૨૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
એફઆઇઆઇની રૃા. ૧૧૧૪ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી ઃ ડીઆઇઆઇની રૃા. ૭૯૫ કરોડની વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૧૧૧૪.૨૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૨૭૫૧.૬૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૬૩૭.૩૯ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૭૯૪.૭૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૯૨૮.૮૩ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૭૨૭.૫૩ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved