Last Update : 08-August-2012, Wednesday

 
અનેક રોગોનું અકસીર ઔષધ અસલી વાંસકપૂર

સ્વસ્થવૃત્ત

 

વધારે દૂર જવાની જરૂર નથી. આશરે ૧૫૦ વર્ષ પહેલાં લોકોને ભેળસેળ અને નકલી વસ્તુ વિષે ખાસ કોઇ જાણકારી હતી નહીં. ધર્મનું એટલું બઘું વર્ચસ્વ કે પાપના ડરથી દૂધમાં પાણી પણ ઉમેરતાં નહીં. નકલી ઘી (વેજીટેબલ ઘી) બજારમાં આવ્યા પછી અનેક નકલી વસ્તુઓ અસ્તિત્વમાં આવી. નકલી વસ્તુઓ બનાવવાની અને ભેળસેળ કરવાની હંિમત ખુલી ગઇ. પાપનો ડર પલાયન થઇ ગયો. સ્વરાજ આવ્યા પછી આ પ્રવૃત્તિ બંધ થવી જોઇએ. એના બદલે દિનપ્રતિદિન વધતી રહી. વિશેષ કરૂણ બાબત એ છે કે, ભ્રષ્ટ લોકોએ માનવજીવન માટે અમૂલ્ય ઔષધોને પણ છોડ્યાં નથી. કેટલાયે ભેળસેળવાળા અને નકલી ઔષધો બજારમાં વેચાય છે. એમાંનું એક છે વાંસકપુર. આ ઔષધો જો અસલી મળે તો શરદી કફ, ઉધરસ, શ્વાસ અને ક્ષયના દર્દી આજે પણ સારા થઇ શકે છે. વાંસકપુર વાંસની અંદરથી મળી રહે છે.
વાંસ અનેક પ્રકારના આવે છે, પરંતુ મુખ્ય બે પ્રકારના હોય છે. એક નક્કર હોય છે અને બીજો પ્રકાર અંદરથી પોલો હોય છે. શેરડી માફક વાંસમાં પણ કાતળીઓ હોય છે. પોલા ભાગમાં સફેદ રસ ઝરે છે. આ રસ કાતળીને છેડે એકઠો થઇ ઘન બને છે. આ ઘન પદાર્થ એ અસલી વાંસકપુર છે. વાંસમાંથી વાંસકપુર ઓછું નિકળતું હોવાથી બજારમાં અસલી ઓછું અને નકલી વધારે વેચાય છે. અસલી વાંસકપુરના પરિણામો અદ્‌ભૂત છે. સામાન્ય રીતે વાંસ મકાન બાંધકામ અને ફર્નીચર માટે વપરાય છે, પરંતુ આયુર્વેદે સંપૂર્ણ વાંસનો ઔષધ તરીકે ઉપયોગ કર્યો છે. વાંસકપુર અનેક રોગોનું સફળ ઔષધ હોવાથી વિશેષ વપરાય છે. જાવા, સંિગાપુરથી અસલી વાંસકપુર આવતું હતું. બંગાળ, આસામમાં અસલી વાંસકપુર, વાંસમાંથી મેળવવા માટે ઉદ્યોગો ચાલે છે.
ગુજરાતમાં વાંસ ડાંગ અને અન્ય જંગલોમાં થાય છે. માદા વાંસ ઊભો ચીરવાથી પોલાણમાં વાંસકપુર ખડી જેવું જામી ગયેલ મળે છે. વાંસમાંથી ફર્નીચર બનાવનાર ફેકટરીમાંથી અસલી વાંસકપુર મળવાની શક્યતા છે.
આયુર્વેદની દ્રષ્ટિએ વાંસકપૂર ધાતુવર્ધક, વૃષ્ય, બલ્ય, કષાય અને શીતવર્ય (શીતળ), ગ્રાહી (મળને બાંધનાર) જવરહર શ્વાસનતંત્રને મજબુત કરનાર છે. ઉધરસ, શ્વાસ, ક્ષય, જીર્ણજવર, મંદાગ્નિ, કમજોરી, દાહ, પૂયમેહ, જૂના ઝાડા, કફ સાથે રક્ત આવવું (હીમોપ્ટાયસીસ) વગેરે રોગોમાં વાંસકપૂર સારા એવા પ્રમાણમાં વપરાય છે. સિતોપલાદિ જેવા યોગોમાં વાંસકપૂર હોવાથી સુંદર પરિણામ મળે છે. દક્ષિણમાં તુગાક્ષીરીને વાંસકપૂર સમજી વાપરે છે. પરિણામ મેળવે પણ છે. પરંતુ વાંસમાંથી નિકળે છે એ જ અસલી વાંસકપૂર છે.
આઘુનિક મત મુજબ વાંસકપૂરમાં સિલિકા ૯૦%, મંડૂર, ચુનો એલ્યુમીનીઆ, પોટાસ, કોલિન, બિટેન, યુરીએજ પ્રોટીન સાયનોજેનીટિક ગ્લુકોસાઇક વગેરે હોય છે.
પ્રાચીન સમયથી વાંસકપૂર સફળ ઔષધ તરીકે વપરાતું આવ્યું છે. કેટલાક અનુભૂત યોગો અહીં રજુ કર્યા છે. આયુર્વેદ જાણીતા સફળ સિતોપ્લાદિ ચૂર્ણમાં વાંસકપૂર આવે છે. (૧) બાળકને ઝાડા થતાં હોય કે, ગેસ વગેરે હોય, શરીર વિકાસ થતો હોય નહીં, મંદાગ્નિ હોય તો બાલચાતુભદ્ર ચૂર્ણ ૨ રતિ, વાસકપૂર ૨ થી ૪ રતિ મેળવી મધ સાથે બેથી ત્રણ વખત આપવાથી બાળકો કાયમ માટે સારા થાય છે. (૨) શરદી-કફ-શ્વાસ મટે ફરી પાછા થાય, આવા બાળકોને શ્રૃગ્યાદિચૂર્ણ ૨ રતિ અને વાંસકપૂર ૨ રતિ ત્રણ વખત મધ સાથે આપવાથી બાળકો કાયમ માટે સારા થાય છે. (૩) મૂત્ર દાહ, મૂત્ર અટકવું- વાંસકપૂર, નાગકેસર, એલચી અને ચણાકબાબ દરેકનું ફાઇનચૂર્ણ સરખે ભાગે લઇ મેળવવું. આ મિશ્રણ પલળે એટલું ચંદન તેલ નાંખવું, પછી વટાણા જેવડી ગોળીઓ બનાવવી. દિવસમાં ત્રણ વખત ૧ થી ૨ ગોળી લેવી. મૂત્રદાહ જેવા મૂત્રના રોગો મટે છે. (૪) ક્ષયમાં તીવ્ર ઉધરસ, કફમાં રક્ત આવવું - વાંસકપૂર ૪ રતિ તાલિસાંદે ૧ ગ્રામ ચંદ્રકલા ૨ રતિ, શોણિતાગલ ૨ રતિ મેળવી મધ અને માખણ સાથે દિવસમાં ત્રણ વખત લેવું. ક્ષય માટેના અન્ય ઔષધો શરૂ રાખવા, લક્ષણો તીવ્ર હોય તો તુરત જ નિષ્ણાતની સલાહ લેવી. (૫) બાળકનો શારીરિક અને માનસિક વિકાસ બરોબર થતો હોય નહીં, પાચનતંત્ર બગડેલું હોય તો- ગળોધન, વાંસકપૂર, ગોદંતી, મંડૂર બાલચાતુર્ભદ્ર સરખે ભાગે મેળવવું. આમાંથી ૨થી ૪ રતિ બાળકની ઉમર પ્રમાણે દિવસમાં બે વખત આપવું.
- શાંતિભાઈ અગ્રાવત

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved