Last Update : 08-August-2012, Wednesday

 

કોઈપણ વ્યક્તિને દૂરથી ચાહવું જેટલું સહેલું હોય છે એટલું નજીકથી ચાહવું સહેલું નથી હોતું !

તારી અને મારી વાત -હંસલ ભચેચ

- આ બધી જ માહિતી સાંભળ્યા, જોયા અને વાંચ્યા પછી મારા મનમાં એક જ વિચાર આવ્યો કરોડો યુવતીઓના દિલોની ધડકન કહેવાતો પુરુષ પોતાની પત્નીના દિલની ધડકન કેમ ના બની શક્યો ?!! ખરેખર જોવા જઈએ તો પત્નીની જ નહીં, એના જીવનમાં આવેલી કોઈપણ સ્ત્રીના દિલની ધડકન ના બની શક્યો !

જેમના મૃત્યુ પહેલાં જ શ્રદ્ધાંજલિ રૂપે તેમની ફિલ્મોના ગીતો વગાડીને અને વાતો કરીને થાકી ગયેલા મીડિયાને અંતે બ્રેકંિગ ન્યુઝ મળ્યા, સુપરસ્ટાર રાજેશ ખન્ના ગયા. થાકીને આરામ કરવાનું વિચારતા મનને થોડે દૂર સફરનો અંતિમ મુકામ દેખાય ત્યારે મન બદલાય અને પગમાં નવું જોમ આવે તેમ આ બ્રેકંિગ ન્યુઝની સાથે જ ચેનલો ફરી મચી પડી ! એમના સ્ટારડમની વાતો બધાએ વાગોળી વાગોળીને ચ્યુંઈંગમની જેમ ચગળી નાખી. આપણને બધાને ખબર પડી ગઈ (અને જે એ જમાનાના સાક્ષી છે તેમને તો ખબર જ હતી) કે છોકરીઓ એમની પાછળ સાચા ગાંડાઓ પણ ના થાય તે હદની પાગલ હતી. એમને જોવા માટે દિવસો સુધી એમના શૂટંિગ લોકેશન્સ પર ઊભી રહેતી, પોતાના લોહીથી પ્રેમપત્રો લખતી (તબીબી રીતે આ શક્ય નથી કારણ કે એકાદ બે વાક્યો લખો ત્યાં લોહી ગંઠાઈ જાય અને નવેસરથી લોહી કાઢવું પડે !), એમની ગાડીનો રંગ ચુંબનોથી પોતાની લિપસ્ટિકના રંગ જેવો કરી નાખતી (!!), એમની ગાડીથી ઊડતી ઘૂળથી પોતાની સેંથી પૂરતી, એમની એક ઝલકથી બેહોશ થઈ જતી વગેરે વાતો આ યુવતીઓના પાગલપનની પુષ્ટિ આપવા માટે પૂરતી હતી. આ બધી જ માહિતી સાંભળ્યા, જોયા અને વાંચ્યા પછી મારા મનમાં એક જ વિચાર આવ્યો કરોડો યુવતીઓના દિલોની ધડકન કહેવાતો પુરુષ પોતાની પત્નીના દિલની ધડકન કેમ ના બની શક્યો ?!! ખરેખર જોવા જઈએ તો પત્નીની જ નહીં, એના જીવનમાં આવેલી કોઈપણ સ્ત્રીના દિલની ધડકન ના બની શક્યો !
રાજેશ ખન્નાની અંગત નજદીકીમાં સત્તાવાર રીતે પાંચ સ્ત્રીઓ આવી, દેબયાની ચોબલ (જેણે તેને સુપરસ્ટાર તરીકે મીડિયામાં જન્મ આપ્યો), અંજુ મહેન્દ્રુ, ડીમ્પલ કાપડિયા, ટીના મુનીમ અને છેલ્લે છેલ્લે પ્રગટ થયેલી અનિતા અડવાણી (આમ તો રાજેશ ખન્નાની સાથે તે છેલ્લાં આઠ વર્ષથી રહેતી હતી પણ મીડિયાને તેનામાં રસ ખન્નાના મૃત્યુ બાદ પડ્યો, બોલો !) સુપરસ્ટારની કમનસીબી કે આમાંની એકે’યના દિલની એ ધડકન ના બની શક્યા (એમના દિલની ધડકનો બીજા હતાં, છોડો મારે ગોસિપ નથી કરવી...) કરોડો યુવતીઓને જે તે સમયે આ બધીની ઈર્ષ્યા આવતી હશે, તેમને કેટલી’ય નસીબદાર ગણતી હશે અને આજે મનોમન સંતોષ અનુભવતી હશે કે ચાલો જે થયું તે સારું થયું. પહેલાં કંઈ પામવાને ઘેલા બનો, પામી લો તો મોહ ઉતરી જાય, ના પામી શકો તો ઝંખના રહી જાય અને છેલ્લે પામ્યા તો મોહનું વિસર્જન થાય અથવા ના પામ્યા એમાં કુદરતનો શુભ સંકેત હતો તેવું માનીને ઝંખનાનું વિસર્જન થાય એનું નામ જંિદગી ! જો આ ચક્ર પૂરું ના થાય તો આત્મા અતૃત્પ રહી જાય, જતા પહેલાં ઝંખનાઓનું વિસર્જન અગત્યનું છે પરંતુ તે વાત ફરી ક્યારેક કરીશું અત્યારે ખન્નાસાહેબના અંગત જીવનમાં ડોકિયું ચાલુ રાખીએ...
પૂર્ણવિરામ
જેને પામવાના વિચારમાત્રથી લાગણીઓ બાગબાગ થઈ જતી હોય તેને પામ્યા પછી એ જ લાગણીઓ સાવ શુષ્ક, કોરીધાકોર પડી જાય તેમ પણ બને !!
પહેલાં કંઈ પામવાને ઘેલા બનો, પામી લો તો મોહ ઉતરી જાય, ના પામી શકો તો ઝંખના રહી જાય અને છેલ્લે પામ્યા તો મોહનું વિસર્જન થાય અથવા ના પામ્યા એમાં કુદરતનો શુભ સંકેત હતો તેવું માનીને ઝંખનાનું વિસર્જન થાય એનું નામ જંિદગી !

 
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved