Last Update : 08-August-2012, Wednesday

 

ફાંકાની ફૂગ્ગા ફોડતી ટાંકણીઓ!

- મન્નુ શેખચલ્લી
આ દુનિયા શો-બાજીની છે. જ્યાં જાવ ત્યાં તમને પોતાનો દેખાડો કરતા લોકો મળી આવશે. પછી તે કેન્ટિન હોય, એરપોર્ટ હોય કે પાર્ટી હોય!
આવા લોકોના ફાંકાના ફૂગ્ગાઓમાં માત્ર એક જ પંચર-લાઈન વડે પંચર પાડી શકાય છે! જેમકે...
* * *
દાઢી વધારેલો ચશ્મીસ સ્ટુડન્ટ ઃ ‘‘મેં મારું માસ્ટર્સ કમ્પલિટ કરી લીઘું છે અને હવે હું એક ઓસ્ટ્રેલિયન યુુનિવર્સીટીમાં પીએચડી કરવા જવાનો છું.’’
* * *
પંચર-લાઈન ઃ ટુંકમાં ઈન્ડિયાને બદલે તું ઓસ્ટ્રેલિયાના ગેરેજમાં મજુરી કરવા જાય છે એમ ને?
* * *
સ્ટેન્ડ-અપ કોમેડીયન ઃ મારા છેલ્લા શો વખતે તો આખા હોલનું ઓડીયન્સ ખુરશી પરથી ઊભું થઈ ગયું હતું!
પંચર-લાઈન ઃ હા, હોલની બહાર જવા માટે પહેલાં એમ જ કરવું પડે ને!
* * *
પોતાને મહાન માનતો ગાયક ઃ યુસી, છેલ્લા બે વરસમાં મારી ૫૦,૦૦૦ સીડી વેચાઈ ગઈ છે!
પંચર-લાઈન ઃ અચ્છા! તમારી આ સીડીની દુકાન ક્યાં આવી?
* * *
સફેદ પેન્ટશર્ટવાળા સજ્જન ઃ ‘‘સોરી મારે જવું પડશે. સવારે સાત વાગે મારે સર્જરી છે.’’
પંચર-લાઈન ઃ ‘‘વાઉ! કાલે તમારા આ વાંકા નાકની પ્લાસ્ટીક સર્જરી છે?’’
* * *
ચીપીચીપીને બોલતી મહિલા ઃ ‘‘આ વરસે હું સ્કુલમાં બેસ્ટ ટીચર તરીકે ચૂંટાઈ આવી છું.’’
પંચર-લાઈન ઃ ‘‘હા, નાનાં બાળકોને મતદાનમાં શું સમજ પડે?’’
* * *
સૂટવાળા સજ્જન ઃ ‘‘આઈ એમ એમ એ સેલ્ફ-મેઈડ મેન.’’
પંચર-લાઈન ઃ ‘‘નેચરલી, સર, તમે સ્પેર-પાર્ટ જોડવાની સૂચનાઓ બરાબર વાંચી નથી લાગતી!’’
* * *
હેન્ડલુમ સાડીવાળાં સમાજસેવિકા ઃ ‘‘આપણાથી નબળા હોય એવા લોકોને મદદ કરવી એ જ મારું મિશન છે.’’
પંચર-લાઈન ઃ ‘‘અને તમારાથીયે નબળા હોય એવા નમૂના તો આજકાલ શોઘ્યાં પણ ક્યાંથી જડે?’’
* * *
સાંઠ વરસના કાકા ઃ ‘‘હું ક્યારેય કોઈને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરતો નથી.’’
પંચર-લાઈન ઃ ‘‘સીધી વાત છે. જ ેઈમ્પોસિબલ છે, એની ટ્રાય જ શું કામ કરવાની?’’
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved