Last Update : 08-August-2012, Wednesday

 

શું આપણે આપણા મગજના ફક્ત ૩ ટકા ભાગનો જ ઉપયોગ કરીએ છીએ?

સત્યની બીજી બાજુ- મૃગાંક શાહ

 

માન્યતા ઃ આપણે આપણા મગજનો ફક્ત ૩% ભાગનો જ ઉપયોગ કરીએ છીએ.
હકીકત ઃ આપણને ઉપર મુજબનું તથ્ય આપણા શિક્ષકો અને આપણા મા-બાપ ઘણી વાર કહે છે અને આપણા મગજમાં પણ ઠસી ગયેલું છે. આપણને એવું લાગે છે કે આપણા મગજનો ૯૭% ભાગ વપરાયા વગરનો નકામો રહે છે, જો એ વપરાય તો આપણે દુનિયામાં બહુ મોટું પરીવર્તન લાવી શકીએ. પણ એવું નથી. આપણે મગજનો ૧૦૦% ભાગ અર્થાત આખા મગજનો ઉપયોગ કરીએ છીએ. એક યા બીજા સમયે આપણે જુદાં જુદાં ભાગો વાપરીએ છીએ. એક વૈજ્ઞાનિક અભ્યાસમાં તો એવું દર્શાવવામાં આવ્યું છે કે એક સમયે મગજ ફક્ત ૩% ન્યુટોન્સનો જ સ્ત્રાવ કરી શકે છે. વધારે ન્યુટોન સ્ત્રાવ કરવાની શક્તિ બે પ્રકારના કોષોથી બનેલી છે. ન્યુટોન્સ, એ ગ્લીઆ. મગજમાં માહિતીની લેવડદેવડ કરવાની જે રીતો છે એ બ્રહ્માંડમાં રહેલા કુલ અણુઓની સંખ્યા કરતાં પણ વઘુ છે! આપણે આવી શક્તિ ધરાવીએ છીએ એટલે મગજનો જેટલો પણ ભાગ આપણે વાપરીએ, આપણામાં દુનિયામાં પરીવર્તન લાવવાની ભારોભાર શક્તિ રહેલી છે.
માન્યતા ઃ ડોલ્ફીન માછલી સમુદ્રનું પાણી પીએ છે
હકીકત ઃ ડોલ્ફીન માછલી ધરતી પરનું મનુષ્ય પછીનું સૌથી બુઘ્ધિશાળી પ્રાણી ગણાય છે. એ વ્હેલ પ્રકારની માછલી છે પણ મનુષ્યો સાથે તરત દોસ્તી કરી લે છે અને જાતજાતનાં ખેલો રમીને મનુષ્યોને આનંદ પ્રમાદ કરાવે છે. આ માછલીઓને દરીયા ઉપર ડાઇવ મારતી જોવી એ એક લ્હાવો છે. પણ એ સમુદ્રનું પાણી નથી પી શકતી કારણ કે સમુદ્રનું પાણી મીઠું જળ નથી. તો ડોલ્ફીન પાણીની પ્યાસ કેવી રીતે પૂરી કરે છે? એ પાણી પીવા ક્યાં જાય છે? જાણીને આશ્ચર્ય થશે કે ડોલ્ફીન કોઇ દિવસ પાણી પીતી જ નથી! ડોલ્ફીન એનાં ખોરાકમાંથી જ પાણીની માત્રા મેળવી લે છે અને એના શરીરની ચરબી બાળીને ખૂટતાં પાણીની વ્યવસ્થા કરી લે છે. ડોલ્ફીન વિશે જાણવા જેવી બીજી અચરજ પમાડે એવી વાત એ છે કે એક આંખ ખુલ્લી રાખીને સૂઇ જાય છે. એનાં મગજનો એક ભાગ બે કલાક માટે સૂઇ જાય છે જ્યારે બીજો ભાગ જાગતો હોય છે જે ડોલ્ફીનને શ્વાસ લેવા માટે દરીયા ઉપર લાવે છે અને બે કલાક પછી બીજો ભાગ સૂઇ જાય છે અને પહેલો ભાગ જાગે છે!
કેટલાય દેશો પોતાનાં સમુદ્ર કવચ તરીકે ડોલ્ફીનને તાલીમ આપીને એમનાં નવી લશ્કરમાં ભરતી કરે છે.
માન્યતા ઃ ડાયજેસ્ટીવ બીસ્કીટ પાચન ક્ષમતામાં વધારો કરે છે.
હકીકત ઃ ના, આ એક બોગસ વાત છે. મેકવિટીસ નામની કંપનીએ સૌ પ્રથમવાર સન ૧૮૯૨માં ડાઇજેસ્ટીવ બીસ્કીટની શોધ કરી અને એવો દાવો કર્યો કે આ બીસ્કીટ મનુષ્યની પાચન ક્ષમતા સુધારે છે, કારણકે એમાં બેકીંગ સોડા અને ઘઉંનો લોટ વધારે પ્રમાણમાં છે. પણ આવો કોઇ વૈજ્ઞાનિક પ્રયોગ થયો નથી કે રીસર્ચ લેબોરેટરીમાં આવો કોઇ પ્રમાણભૂત પૂરાવો સાંપડ્યો નથી. અમેરિકામાં તો આ બીસ્કીટોને ડાઇજેસ્ટીવ બીસ્કીટો કહીને વેચવા સામે પ્રતિબંધ છે. બીસ્કીટ શબ્દ લેટીન ભાષાના શબ્દ ‘બીસ્કોટમ પાનેમ’ અર્થાત્‌ બે વાર શેકેલી બ્રેડ પરથી આવ્યો છે. અઢારમી સદીનાં મઘ્ય ભાગ સુધી એને બીસ્કીટ નહીં પણ બીસ્કોટ કહેવામાં આવતું. અમેરિકમાં બીસ્કીટને કૂકી કહે છે. ફ્રાંસમાં બીસ્કીટનો અર્થ બીસ્કીટ નહીં પણ કેક થાય છે.
ડ્રાયફ્રુટ ઃ પૃથ્વી ગોળ છે એવું સૌપ્રથમ જ્ઞાન આ દુનિયામાં કોને હતું?
મધમાખીઓને!

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved