Last Update : 09-August-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૯-૦૮-૨૦૧૨, ગુરૂવાર
શ્રાવણ વદ સાતમ - કાલાષ્ટમી - દુર્વાષ્ટમી,
આજે શીતળા સાતમ.

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૮ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૦૩ મિ. (સૂ) ૭ ક. ૦૪ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.શ) રાશિ આવશે.
નક્ષત્રઃ- ભરણી નક્ષત્ર છે.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-મિથુન (મા.) શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મીન.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ રા.દિ. શ્રા/૧૮/
માસ-તિથિ-વાર ઃ- શ્રાવણ વદ સાતમને ગુરૂવાર.
- આજે શિતળા સાતમ છે. કાલાષ્ટમી છે. દુર્વાષ્ટમી.
- મહાપાત વ્યતિપાત સવારના ૬-૨૬ સુધી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દામંદ માસનો ૨૭ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ શીતળા સાતમના શ્રાવણી પર્વે નોકરી-ધંધાના કામમાં વિવાદ-ગુસ્સાથી-ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.

 

વૃષભ ઃ આપને રોજીંદા કામ ઉપરાંત અન્ય વધારાના કામ અંગે ચંિતા રહે. નુકસાન, બગાડ થાય નહીં તેનું ઘ્યાન રાખવું.

 

મિથુન ઃ આપના પુત્ર પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. નોકરી, ધંધાના કામમાં ફાયદો-લાભ થાય. સીઝનલ ધંધો થાય.

 

કર્ક ઃ પરિવારની ચંિતા, સગા સંબંધી-મિત્રવર્ગની ચંિતા છતાં તમારે તમારા રોજીંદા કામમાં, નોકરી ધંધામાં વ્યસ્ત રહેવું પડે.

 

સંિહ ઃ આપના ઘર-પરિવારના કામમાં, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા જણાય. મિત્રવર્ગ સાથે બહાર જવાનું આયોજન ગોઠવાય.

 

કન્યા ઃ ખાવા પીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં આજે આપે ઘ્યાન રાખવું. નોકરી-ધંધાના કામમાં લાપરવાહી રાખવી નહીં.

 

તુલા ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા રહે. આકસ્મિક કોઈ કામ થાય, કોઈને મળવાનું થાય. નોકરી ધંધાનું કામ ઉકેલાય.

 

વૃશ્ચિક ઃ આરોગ્યની કાળજી રાખવી. હરોફરો, કામકાજ કરો પરંતુ અન્યના કારણે હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. કંઈ ગમે નહીં.

 

ધન ઃ આપના રોજીંદા કામ સિવાય અન્ય કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય, આનંદ રહે. સીઝનલ ધંધો થઈ શકે.

 

મકર ઃ આપના વડીલવર્ગના સહકારથી હળવાશ, રાહત, આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં રૂકાવટવાળું કામ ઉકેલાય.

 

કુંભ ઃ ખાવાપીવામાં સંભાળવું. યાત્રા પ્રવાસમાં, રસ્તામાં ચાલતા જતા આવતા રસ્તો ક્રોસ કરતાં સાવધાની, જાગૃતિ રાખવી.

 

મીન ઃ હળવાશથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. પગ, કમરમાં, આંખમાં દર્દપીડાથી સંભાળવું પરિવારનું, સંતાનનું કામ થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૯-૦૮-૨૦૧૨, ગુરૂવાર

આજથી શરૂ થતા જન્મવર્ષમાં ધર્મકાર્ય, યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. પરદેશની કામગીરીમાં સાનુકૂળતા રહે. પરંતુ વર્ષારંભથી વર્ષના મઘ્યભાગ સુધી પેટ, કમર, ગુદા, પેશાબના ભાગમાં દર્દપીડાથી સંભાળવું પડે. આકસ્મિક બિમારી-ચંિતા-શસ્ત્રક્રિયા આવી જાય તે સિવાય -

 

* નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. આવક થાય પરંતુ ખર્ચનું વર્ષ રહેવાથી નાણાંકીય ખેંચ અનુભવાય.

 

* વ્યવહારીક-સામાજીક- કૌટુંબીક કામમાં રૂકાવટ-ચંિતા-મુશ્કેલી અનુભવાય.

 

* સાંસારીક પ્રશ્ને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગના સબંધ-વ્યવહારમાં તકલીફ થાય.

 

* સ્ત્રીવર્ગને શારીરિક-માનસિક અસ્વસ્થતા જણાય પરંતુ પતિ-સંતાનથી સાનુકૂળતા રહે.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં મહેનત કરેલ સાર્થક થાય પરંતુ આરોગ્ય સાચવવું પડે.

 

સુપ્રભાતમ્

હે જગતની માતારૂપી લજ્જા! અહીં કુતપાણિ નામે પ્રસિદ્ધ રાજા છે, તે તો માત્ર જમીનના એક ટુકડાનો જ સ્વામી છે, બાકી એ બીજાનો સેવક છે પણ તેનો પુત્ર સતત પોતાને માટે રાજાનું બિરદ ઈચ્છે છે. પછી હે લજ્જા! તું તો નિરાધાર જ થઈ ગઈ !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનની દીકરી લીલી તે દિવસે સવારે છગનને કહે, ‘‘કાલે ઘરમાંથી એક જણ ઓછું થઈ જશે.’’
‘‘કેમ, કોઈ બહારગામ જવાનું છે ?’’ છગને પૂછયું.
‘‘એ તો કાલે જો જો ને !’’ લીલી બોલી. અને બીજા દિવસે લીલી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ.
છગન ત્યારે બોલ્યો, ‘‘છોકરીએ જે કર્યું એ ખોટું ભલે કર્યું છે પણ છોકરી હતી તો સાચા બોલી અને બોલેલું વચન પાળનારી.’’

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોનો આનંદ વધારતી વાનગીઓ

પિસ્તાની ધારી

 

સામગ્રી ઃ ૧ કિલો માવો, ૧૦૦ ગ્રામ પિસ્તા, ૭૫૦ ગ્રામ ખાંડ, ૧ ચમચી દૂધ, પ્રમાણસર બદામ, એલચી-જાયફળ, કેસર-ગુલાબની પાંદડીઓ, જાવંત્રી-ઘી.

 

રીત ઃ બદામ-પિસ્તા - ચારોળી ઝીણા પીસી નાખવા. પીસેલા ભૂકામાં માવો નાખવો. પછીથી ખાંડની એકતારી ચાસણી બનાવવી. તેમાં માવો, બદામ, પિસ્તા, એલચી વગેરેનો ભૂકો ભેળવી દેવો. બરાબર હલાવવું ઘટ્ટ થાય એટલે સગડી પરથી ઉતારી લેવું. આ બધામાં એક ચમચી દૂધમાં ધૂંટેલું કેસર ભેળવવું અને એક ચમચી જાવંત્રી નાખવી. આ બઘું હલાવીને થાળીમાં ઠારી દેવું.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved