Last Update : 08-August-2012, Wednesday

 

ભારત દેશ વિચિત્ર વિરોધાભાસોથી ભરપૂર છે

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા

 

ઈન્ડીઆ ઃ પેટ્રીક ફ્રેન્ચ, પ્રકાશક ઃ એલન લેન (૨૦૧૧)
પેટ્રીક ફ્રેન્ચની અટક ભલે ફ્રેન્ચ હોય પરંતુ તેઓ અંગ્રેજ છે અને જાણીતા ઈતિહાસકાર છે. તેમના પુસ્તકની સમીક્ષાનો આ બીજો ભાગ છે. તેમણે ભારતના રાજકારણ, રાજકારણીઓ, અર્થકારણ, ઉદ્યોગપતિઓ, ભારતના સામાન્ય લોકો, સ્વામીઓ અને સાઘુઓ પર રસિક નિરીક્ષણો કર્યા છે. ઘણીવાર દેશની બહારના લોકો તે દેશ વિશે વઘુ વાસ્તવિક નિરીક્ષણો કરે છે તેનું એક ઉદાહરણ પેટ્રીક ફ્રેન્ચનું ભારત વિષેનું આ અદ્યતન (૨૦૧૧) પુસ્તક છે.
ઈન્દીરા ગાંધી અને સંજય ગાંધી ઃ ઈ.સ. ૧૯૭૧માં ઈન્દીરા ગાંધી ગરીબી હટાવોના નારા હેઠળ લોકસભાની ચૂંટણી જીતી ગયા. તેમાં લોકશાહી રીતે ચૂંટણી જીત્યા હતા. જયપ્રકાશ નારાયણે તેમની સામે સંપૂર્ણ ક્રાંતિનો મંત્ર આપી ઠેકઠેકાણે હડતાળો પડાવી. તેમણે ઈન્દીરા ગાંધી સામે લોક આંદોલન શરૂ કર્યું. શરૂમાં ઈન્દીરા ગાંધી ડરી ગયા પરંતુ ઈ.સ. ૧૯૭૫માં તેમણે કટોકટી જાહેર કરી. તેમણે લગભગ ૧ લાખ લોકોની ધરપકડ કરાવી. નહેરૂના બહેન વિજ્યાલક્ષ્મી પંડીત તેમની સામે પડ્યા. તેમણે કહ્યું કે નહેરૂના વારસાનું આ અપમાન છે. ઈન્દીરા ગાંધીના પુત્ર સંજય ગાંધી તેમનો મુખ્ય સલાહકાર હતા. આ પહેલા સંજય ગાંધી મારૂતીકારના મેન્યુફેક્ચરીંગનું લાયસન્સ મેળવવા માટે જાણીતા હતા. તેમણે સ્વદેશી કાર બનાવવાનો આગ્રહ રાખ્યો. વર્ષો સુધી આ પ્રોજેક્ટને બેંકોએ ભરપુર લોન આપી. તે પછી સંજય ગાંધીએ કારોના પાર્ટસ તથા થોડીક નમૂનાની કારો બનાવવા સિવાય કાંઈ કર્યું નહીં. બેંકોના પૈસા પાણીમાં પડી ગયા. ઈન્દીરા ગાંધીએ આ બાબતમાં આંખ આડા કાન કર્યા. ઈર્મજન્સી વખતે સંજય ગાંધી બેતાજ બાદશાહ બની ગયા. તેમમે ભારતને પોતાની બાપીકી મીલકત ગણવાનું શરૂ કર્યું. જાણીતા લેખક ખુશવંત સીંઘ તેમને મળવા ગયા ત્યારે તે વખતે ત્યાં બેંકની નોટો ભરેલી સુટકેસોની હેરાફરી થતી હતી. ખુશવંતસીંઘ કહે છે કે ‘‘સંજયને નહી ગમવાનું મને કોઈ કારણ ન હતું પરંતુ મારે કહેવું જોઈએ કે તે ઠગ હતો અને ભ્રષ્ટ (કરપ્ટ) હતો. સંજયે ફેમીલી પ્લાનીંગનું ઓપરેશન કરવાની લાખો લોકોને ફરજ પાડી. તુર્કખાન ગેટ પાસેના દોઢ લાખ ઝૂપડાઓ માત્ર છ દિવસોમાં તોડી પડાવ્યા. લોકોએ તેનો વિરોધ કરતા તેમના પર ગોળીબાર થયો અને કેટલાક લોકો ગોળીબારમાં મરી ગયા. ઈ.સ. ૧૯૭૭માં મોરારજી દેસાઈ જે સ્વપુત્ર ચિકિત્સાલય અને ગોરક્ષામાં માનતા હતા. તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે ઘણાને આશ્ચર્ય થયું. પરંતુ મોરારજી દેસાઈ લાંબુ ટક્યા નહીં. તેઓનું વ્યક્તિત્વ અતિશય રીજીડ (જડ અથવા સ્થિતિચુસ્ત) હતું. ઈ.સ. ૧૯૮૦માં ઈન્દીરા ગાંધી કેન્દ્રીય ચૂંટણીમાં જીત્યા તેના માત્ર પાંચ મહીના બાદ સંજય ગાંધીનું પ્લેન અકસ્માતમાં અવસાન થયું. સમગ્ર રાષ્ટ્રે હાશ અનુભવી પરંતુ ઈન્દીરા ગાંધી શોકમાં ગરકાવ થઈ ગયા. ઈન્દીરા ગાંધીને બહુ એકલવાયુ લાગ્યું. તેનો લાભ લઇને ઠગ ચંદ્રાસ્વામી તેમની નજીક આવી ગયા અને તેમના નિકટના વર્તુળમાં સ્થાન મેળવી લીઘું. આ ઠગ સ્વામીની આ પહેલાં બંદુક બનાવવાની ફેક્ટરી હતી. અને તેઓ આ ગાળા દરમિયાન ટીવી પર યોગ શીખવવાના કાર્યક્રમોને લીધે પ્રસિઘ્ધ થઈ ગયા. તેઓને તાંત્રિક વિદ્યા પણ આવડતી હતી. ઈન્દીરા ગાંધી તેમનાથી ભરમાઈ ગયા. કોઈકે ઈન્દીરા ગાંધીને કહ્યું કે તમે જ્યોતિષમાં અને વહેમો (સુપરસ્ટીશન્સ)માં વઘુ સમય બગાડો છો. ત્યારે ઈન્દીરા ગાંધીએ જવાબ આપ્યો કે આપણે આ બધાની અવગણના કરી તેથી જ મારો દીકરો અકસ્માતમાં મરી ગયો. જ્યોતિષોએ તો તે જે દિવસે ગુજરી જવાનો હતો તે તારીખ પણ કહી હતી. આ અરસામાં ઈન્દીરા ગાંધીએ તેમના કોઈ સહકાર્યકરો પર વિશ્વાસ રાખવાનું બંધ કર્યું તેઓ અંર્તમુખી થઈ ગયા.
નવા ઉદ્યોગપતિઓનું સાહસ
નજીકના ભૂતકાળમાં ભારતમાં માત્ર રાજાઓ અને કૌટુંબિક ઉદ્યોગોના માલિકો (ટાટા, બીરલા, સીંઘાનીયા, થાપર વગેરે) જ અતિધનાઢ્‌ય હતા. કૌટુંબિક ઉદ્યોગોની માલિકી ખરેખર સંયુક્ત કુટુંબના સગાં વહાલાઓના હાથમાં વિપરીત થઈ હતી. પરંતુ છેલ્લા થોડાંક વર્ષોમાં એક નવા ઉદ્યોગપતિઓનો એવો વર્ગ ઊભો થયો જે પોતાની સંપત્તિનું પ્રદર્શન કરવામાં મગરૂર કે ઉચ્છ્રંખલ બની ગયો. દા.ત. મુંબાઈ સ્થિત મુકેશ અંબાણીએ મુંબાઈમાં ૨૭ માળનું સ્વીમીંગ પુલ, બાગ બગીચાઓ, હેલીપેડઝ વાળુ જગતનું સૌથી મોટું અને ખર્ચાળ રહેઠાણનું મકાન (અહીં પહેલાની વાત કરતા નથી) બાંઘ્યું. તેની કંિમત ૨૦૦ કરોડથી વઘુ અંકાય છે. કોઈ અમેરિકન ધનપતિ પાસે પણ માત્ર રહેઠાણ માટે ૨૭ માળનું મકાન (જેમાં સાત માળ માત્ર કાર પાર્કીંગ માટે અનામત હોય) નથી. અંબાણી બંઘુઓથી પણ વઘુ ધનિક લક્ષ્મી મીત્તલે પેરીસમાં તેમની દીકરી માટે લગ્ન યોજ્યું હતું. તે માટે તેમણે પેરીસનો વર્સાઈલ્સનો મહેલ ભાડે રાખ્યો હતો. જે આજ સુધી કોઈ યુરોપિયન કે ફ્રેન્ચમેન કે અન્ય કોઈએ કર્યું નથી. આજે મીત્તલની માલીકીની સ્ટીલકંપની મીત્તલની માલીકીની સ્ટીલ કંપની જગતની સૌથી મોટી સ્ટીલ કંપની છે. આ પુસ્તકના લેખકે પંજાબી, મારવાડી, સીંધી ઉદ્યોગપતિઓના એક મેળાવડામાં ભાગ લીધો હતો. તેઓની વાતચીતમાં સામાજીક હરીફાઈની વાતો માથુ ભમાવી નાખે એવી હતી. તેમાં વાતચીતનો એક વિષય ફાલ્કન ૯૦૦ નામથી ઓળખાતુ (ખાનગી) વિમાન હતું જેના દ્વારા આ ખાનગી વિમાનમાં મુંબાઈથી લંડન સીધા પહોંચી જવાય અને પેટ્રોલ પુરાવવા માટે દુબાઈ કે બાકુ પણ ઉતરવું ના પડે!! લેખક કહે છે કે આ પહેલાના ભારતના ઉદ્યોગપતિઓ પ્રમાણમાં નમ્ર અને સાદા હતા અને સંપત્તિનું આવું વરવું પ્રદર્શન કદાપી કરતા ન હતા. ટૂંકમાં હવેના ભારતના ઉદ્યોગપતિઓ વૈશ્વિક (ગ્લોબલ બન્યા છે અને તેઓની અઢળક સંપત્તિ ઉભી કરી છે. ભારત જેવા ગરીબ દેશમાં અબજોપતિની સંખ્યા આટલી મોટી હોય તે એક આશ્ચર્યજનક બાબત ગણાય.
આને બીજે છેડે મજૂરી કરીને કુટુંબનું પાલન કરતા મુંબાઈના ડબ્બાવાલા છે. લેખકે ટ્રેનમાં લાખો લોકોના ટીફીનો ઓફીસમાં પહોંચાડતા અને ઓફીસથી ખાલી ટીફીન ઘરે પહોંચાડતા ડબ્બાવાલાઓ વિષે વિગતે લખ્યું છે. લગભગ અજાણ આ ડબ્બાવાળાઓ મહેનત, મેનેજમેન્ટ અને ખાસ ભૂલો કર્યા વિના ટીફીનને નિયત સ્થળે પહોંચાડવાની કુશળતા પર લેખક આફ્રીન થઈ ગયા છે. તેમણે આ અંગે ડબ્બાવાળાઓ સાથે લાંબી વાતચીત કરી છે. અંધેરી સ્ટેશન અનેક ડબ્બાવાળાઓ જે ટ્રેનમાં, સાયકલ પર, સાયકલ રીક્ષા પર ડબાઓ ઓફીસમાં લઈ જાય છે તેમને મળ્યા છે અને તેમની સાથેની મુલાકાતો દ્વારા તેમને સમજાયું છે કે આ ડબ્બાવાળાઓ જ મેનેજમેન્ટનાં ખરા સિઘ્ધાંતો સમજ્યા છે.
ધર્મની સાર્વત્રિકતા ઃ ભારતમાં લેખકને ઠેરઠેર ધાર્મિકતાના દર્શન થયા છે. જ્યાં જુઓ મંદીરો, શ્રઘ્ધાળુઓ, પવિત્ર ગાયો વગેરે હાજર હોય જ. લેખક કહે છે કે ‘‘જ્યારે મેં ત્રીવેન્દ્રમથી કન્યાકુમારીના માર્ગે કારમાં મુસાફરી કરી ત્યારે ધર્મની ભાવના સર્વત્ર દેખાઈ. અહીં તામીલ દેશના મુરૂગનની ભગવાન સ્વરૂપે પૂજા થાય છે.’’ થોડુંક જઈએ જૈનોના મંદીરો (અપાસરા) આવે, થોડેક વળી જીસસ ક્રાઈસ્ટ આગળ પ્રાર્થના કરતા ચર્ચ દેખાય. ત્યારપછી તેમને શ્રવણકુમાર અને તેમની પત્ની મળ્યા. શ્રવણકુમારે ગૌરવપૂર્ણ જણાવ્યું કે તેમણે તેમના નવા ઘરની પૂજાની વિધિઓ કરી ત્યારે તેમણે સંસ્કૃતને બદલે તામીલ ભાષાના શ્વ્લોકોનું ઉચ્ચારણ કરાવ્યું હતું. મંદીરની આજુબાજુના લોકો અને યાત્રા કરતા લોકોના ભસ્મથી આભૂષિત ઉઘાડા શરીરને જોઈને લેખકને આશ્ચર્ય થયું કારણ કે આ પ્રકારના ભસ્મના લેપો પણ ધર્મનો ભાગ હતો. ઠગ ચંદ્રાસ્વામીની ટીકા કરતા લેખક કહે છે કે તેમના એક સંબંધી મામાજીએ તેમને બેફામ રીતે રાજકારણ અને ધર્મમાં પ્રોમોટ કર્યા હતા. વાહ મામાજી!
લેખક આંબેડકરવાદી માયાવતીને પણ મળ્યા હતા. તે વખતે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તે વખતે તેમને માયાવતીના ચૂંટણી મંત્રની ખબર પડી ઃ ‘ચમારિન હૂૅં, કુંવારી હૂૅં, તુમ્હારી હૂૅં.’’ આ મંત્રને સાંભળતા જ તેમના દલિત શ્રોતાઓ તેમનું ગગનભેદી અવાજથી બહુમાન કરતા હતા. બ્રાહ્મણકેન્દ્રી અનુવાદની સામે લઢવામાં માયાવતીનો મોટો ફાળો હતો અને છે. લેખકે પૂછ્‌યું કે તમે આટલા બધા બગીચા કેમ બનાવો છો? આટલા બધા પુતળા કેમ મુકો છો? માયાવતીએ કહ્યું કે તે સામાજીક સુધારાના પ્રતીક રૂપે છે અને તેના દ્વારા હું એમ સંદેશો આપવા માંગું છું કે હે દલીતો, હવે તમે સ્વતંત્ર ભારતના નાગરિકો છો અને હવે તમે ધારો તે કરી શકો છો.
લેખક ભારતીય લોકશાહીના પ્રચારક હોવા છતાં તેમણે વારસાગત લોકશાહીની પુષ્કળ ટીકા કરી છે. વારસાગત લોકશાહી એટલે જેમાં પાર્લામેન્ટના પ્રતિનિધિઓ તેઓ કોઈ રાજકીય પક્ષના નેતાઓના સગાવહાલાં હોવાને કારણે ચૂંટાયા. લેખકે આ વારસાગત લોકશાહી માટે કોંગ્રેસ અને ભાજપ બન્નેની સખત ટીકા કરી છે. ભારતીય લોકશાહીનું આ વરવું સ્વરૂપ છે. દક્ષિણના રાજ્યોએ તો રાજ્ય કક્ષાએ વારસાગત સરકારી પદો મેળવવામાં હદ કરી નાંખી છે. તેના કોંગ્રેસ સિવાયના દક્ષિણના પક્ષો જવાબદાર છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved