Last Update : 08-August-2012, Wednesday

 

ભક્તવત્સલ શ્રીકૃષ્ણની વાતથી રુકિમણીને હર્ષાશ્રુ આવ્યાં !

ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઇ

દ્વારિકા નગરીમાં રુકિમણી સાથે શ્રીકૃષ્ણ અંતઃપુરમાં વિશ્રામ કરતા હતા, તે સમયે એકાએક તેઓ ઘ્યાનસ્થ થઈ ગયા. એમનાં ચક્ષુ મીંચાઈ ગયાં, શરીર જાણે નિષ્પ્રાણ બની ગયું. આવી ઘ્યાનસ્થ સ્થિતિમાં એમણે જોયું કે આંખમાં આંસુ સાથે, પારાવાર વ્યાકુળતાથી, ઘુ્રજતા ગાત્રોવાળી દ્રૌપદી હસ્તિનાપુરની રાજસભામાં આંસુ સારે છે. રજસ્વલા હોવાથી શણગાર વિનાની એકવસ્ત્રધારી દ્રૌપદીને ઘમંડી દુઃશાસને કહ્યું, ‘તારે જેને રક્ષા માટે બોલાવવા હોય તેને બોલાવ, હું તને ઘસડીને આ રાજસભામાં નિર્વસ્ત્ર કરીશ.’
દ્રૌપદીએ આ કપટસભામાં ભીષ્મ આદિ ઘુરંધરોને ચૂપ જોયા. ધર્મરાજને આકરો પ્રશ્ન કર્યો કે જાતને હારી બેઠેલો માનવી એને હોડમાં મૂકી શકે ખરો ? કટુવચનો કહેવા છતાં ધર્મરાજ યુધિષ્ઠિર મૌન રહ્યા. ભીમને અંતરની આગ હૈયામાં જ ઠારવી પડી.
દુઃશાસન દ્રૌપદીનું વસ્ત્ર ખેંચતો હતો, ત્યારે દ્રૌપદીએ પોતાની લાજ લૂંટાતી બચાવવા માટે પોતાના ચીરને દાંત વચ્ચે પકડીને શ્રીકૃષ્ણને રક્ષણ માટે પ્રાર્થના કરી.
એ સમયે દ્રૌપદી પોતાની જાતને બચાવવા માટે સ્વયં પ્રયાસ કરતી હતી, તેથી શ્રીકૃષ્ણ એની મદદે દોડ્યા નહીં. એને સ્વરક્ષણની મોકળાશ અને અનુકૂળતા આપી. પરંતુ જ્યારે આ દ્યત-સભામાં દુઃશાસન બળપૂર્વક એનું એકમાત્ર વસ્ત્ર ખેંચતો હતો અને એ નિર્વસ્ત્ર થવાની અણી પર આવી, એ સમયે એણે ફરી ‘હે વિશ્વાત્મા, હે કૃષ્ણ, મને કૌરવોના આ અત્યાચારમાંથી ઊગારો.’ એવો આર્તપોકાર કર્યો.
આ સમયે શ્રીકૃષ્ણે અંતરીક્ષમાં ઊભા રહી નવસોને નવ્વાણું ચીર પૂર્યાં. અશરણના શરણ એવા ઘ્યાનસ્થ શ્રીકૃષ્ણએ ઘ્યાન પૂર્ણ થયા બાદ રુકિમણી તરફ જોયું અને રુકિમણીએ પૂછ્‌યું, ‘સ્વામી, કેમ આપ એકાએક ઘ્યાનસ્થ બની ગયા હતા ?’
શ્રીકૃષ્ણએ બનેલી ઘટનાનું વર્ણન કર્યું, ત્યારે રુકિમણીએ સવાલ કર્યો, ‘તમે પહેલીવાર દ્રૌપદીનો આર્તનાદ સાંભળ્યો અને શા માટે એની સહાયમાં દોડી ગયા નહીં અને બીજીવાર એ આર્તનાદ સાંભળતા જ તત્કાળ કેમ દોડી ગયા ?’
શ્રીકૃષ્ણએ કહ્યું, ‘પ્રથમ વાર દ્રૌપદી મને રક્ષા કરવા માટે પ્રાર્થના કરતી હતી, પરંતુ એમાં એની સંપૂર્ણ શરણાગતિ નહોતી. બીજી વાર એ સંપૂર્ણ સમર્પણ કરીને મારા શરણે આવી એટલે મેં વિનાવિલંબે એને સહાય કરી.’
ભક્તવત્સલ શ્રીકૃષ્ણની આ વાત સાંભળીને રુકિમણીની આંખમાંથી આનંદના આંસુ સરી પડ્યા.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved