Last Update : 08-August-2012, Wednesday

 

બોડીબીલ્ડીંગ માટે શરીરનું માળખું પણ અનુકૂળ હોવું જોઇએ

ઇધર-ઉધર - વિક્રમ વકીલ

આપણે ત્યાં પડોશીઓ સાથે સારા સંબંધ રાખવાનું પ્રોત્સાહન આપતી ઘણી કહેવતો છે, પરંતુ જર્મન લોકો પડોશીઓથી બહુ ડરે છે. મકાન બાંધતા પહેલાં કે ભાડે લેતા પહેલાં જર્મનો પડોશીની ખાસ ચકાસણી કરે છે. પડોશી સાથે ખાસ દોસતી કરતા નથી. બહુ બહુ તો બહાર જાય ત્યારે બહારના દરવાજાની ચાવી પાડોશીને આપે. રાત્રે ૧૦ વાગ્યા પછી પડોશી ટી.વી. કે મ્યુઝિક સિસ્ટમનો અવાજ મોટો રાખે તો બીજે દિવસે પડોશીને વકીલની નોટિસ આવે છે. વકીલ નોટિસમાં લખે છે કે ઃ ફલાણી રાતે તમે અમારા અસીલની ઊંઘ બગાડી હતી. તેના નુકસાનીના આટલા પૈસા ભરી જજો. જર્મનો પડોશીની અશિસ્તને બિલકુલ સહન કરતા નથી. પાડોશી સાથે કોઇ આત્મીયતા ન હોય અને કોઇ પાડોશીની છોકરી કે છોકરો બપોરે બે કલાક સુધી ઊંઘતા હોય તો પાડોશી તેને કાગળ લખે છે ઃ તું બહુ ઊંઘે છે એ સારું નથી!
* * *
આજકાલ કેટલીક સંસ્થાઓ અને ખાનગી ટીવી ચેનલો દ્વારા વાઘ બચાવ આંદોલન ચલાવવામાં આવે છે. કારણ કે દિનપ્રતિદિન વાઘની સંખ્યા ઘટી રહી છે. સંિહ કે બીજા જંગલના પ્રાણીઓ કરતા વાઘની હંિસા વઘુ પ્રમાણમાં થવાનું કારણ કેટલીક માન્યતાઓ છે. વાઘના નખ અને દાંતને ચમત્કારિક માનવામાં આવે છે. વાઘના નખ-દાંતના માદળિયા બનાવાય છે. સંધિવાના દર્દમાં વાઘની ચરબીમાંથી બનાવેલી દવા વપરાય છે. પેશાબની પથરી થઇ હોય તો તે વાઘની ચરબીવાળી દવા ખાવાથી મટી જાય છે તેમ ચીની વૈદ્યો માને છે. વાઘની મૂછનો ઉપયોગ જંગલના લોકો પ્રેયસીને આકર્ષવા માટે માદળિયામાં પહેરે છે. જંગલના લોકો વાઘના દરેક અંગને મૂલ્યવાન માને છે. જાપાનમાં નપુસંકતા નિવારવા વાઘની ચરબીવાળું તેલ વપરાય છે. વાઘના મૂત્રપંિડમાંથી બનાવેલું તેલ માણસને કૌવતવાન બનાવે છે તેવી માન્યતા છે.
* * *
ભારતને બે કિનારાઓ છે - પૂર્વ અને પશ્ચિમ. આ દરિયાકાંઠા પર દસ મોટાં બંદરો અને બસ્સો જેટલાં નાનાં અને મઘ્ય કક્ષાના બંદરો છે. ઉપરાંત આપણી પાસે ઘણાં ટાપુઓ પણ છે. આ ટાપુઓ ભારતની મુખ્ય ભૂમિ કરતાં બીજા દેશોની વઘુ નજીક આવેલા છે. પૂર્વમાં આંદામાન અને નિકોબાર થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાની વઘુ નજીક છે, જયારે પશ્ચિમમાં લક્ષદ્વીપ અને મિનિકોય માલદિવ્સના પડોશી છે. આ દેશો સાતે ભારત અત્યંત મીઠા સંબંધો ધરાવે ચે. ભારતનો ૯૦ ટકા વિદેશવેપાર દરિયાઇ માર્ગે થાય છે, જે ચલાવવા આપણી પાસે ૬ લાખ જી.આર.ટી. (ગ્રોસ રજીસ્ટર ટનેજ) ક્ષમતાનાં વેપારી જહાજો છે. ઉપરાંત વિદેશી જહાજોની પણ આપણે સેવા લઇએ છીએ. આની સામે પાકિસ્તાન પાસે કોઇ ટાપુઓ નથી. (કિનારા પાસેના છીછરા પાણીના બેટ બાદ કરતાં). તેનો દરિયા કિનારો માંડ પાંચસો કિલોમીટરનો છે. કરાંચી જ એકમાત્ર મોટું બંદર છે અને દરિયા કિનારો સાવ ટૂંકો હોવાને કારણે આર્થિક વિસ્તાર પણ એટલો નાનો. પાકિસ્તાન આપણી માફક સમુદ્રમાંથી તેલ અને કુદરતી વાયુ મેળવતું નથી.
* * *
સંસ્કૃત ગ્રંથોના કહેવા પ્રમાણે પ્રાચીનકાળમાં કાશ્મીરના રહેવાસીઓ નાગની પૂજા કરતા હતા. આજે પણ પર્વતોમાંથી નીકળતાં વાંકાચૂકા ઝરણાંઓને કાશ્મીરમાં નાગ કહેવામાં આવે છે. કાશ્મીર આવાં અસંખ્ય ઝરણાંઓનો પ્રદેશ છે અને દંતકથા પ્રમાણે તેઓનાં નામ પણ નાગ પ્રત્યય સાથે પડેલાં છે. જેમ કે, નીલનાગ, વેરીનાગ, અનંતનાગ (કાશ્મીરમાં આ એક મોટું નગર છે), વિચરાનાગ, સુખનાગ, કોકરનાગ અને વૈશાખનાગ. વૈશાખ એ વાસુકી નાગનું અપભ્રંશ છે. ત્યાં સુધી કે કાશ્મીરમાં આવેલું એશિયાનું સૌથી મોટું તાજા મીઠા પાણીનું સરોવર વૂલર મહાપદ્દમ નાગદેવતાની ગાદી ગણાય છે. આ નાગદેવતા અશકય ઇચ્છાઓને પણ પૂરી કરે છે એવી એક માન્યતા હતી.
* * *
આઇએસઆઇ આખરે છે શું? પાકિસ્તાન વતી નાપાક કારસ્તાનો તે કરે છે કેવી રીતે? ૧૯૪૮માં બ્રિટીશ આર્મી ઓફિસર મેજર જનરલ આર. કોથોમે પાકિસ્તાની સૈન્યના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે આઇએસઆઇની સ્થાપના કરી હતી. એ વખતે તેમને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે તેમણે શરૂ કરેલી આ ગુપ્તચર સંસ્થા આગળ જતાં એક જુલમી સંસ્થા બની રહેશે. ’૫૦ના દાયકામાં પાકિસ્તાનના પ્રમુખ ફીલ્ડ માર્શલ અયુબ ખાને આઇએસઆઇનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું. પાકિસ્તાનમાં લશ્કરી શાસન ચાલુ રહે તે જોવાનું કામ પ્રમુખે આઇએસઆઇને સોંપ્યું. આ કામ કરવા માટે આઇએસઆઇને ઘણી સત્તા પણ આપવામાં આવી અત્યારે પરિસ્થિતિ એવી છે કે, પાકિસ્તાનમાં આઇએસઆઇ એક એવી સત્તા બની ગઇ છે જેના ઉપર બીજી કોઇ સત્તા નથી રહી.
* * *
યુનેસ્કોના વિશ્વવારસાની યાદીમાં સ્થાન પામેલી દુનિયાની સૌથી ઊંચી અને ૨૫૦ વર્ષો જૂની બુદ્ધ ભગવાનની પ્રતિમા ચીનના બિજંિગ ખાતે છે. આ પ્રતિમાને ૧,૦૦૦ હાથ અને ૧,૦૦૦ આંખો છે. આ મૂર્તિની ઊંચાઇ ૨૩.૫ મીટર છે અને તેનું વજન ૧૧૦ ટન છે.
* * *
તિહારની જેલ નંબર પાંચમાં ૧૬ થી ૨૧ વર્ષના કેદીઓ રસોડું સંભાળે છે. કેદીઓના કહેવા મુજબ, ફાઇવસ્ટાર હોટેલ કરતાં પણ સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન અહીં પિરસાય છે. આ ખોરાક સંપૂર્ણપણે શાકાહારી હોય છે. રસોડામાં જતાં પહેલાં કેદીઓએ રબરનાં મોજાં અને એપ્રિન (રસોઇ બનાવતી વખતે પહેરાતું વસ્ત્ર) પહેરવાં જરૂરી છે.
* * *
૧૮૨૬ની સાલમાં એટલે કે લગભગ ૨૦૫ વર્ષ પહેલાં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં એક રસાયણશાસ્ત્રી વિવિધ દવાઓ બનાવતો હતો. દિવાસળીની શોધ કરવાનો એનો ઇરાદો નહોતો. આ રસાયણશાસ્ત્રી પોટાશ અને એન્ટીમની નામના બે રાસાયણિક પદાર્થના લોંદાને હલાવતો હતો ત્યારે ધાતુનો ચમસો જડયો નહીં એટલે તેણે બાજુમાં પડેલી લાકડાની પાતળી સોટી ઉપાડી અને તેનાથી મિત્રણને હલાવ્યું. મિશ્રણ હલાવીને થાકયો એટલે તેણે આરામ લેવા સિગારેટ પીવા માંડી. તે પછી મિશ્રણને હલાવવા લાકડાની સોટી ઉપાડી તો તેણે જોયું કે મિશ્રણનો લોંદો સૂકાઇને સોટી સાથે ચીટકી ગયો હતો. રસાયણશાસ્ત્રી જોન વોકરે લોંદાને કાઢી નાંખવા સોટીને જમીન સાથે ઘસી અને તુરંત ભડકો થયો. પોટાશવાળી સોટીને ઘર્ષણ મળતાં તે સળગી ઉઠેલી. આ અકસ્માતને કારણે જ જગતમાં દિવાસળીની શોધ થઇ. એ પછી રસાયણશાસ્ત્રીએ દિવાસળી બનાવવા માંડી. તે સમયે ૧૦૦ દિવાસળીની પેટી બે પૈસામાં મળતી હતી.
* * *
શિવાકાશીમાં ફટાકડાની ૨૦૦થી ૩૦૦ વેરાયટી બને છે. બીજા વિશ્વયુદ્ધ વખતે શિવાકાશીમાં ફટાકડાનો ધંધો વિકસી શકયો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અંગ્રેજોએ શિવાકાશીના ફટાકડાના માલિકોને બોમ્બ બનાવવાનું કહ્યું હતું. આજે ભારતમાં ફટાકડાની જે પ્રખ્યાત ચીજો છે તેમાંથી ઘણી બધી ડિઝાઇન ચેલ્લાદુરાઇ નામના નાડરે શોધી છે. આપણા દેશમાં જર્મનીથી તારામંડળ આવતા હતા. ચેલ્લાદુરાઇએ અંગ્રેજી પુસ્તક વાંચીને ભારતમાં ૧૯૩૦માં પહેલીવાર તારામંડળ બનાવ્યું. જમીન ઉપર રમવાની જમીન ચકરડીની શોધ પણ ચેલ્લાદુરાઇએ કરી હતી.
* * *
સ્વિત્ઝરલેન્ડના જિનિવા શહેરમાં સૂટ-બૂટ-ટાઇ પહેરીને એક યુરોપિયન આવ્યો. તેણે બેંન્ક પાસેથી ૧૦૦૦ સ્વિસ ફ્રાંકની લોન માગી. બેન્કવાળાએ પૂછયું ઃ ‘લોન સામે સિકયુરિટી શું આપશો?’ યુરોપિયને તેના હાથમાંની ચાવી બતાવી, ‘બહાર મારી રોલ્સ-રોયસ ગાડી પડી છે.’ રોલ્સ ગાડીને બેન્કવાળાએ બેન્કના ગેરેજમાં પાર્ક કરી અને લોન આપી. મહિના પછી પેલો માણસ આવ્યો અને લોનના ૧૦૦૦ ફ્રાંક અને વ્યાજના ૧૭ ફ્રાંક આપી દીધા. પછી બેન્કવાળાએ પૂછયું, ‘‘... એ તો ઠીક પણ તમે આટલી લોન કેમ લીધી?’’ રોલ્સ-રોયસવાળાએ કહ્યું ઃ ‘‘જિનિવા જેવા ખર્ચાળ શહેરમાં ફકત ૧૭ ફ્રાંકમાં એક મહિના સુધી મોટર પાર્ક કરવા કોણ ગેરેજ આપે? તમે જ કહો...’’
* * *
માણસની જેમ ચિમ્પાન્ઝીને પણ પોલિયો થાય છે. માણસને સૌથી વઘુ મળતું આવતું પ્રાણી ચિમ્પાન્ઝી છે. બન્નેના જનીનિક બંધારણમાં ૯૮ ટકા સામ્ય છે. પેટનો દુઃખાવો મટાડવામાં તથા પેટમાંના કૃમિમાંથી છુટકારો મેળવવામાં એસ્પિલિયા નામના એક છોડના પાંદડા ઉપયોગી થાય છે એ વાતની ચિમ્પાન્ઝીઓને ખબર હોવાનું જાણવા મળ્યું. અમુક ચિમ્પાન્ઝી પેટની તકલીફ વખતે આ પાંદડા આરોગતા જોવા મળ્યા.
* * *
દરેક જણ બોડીબિલ્ડીંગ માટે સક્ષમ ન ગણાય. વારસાગત રીતે નબળો કે એકવડીયો બાંધો અને ઓછી ઊંચાઇ ધરાવતી વ્યક્તિ ખૂબ જ મહેનત કરે તો પણ એ સ્પર્ધામાં પ્રથમ ન આવે, કાળા માથાનો માનવી ધારે એ કરી શકે છે એમ કહેનાર હિટલર અહીં ખોટો પડે છે. બોડીબીલ્ડીંગ માટે શરીરનું માળખું પણ અનુકૂળ હોવું જોઇએ. ૯૦ ટકા લોકોના શરીર બોડીબિલ્ડીંગ માટે સક્ષમ હોય છે. જેમના શરીર બોડીબિલ્ડીંગ માટે સક્ષમ ન હોય તેઓને પણ કસરત કરવાથી તંદુરસ્તીમાં ફાયદો થાય છે. આર્નોલ્ડ સ્વારઝેનગર કે પ્રેમચંદ ડેગરાના શરીરનો બાંધો જ એવો હતો કે તેઓ લગનપૂર્વક કસરત કરે તો જરૂર પ્રથમ આવે, બોડીબિલ્ડીંગની કસરતો કરવાથી અનેક સામાન્ય વ્યાધિઓ કે દરદો ગાયબ થઇ જાય છે પણ ટી.બી.ના દરદી કે હૃદયની બિમારી ધરાવતી વ્યક્તિ કસરત કરી ન શકે.
* * *
અફીણનું વજન વધારવા તેમાં લાલ ગ્રીસ અને ગોળનો ભૂકો ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત કેરીના મોરને વાટીને ચરસમાં ભેળસેળ કરવામાં આવે છે. કેરીના મોરની વાસ અને ચરસની વાસ સરખી છે. જેથી ભેળસેળની ખબર પડતી નથી. બ્રાઉન શુગરમાં પણ ભેળસેળ થાય છે. અફીણનો પાઉડર અને બાવળનાં પાંદડાને બાળીને બનતા કોલસાને ભેગા કરીને બ્રાઉન શુગરમાં ભેળવાય છે.
* * *
બોસ્ટન શહેરની એક કોર્ટમાં એક ગરીબ અસીલ ઉપર ખૂનનો આરોપ હતો. કોર્ટમાં તે ફાટેલાં કપડાં પહેરીને આવતો હતો. તેના વકીલે દલીલ કરી કે મારો અસીલ ખરાબ કપડાં પહેરીને આવે છે તેથી તેની ઇમેજ ખરાબ થાય છે. કદાચ ન્યાયાધીશને પૂર્વગ્રહ ઉભો થાય. એટલે રાજય સરકારે આરોપીને સરકારી ખર્ચે સુટ સીવડાવી આપ્યો. પણ તેનો રંગ આરોપીને પસંદ ન પડયો. ન્યાયાધીશે તેને ગુનેગાર ઠરાવ્યો ત્યારે આરોપીએ કહ્યું, ‘‘સૂટનો રંગ અપશુકનિયાળ હતો...’’

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved