Last Update : 08-August-2012, Wednesday

 

પ્રેમનો અતિરેક બીમારી નોંતરે છે!?

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

 

તબીબી ક્ષેત્રે નિત નવાં સંશોધનો થાય છે. ગમે તેવા અસાધ્ય રોગને ઓળખવા, અટકાવવા અને મટાડવા માટે આઘુનિક નિદાન અને સારવાર પદ્ધતિ લભ્ય છે. છતાં પણ એવા સંખ્યાબંધ લોકો છે જેમની શારીરિક બીમારી નિષ્ણાંત તજજ્ઞોની કસોટી કરે છે. અને ગમે તેવા એમ.આર.આઈ. એન્જીયોગ્રાફી કે એન્ડોસ્કોપીથી પણ બિમારીનું કારણ કે મારણ ન પકડાય એવું અવાર-નવાર બને છે. આવા અસાધ્ય રોગના દર્દીઓ સોમેટો ફોર્મ ડીસ ઓર્ડર અર્થાત્‌ ‘મનોદૈહિક રોગ’ એટલે કે તકલીફ શારીરિક પણ કારણ માનસિકથી પીડાતા જોવા મળ્યા છે.
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે પ્રેમનો અભાવ અને અસંતોષમાં ઝૂરતી અને ઝૂઝતી વ્યક્તિને સોમેટોફોર્મ ડીસ ઓર્ડર થવાની સંભાવના વધારે હોય છે.
આથી તદ્‌ન વિપરીત એટલે કે પુષ્કળ પ્રેમ મળતો હોય અને સંબંધો પ્રેમનો અતિરેક જોવા મળતો હોય તેવા કિસ્સામાં પણ લાંબાગાળાની શારીરિક બીમારી જોવા મળે છે જેનું કોઈ નિદાન ન થતું હોય.
ક્યારેક એવું પણ બને છે કે વ્યક્તિનું આત્મીયજન બીમાર પડ્યું હોય ત્યારે તેની સેવા શુશ્રુષામાં દિવસ-રાત વ્યસ્ત રહેનાર વ્યક્તિને પણ બીમાર વ્યક્તિ જેવાં જ રોગના લક્ષણો થતાં જોવા મળે છે. આનું કારણ તાદાત્મ્યીકરણ કે સમરૂપતા છે. સારવાર-સંભાળ લેનાર વ્યક્તિ બીમાર વ્યક્તિ સાથે ઘનીષ્ઠ પ્રેમ અને લાગણીના સંબંધ ધરાવતું હોય કે પછી તેના પ્રત્યે આદર અને અહોભાવ ધરાવતું હોય ત્યારે બીમાર વ્યક્તિના રોગના લક્ષણો સાથે સંભાળ લેનાર વ્યક્તિ તાદાત્મ્ય સાઘે છે. જેથી બીમાર વ્યક્તિના રોગના લક્ષણો પોતાના હોય તેમ માની લે છે. આમાં પણ સારવાર દરમ્યાન બીમાર વ્યક્તિનું મૃત્યુ થાય તો સંભાળ લેનાર વ્યક્તિમાં મૃત વ્યક્તિના રોગના લક્ષણો વ્યાપક પ્રમાણમાં અને વધારે ગંભીર સ્વરૂપમાં જોવા મળે છે. આવા કિસ્સાઓમાં સંભાળ લેનાર વ્યક્તિએ બીમાર વ્યક્તિના રોગના લક્ષણોને સારવાર દરમ્યાન બહુ ઝીણવટભરી રીતે જોયાં હોય છે.
જેથી આવી બીમારીના નિદાનમાં કેટલીકવાર ગુંચવાડો ઉભો થાય છે અને ભલભલા નિષ્ણાતે આવી બીમારી શારીરિક કારણોને લીધે છે કે માનસિક કારણોને લીધે એ નક્કી કરવામાં ગોથાં ખાય છે.
જોકે તાદામ્યથી થતી આ બીમારી આત્મીયજન પૂરતી જ મર્યાદિત હોતી નથી. એક સ્ત્રીને ઉઘરસના ભયાનક હુમલાઓ આવતા હતા અને બ્રોન્કો ડાયલેટર્સ, સ્ટીરોઈડસ જેવી ભારે દવાઓના ડોઝ પણ આવા હુમલાઓને ખાળવામાં કોઈ જ અસર કરી શકતા ન હતા.
આ દર્દીના અભ્યાસ પરથી એવું આશ્ચર્યજનક તારણ મળ્યું હતું કે આ દર્દી જેને પોતાની ખાસ હરીફ શત્રુ કે દુશ્મન માનતી હતી તેવી તેની એક પડોશનની બીમારી સાથેના તાદાત્મ્યની નકારાત્મક અભિસંઘાનના પરિણામે આવી બીમારી તેને થઈ હતી. એટલે માત્ર પ્રેમીજન કે મિત્ર જ નહીં પરંતુ શત્રુ સાથેના તાદાત્મ્યીકરણથી આ સ્ત્રીને ઉઘરસના ભયાનક હુમલાઓ જેવી બીમારી લાગુ પડી હતી.
પ્રેમીજન સાથેનું તાદાત્મ્ય કેવી શારીરિક બીમારી લાવી શકે છે એ સમજવા ઈલેશને કેમ તપાસીએ.
ઈલેશ અઠયાવીસ વર્ષનો યુવાન છે. છેલ્લા ૪થી ૬ મહીનાથી તેને પેટમાં અને પેઢુમાં ઝીણું ઝીણું દુખ્યા કરે છે. ક્યારેક પેટને કોઈ ઉપરથી નીચે ખેંચતું હોય, વલોવતું હોય એવું લાગતું. ક્યારેક પેટમાં હલન-ચલન થતું હોય એવો આભાસ થતો. ક્યારેક દુઃખાવાના લય-બદ્ધ આંકુશન પ્રસરણ, આંકડી આવવી કે વીટ આવવી વગેરે ગંભીર પીડા આપતાં અને ફોર્ટવીન કે મોરફીનના ઈન્જેકશનોથી પણ પેટનો ભયંકર દુઃખાવો દૂર કરવામાં કારગર નીવડતા ન હતા. ઈલેશના લોહી, ઝાડા, પેશાબ, બેરીયમ, ગેસ્ટ્રોસ્કોપી, એન્ડોસ્કોપી, સોનોગ્રાફી, એબ્ડોઝીનલ એમ.આર.આઈ., પેટ-સીટીસ્કાન એમ બધા જ રીપોર્ટ કરાવ્યા જે સાવ નોર્મલ હતા.
ઈલેશને ક્યારેક અચાનક ઊભો થતાં પેટનો દુઃખાવો એવી મેડીકલ અને સર્જીકલ ઈમર્જન્સી બની જતો કે નિષ્ણાંત તબીબો લેપ્રોસ્કોપીક સર્જરી કે પછી લેપરોટોમી (પેટમાં દૂરબીનથી શસ્ત્રક્રિયા કરવી કે પછી આખું પેટ ચીરીને જોઈ લેવું કે ક્યા કારણસર દુઃખાવો થાય છે એ પ્રકારની શસ્ત્ર ક્રિયાઓનો વિચાર કરતા હતા. પરંતુ આવી મોટી શસ્ત્રક્રિયા કરતાં પહેલાં ઈલેશનો પેટનો દુઃખાવો માનસિક કારણોના ‘કન્વર્ઝન ડીસ ઓર્ડર’ અર્થાત્‌ પરિવર્તનના પ્રત્યાઘાત રૂપે તો નથીને એવું નક્કી કરવા ઈલેશને મનોચિકિત્સા માટે લવાયો.
ઈલેશની સાઈકીયાટ્રીક હિસ્ટ્રી લઈ તેનું વ્યક્તિત્વ વિશ્વ્લેષણ અને બાહ્ય તનાવ પેદા કરતાં પરિબળો માટેનું પૃથ્થકરણ કરાયું. આ દરમ્યાન તેની હિસ્ટ્રી જાણવા મળી તે નીચે મુજબ હતી.
બે વર્ષ પહેલાં જ ઈલેશના આર્જવી સાથે લગ્ન થયાં હતાં. જોકે આ પ્રેમલગ્ન હતાં અને બન્નેય બાજુના કુટુંબીજનોના ભારે અવરોધ વચ્ચે ગોઠવાયાં હતાં. જોકે છેલ્લા દોઢવર્ષથી બન્નેયના કુટુંબીજનો સાથે પ્રેમાળ સંબંધો પ્રસ્થાપિત થઈ ગયા હતા. અને ઈલેશને પોતાના કુટુંબીજનો તરફથી કોઈજ તકલીફ ન હતી તથા તેમની લાગણીઓને ઠેસ પહોંચાડી પ્રેમ લગ્ન કર્યાની કોઈ પ્રકારની અપરાઘ ભાવના ન હતી.
ઈલેશ આર્થિક રીતે પગભર હતો. એક કંપનીમાં પર્સોનલ મેનેજર હતો અને કાર તથા ફલેટ ધરાવતો હતો. તે કોઈ પ્રકારની આર્થિક ભીંસ કે કૌટુંબિક જવાબદારીનું દબાણ અનુભવતો ન હતો.
ઈલેશ હસમુકા અને મળતાવડા સ્વાભાવનો હતો. સહૃદયથી મિત્રો પણ મળ્યા હતા અને તેની કંપનીમાં પણ તે સારી એવી પ્રશંસા મેળવી શક્યો હતો. એટલે નોકરીમાં પણ કોઈ ખટપટ કે અસલામતી અનુભવતો ન હતો.
પ્રેમલગ્ન કર્યા પછી ઈલેશ અને આર્જવી સુખી દામ્પત્ય જીવન ગાળતા હતાં. તેમની વચ્ચે કોઈ કડવાશ કે કલહ જણાયો ન હતો.
દામ્પત્ય જીવનમાં શારીરિક સંબંધો પણ સંતોષકારક હતા અને આર્જવીને છ માસ ચઢી ગયા હતા. આમ દેખીતી રીતે ઈલેશને કોઈપણ પ્રકારનો તનાવ જણાતો નહોતો.
વર્તમાનમાં તનાવ પેદા કરે તેવાં કોઈ જ પરિબળ ન જણાતાં તેના ભૂતકાળની ઘટનાઓ અને અનુભવો તપાસવાનું જરૂરી જણાયું. આ અંગે વિવિધ ચર્ચા બેઠકો ઈલેશ તથા આર્જવી સાથે ગોઠવ્યા પછી કેટલીક હકીકત જાણવા મળી જે નીચે મુજબ હતી.
ઈલેશ અને આર્જવી કોલેજના પ્રથમ વર્ષથી જ એકબીજાના પ્રેમમાં હતાં. અને એકબીજાંને ખૂબ ચાહતાં હતાં. તેમના પ્રેમસંબંધોના વિવિધ પ્રસંગોમાં એક મહત્વનો પ્રસંગ એ હતો કે ઈલેશ જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતો અને તેના આર્જવી સાથેના પ્રેમ સંબંધની તેના ઘેર ખબર પડી ગઈ. ત્યારે તેના પિતાએ તેને ખૂબ જ મારેલો.
થોડા દિવસ પછી તે આર્જવીને મળ્યો ત્યારે તેણે જાણ્યું કે પોતે જે જગ્યાએ માર ખાઘેલો એ જ જગ્યાઓએ આર્જવીને ભયંકર દુઃખાવો થતો હતો અને ત્યાં થોડો સોજો પણ ચડી ગયો હતો. આ પ્રસંગને પ્રેમની ગહનતા સાથે સાંકળતા ઈલેશે કહ્યું હતું કે પિતાનો માર મને પડતો હતો ત્યારે જ તેની વેદના આર્જવીને થતી હતી. તેમનો પ્રેમ કેટલો ઉચ્ચકક્ષાનો અને દિવ્યપ્રેમ છે એવું પ્રસ્થાપિત કરવાના જેમ જેમ તે ઉદાહરણો આપતો ગયો તેમ તેમ મારે માટે વધારે ગૂંચવાડો ઊભો થયો કારણ દામ્પત્ય જીવનનો કલહ, અનુકૂલન સાઘવાની સમસ્યા કે જાતીય સમસ્યા જેવા તનાવ પેદા કરતાં પરિબળોની પણ બાદબાકી થઈ ગઈ હતી. તો પછી ઈલેશને પેટમાં આટલો તીવ્ર દુઃખાવો કેમ હતો?
આર્જવીએ પણ પોતાના પ્રેમાળ પતિના અપાર અને અમાય પ્રેમના સંખ્યાબંધ અનુભવો કહ્યા. તેમના પ્રેમમાં અપરિપક્વતા વધારે પડતી ડીપેન્ડન્સી (આધારિત્વ) કે માલિકીભાવ નહોતો કે પછી અહમ્ના કે વ્યક્તિત્વના ટકરાવ પણ નહોતા. આર્જવીએ કહ્યું ઈલેશ બહુ સ્ટ્રોંગ વીલ પાવર ધરાવે છે. નાની અમથી બીમારીને તો તે ઘ્યાનમાં જ નથી લેતો. એકવાર તેને હાથનું ફ્રેક્ચર થયું હતું તો પણ તે હસતાં હસતાં મારાથી છૂટો પડ્યો અને હાડકાંના ડોક્ટર પાસે જાતે જઈ પાટો બંધાવી આવ્યો. તે ખૂબ જ મજબૂત મનોબળ ધરાવે છે એટલે તેને કોઈ માનસિક કારણોસર પેટનો દુઃખાવો થઈ શકે જ નહીં. અરે એ તો એટલો નીડર છે કે મને જ્યારથી મહીનાઓ રહ્યા છે ત્યારથી એક જ વાત કરે કે...‘અજ્જુ ડાર્લંિગ, પ્રસુતિ વખતે તારે કેવી પીડાઓ સહન કરવી પડશે? કાશ... આ દર્દ હું લઈ શકતો હોત... અને એનો ભાગીદાર પણ થઈ શકતો હોત તો કેટલો સદ્‌નસીબ ગણાત!!’
આર્જવીના વાક્યોમાં મને જવાબ મળી ગયો. અને મેં સારવાર કરતા ગ્રેસ્ટ્રો સર્જનને જણાવી દીઘું કે ઈલેશને કોઈ શસ્ત્રક્રિયા કરવાની જરૂર નથી. તેનો પેટનો દુઃખાવો કોઈ પણ શારીરિક કારણોને લીધે નથી. હકીકતમાં તે ‘ફીક્ટીશિયસ ડીસ ઓર્ડર’ના ભાગરૂપે પ્રસુતિની પીડા અનુભવી રહ્યો છે.
ઈલેશના શુશ્રુપ્તમનને નારકો ટેસ્ટ દ્વારા ઉલેચવામાં આવ્યું ત્યારે મારા નિદાનને અનુમોદન મળી ગયું. વજ્રથી પણ કઠોર ઈલેશ પોતાની પ્રાણપ્યારી આર્જવી પ્રસવ વખતે કેવી પીડા અનુભવશે એ વિચારથી જ ઘુ્રજી જતો હતો. તેણે આ વિશે ઘણી જાણકારી મેળવવાની પણ કોશિશ કરી હતી. આર્જવીના ગાયનેકોલોજીસ્ટને મળતો ત્યારે ‘પેઈન લેસ લેબર’ એટલે દર્દ વગર પ્રસુતિ કઈ રીતે થઈ શકે તેની જ ચર્ચા કરતો. એટલું જ નહીં પણ આર્જવીને વધારે દર્દ ઉપડે તો સિઝેરીયન ઓપરેશન કરાવી ઉપરથી બાળક લઈ લેવાનું પણ તેણે નક્કી કરી નાંખ્યું હતું.
ઈન્ટરનેટ દ્વારા પ્રસુતિ વખતે ગર્ભાશયના લયબદ્ધ આંકુચન પ્રસરણથી કેવા પ્રકારની અસહ્ય પીડા થાય છે એની જેમ જેમ વધારે જાણકારી મેળવતો જતો હતો તેમ તેમ તેને પેટનો દુઃખાવો વધારે ને વધારે થવાના હુમલાઓ આવતા હતા. ક્યારેક ઈલેશને પેટની એટલી અસહ્ય વેદના થતી કે ફોર્ટવીન અને મોરફીનના ઈન્જેશનો પણ તેનો દુખાવો મટાડી શકતા નહતા.
ઈલેશને મેં સ્પષ્ટ જણાવ્યું કે તેનો પેટનો દુઃખાવો આર્જવીની પ્રસુતિ પીડા પોતાના પર લઈ લેવાના તેના સુષુપ્તમનના પ્રયાસના પરિણામે થાય છે.
ઈલેશ ઉછળી પડ્યો. ‘બાબરે પોતાના પુત્ર હુમાયુની બીમારી લઈ લીધી તો શું એવું ન થાય કે પ્રસુતિ ભલે આર્જવીને થાય પણ એની પીડા હું ભોગવું?’
‘ના, એ ઇતિહાસ છે અને આ વર્તમાન છે. તબીબી વિજ્ઞાને ઘણાં સંશોધનો કર્યા છે પણ તમે ઈચ્છો છો એવી શોધ હજી થઈ નથી. આર્જવીનું મન શાંત અને તનાવ-ચંિતાથી મુક્ત રહે તે માટે પણ તમને પેટના દુઃખાવાના હુમલા ન થાય એ ઇચ્છનીય છે.’
જોકે આને કારણે ઈલેશની શસ્ત્રક્રિયા નિવારી શકાઈ તેના પેટના દુઃખાવાની તીવ્રતા અને આવૃત્તિ પણ ઘટાડી શકાઈ. પરંતુ આર્જવીને રહેલા ગર્ભને કારણે પ્રસવ પીડા અનુભવતા ઈલેશના પેટનો દુઃખાવો તો આર્જવીની પ્રસુતિ પછી જ સંપૂર્ણપણે મટ્યો.
ઈલેશના અદ્‌ભૂત પ્રેમે એ બતાડી આપ્યું હતું કે પુરુષોને પણ પ્રસુતિ પીડા થઈ શકે છે.
પ્રેમીજનની પીડા સાથેના તાદાત્મ્યીકરણ કે એકાનુભૂતિથી શારીરિક દર્દો થવાના ઘણા કિસ્સા જોયા છ જેમાં ઈલેશનો આ પ્રસુતિ જેવો પેટનો દુખાવો અજોડ જણાયો છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved