Last Update : 08-August-2012, Wednesday

 

જાતીય સતામણીનો ગુનેગાર કોણ ? કરનાર કે ભોગવનાર ?

ગુનેગાર પુરુષોને સજા કરવાના બદલે મહિલાનાં વસ્ત્રોની ટીકા કરવાની સંકુચિત વૃત્તિ એકવીસમી સદીમાં જોવા મળી રહી છે

થોડાં દિવસ પહેલાં આસામના ગુવાહાટીમાં એક યુવતીની જે રીતે જાતીય સતામણી કરાઈ તે વાત હવે કોઈના માટે નવી નથી રહી. પરંતુ વર્ષ ૨૦૧૦માં આ પ્રકારની જ એક ઘટના આ શહેરમાં જ બની હતી. આ ઘટનાને પણ ટી.વી.કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી અને ઓનલાઈન પોસ્ટ કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૦માં પશ્ચિમી પોશાક પહેરેલી અને અસ્ખલિત અંગ્રેજી બોલતી મિઝો કન્યા મોડી રાત્રે એક લગ્ન સમારંભમાંથી બહાર નીકળી પણ રસ્તો ભૂલી ગઈ. આવી સ્થિતિમાં તેનો ભેટો ત્રણ આસામી મહિલાઓ સાથે થયો જેમાંની એક ભાજપ મહિલા મોર્ચાની વાઈસ-પ્રેસિડન્ટ હતી.
આ ત્રણે સ્ત્રીઓએ આ મિઝો કન્યા પર એવો આરોપ મૂક્યો કે તેણે આલ્કોહોલનું સેવન કર્યું હતું. મોડી રાત્રે સડક પર રસ્તો પૂછતી એકલી છોકરી, પશ્ચિમી પોશાક અને આલ્કોહોલનું સેવન, આ ત્રણે કારણોએ સંબંધિત મહિલાઓના રુંવે રુંવે આગ લગાડી દીધી. તેમનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. કોઈ છોકરી આવું કરી જ શી રીતે શકે? બસ, આ વિચારે તેમણે આ મિઝો છોકરીના હાલહવાલ કરી નાખ્યા. તેના વાળ ખેંચવામાં આવ્યા, તેની પીઠમાં લાતો મારવામાં આવી અને તેને અહીંથી ત્યાં અફાળવામાં આવી. સતત વીસ મિનિટ સુધી આ 'મોરલ પોલીસિંગ' ચાલતું રહ્યું પણ ત્યાં ઉભા રહીને તમાશો જોતાં ટોળામાંથી કોઈ આ છોકરીને બચાવવા આગળ ન આવ્યું. ૨૦ મિનિટ બાદ પોલીસ આવી ત્યારે તેને નૈતિક્તાની આ ઠેકેદાર મહિલાઓ દ્વારા અપાતી યાતનામાંથી છૂટકારો મળ્યો. સદ્નસીબે હમણાંની ઘટનામાં જે રીતે પીડિત યુવતીનું નામ જાહેર થઈ ગયું હતું તે રીતે આ મિઝો કન્યાનું નામ ખુલ્લું નહોતું પડયું.
આ પ્રકારના હુમલાઓ માત્ર આસામ પૂરતાં સીમિત નથી. પરંપરા તોડીને કે ચીલો ચાતરીને ચાલવા માગતી મહાનગરની યુવતીઓ પણ નૈતિક્તાના ઠેકેદારોના રોષનો ભોગ બને છે. વર્ષ ૨૦૦૯માં મેંગલોરમાં 'શ્રીરામ સેને'ના કાર્યકરોએ પણ એક પબમાં જઈને ત્યાંની છોકરીઓ પર હુમલો કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે આવી મોરલ પોલીસિંગ દરમિયાન ન્યુઝ ચેનલના કેમેરામેન અને રિપોર્ટર હાજર જ હોય છે. તેઓ પોતાની ચેનલ પર કાંઈક સનસનીખેજ આપવા માટે આવી ઘટનાઓનું રેકોર્ડિંગ કરે છે અને પછી સતત તે દર્શાવતા રહે છે. આ બધું જોયા પછી સહેજે પ્રશ્ન થાય કે શું મહાનગરમાં વસતી છોકરીઓ સલામત છે? કહેવાની જરૃર નથી કે મોટા શહેરોમાં રહેતી યુવા પેઢીની જીવનશૈલીમાં મોટું પરિવર્તન આવ્યું છે. પણ તેમાં રહેતો સમાજ હજી પણ જૂનવાણી છે. એટલું જ નહીં, શહેરની પોલીસના વિચારો પણ અત્યંત સંકુચિક છે. મુંબઈમાં મોરલ પોલીસિંગ માટે જાણીતા બનેલા એસીપી વસંત ઢોબળે તેનું પરફેક્ટ ઉદાહરણ છે.
જાહેરમાં કે ખાનગીમાં યુવતીઓની સતામણી આપણા માટે હવે નવી વાત નથી રહી. મહાનગર હોય, નાના શહેરો હોય કે ગામડાં, કન્યા યુવાનીમાં કદમ માંડે ત્યાં મેલી નજરના લોકો તેનો સ્પર્શ કરવાનો લાગ જ શોધતા હોય છે. કોલકત્તામાં રહેતી એક ૧૯ વર્ષની યુવતી કહે છે કે હું ૧૪ વર્ષની હતી ત્યારે પહેલીવાર છેડતીનો ભોગ બની હતી. તે વખતે હું નાની હતી તેથી ગભરાઈ ગઈ હતી. પણ હું જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ સમજવા લાગી કે આ સમાજમાં ભૂખ્યા વરૃઓનો તોટો નથી. ડગલે ને પગલે વિકારી પુરૃષો તમને ભેટવાના જ. ત્યાર પછી કોઈપણ મારી છેડતી-સતામણી કરવાનો પ્રયત્ન કરે તો હું સીધો તેને પોલીસ થાણે ઘસડી જતી. પણ મેં દર વખતે જોયું હતું કે સંબંધિત વ્યક્તિ પોલીસ સામે મને સોરી કહી દેતી તેથી પોલીસ મને વાતનો અંત લાવવા કહેતી. પણ જો હું અડગ રહું તો પોલીસ જ મને કહેતી કે 'હવે તેણે સોરી કહી દીધું ને. પછી તમાશો શા માટે કરે છે?' એટલું જ નહીં, લોકો મને 'નેતા'ની ઉપાધિ પણ આપતાં.
ગુવાહાટીમાં જે ધૃણાસ્પદ ઘટના બની તેના પડઘારૃપે ઘણાં લોકોએ એમ પણ કહ્યું હતું કે છોકરીઓને સાંજે છ વાગ્યા પછી બહાર ન નીકળવું જોઈએ, તેમણે તેમના પહેરવેશનું ધ્યાન રાખવું જોઈએ, પુરૃષો ઉશ્કેરાય તેવાં વસ્ત્રો ન પહેરવા જોઈએ. સાંજે બહાર જવું પડે તોય ઘરના કોઈ પુરૃષને સાથે લઈને જવું જોઈએ અને પબ તરફ તો નજર પણ ન નાખવી જોઈએ. પરંતુ સમય સાથે ફૂંકાયેલા પરિવર્તનના પવનમાં માનુનીઓને પુરાણા વિચારોમાં જકડી રાખવાનું શક્ય નથી. જેમ મહાનગરની યુવતીઓએ પરિધાનની કે અન્ય ઘણી બાબતોમાં પશ્ચિમી પરંપરા અપનાવવા માંડી છે તેવી જ રીતે ગુવાહાટીની યુવતીઓ પણ પોતાની જીવનશૈલી બદલવા લાગી છે. પરંતુ ત્યાંના પરંપરાવાદી સમાજના લોકોથી આ વાત સહન નથી થતી. વાસ્તવમાં આસામના લોકો તેમના સ્ત્રીદાક્ષિણ્ય માટે જાણીતા છે. પણ ત્યાં સુધી જ, જ્યાં સુધી તેમને ત્યાં મહિલાઓ તેમના દોરેલા પરિઘમાંથી બહાન ન આવે. જેવી કોઈ યુવતી લક્ષ્મણ રેખા પાર કરે કે તરત જ તેમને ત્યાંના પુરૃષોની 'મર્દાનગી'નો કે સંકુચિત વિચારસરણી ધરાવતી મહિલાઓનો પરચો જોવા મળે. આ ઉપરાંત આસામની વધતી જતી વસતિને કારણે અગાઉની જેમ બધા લોકો એકમેકને ઓળખતા ન હોવાથી પણ આવી નિર્લજ્જ ઘટનાઓ વારંવાર બને છે.
પરંતુ કાનૂનના નબળા અમલ અને કેન્દ્ર સરકાર તરફથી ઘૂસણખોરોને અટકાવવા મળતી રકમનો બેજવાબદાર ઉપયોગ અવારનવાર આવા બનાવોને જન્મ આપે છે. એક તરફ નાના નગરોને નવી દુનિયાનો લાભ મળી રહ્યો છે, તેમને સંખ્યાબંધ ટી.વી. ચેનલો જોવા મળી રહી છે કે ઈન્ટરનેટનો ઉપયોગ કરવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ તેમની વિચારસરણીમાં ખાસ પરિવર્તન નથી આવ્યું. આજે પણ તેઓ તેમના સંકુચિત વિચારો છોડવા તૈયાર નથી. આવી સંકુચિતતાનો પડઘો થોડાં દિવસ પહેલા આસામમાં બનેલી યુવતીની છેડતીની ઘટના દર્શાવનાર ચેનલ 'ન્યુઝ લાઈવ'ના એડિટર-ઈન-ચીફ અતાનુ ભૂયાનના વિચારોમાં પડે છે. જે દિવસે આ ઘટના બની તેના બીજા જ દિવસે તેમણે ટ્વીટ કર્યું હતું કે બાર અને નાઈટક્લબમાં જતી છોકરીઓ વેશ્યાઓ જેવી જ હોય છે. આવા વિચાર ધરાવતા લોકો જ પીડિત યુવતીના નામ જાહેર કરીને તેમને શરમજનક સ્થિતિમાં મૂકી દેતાં હોય છે.
પશ્ચિમી પોશાક પહેરતી યુવતીની પ્રાઈવસીની આવા લોકો છડેચોક મજાક બનાવી દે છે. આવી સ્થિતિમાં નાના નગરની કે મહાનગરની યુવતીઓ પોતાની મરજી મુજબ નથી જીવી શકતી. આ તો એવી વાત થઈ ગઈ જાણે ઈન્ટરનેટ પર આપણે આપણી વાતો દુનિયાભરના લોકો સાથે વહેંચી શકીએ છીએ, તેમને બતાવી શકીએ છીએ કે આપણે કેટલા સ્વનિર્ભર છીએ. આમ છતાં વાયરસને ત્રાટકતાં નથી ખાળી શકતા.
આસામની વાત પર પાછા ફરીએ તો 'નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો' ના જણાવ્યા પ્રમાણે સ્ત્રીઓ સામે કરવામાં આવતા અપરાધમાં આ પ્રદેશ દેશમાં બીજા સ્થાને છે. ગુવાહાટીની એક મહિલા પત્રકાર કહે છે કે આસામમાં બળવો તેની ચરમસીમા પર હતો ત્યારે હું ઉગતી કન્યા હતી. તે વખતે અમને હમેશાં કહેવામાં આવતું હતું કે જ્યારે સેનાની ટ્રક પસાર થાય ત્યારે તમારે તમારી આંખો નીચે ઢાળી દેવાની. અમે સૈન્યના લોકોથી ડરી ડરીને મોટા થયા હતા. અમારી સામે રાજ્ય જાતીય સતામણીનું હથિયાર ઉગામતું. સ્વાભાવિક રીતે જ 'યથા રાજા તથા પ્રજા'ના નાતે જો રાજ્ય આવું કરી શકે તો શેરીના લોકો પણ એમ જ માનીને ચાલે કે તેમને પણ મહિલાઓની જાતીય સતામણી કરવાનો હક છે.
જોકે માનુનીઓએ તેમના ઉપર થતાં જાતીય હુમલાઓ સામે અવાજ ઉઠાવવાનું શરૃ કર્યું છે. આમ છતાં જ્યારે પણ તેમની આ પ્રકારની હેરાનગતિ થઈ છે ત્યારે તેમના પહેરવેશ સામે સૌથી પહેલા આંગળી ચીંધવામાં આવી છે.
તેથી મહાનગરમાં રહેતી માનુનીઓ પણ ઘણીવાર પોતાને ગમતા વસ્ત્રો પહેરવાને બદલે પરંપરાગત પરિધાન ધારણ કરે છે.
તાજેતરમાં જ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ ટ્વીટ કર્યું હતું કે 'પબમાં મવાલીઓ પેદા થાય છે' જ્યારે 'નેશનલ કમિશન ફોર વુમન' (એનસીડબલ્યુ)ના ચેરપર્સન મમતા શર્મા મહિલાઓને વારંવાર સલાહ આપતાં ફરે છે કે જાતીય હુમલા ટાળવા માનુનીએ પોતાના પરિધાન તરફ ધ્યાન આપવું જોઈએ.
અત્યાર સુધી સ્ત્રીઓ પર આવા હુમલા કરવામાં આવતાં ત્યારે લોકો ઊભા ઊભા તમાશો જોતાં. પણ હવે તમાશો જોનારાઓ પણ સતામણીમાં સામેલ થવા લાગ્યાં છે.
શહેરમાં વસતા ઘણાં લોકો માને છે કે અહીંની સ્ત્રીઓ એવી ઘણી વાતોની સાક્ષી બને છે જેને તેઓ બિલકુલ પસંદ નથી કરતી.
પુરૃષો તેમની દરેક રીતે સતામણી કરે છે આમ છતાં મોડી સાંજે એકલા ઘરથી બહાર ન નીકળવાની કે 'યોગ્ય' પોશાક પહેરવાની સલાહ સ્ત્રીઓને જ આપવામાં આવે છે. ગુનો કરનારને કોઈ કાંઈ નથી કહેતું. પણ અપરાધનો ભોગ બનનારને જ ગુનેગાર ઠેરવવામાં આવે છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved