Last Update : 08-August-2012, Wednesday

 
બસ, પતી ગયું! એક સારી અને જરૂરી પ્રવૃત્તિનું એના જન્મદાતાએજ ગળું ઘોંટ્યું!

- કરોડોની જનતાનો અણ્ણા અને કેજરીવાલે વિશ્વાસઘાત કર્યો
- ફંડમાં આપેલા જનતાના પૈસા હવે શું પાછા આવશે?
- રાજકારણ અને રાજકીય પક્ષની વાતો પણ છેવટે બનાવટ પુરવાર થવાની
- રાજકારણ રમવું એ નાની માના ખેલ નથી
- રાજાજી અને વી પી સંિહ જેવાનો અનુભવ જુઓ અને પછી બાળ ઠાકરે અને શરદ પવારને મળો!
- રાજકારણના જંગલમાં એવા ખોવાય જશો કે મશાલ લઈને શોધવા નીકળવા છતાં જડશે નહીં!

ધોળી ટોપી પહેરે ગાંધી નથી થવાતું. ખાદી પહેરે ગાંધી નથી થવાતું... એમ ઉપવાસ કરે ગાંધી નથી થવાતું. હળદરના ગાંગડે ગાંધી નથી થવાતું.
મહાત્મા ગાંધી ઉપવાસ કરતા હતા અને જેમ અહંિસાનું શસ્ત્ર ગાંધીજીએ દુનિયાને આપ્યું એમ ઉપવાસનું શસ્ત્ર પણ દુનિયાને આપ્યું. પણ ગાંધીજી ઉપવાસનું શસ્ત્ર છેલ્લે વાપરતા હતા. એ પહેલા તેઓ બધા રસ્તાનો ઉપયોગ કરી તેતા અને પછી છેવટે ઉપવાસનું શસ્ત્ર વાપરતા હતા.
જ્યારે આ અણ્ણા કે અણ્ણા ટીમ (ટીમ વળી શાની? ત્રિપુટી કહો! એમાં અરવંિદ કેજરીવાલજ મુખ્ય. સીસોદિયા અને બીજા તો એમના પૂંછડા! વિદેશના કાળાનાણા ઉપર ચાલતી એનજીઓના રૂપિયાની તાગડઘિન્ના કરનારા! એક રીતે ભ્રષ્ટાચારી જ વળી!)ના ઉપવાસ એક પ્રકારનું ત્રાગું હતા. એક પ્રકારની હઠ. ‘અમે કહીએ એમ કરો છો કે નહીં?’ નહીંતર અમે એટલે હું ઉપવાસ કરું છું! એ ‘ઉપવાસ’ પણ કેવા? પેલા ‘સદ્‌ભાવનાના’ ઉપવાસ જેવા... સવારના નવથી સાંજના પાંચ સુધીના!
આ વખતનું અણ્ણા અને અરવંિદનું ઉપવાસ આંદોલન એમના જ શબ્દોમાં કહીએ તો ‘આરપારની લડાઈ’ હતી. ‘દોહ ભલે પડે પણ જંપીશું નહીં’ એવું તેઓ કહેતા.
રાલેગાંહ સિદ્ધિના મંદિરના ઓટલેથી સીધા દિલ્હીના તખ્ત (જંતરમંતરના ઓટલે... અણ્ણાએ દિલ્હીના મોંઘા વિસ્તારમાં ઘર અને ઓફિસ પણ એક વર્ષથી રાખેલા) પર પહોંચેલા અણ્ણાની મહત્ત્વકાંક્ષાઓ અને ઘમંડ વધી ગયેલા. એમણે માંગણી (હઠ) કરેલી કે (૧) જે પ્રધાનોની વિરુદ્ધ ટીમ અન્નાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે એની તપાસ માટે ખાસ તપાસ ટુકડી કરવામાં આવે, (૨) સંસદ સભ્યો વિરુદ્ધના આક્ષેપોની તપાસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટો ઊભી કરવી અને એક મજબૂત લોકપાલ બીલ તાત્કાલિક કરવા.
સરકાર ત્રણ પાંચ દિવસમાં આ પ્રમાણે નહીં કરે તો એમણે ‘જેલ ભરો આંદોલન’ની ઘમકી ઉચ્ચારેલી. (એટલે શું અણ્ણા એવું માને છે કે... ‘જેલ ભરો આંદોલન’ બોલવાથી જેલો ભરાય જાય? પોલીસ પહેલાં તો પકડે અને દૂર લઈ જઈને છોડી દે તો શું જેલ ભરો આંદોલન થઈ જતું હશે? ગાંધીજીના વખતમાં તો હજારો લાખો સત્યાગ્રહીઓ ‘કરેેેેંગે યા મરેંગે’, ‘ક્વીટ ઈન્ડીયા’ જેવા નારા સાથે નીકળતા જેને અંગ્રેજો પકડીને જેલમાં પૂરી દેતા. એ અંગ્રેજશાહી હતી... આ લોકશાહી છે. પણ અણ્ણા ‘જેલ ભરો આંદોલન’ જેવા ભારેખમ શબ્દો વાપરીને પોતાની પ્રચાર ભૂખ અને જનતામાં ઉશ્કેરાટ ફેલાવવા માંગતા હતા.
પણ સરકારે જ આ વખતે કોઈ પ્રતિભાવ ન આપ્યો એટલે એ મુંઝાયા... પાછા પડ્યા.
ઉત્સાહમાં બીજી એમણે એવી જાહેરાત કરેલી કે... ‘જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારાશે નહીં ત્યાં સુધી અમે કોઈ પણ પ્રધાન સાથે અને ઇવન વડાપ્રધાન મનમોહનસંિહ સાથે વાટાઘાટ નહીં કરીએ!’
જોકે સરકાર તરફથી વાટઘાટ માટે એક પાંદડું પણ ફરકેલું નહીં. અગાઉ સરકાર જાણે અણ્ણાના આંદોલનથી ડરી ગઈ હોય એમ વર્તેલી જ્યારે આ વખતે સરકારે ઉપવાસ આંદોલનની ઉપેક્ષા જ કરવાનું નક્કી કરેલું.
જ્યારે અણ્ણા અને અણ્ણા ટીમ અંદર ખાનેથી ઇચ્છતા હતા અને એમને ગણતરી પણ ખરી કે સરકાર તરફથી કંઈક સળવળાટ થશે જે થયો જ નહીં.
આથી અણ્ણા અને ટીમને ચટપટી થવા લાગેલી. અરવંિદ વળી એવી ગણતરીમાં હતા કે... તેઓ ઉપવાસ કરે છે એટલે ‘આપઘાત કરવાનો પ્રયત્ન’ કરવાના કાયદા નીચે એની ધરપકડ કરીને જેલમાં પુરશે જેથી આંદોલન ભડકાવી શકાય. (અરવંિદના અને અણ્ણાના બધા અનુમાનો, ખ્યાલો, કલ્પનાઓ પોતાના મનના ઊભા કરેલા ઘોડાઓ જ હોય છે.)
ટૂંકમાં, અણ્ણાના અને ટીમના બધા અનુમાનો, ખ્યાલો ઉંધા પડ્યા. બીજી બાજુ સામાન્ય જનતાનો પણ જોઈએ એવો ટેકો નહોતો. લાંબુ વિચારી નહીં શકતા અને ભોળા નાગરિકો અથવા અણ્ણાના નામે ચરી ખાનારાઓ ૫૦-૧૦૦ ભેગા થયેલા. મુંબઈ, લખનૌ, વારાણસી, અમદાવાદ, રાજકોટ, ભાવનગરમાં પણ એવા ભાવનાશીલો અણ્ણાનો ઝંડો ઊંચો કરીને નીકળી પડેલા. મીડિયાએ પણ કવરેજ અણ્ણા ટીમ ઇચ્છતી હતી એટલુ ન આપ્યું એટલે અરવંિદે મીડિયાની ટીકા કરી એને પછી પાછી માફી માંગી.
અગાઉ મીડિયાએ કવરેજ આપેલું કારણ કે અરવંિદ કેજરીવાલે મીડીયાને કવરેજ જાહેરખબરના ભાવ આપીને કરાવેલું. ત્યારે જનતા ભીડ ઉમઠી પડેલી કારણ કે આરએસએસએ પોતાની શાખાઓએ ત્યાં સ્વયંસેવકો મોકલવાના આદેશ આપેલા. આરએસએસએ એ પછી મોં ફેરવી લીઘું એટલે ભીડ માટે અણ્ણાને ફાંફા થયા. છેવટે ભીડ કરવા અણ્ણાએ મહારાષ્ટ્રની શેતકરી સંગઠન નામની ખેડૂતોની સંસ્થાના સભ્યોએ નવમી ઓગસ્ટથી જોડાવાની ગોઠવણ કરેલી.
પેલી બાજુ આરએસએસ અને એના ઇશારે ભાજપે અણ્ણાને પીઠબળ આપવાનું અને લેવાનું છોડીને બાબા રામદેવને પીઠબળ આપવાનું અને પીઠબળ લેવાની નીતિ નક્કી કરી. અણ્ણાના નામે ભાજપને સત્તા મેળવવામાં ઝડપ થશે એવું ધારીને સંઘે અને ભાજપે અણ્ણાનું પડખું લીધેલું. હવે અણ્ણાથી મોહભંગ થયા પછી સંઘે રામદેવનો ટેકો લેવાનું અને ટેકો આપવાનું નક્કી કર્યું છે. રામદેવને એ સંદર્ભમાં જ એકાએક ગુજરાતના મુખ્યપ્રધાને બે દિવસ માટે અમદાવાદ બોલાવેલા. એ વખતે પત્રકારોએ રામદેવને ભાજપ અને સંઘ વિષે સીધા સવાલો કરેલા એના જવાબ એમણે ટાળેલા. સંઘ ઇચ્છે છે કે રામદેવ અને ભાજપ ભેગા મળીને કાળાનાણા, મોંઘવારી જેવા મુદ્દાઓ પર સંયુક્ત આંદોલન ચલાવે.
ટીમ અણ્ણાની પહેલાંથી જ રાજકારણમાં પડવાની દાનત હતી. પણ રાજકારણએ નાનીમાના ખેલ નથી. પહેલાં તો કોઈ પક્ષની રચના કરી એનું બંધારણ બનાવી પ્રમુખ વગેરેની લોકશાહી રીતે ચૂંટણી કરવી પડે. એ તો ઠીક, મુખ્ય વાત ચૂંટણીની આવે. ચૂંટણી માટે રૂપિયા ક્યાંથી મેળવવા? એ રૂપિયા ધોળા હોવા જોઈએ, કાળા નહીં. એ પછી માનો કે એનો ઉમેદવાર જીત્યો... તો એ જીત્યા પછી ભ્રષ્ટ ન થાય એની શું ખાતરી?
સંઘના મા.સ. ગોળવેલકરે જનસંઘ ભાજપની સ્થાપના રાજકારણમાંની ગંદકી દૂર કરવા કરેલી જ્યારે અત્યારે એ ભાજપ બધા જ પ્રકારની બદીઓથી ખદબદી રહ્યો છે.
અણ્ણા ટીમ રાકકારણમાં પડ્યા પછી રાજકારણની બધી બદીઓથી કઈ રીતે બચી શકશે એ મોટો સવાલ છે.
આપણા દેશમાં સ્વતંત્ર પક્ષ અને વી.પી. સંિહનો પક્ષ હતા. બન્ને પક્ષોએ કાઠું પણ કાઢેલું અને સત્તા પર પણ આવેલા. આજે એ પક્ષો કેવા અલોપ થઈ ગયા છે! એવો ચરણસંિહનો પણ પક્ષ હતો. એની પણ મરણક્રિયા થઈ ગઈ.
ટૂંકમાં, અણ્ણાએ ભલે રાજકારણની જાહેરાત કરી પણ એમાં કંઈ બહુ આશા રાખવા જેવું નથી. ઉપવાસ આંદોલન જેવી નાનકડી બાબતમાં જે પાછો પડીને પાણીમાં બેસી જાય એ આગળ શું કરી શકવાના?
પતી ગયું! ખેલ ખતમ! પૈસા હજમ!

- ગુણવંત છો. શાહ

 

વરસાદ માટે પ્રાર્થના કરવા ભાજપ સરકારે રૂપિયા ૧૭ કરોડ વાપર્યા (કોના...?)
મહારાષ્ટ્રની સરકારે કૃત્રિમ વરસાદ લાવવા આ વિષયમાં અનુભવી ઈઝરાઈલની સરકારની મદદ લીધી ત્યારે કર્ણાટકની ભાજપ સરકારના આરએસએસના સ્વયંસેવક અને રાજ્યના મુખ્ય પ્રધાન (એમને બેસાડનાર યેદુરપ્પા પણ સ્વયંસેવક અને જેમને ઉંઠાડીને એ બેઠા એ પણ સ્વયંસેવક... આરએસએસનો ઉદ્દેશ્ય સંવાદ રચવાનો જ્યારે આ તો વિખવાદ કરવાનો ઉદ્દેશ્ય થયો!) જગદીશ શેટ્ટરે કર્ણાટકના ૩૪,૦૦૦ મંદિરોમાં વરસાદ લાવવા માટે પ્રાર્થનાઓ કરવા કુલ રૂપિયા ૧૭,૦૦,૦૦,૦૦૦ ખર્ચ્યા! (કોના...?) એટલે દર મંદિર દીઠ રૂપિયા ૫૦૦૦ ફાળવાયા. આ પૂજા પ્રાર્થના ૨૭ જુલાઈએ અને ૩ ઓગસ્ટે કરવામાં આવી.
સરકારે જનતાના રૂપિયા વાપરવાનો નિર્ણયો કર્યો એનો વિરોધ કરતા ફાધર એમરોઝ પિન્ટોએ કહ્યું હતું કે, ‘સરકારે આ પ્રકારના પ્રયોગોમાં જનતાના રૂપિયા વાપરવા ન જોઈએ. એના બદલે દરેક રાજકીય નેતાએ પોતાના ખિસ્સામાંથી અંગત રૂપિયા ખર્ચવા જોઈએ.’
જ્યારે બેંગ્લોરના ગલી અન્જાનેય ટેમ્પલના પૂજારીએ કહ્યું હતું કે ‘અમે વરસાદ હોય કે ન હોય પણ દર વર્ષે વરસાદ માટે પ્રાર્થના કરીએ જ છીએ જેનો ખર્ચ અમે ભોગવીએ છીએ અથવા કોઈ ગૃહસ્થ દાનવીર ભોગવે છે. સરકારે આ રીતે જનતાના રૂપિયા વેડફવા જોઈએ નહીં.’
અગાઉ પણ ભાજપ સરકારે રાજ્યમાં ચાલતા મઠોને રૂપિયા ૨૦,૦૦,૦૦,૦૦૦ આપેલા.

 

પર્દાફાશ!
ગુજરાતના પાટનગર અમદાવાદમાંથી છ જ મહિનામાં ૨૮૨ મહિલા લાપતા છતાં ગુજરાત સલામત હોવાના બણગા ફુંકે છે!
ફડાકા મારવામાં અને બણગા ફુંકવામાં ગુજરાતની ભાજપ સરકારને દુનિયામાં કોઈ ન પહોંચે! જર્મનીના હિટલરનો જૂઠાણા ચલાવનાર પ્રચારપ્રધાન ગોબેલ્સ ગુજરાત સરકાર સામેએ બાબતમાં હારી જાય.
ગુજરાત મહિલાઓ, બાળકો, દુકાનદારો વગેરે માટે સલામત હોવાની જાહેરાતો ખુદ મુખ્યપ્રધાન કરતા હોય છે પણ ગુજરાત પોલીસ ખાતામાં અમદાવાદમાં નોંધાયેલા આંકડા પ્રમાણે આ વર્ષના પહેલા છ મહિનામાં જે હજાર જેટલી મહિલાઓ એકલા અમદાવાદમાંથી જ લાપતા થઈ ગયેલી એમાં ૨૮૨ મહિલાઓ હજી મળી નથી.
બીજી બાજુ કતલખાને માલ પહોંચાડનાર કસાઈએ ગાયોને છેડચોક, ધોળા દિવસે, સેંકડો લોકોએ દેખતા ઉપાડી જાય છે એની સામે પણ ગૌરક્ષક હોવાનો દાવો કરનાર ભાજપ આરએસએસની આ સરકાર મૂંગા મોએ જોયા કરે છે. સંઘ પણ મુસ્લિમ તુષ્ટિકરણમાં માનતો હોય એમ આ ગોવઘ જોયા કરે છે!

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved