Last Update : 08-August-2012, Wednesday

 
 

આજે મેરી કોમ અને ઈંગ્લેન્ડની એડમ્સ વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા મુકાબલો
બોક્સિંગમાં ભારતને આંચકોઃ વિજેન્દર ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર ફંેકાયો

વિજેન્દરને ઉઝબેકિસ્તાનના એબોસ એટોવે ૧૩-૧૭થી હરાવ્યો

લંડન,તા.૭
ઓલિમ્પિક બોક્સિંગમાં ભારતનો આશાસ્પદ સ્ટાર વિજેન્દર ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર ફેંકાતા ચાહકોએ આંચકો અનુભવ્યો હતો. ચાર વર્ષ પહેલા બેઇજિંગમાં ભારતને બોક્સિંગમાં સૌપ્રથમ મેડલ જીતાડનારો વિજેન્દર લંડન ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં હારીને જ બહાર ફેંકાયો હતો. ઉઝબેકિસ્તાનના એબોસ એટોવ સામે ૧૩-૧૭થી વિજેન્દરને પરાજય સહન કરવો પડયો હતો. સ્ટાર બોક્સરની હારથી ભારતીય ચાહકોમાં આંચકા સાથે હતાશાની લાગણી જોવા મળી હતી.જો કે ભારતની મહિલા બોક્સર મેરી કોમ ફાઇનલમાં પ્રવેશવા માટે આવતીકાલે ઈંગ્લેન્ડની એડમ્સ સામે રમશે. જ્યારે ભારતનો દેવેન્દ્રો સિંઘ પણ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં રિંગમાં ઉતરશે, જેમાં તે જીતશે તો ભારતનો પાંચમો મેડલ નિશ્ચિત બનશે.
વિજેન્દર સિંઘ એટોવ સામેની ક્વાર્ટર ફાઇનલમાં તેની આગવી રમત દર્શાવી શક્યો નહતો. વિજેન્દરે બે વર્ષ અગાઉ ઉઝબેકિસ્તાનના એટોવ સામે ૭-૦થી વિજય મેળવતા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે લંડનના એક્સેલ એરિનામાં યોજાયેલા ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલની ટક્કરમાં ઉઝબેક મુક્કેબાજ ભારતીય બોક્સર કરતાં ચડિયાતો સાબિત થયો હતો. ડિફેન્સીવ બોક્સર તરીકે જાણીતા વિજેન્દરની શરૃઆત ધીમી રહી હતી અને તેના કારણે એટોવનો આત્મવિશ્વાસ વધ્યો હતો.
હાઇપ્રોફાઇલ ક્વાર્ટર ફાઇનલમાં વિજેન્દર અને એટોવ ૩-૩થી બરોબરી પર રહ્યા હતા. જ્યારે બીજા રાઉન્ડમાં વિજેન્દરે સરસાઇ મેળવવાના પ્રયાસ કર્યા હતા પણ એટોવ તેના કરતાં ચડિયાતો સાબિત થયો હતો અને તે રાઉન્ડમાં ઉઝબેક બોક્સર ૭-૫થી વિજેતા બન્યો હતો. ત્રીજા અને આખરી રાઉન્ડની શરૃઆત પહેલા બે પોઇન્ટની સરસાઇને કારણે વિજેન્દર પર વધુ સારા પ્રદર્શનનું દબાણ સર્જાયું હતુ. પોઇન્ટ મેળવવાના પ્રયાસમાં વિજેન્દરે તેના હરિફને તક આપી હતી અને આખરી રાઉન્ડમાં વિજેન્દરે પાંચ પોઇન્ટ જીત્યા હતા. જો કે એટોવ વધુ સાત પોઇન્ટ જીતીને સેમિ ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો.
બોક્સિંગમાં આવતીકાલે ભારતની મેરી કોમ ગોલ્ડ જીતવાના પ્રયાસરૃપે ફાઇનલમાં પ્રવેશવા ઝઝુમશે.

આજે બોકસિંગમાં
* ભારતની મેરીકોમ અને ઈંગ્લેન્ડની નિકોલા એડમ્સ વચ્ચે
સાંજે ૬.૧૫થી સેમી ફાઈનલ
* દેવેન્દ્રો અને આયર્લેન્ડના બાર્નેસ વચ્ચે રાત્રે ૧.૧૫થી ક્વાર્ટર ફાઈનલ

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved