Last Update : 08-August-2012, Wednesday

 

અશોક સેનની ‘ભૌતિક’ સિદ્ધિ

ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝ અને તેમના નામ પરથી પડેલો મૂળભૂત કણોનો પ્રકાર ‘બોસોન’ આ વર્ષે સમાચારોમાં છવાયેલાં રહ્યાં. હિગ્સ-બોસોન કણ નિમિત્તે સત્યેન્દ્રનાથ બોઝના નામની શાહી સૂકાય ( કે ટીવી ચેનલો પર બોલનારની જીભ સુકાય) તે પહેલાં વઘુ એક ભારતીય ભૌતિકશાસ્ત્રી સમાચારમાં છે ઃ અલાહાબાદની હરિશ્ચંદ્ર રીસર્ચ ઇન્સ્ટિટ્યુટના અશોક સેન.
દિવંગત સત્યેન્દ્રનાથ બોઝની જેમ અશોક સેન ભૌતિકશાસ્ત્રના અટપટા સિદ્ધાંતો સાથે કામ પાડી રહ્યા છે. તેમનું કામ પ્રાયોગિક નહીં, પણ સૈદ્ધાંતિક અને ગણતરીઓને લગતું છે. સ્ટ્રિંગ થીયરી તરીકે ઓળખાતા ભૌતિકશાસ્ત્રના સાબીત નહીં થયેલા સિદ્ધાંત પર અશોક સેનનું કામ અને નામ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતું હતું, પરંતુ અત્યાર લગી એ મર્યાદિત વર્તુળો પૂરતું સીમિત હતું. પરંતુ તેમને પાર્ટિકલ ફિઝિક્સમાં સંશોધન માટેનું યુરી મિલ્નર પારિતોષિક મળતાં હવે તે થોડા સમય માટે સેલિબ્રિટી બન્યા છે. કારણ કે રશિયાના અબજોપતિ મિલ્નરે આ વર્ષથી જ શરૂ કરેલા પારિતોષિકની રકમ ૩૦ લાખ ડોલર છે.
વિજ્ઞાનીની સિદ્ધિ કે તેમની કામગીરી સમજી ન શકતા ઘણા ખરા લોકો ૩૦ લાખ ડોલરની કંિમત બરાબર આંકી શકે છે. ફક્ત ભૌતિકશાસ્ત્રનું જ નહીં, કોઇ પણ ક્ષેત્રનું કદાચ આ સૌથી કિમતી પારિતોષિક છે. અત્યાર લગી સન્માન-પારિતોષિક ક્ષેત્રે નોબેલનો દબદબો રહ્યો છે. અગાઉ તેનાથી સન્માનિત વ્યક્તિને ૧૩ લાખ ડોલરની રોકડ રકમ મળતી હતી, જે હવે ઘટાડીને ૧૧ લાખ ડોલર કરવામાં આવી છે. તેની સરખામણીમાં, ‘ફેસબુક’ જેવી વેબસાઇટોના આરંભકાળમાં રોકાણ કરીને અબજોપતિ બનેલા મિલ્નરે પહેલા જ વર્ષે નોબેલ પારિતોષિક કરતાં ત્રણ ગણી રકમ માનધન તરીકે આપવાની જાહેરાત કરી છે અને તે પણ એક સાથે નવ સંશોધકોને.
મિલ્નર પારિતોષિક અને નોબેલ પારિતોષિક વચ્ચે રકમ ઉપરાંત બે મોટા મુખ્ય તફાવત છે ઃ વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ફક્ત એવાં સંશોધનો માટે જ મળે છે, જે પુરવાર થયેલાં હોય. ધારો કે પીટર હિગ્સ અને બીજા સંશોધકોએ હિગ્સ ફીલ્ડ અને હિગ્સ કણનું અસ્તિત્ત્વ પચાસ વર્ષ પહેલાં કાગળ પર ધાર્યું, પરંતુ ૨૦૧૨ સુધી વાસ્તવિક દુનિયામાં તેની સાબિતી ન મળી. એટલે હિગ્સને કે બીજા વિજ્ઞાનીઓને એ શોધ માટે નોબેલ પારિતોષક ન મળ્યું. તેની સરખામણીમાં મિલ્નરના માપદંડ ઉદાર છે. તેમનો આશય ફક્ત સાબીત થઇ હોય એવી થિયરી કે સિદ્ધાંત શોધનાર સિદ્ધિવંતોને બિરદાવવાનો નથી. તર્કની અને વિજ્ઞાનની સરાણ પર ખરી હોય છતાં વ્યવહારની દુનિયામાં જેની સાબિતી મળી ન હોય એવી થિયરી કે સંશોધન રજૂ કરનારને મિલ્નર પારિતોષિક માટે યોગ્ય ગણવામાં આવશે. શરત એટલી કે તે પાર્ટિકલ ફિઝિક્સને લગતું હોવું જોઇએ અને નિષ્ણોતાની સમિતિને તે સન્માનયોગ્ય લાગવું જોઇએ.
બીજો મુદ્દો પારિતોષિક વિજેતાઓની સંખ્યાને લગતો છે. એક જ વિષયનું નોબેલ પારિતોષિક વઘુમાં વઘુ ત્રણ વ્યક્તિઓને જ આપી શકાય છે. તેને કારણે, એક શોધમાં ત્રણથી વધારે વ્યક્તિ સંકળાયેલી હોય એવા સંજોગોમાં મૂંઝવણભરી સ્થિતિ સર્જાય છે. મિલ્નર પારિતોષિકમાં એવું કોઇ બંધન નથી. આવતા વર્ષના મિલ્નર પારિતોષિક વિજેતાની પસંદગી આ વર્ષના વિજેતાઓની બનેલી સમિતિને સાથે રાખીને કરવામાં આવશે.
જંગી રકમના પારિતોષિક દ્વારા મિલ્નરનો આશય પાર્ટિકલ ફિઝિક્સ ક્ષેત્રે સંશોધન કરનારા લોકોને પ્રોત્સાહન અને મનમરજી મુજબની મોકળાશ પુરી પાડવાનો છે. પાર્ટિકલ ફિઝિક્સ જેવાં ક્ષેત્રો સામાન્ય રીતે શુષ્ક ગણાતાં હોય છે, પરંતુ તેમાં પણ રસ - અને હવે કસ- રહેલાં છે, એવું સિદ્ધ કરીને યુવાનોને એ તરફ આકર્ષવાનો પણ મિલ્નરનો ઇરાદો છે. મિલ્નર પોતે પાર્ટિકલ ફિઝિક્સના સંશોધનમાં બહુ આગળ વધી શક્યા નહીં. એ કસર પૂરી કરવા માટે તેમણે પોતાની અઢળક સંપત્તિનો આ સદુપયોગ શોધી કાઢ્‌યો છે. સત્યેન્દ્રનાથ બોઝની જેમ સાદું અને વિદ્યાવ્યાસંગી જીવન જીવતા અશોક સેનને અત્યારે તો સ્ટ્રિંગ થિયરીનાં સમીકરણો કરતાં ૩૦ લાખ ડોલરનો વહીવટ કેમ કરવો તેની મૂંઝવણ છે, પરંતુ અમેરિકામાં કસદાર કામ છોડીને ભારત પાછા આવવાનું પસંદ કરનાર ડો.સેનને પોતાના એ નિર્ણય બદલ અફસોસ નહીં હોવાની સુખદ પ્રતીતિ વઘુ એક વાર થઇ હશે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved