Last Update : 08-August-2012, Wednesday

 

ફેલ્પ્સ ઃ જાણે પરગ્રહનો ગેબી શક્તિ ધરાવતો ‘સુપર હ્યુમન’

વિવિધા - ભવેન કચ્છી

- ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વઘુ મેડલ જીતવાની સિઘ્ધી મેળવનાર ફેલ્પ્સની અંતરંગ વાતો પણ જાણી લો
- ‘‘નિવૃત્તિ પછી હવે હું ધરતી પરની દુનિયા માણીશ. કેમકે, છેલ્લા ૨૦ વર્ષ પાણીમાં જ રહ્યો છું !’’
- ન ભૂતો ન ભવિષ્યતિ ? ઓલિમ્પિકસના ૨૨ મેડલ ૨૦૦૪ની ઓલિમ્પિકમાં છ ગોલ્ડ અને બે બ્રોન્ઝ, ૨૦૦૮માં આઠ ગોલ્ડ મેડલ અને ૨૦૧૨ની આ ઓલિમ્પિકમાં ૪ ગોલ્ડ અને બે સિલ્વરની મહાસિઘ્ધિ

ભારતની નવી પેઢીને માટે લંડનમાં રમાતી ઓલિમ્પિકની જો સૌથી મોટી ઉપલબ્ધી માનવી હોય તો સ્વિમંિગ જ નહીં પણ ઓલિમ્પિકના ૧૧૬ વર્ષના ઈતિહાસના સૌથી મહાન ખેલાડીનો પરિચય થયો તે કહી શકાય. છેલ્લા અઠવાડિયાથી તેંડુલકર, ધોની તો ઠીક ‘સંિઘ ઈઝ કંિગ’ ફિલ્મની વાતોને પણ યુવા પેઢીએ બાજુમાં મુકી દીધી છે.

જુદા જુદા ક્ષેત્રોની જીવંત દંતકથા સમાન હસ્તીઓના અરસામાં જો આપણે જો હયાત હોઈએ તો આ જન્મની સાર્થકતા અનુભવીએ છીએ તેમાં ફેલ્પસનું નામ જરા વિશેષ ગૌરવ સાથે ઉમેરી દેજો કેમ કે ફેલ્પસે જે સિદ્ધી ઓલિમ્પિકમાં મેળવી છે તે કદાચ માત્ર મારા-તમારા જીવનકાળ દરમ્યાન નહીં પણ કેટલા ભવ નીકળી જાય ત્યારે જોવા મળશે તે ભગવાન જ જાણે!

ફેલ્પસને પરગ્રહનો ગેબી શક્તિ ધરાવતા સુપર હ્યુમન તરીકે ઓળખાવાય છે. તે લેજન્ડથી આગળ તેણે જેનો રેકોર્ડ તોડ્યો તે માર્ક સ્પિત્ઝના મતે ‘‘એપિક મહાકાવ્ય’’ છે.

આવા ફેલ્પસનો ક્લોઝ અપ કોઈ પણ ક્ષેત્રમાં પ્રેરણા લેવા માટે જાણવો જ રહ્યો.
પુરૂ નામ ઃ માઇકલ ફ્રેડ ફેલ્પસ
હુલામણુ નામ ઃ બાલ્ટીમોર બુલેટ
જન્મ તારીખ ઃ ૩૦ જુન, ૧૯૮૫, જન્મ સ્થળ ઃ બાલ્ટીમોર, અમેરિકા
સ્વિમંિગ સ્ટ્રોકસ ઃ બટર ફલાય, ઇન્ડિવિડયુલમેડલે, ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક
ઉંચાઈ ઃ ૬ ફૂટ ૪ ઇંચ, વજન ઃ ૮૮ કિલો
પ્રોબ્લેમ ચાઈલ્ડ ઃ ફેલ્પસનો જન્મ અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોરમાં એક અતિ મઘ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. ફેલ્પસના પિતા ફ્રેડ મેરીલેન્ડ સ્ટેટ પોલીસના સામાન્ય કર્મચારી હતા જયારે તેની માતા ડેબી ડેવિસન પ્રાથમિક શાળામાં પ્રિન્સીપાલ છે. ફેલ્પસ જયારે નવ વર્ષનો હતો ત્યારે જ તેના માતા-પિતાએ છુટાછેડા લીધા હતા. ફેલ્પસને તેનાથી મોટી બે બહેનો વ્હીટની અને હિલેરી પણ છે. પિતા ફ્રેડે ફેલ્પસ તેમજ બે પુત્રીઓને ડેબી પાસે જ છોડી દીધી હોઈ માતા ડેબીએ ઉદાહરણીય સંઘર્ષ કરીને તેના સંતાનોને ઉછેર્યા હતા. તેમાં પણ ફેલ્પસ તો એક રીતે પ્રોબ્લેમ ચાઇલ્ડ જેવો હતો. તેને એટેન્શન - ડેફિસીટ હાઇપર એકટીવીટી ડિસઓર્ડરની માનસિક બિમારી હતી. જે ‘એડીએચડી’ તરીકે તબીબી જગતમાં ઓળખાય છે.
આવા બાળકને ઉછેરીને તેને ગ્રેટ ઓલિમ્પિયન સુધી માત્ર ૨૩ વર્ષની ઉંમરે જ પહોંચાડ્યો તેની ખુશી તેની માતાથી વિશેષ કોને હોઇ શકે. ફેલ્પસ જયારે બૈજંિગમાં અસાધારણ સુપર મેન સિઘ્ધી મેળવી ત્યારે તેની માતા પણ ત્યાં હાજર હતી.
ડૉક્ટરોને પણ ચંિતા ઃ માત્ર સાત વર્ષની વયે તેણે સ્વિમંિગની શરૂઆત કરી હતી. તેના બે કારણ હતા. એક તો તેની બહેન વ્હીટની ખૂબ જ ઉંચા દરજ્જાની સ્વિમર હતી. ખરેખર તો તેનું નાની ઉંમરેથી લક્ષ્ય ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાનું હતું. ટેણીયો ફેલ્પસ તેની બહેન જોડે સ્વિમંિગ કરતો થયો. બીજુ કારણ એ હતું કે ફેલ્પસને ‘એડીએચડી’ની બિમારી હોઇ તે સતત કંઇકને કંઇક જે હાથમાં આવે તે પ્રવૃત્તિ કે તોફાન કરતો હતો. જે ઉપદ્રવી સ્વરૂપ પણ ઘણી વખત ધારણ કરી લેતા હતા. ડોકટરોએ તેને કોઇક સ્પોર્ટસ કે સતત રચનાત્મક પ્રવૃત્તિમાં રહે તેવું આયોજન કરી આપ્યું હતું. સ્વિમંિગમાં તેને રૂચિ જાગી હોઈ તેને જેટલું સ્વિમંિગ કરવું હોય એટલું કરવા દેવાની માતા ડેબીને પણ સુચના આપવામાં આવી હતી.
રેકોર્ડની આદત ઃ માત્ર ૧૦ વર્ષની વયે જ તે તેના વય જુથનો રાષ્ટ્રીય (યુએસ) ચેમ્પિયન બન્યો હતો. પછીના પ્રત્યેક વર્ષનો તે રાષ્ટ્રીય ચેમ્પિયન બનતો જ રહ્યો. માત્ર ૧૫ વર્ષની ઉંમરે ૨૦૦૦ની સીડની ઓલિમ્પિકમાં તે કવોલિફાય થયો ત્યારે અમેરિકાના ઇતિહાસનો સૌથી નાની વયનો ઓલિમ્પિક સ્વિમર ખેલાડી બન્યો હતો. ૨૦૦૧માં એટલે કે માત્ર ૧૬ વર્ષની વયે ફુકોકામાં (જાપાન) યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેણે ૨૦૦ મીટર બટર ફલાયમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશીપ, પાન પેસેિફિક જેવા ઇવન્ટમાં રીતસરની તેની ઇજારાશાહી જ પ્રવર્તે છે.
શરીર રચનામાં કુદરતનો સાથ ઃ ફેલ્પસે ગ્રેટેસ્ટ ઓલિમ્પિકની સિઘ્ધી મેળવવા માટે નાની વયથી આજ દિન સુધી અભૂતપૂર્વ દ્રઢ નિશ્ચય સાથે જે પ્રેકટિસ કરી તો કરી જ છે પણ તેને કુદરતે પણ એ પ્રકારની દેહ રચના તથા આંતરિક સિસ્ટમ આપી છે કે જાણે તે પાણીની દુનિયા માટે જ સર્જાયો હોય તેમ લાગે.
તે તેના બે હાથ પહોળા કરીને ઉભો રહે છે ત્યારે જમણા હાથની આંગળી અને ડાબા હાથની આંગળી વચ્ચેનું માપ ૬ ફૂટ ૮ ઇંચ (આર્મ્સ સ્પેન) થાય છે. જે તેની ઉંચાઈ કરતા ચાર ઇંચ વધારે છે. સામાન્ય વ્યકિતની આર્મ્સ સ્પેનનું માપ તેના માથાથી ગોઠણ સુધીની ઉંચાઈ જેટલુ હોય છે. તેના પગ તેની ઉંચાઈના પ્રમાણે ટુંકા છે. તેના પગના પંજા (બુટની સાઇઝ)ની સાઇઝ ૧૫ ની છે. પાણીમાં કોઈ મરજીવો પડે ત્યારે તે જે ખાસ પ્રકારના પગરખા કે કપડા પહેરે તેવી કુદરતી શરીર રચના જ તેને આપેલી છે. એક બેલે ડાન્સર પગની પાનીને જમીન પર સમતોલ સ્થિર રાખીને કમરથી આગળ કે પાછળ વળીને જે હદે તેના માથાને લઈ જઈને નૃત્ય કરી શકે છે તેવા સાંધા તેવા સ્નાયુને મળેલા છે. તે તેના પગ અને પંજાને જોડતા સ્નાયુનો સાંધો ડબલ જોઇન્ટ હોઇ તેના એંકલને સરેરાશ વ્યકિત કરતા વઘુ ખેંચી શકે છે જે તેને સ્વિમંિગમાં પણ કામ લાગે છે.
૨૩ માઈલ ચાલવા જેટલી કેલરી બાળે છે ઃ તમને આટલું વાંચીને એમ લાગશે કે ફેલ્પસ પાસે આવી દેહરચના છે પછી તે વિશેષ સિઘ્ધી મેળવી જ શકે તેમાં શું નવાઈ. પણ આ ખરેખર એક લેજન્ડરી હસ્તીની પ્રતિભાને ઝાંખી પાડતી વિચારણા જ કહી શકાય. શરીર શાસ્ત્રના જાણીતા નિષ્ણાતો પણ કબુલે છે કે કોઈપણ ખેલાડી કે કલાકારને કોઈને કોઈ કુદરતી બક્ષિસ તો મળીજ હોય છે. તે સ્થુળ, આંતરિક કે સુક્ષ્મ હોઇ શકે. પ્રત્યેક માનવી તેની રીતે વિશિષ્ટ છે છતાં તેની તેની પુરી પ્રતિભા બહાર નથી લાવી શકતો. કેમ કે આના માટે નિયમિત સઘન પ્રેકટિસ, મનોબળ અને અર્જુનને જેમ આંખ જ દેખાતી હતી તેવી એકાગ્રતા, તાલીમ જોઈએ. વર્ષો સુધી અવિરત ભેખ ધરેલી હોવી જોઈએ. નજીકના હરિફની સાથે એક સેકંડના સોમા ભાગ જેટલો ફર્ક હોઈ શકે. ઘડિયાળમાં કલાક, મિનીટ કે સેકંડ તો દૂર માઇક્રો સેકંડનો ખેલ હોય છે. હૃદયનો એક વઘુ ધબકારો પણ ગોલ્ડ મેડલમાંથી બ્રોન્ઝ મેડલ પર ફેંકી દે છે. ફેલ્પસ છેલ્લા સાત વર્ષથી રોજ ૨૩ માઇલ ચાલવામાં જેટલી કેલરી બળે તેટલી કસરત કરે છે. પછી તે ચાલવું દોડવું કે સ્વિમંિગ કરવું કંઇ પણ કસરતો હોઈ શકે. તે આ હદે કસરત કર્યા પછી છ જણા ખાઈ શકે તેટલું ડાએટિશ્યનોએ સુચવેલ ભોજન રોજ લે છે. સરેરાશ તે રોજના તે પાંચ કલાક સ્વિમંિગ કરે છે. તેમ કહી શકાય. તેને રોજના ૧૨૦૦૦ કેલરી જેટલું ભોજન લેવું પડે છે.
બાઉમેને હાથ પકડ્યો ઃ ફેલ્પસ કહે છે કે તે જે પણ છે તેમાં તેના કોચ બોબ બ્રાઉમને અને તેની માતા ડેબીનું યોગદાન છે. ફેલ્પસ ઓલિમ્પિકના ગોલ્ડ મેડલના ઘ્યેય સાથે પદ્ધતિ સરની તાલિમ લેવા માટે નોર્થ બાલ્ટીમોર એકવેટિક કલબમાં જતો હતો જયાં તેની ૧૫ વર્ષની વયે કોચ બોબ બાઉમેને તેનો હાથ પકડયો હતો. તેના કરતાં પણ વિશેષ તેનામાં શ્રઘ્ધા અને વિશ્વાસ પ્રગટાવ્યો હતો. દરમ્યાન બાળવયથી માંડી આ વર્ષો દરમ્યાન તેની ટાઉસન હાઇસ્કૂલમાં પણ તે એટેન્શન ડેફિસિટ હાયપર એકટીવીટીની બિમારીને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની નજરે કુટુંબ અને સમાજ માટે સમસ્યા ખડી કરે તેવા વિદ્યાર્થી તરીકે જોવામાં આવતો હતો. તેની શિક્ષિકાએ તો માતા ડેબીને એટલે સુધી કહી દીઘું હતું કે માઇકલ તમને મુસીબતો સિવાય જીવનમાં આગળ જતા કંઇ નહીં આપે. તે અમારા બધા માટે એક મોટો પ્રશ્નાર્થ છે. તેને સામાન્ય બાળકો જોડે અભ્યાસ ના કરાવી શકાય ત્યાં સુધીની ફરિયાદ અને મ્હેણાં માતા ડેબીને સાંભળવા પડતા હતા.
આવા સંજોગોમાં કોચ બાઉમેને ફેલ્પસને સ્વિમંિગ કરતા જોયો. તેના રાષ્ટ્રીય ચેમ્પિયનશીપના રેકોર્ડ જોયા. તેણે ફેલ્પસને કહ્યું કે તું ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનો ઘ્યેય રાખ. આજથી હું તારો કોચ. આ જ દિન સુધી બાઉમેન તેનો કોચ છે. બધાએ જયારે ફેલ્પસને તિરસ્કૃત કર્યો હતો ત્યારે માતા અને ગુરૂની જ કૃપા તેના પર વરસતી રહી હતી. ૨૦૦૪માં કોચ બાઉમેનની સલાહથી ફેલ્પસનો નોર્થ બાલ્ટીમોરની એકવેટિક કલબને છોડીને વઘુ પદ્ધતિસરની તાલિમ લેવા યુનિવર્સિટી ઓફ મિશિગનની કલબ વોલ્વેરાઇનમાં રહેવા લાગ્યો. કોચ બાઉમેન પણ તેની જોડે જ રહેવા માંડયા.
બહેનનું બલિદાન ઃ જો કે આ બધામાં ફેલ્પસના ઓલિમ્પિક ચેમ્પિયન બનવાના વિચાર બીજના પાયામાં ખરેખર તેની બહેન વ્હીટનીને ફેલ્પસ ભુલતો નથી. ખરેખર તો વ્હીટની જ ઓલિમ્પિક ચેમ્પિયન બનવા માટેની કાબેલિયત ધરાવતી હતી. તે માટે સખ્ત પ્રેકિટસ કરતી હતી. તેની જોડે ઘેર સતત હાથ-પગ હલાવવા જોઈએ તેવા તોફાન કરતો અટકે તે માટે સ્વિમંિગ કરવા તે ફેલ્પસને પણ લઇ જતી. ૧૯૯૬માં એટલાન્ટા ઓલિમ્પિકમાં વ્હીટની ૨૦૦ મીટર બટર ફલાયમાં ગોલ્ડ મેડલ નિશ્ચિત હોય તેવા ફોર્મ અને પરફોર્મન્સ સાથે ઉતરી હતી. ઓલિમ્પિક અમેરિકામાં જ હોઇ ઓલિમ્પિક ટ્રાયલ્સ અને પ્રેકટિસ વખતે વ્હીટનીને ૧૦ વર્ષનો ફેલ્પસ પણ સાથ આપતો હતો. પણ નિર્ણાયક સમયે વ્હાટનીને કરોડના મણકાનો દુઃખાવો થતા તે ભારે હતાશા સાથે છઠ્ઠા ક્રમે રહી હતી. આગળ જતા તેની કારકિર્દી આ બિમારી વકરતા સમેટાઇ ગઈ હતી. તેની માતા ડેબી અને ફેલ્પસ ભારે નિરાશ થયા. ઘરમાં એક પ્રકારના શોક જેવું વાતાવરણ હતું. વ્હીટનીની ઇચ્છા ગોલ્ડ મેડલ જીતીને પોતે પુરી કરશે તેવો ફેલ્પસે નિર્ધાર કર્યો. તે ૨૦૦૦ની સિડની ઓલિમ્પિકમાં ૨૦૦ મીટર બટર ફલાયમાં કવોલીફાય થઇને ઉતર્યો પણ પાંચમાં ક્રમે રહ્યો હતો. ૨૦૦૪માં એથેન્સમાં તેણે છ ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ૨૦૦૮માં બૈજંિગનો ઇતિહાસ કઈ રીતે સર્જાયો તે તો તમે જાણો જ છો.
પાણીમાં માછલી જેટલો સલામત ઃ ફેલ્પસે બાળપણથી અત્યાર સુધી પાણીમાં જ કલાકોના કલાકો વીતાવ્યા છે. તે સ્વિમંિગ પુલની બહાર હોય ત્યારે પણ સ્વિમંિગના ગોલ્ડ મેડલ મેળવવાના પાઠ જ પાકા કરતો હોય છે. તે અઠવાડિયામાં સરેરાશ ૮૦ કિલોમીટર તરવાની પ્રેકિટસ કરે છે. (રોજના સરેરાશ ૧૧ કિલોમીટર). થોડી અતિશયોકિત લાગે પણ તે કહે છે પાણી જાણે મારા માટે હૂંફ સલામત અને આખરી આશ્રય સ્થાન હોય તેવું હું સ્વિમંિગમાં અનુભવું છું. એમ પણ કહેવાય છે કે કોઇ જળની દુનિયાનો માનવી હોય તેમ તે જમીન પર યોગ્ય રીતે ઘણી વખત ડગ પણ માંડી નથી શકતો અને કોઇને કોઇ જોડે અથડાય જાય છે. તેને આ કારણે ઇજા પણ થઇ છે. તેને શોધવો હોય તો તે સ્વિમંિગ પુલમાં કે તેની આજુબાજુમાં જ જોવા મળે. ફેલ્પસે એક ઇન્ટરવ્યુમાં હળવી શૈલીમાં કહ્યું હતું કે ‘જો તે પાણીમાં સુઇ શકતો હોત તો તેનાથી વઘુ મારા માટે કયુ શ્રેષ્ઠ સ્થળ હોઇ શકેત. હું કોઇ જોડે અથડાઇને ઇજા પણ ના પામત.’

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved