Last Update : 08-August-2012, Wednesday

 

હડતાળ પર જનારાને એક વર્ષની કેદ અને રૃા.૨૦૦૦નો દંડ
મહારાષ્ટ્ર સરકારની અંતે યુનિયનો સામે લાલ આંખ

 

- પ્રજા ઉપયોગી તંત્ર માટે હડતાળ પાડનારા સામેના પગલાં વ્યાજબી છે પરંતુ હડતાળ પાડવાની સ્થિતિ જ ઉભી ના થાય તે જોવા પણ એક કમિટી બનાવવાની જરૃર છે.
- એમેન્ડમેન્ટના ઘેરા પ્રત્યાઘાત, મીની કટોકટી ઃ પ્રજાએ આવકાર્યું

 

મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ વિવાદાસ્પદ છે તો બીજી તરફ હડતાળ પાડનારાઓ સામે કડક પગલાં લેવાનો મુદ્દો પણ વિવાદાસ્પદ બની રહ્યો છે. મહારાષ્ટ્ર એસેન્સીયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ-૨૦૧૧ (MESMA) માં કરાયેલા એમેન્ડમેન્ટ અનુસાર કોઈપણ ક્ષેત્ર (પબ્લીક કે પ્રાઇવેટ)ના કર્મચારીઓની હડતાળથી પ્રજાના જાહેર જીવન પર ઉંધી અસર પડતી હશે અને જે તે સેક્ટરે તે હડતાળને ગેરકાયદેસર જાહેર કરી હશે તો જે કર્મચારીઓ કામ પર ચઢવા તૈયાર નહીં થાય તો તેવા કર્મચારીઓને એસેન્સીયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટમાં કરાયેલા એમેન્ડમેન્ટ અનુસાર કામ ચલાવી શકાશે. આ એમેન્ડમેન્ટ અનુસાર જરૃરિઆતની સેવાઓ જેવી કે પબ્લીક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (ઓટોરીક્ષા, ટેક્ષી, સ્કૂલ બસો, ગવર્નમેન્ટ-સેમી ગવર્નમેન્ટના કર્મચારીઓ, હાઈકોર્ટના કર્મચારીઓ, મ્યુનિસિપલ સ્ટાફ ટીચીંગ સ્ટાફ તેમજ પાણી, દૂધ પૂરવઠો, ગેસ અને ઇલેકટ્રીસીટીના પૂરવઠા સામે સંકળાયેલા કર્મચારીઓને તે લાગુ પડે છે.
આ એમેન્ડમેન્ટથી મહારાષ્ટ્રના કર્મચારી યુનિયનો સહિતના મુખ્ય યુનિયનો નારાજ છે. તેમની નારાજગી વ્યાજબી છે કેમકે હડતાળ તો વિરોધ માટેનું એક માધ્યમ છે. પરંતુ તેના પર પ્રતિબંધ એટલે એક પ્રકારની મીની-કટોકટી સમાન પગલું છે.
એમેન્ડમેન્ટ અનુસાર જે પણ કર્મચારી હડતાળમાં ભાગ લેશે અથવા તો હડતાળ પાડવા અન્યને ઉશ્કેરશે તો તે સજાપાત્ર ગુનો બનશે હડતાળીયા કર્મચારીને એક વર્ષની કેદ અને રૃા. ૨૦૦૦ સુધીના દંડની સજા બંને એક સાથે થઈ શકશે.
હડતાળીયાઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવાનું પગલું અતિરેક સમાન છે. પ્રજાને વારંવાર મુશ્કેલીમાં મુક્તી હડતાળ સામેના કડક પગલાંને ક્યાંક આવકાર મળી રહ્યો છે. પરંતુ કર્મચારી સંગઠનો આ એમેન્ડમેન્ટ સામે પીઆઈએલ ફાઈલ કરવાના મૂડમાં છે.
હડતાળીયા કર્મચારીઓ સામે આકરાં પગલાં જાહેર કરવાથી કશું થવાનું નથી. તેને અમલમાં મુકવાની જરૃર છે. સરકાર વાતો મોટી-મોટી કરે છે પરંતુ જ્યારે તેનો અમલ કરવાની વાત આવે છે ત્યારે પાણીમાં બેસી જાય છે. સરકારે એકાદવાર તો હડતાળીયા કર્મચારીઓ પર કડક બનીને કામ ચલાવીને તેના પ્રત્યાઘાતનો અનુભવ કરવા જેવો છે. કાયદાનું અમલીકરણ આસાન નથી. તેનાથી સત્તાધારી પક્ષના પાયા હચમચી જતા હોય છે.
અહીં એક મુદ્દો એ પણ છે કે અચાનક પડતી હડતાળો, ફલેશ હડતાળો વગેરે પ્રજાને મુશ્કેલીમાં મુકી દે છે. રીક્ષા યુનિયનો ભાવ વધારાના કારણે હડતાળ પર જાય છે ત્યારે પ્રજા મોટી મુશ્કેલીમાં મુકાય છે.
યુનિવર્સિટીનો સ્ટાફ, ટેક્સી સંચાલકો વગેરે હડતાળ પર જાય છે ત્યારે પ્રજા જીવનને ગૂંગળામણ થાય છે એટલે જ સરકારે કદાચ એમેન્ડમેન્ટ માટે વિચાર્યું હશે. જેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ચૂકી છે.
જે લોકોને હડતાળનો અનુભવ છે અને રીક્ષા-ટેક્ષી સેવાઓ બંધ હોય ત્યારે હાલાકી ભોગવનાર પ્રજાજનો આ એમેન્ડમેન્ટથી ખુશ છે. આ લોકો માને છે કે સરકારે જે કાયદો બનાવ્યો છે તેનો ચુસ્ત પણે અમલ કરવો જોઈએ અને યુનિયનો દ્વારા પ્રજાને બાનમાં રાખવાની સ્થિતિ સામે કડક બનવું જોઈએ.
અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકાર કર્મચારી સંગઠનો કે યુનિયનોના પ્રશ્નો ટલ્લે ચઢાવે છે. સમયસર તેનો ઉકેલ લાવવામાં આવે તો હડતાળનો પ્રશ્ન જ નથી આવતો પરંતુ સત્તવાળાઓ ત્વરીત નિર્ણય લેતા નથી અને મામલો ગૂંચવી મારે છે. હડતાળ એ છેલ્લું શસ્ત્ર હોય છે.
આ અગાઉ કર્મચારીઓ વિવિધ સ્તરે રજૂઆત કરી ચૂક્યા હોય છે અને સૂત્રોચ્ચાર વગેરે કરીને વિરોધ કરી ચૂક્યા હોય છે. છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી એટલે અંતે હડતાળનું શસ્ત્ર ઉગામાય છે. જેની સીધી અને આડકતરી અસર પ્રજા પર પણ થાય છે.
કડક અને પ્રજા ઉપયોગી તંત્ર માટે હડતાળ પાડનારા સામેના પગલાં વ્યાજબી છે પરંતુ હડતાળ પાડવાની સ્થિતિ જ ઉભી ના થાય તે જોવા પણ એક કમિટી બનાવવાની જરૃર છે. તમિળનાડુમાં આવો જ કાયદો અમલી બનાવીને રાજ્યના કેટલાંક સંગઠન મંત્રીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે કાયદો અમલી બનાવનાર પ્રધાન ચૂંટણીમાં હાર્યા હતાં.
આમ તો, પોતાની માગણીની રજૂઆત કરવાનો હક સૌને છે, અહીં તો અવાજ રૃંધી નાખવાની વાત છે. જ્યારે સત્તવાળાઓ સાથે મંત્રણાના દ્વાર બંધ થાય છે. ત્યારે મામલો હડતાળમાં પરિવર્તન પામે છે.
પ્રસ્તુત એમેન્ડમેન્ટના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તેને આવકારવાના બદલે તેનો વિરોધ કરનારની સંખ્યા મોટી છે. હડતાળ પર જનારા સામે જેલ અને દંડની કાર્યવાહી વગેરે મીની કટોકટી સમાન છે. આ પ્રકારના કાયદાનું મે ગંભીરતાથી અમલીકરણ કરાય તો તેના સખત પ્રત્યાઘાત પડે એમ છે. કેટલાક રાજકીય પક્ષોના પોતાના યુનિયનો છે. ખરેખર મહારાષ્ટ્ર સરકારે વિવાદનો મધપૂડો છંછેડયો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved