Last Update : 08-August-2012, Wednesday

 

કોમી એખલાસ - એક મીઠી યાદ

- સનાતન ધર્મમાં રાજા દેવનો અવતાર છે. તે સર્વ ધર્મથી પર છે. આ મહાન ને ઉદાત્ત ભાવના સાથે સહુ સંમત થયા ને પ્રતિનિધિ મંડળે નવાબસાહેબને આમંત્રણ આપવા રૃબરૃ જવું તેમ ઠર્યું

 

આજે જ્યારે હિન્દુ મુસ્લીમ એકતાના નામે જે રાજનીતિ ખેલાઈ રહી છે, તેના અનુસંધાનમાં, કોમી એખલાસની વાત અહીં કરવી છે. પાલનપુરમાં ત્યારે નવાબનું રાજ્ય હતું. શાસક મુસ્લીમ હતા. એ સમયના કોમી એખલાસના બે પ્રસંગો અહીં મુક્યા છે જે હાથી કાકાએ એક મેગેઝીનમાં વર્ણવેલા. આજના સંજોગોમાં આ પ્રસંગો કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડે છે.
વાત નાની છે પણ તેનું મૂલ્ય મહાન છે. પાલનપુરના બહેશ્તનશીન નવાબસાહેબ શ્રી શેરમહંમદખાનજીના શાસનકાળ દરમ્યાન પૂજ્ય મહાત્માજીના સ્નેહી અને ચુસ્ત વૈષ્ણવ શ્રી રણછોડભાઈ પટવારી, રાજ્યના વજીર હતા. જૈન સમાજની પણ સાંસ્કૃતિક આગેવાની તપતી હતી.
ચુસ્ત હિન્દુ, મુસલમાનના હાથે પાણી ન પીએ પણ તેને અડીને કે તે જાજમ પર બેઠેલ હોય તો તે જાજમ પર બેસીને કે ઊભીને પાણી પણ ન પીએ. ધર્મ ચુસ્તતાના આવા ખ્યાલો હતા. શ્રી રણછોડભાઈ ચુસ્ત વૈષ્ણવ. તેમનું પીવાનું પાણી પણ તેમના ઘેરથી તેમના માણસ લઈને દરબારમાં આવે શેત્રંજી પર નવાબ સાહેબ, અમીરો, દરબારીઓ, દરેક કોમના માણસો બેઠા હોય. પાણી આવે ત્યારે સહુની સમક્ષ શેત્રંજી પરથી ઊતરી પટવારીજી પાણી પીએ. નવાબ સાહેબને કે બીજા કોઈ મુસ્લિમ બિરાદરોને તેમાં માઠું ન લાગે. સહુ પોત પોતાનો ધર્મ પાળે તે રીતે આ વાત સ્વાભાવિક ગણવામાં આવતી.
આવું દરરોજ ચાલે. એક દિવસ નવાબ સાહેબ પટવારીજી સાથે રોજીંદા નિયમ પ્રમાણે શેત્રંજી ઉપર બેઠા હતા ત્યાં તેમનો માણસ પાણી લઈને આવ્યો. પટવારીજી ઊભા થવા ગયા ત્યાં નવાબ સાહેબ પોતે ઊભા થઈ ગયા ને બોલ્યા કે ''રણછોડભાઈ, આજ તો મૈં જાજમ પરસે ઉતર જાઉં'' કેહતેક ને ઉતરીને ઊભા થયા. એમાં તેમને પોતાની મોટાઈ કે ધર્મનું અપમાન લાગવાને બદલે, બીજાઓના ધર્મને તેમજ પોતાના તાબેદાર હોય તેવાઓની ધર્મભાવનાને સન્માનવાની પોતાની પણ ફરજ હતી તેનો દાખલો બેસાડયો. પટવારીજી વંદન કરી રહ્યા. આ વાતને ૭૦-૮૦ વર્ષ થયાં હશે. તાજો ભૂતકાળ છે. આ આપણી ધર્મ સહિષ્ણુતા છે.
ત્યારબાદ, નવાબશ્રી તાલેમહંમદખાનજી સાહેબના સમયની, લગભગ સને ૧૯૩૦ ની સાલની વાત પણ સ્મરણીય છે.
પાલનપુર હિન્દુ સમાજના આજના જાણીતા આગેવાનોના પૂજ્ય વડીલો તે વખતે નગરના આગેવાનોમાં હતા. એ સહુને ભાવના થઈ કે આજે જે શ્રી અંબાજી માતાનું મંદિર છે તેમાં ''સહસ્ત્રચંડી યજ્ઞા'' સમાજ તરફથી કરાવીએ. તે વખતે બ્રિટિશ તંત્ર ચાલુ હતું. પાલનપુરમાં એજન્સીનું મથક હતું. તેમાં ગોરા પોલિટિકલ એજન્ટ વડા હતા. તેમના હાથ તળે તે સમયે રાવ સાહેબ છોટાલાલ રાજારામ માંકડ તથા રાવ સાહેબ છગનલાલ મુગટરામ માંકડ (એકવખતના ખેડા જીલ્લાના કલેક્ટર શ્રી અંબરીષભાઈ માંકડના દાદા), એ બે ડેપ્યુટી પોલિટિકલ એજન્ટ હતા. બન્નેને સમિતિ પર લીધા, અને રા.સા. છોટાલાલને.
પ્રમુખ બનાવ્યા. બન્ને ધાર્મિક ભાવના તથા સંસ્કારથી સમૃધ્ધ હતા. સમિતિએ સિધ્ધપુર, સૌરાષ્ટ્ર, કાશી વગેરેથી વિદ્વાન બ્રાહ્મણોની વરણી કરી. ભવ્ય મંડપ રચાયો અને આ મહાકાર્ય ધામધૂમથી શરૃ થયું.
સવાર સાંજ યજ્ઞાકાર્ય મંત્રોચાર સાથે ચાલે, બપોરે ફળાહાર ને આરામ, સાંજના દૈનિક કાર્યની પૂર્ણાહુતિ. રાત્રે વિધિ વ.ની ચર્ચા વિચારણા કરવા કરવા વિદ્વાનો ભેગા મળે. દરરોજ હજારોનો મેળો ભરાય.
એક દિવસે એક વિદ્વાને કહ્યું કે મનું સ્મૃતિ (હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ)માં કહ્યું છે કે, પ્રજા જે ધર્મ કે પુષ્ય કાર્ય કરે તેનો છ્ઠો ભાગ રાજાને અર્પણ કરવો. સામાન્ય રીતે, વિધિ પૂરી થયે, સંકલ્પથી આ હિસ્સો પરોક્ષ રીતે અર્પણ થાય અને આવા સંકલ્પ બળથી, રાજાને તેના હિસ્સાનું ફળ મળે, અહીં આપણે ત્યાં રાજા સાક્ષાત ઉપસ્થિત છે તો પરોક્ષ ને બદલે પ્રત્યક્ષ પુણ્ય ફળ અર્પણ કરીએ.
જવાબ મળ્યો કે 'અહીંના રાજા ઈસ્લામ ધર્મી છે.' પહેલા વિદ્વાને તુરત જવાબ દીધો કે સનાતન ધર્મમાં રાજા દેવને અવતાર છે. તે સર્વ ધર્મથી પર છે. આ મહાન ને ઉદાત્ત ભાવના સાથે સહુ સંમત થયા ને પ્રતિનિધિ મંડળે નવાબસાહેબને આમંત્રણ આપવા રૃબરૃ જવું તેમ ઠર્યું.
પ્રતિનિધિ મંડળને નવાબસાહેબ બહુ પ્રેમથી મળ્યા. પ્રજા તરફથી એમ વિનંતી રજુ થઈ કે 'અમારા સહસ્ત્રચંડી યજ્ઞાની પૂર્ણાહુતિ આપશ્રીના શુભ હસ્તે કરવા માટે આપ પોતે પધારો. જે બીડું હોમાય છે તે આપના પુનિત હસ્તે હોમાય તેવી સહુની ભાવના છે.'
નવાબ સાહેબ આશ્ચર્યચકિત થઈ બોલી ઉઠયા કે ''મૈં તો ઈસ્લામધર્મી હું ઔર આપકા તો યહ ધાર્મિક કાર્ય હૈ !'' આગેવાનોએ ખુલાસો કર્યો કે ''અમારા ધર્મ પ્રમાણે રાજા દેવનો અવતાર છે ને ધર્મથી પર છે, માટે અવશ્ય પધારો.''
'તો મૈં કયસી તરહસે આઉં ?'
જવાબ મળ્યો કે આપ જે ચોકસાઈથી નમાજ પઢવા પધારો છો તેવી શુધ્ધિથી પધારો. નવાબ સાહેબ ખૂબ પ્રસન્ન થયા.
હવનાષ્ટમીને દિવસે સાંજે પાંચ વાગે હાલ જે મંદિર છે ત્યાં નવાબસાહેબ, તેમના યુવરાજ, ભત્રીજા, ભાણેજ પ્રધાનમંડળને અમલદારો સાથે પ્રજાજનોના ને ભાવિકોના વિશાળ સમુદાય વચ્ચે આવ્યા, દરવાજા પાસે ખુરશી પર બેઠા. નોકરે પગમાંથી બુટ મોજાં કાઢી લીધાં, હાથ પગ ઘોયા ને નિજ મંદિરમાં પ્રવેશ્યા. શ્રી માતાજીને ભાવપૂર્વક નમન કર્યું. પાંચ ગીની શ્રી દેવીના ચરણે મૂકી. ભત્રીજા, ભાણેજ પાસે પણ એક એક ગીની મુકાવી, તેઓ પણ પગે લાગ્યા.
પછી બહાર આવી, મુખ્ય આસન જ્યાંથી બીડું હોમાય ત્યાં આસન લીધું. પૂર્વ પૂજાવિધિ કરી અને બીડું તૈયાર થયે સહુ ઊભા થયા. બે ભુદેવોએ બીડાંના આહુતી દંડને તેઓશ્રીના હાથમાં ધરાવી, પોતે તેને ટેકો આપીને ઉભા. અને એ મહાન ને ભવ્ય સ્તુતિનો લલકાર, હાજર સમુદાયમાંથી શરૃ થયો. નવાબશ્રી ધ્યાનસ્થ ને ભાવપૂર્વક નમન કરતા ઊભા. સ્તુતિ પૂરી થતાં જયજયકાર સાથે બીડું તેમના સ્વહસ્તે હોમાયું.
ત્યારબાદ નવાબશ્રીએ આ વિધિની મહત્તા વિશે ભુદેવોને પૂછી સુંદર માહિતી મેળવી. યજ્ઞાકુંડને વંદન કરી, પ્રદક્ષિણા કરી શ્રી જગદંબાને નમન કરી, વિદાય લીધી.
એક અભૂતપૂર્વ ઈતિહાસ રચાઈ ગયો.

-વિશ્વનાથ હાથી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved