Last Update : 08-August-2012, Wednesday

 

મંદિર અને જાદુઇ નદી

 

 

Student@ competition- અલ્પેશ ભાલાળા


ગયા અંકનો સવાલ ઃ
એક ભક્ત મહારાજ વહેલી પ્રભાતે ભગવાનના દર્શને હાલ્યા. ઘરે ઉગાડેલ ગુલાબના થોડા ફૂલ સાથે લીધા. ગામની સીમે આવેલી નદીના સામા કાંઠે મંદિર, એના પછી ફરીથી એક નદીને વળી પાછું મંદિર. ને વળી પાછી નદીને પાછી છેલ્લું ને ત્રીજું મંદિર. આમ કુલ ત્રણ નદી અને ત્રણ મંદિર. પહેલા નદી ને છેલ્લે મંદિર. ભક્ત મહારાજે નદીમાં સ્નાન કર્યું. બહાર નીકળીને જોયું તો તેને લીધેલા ફૂલ ડબલ થઇ ગયા હતા. ભગવાનને એમાંથી થોડા ફૂલ ધર્યા, થોડા બીજા મંદિરો માટે રાખ્યા. ફરીથી નદી આવી ને ફરીથી ફૂલ ડબલ. ફરીથી નદી આવી ને ફરી જાદુ. છેલ્લા મંદિરે પણ ભક્ત મહારાજે ભગવાનને ફૂલ ધર્યા. મહારાજે બધાય ભગવાનનો સરખો રાજીપો મેળવવા સરખા જ ફૂલ ધર્યા હતા. અને છેલ્લે મહારાજ પાસે એકેય ફૂલ વધ્યું નહિ. તો હે સુજ્ઞા વાંચકો, આ ભક્ત મહારાજ ઓછામાં ઓછા કેટલાં ફૂલ સાથે ઘેરથી નીકળ્યા હશે અને દરેક મંદિરે કેટલાં ફૂલ ભગવાનને ધર્યા હશે?
જવાબ ઃ
ઢગલાબંધ જવાબો મળ્યા. મોટા ભાગના વાંચકોએ સાચો જવાબ પણ આપ્યો. આ પઝલ ખૂબ જ પ્રખ્યાત છે અને બધાએ ક્યારેક તો સાંભળી હશે. પણ આજની પઝલ આ પઝલના પાયા પર ચણેલી પઝલ છે. પણ મોટા ભાગના વાંચકોએ (લગભગ ૨૦૦) ભક્ત મહારાજ ૭ ફૂલ લઇને નીકળ્યાથી શરૃઆત કરી. જે જવાબ ધરી લીધા સમાન છે. આ સાત ક્યાંથી કેવી રીતે આવ્યા એ શોધવાની મજા ય તો તમે ના લીધી અથવા અમને ના જણાવી.
છતાં ઘણા વાંચકોએ સંપૂર્ણ સાચા જવાબ પણ લખ્યા છે અને આ રહ્યા એ વાંચકો ઃ
૧)      સૌરભ વ્યાસ
૨)      ભાવિક શાહ
૩)      મંથન સાગલાની, ગોવા
૪)     શૈશવ જોગાણી, સુરત
૫)     ડૉ. જયેશ પટેલ, MD, અમદાવાદ
૬)     મલય મહેતા
૭)     દર્શિલ ચૌહાણ જે.
૮)     રાહિલ પટેલ, RIL, અમદાવાદ
૯)     ચિંતન ખાખરીયાવાલા, NDDB, આણંદ
૧૦)    જીગર
જવાબ આ મુજબ છે ઃ
ધારો કે ભક્ત મહારાજ ઘેરથી x ફૂલ લઇને નીકળ્યા. અને ધારો કે દરેક મંદિરમાં y ફૂલ પધરાવ્યા.
પહેલી નદી પછી 2x ફૂલ થયા જેમાંથી મંદિરમાં y  ફૂલ પધરાવતાં બાકી વધ્યા 2x-y ફૂલ.
બીજી નદી પછી 2 (2x-y) ફૂલ થયા અને જેમાંથી મંદિરમાં  y ફૂલ પધરાવતાં બાકી વધ્યા 4x-3y ફૂલ.
ત્રીજી નદી પછી 2 (4x-3y) ફૂલ થયા અને જેમાંથી મંદિરમાં y ફૂલ પધરાવતાં બાકી વધ્યા 8x-7y ફૂલ.
મતલબ, x=7y/8
હવે આવી સૌથી નાની સંખ્યા શોધવાનું કહેવામાં આવ્યું છે. માટે x ની સૌથી નાની સંખ્યા શોધતા, y=૮ લેતા  x= ૭ મળે.
આમ મહારાજ સાત ફૂલ લઇને નીકળ્યા અને દરેક મંદિરે ૮ ફૂલ પધરાવ્યા.
End Game
ગયા અંકે પૂછેલા કોયડામાં ૩ મંદિર અને ૩ નદીઓ હતી. હવે ધારો કે
૧) પાંચ મંદિર અને પાંચ નદીઓ હોય તો તમારો જવાબ શું હશે? પહેલા નદી અને છેલ્લે મંદિર.
૨) N (ધન સંખ્યા) નદીઓ અને N મંદિરો હોય તો તમારો જવાબ શું આવશે? પહેલા નદી અને છેલ્લે મંદિર.
જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved