Last Update : 08-August-2012, Wednesday

 

લાઇફ પાર્ટનરને બદલે અન્ય સ્ત્રી કે પુરુષ સાથે ઇમોશનલ અફેર્સ વધી રહી છે

વામાવિશ્વ- અનુરાધા દેરાસરી
- આજના દંપતીઓ ઇમોશનલ આઇસોલેશન ભોગવે છે. આ શૂન્યાવકાશ અન્ય સ્ત્રી- પુરુષ સાથેના ભાવાત્મક સંબંધથી ભરાઈ જાય છે જે પતિ- પત્નીને એકબીજાથી વિમુખ કરે છે

રીટા સંઘવી અને પ્રભાકર બેનર્જી હૈદ્રાબાદની આઇ.ટી. કોર્પોરેટ કંપનીમાં છેલ્લા બે વર્ષથી સાથે કામ કરે છે દિવસ- રાત જોડે કામ કરવાનું, મીટીંગ, બહારગામમાં સેમિનારમાં પણ સાથે જાય છે. રીટા સંઘવીના પત પણ એક આઇ.ટી. કંપનીમાં સી.ઇ.ઓ. છે તેમને વારંવાર ટુરીંગ રહે છે રૂટીન વાતો જરૂર થાય છે પણ સાથે બેસીને વીતાવવાનો ક્વોલીટી ટાઇમ નથી મળતો. જ્યારે રીટા અને પ્રભાકર દિવસના મોટા ભાગના કલાકો સાથે કામ કરે છે એટલે ધીરે ધીરે રીટા અને પ્રભાકર પોતાની બધી જ વાતોમાં શેરીંગ કરતા થઈ ગયા છે અને હવે તેમની મિત્રતા- દોસ્તીએ ભાવનાત્મક સંબંધનું સ્વરૂપ ધારણ કર્યું છે. આને ઇમોશનલ અફેર્સ કહે છે જેમાં રીટા અને પ્રભાકરને ઘણો બધો સમય સાથે વીતાવવાનું મન થાય છે. બંનેને એકબીજાના લાઇકીંગ્સ ગમવા માંડ્યા છે. ટૂંકમાં બંને મિત્રતાની હદ પાર કરી ભાવનાત્મક લાગણીથી જોડાઈ રહ્યા છે. એક્સ્ટ્રા મેરીટેલ રીલેશનશીપ નથી કે પ્લેટોનિક લવ નથી સમય અને સંજોગો દ્વારા ઉભા થયેલા ભાવનાત્મક સંબંધો છે જેને ઇમોશનલ અફેર્સ કહેવામાં આવે છે. આઘુનિક યુગમાં કામકાજી દંપતીઓનો ઉભરતો પ્રશ્ન છે. બદલાઈ રહેલી સામાજિક રહેણીકરણીનું આ નકારાત્મક પાસું છે.
આ ભાવનાત્મક સંબંધ એટલે ઇમોશનલ અફેર્સ- સંબંધમાં સ્ત્રી અને પુરુષની દોસ્તીમાંથી સહજ રીતે એકબીજાની ભાવનાથી એટલા બધા નજીક આવી જાય છે કે મિત્રતાની રેખા પાર થઈ જાય છે આ સંબંધના વર્તુળમાં પેઠા પછી બન્ને બાજુ પાર્ટનર હોવા છતાં ભાવનાત્મક સંબંધથી જોડાયેલા સ્ત્રી-પુરુષને એકબીજા સાથે રહેવું ગમે છે એકબીજાની કંપની વગર ચાલતું નથી. સાથે ઉઠવું- બેસવું, કામ કરવું ગમે છે, એકબીજા માટે સારી રીતે તૈયાર થવું, ઇમ્પ્રેસ કરવા એટલે સુધી એકબીજાની નીજી (પર્સનલ) વાતો પણ આ ભાવનાત્મક કપલ એકબીજાની સાથે શેર કરતા થઈ જાય છે જેમાં લાઇફ પાર્ટનર હોવા છતાં આ ગમતી વ્યક્તિ સામે હૃદયની લાગણી ઠાલવવી ગમે છે. પોતાના પતિ/ પત્ની કરતા તમારા આ ભાવનાત્મક પાર્ટનર પર એ સમય અને સંજોગોમાં વધારે વિશ્વાસ બેસે છે. આ ભાવનાત્મક સંબંધ જ્યારે ચરસીમાએ પહોંચે છે ત્યારે સામેની વ્યક્તિ પતિ/ પત્ની- લાઇફ પાર્ટનર્સમાં થોડા દુર્ગુણો દેખાવા માંડે છે જેની ચર્ચા ક્યારેય ભાવનાત્મક પાર્ટનર જોડે થઈ જાય છે.
આ ઇમોશનલ/ અફેર્સ એ લગ્નેત્તર સંબંધ (એક્સ્ટ્રામેરીટલ રીલેશનશીપ) કે પ્લુટોનિક લવથી જુદો પડે છે. એક્સ્ટ્રા મેરીટલ રીલેશનશીપમાં સ્ત્રી-પુરુષ લાગણી સાથે શારીરિક સંબંધથી જોડાય છે અને ઘણી વખત એકબીજા પાર્ટનર દાંપત્ય જીવનમાં ભંગાણ પણ પાડે છે. દ્રષ્ટાંત જોઈએ તો આમીરખાન અને હાલની પત્ની કિરણ રાવ આમીરખાનની પહેલી પત્નીના સંપૂર્ણ સમર્પણ છતાં આમીરખાન કિરણ જોડે લગ્નેતર સંબંધથી જોડાયા અને પ્રથમ લગ્નમાં ભંગાણ સર્જાયું જ્યારે પ્લેટોનિકમાં પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ પ્રેમ હોય છે જેમાં સંપૂર્ણ સમર્પણ હોય છે. વ્યક્તિઓ એકબીજાને અંતરથી ચાહે છે પરંતુ એકબીજા માટે સંપૂર્ણ જતું કરે છે. આ પ્લેટોનિક લવમાં પણ શારીરિક સંબંધ નથી પણ તેમાં સમર્પણને ત્યાગ છે જેમ કે રાધા-કૃષ્ણનો પ્રેમ ભાવનાત્મક સંબંધ એ આઘુનિક સમાજનું પરિણામ છે.
ઇમોશનલ અફેર્સ થવાના કારણોમાં સૌથી અગત્યનું કારણ દાંપત્યજીવન જીવતા પતિ- પત્નીની અત્યંત વ્યસ્ત વ્યવસાયિક અને રોજીંદું જીવન આજના પતિ- પત્નીઓ એકબીજા માટે પૂરતો સમય ફાળવી શકતા નથી સ્ત્રી પર આવી પડેલી આર્થિક જવાબદારીઓ સાથે કૌટુંબિક જવાબદારીઓ ઓછી નથી થઈ આથી બે બંિદુઓના સંતુલનમાં પત્નીઓ પતિ માટે સમય ફાળવી શકતી નથી પતિઓ આર્થિક રેટરેસ પાછળ દોડે છે આથી જુદી જુદી રીતના આર્થિક ઉપાર્જનને કારણે તેઓ પત્ની માટે સમય ફાળવી શકકા નથી બંનેનું દાંપત્યજીવન માટે ભાવનાત્મક ઐક્ય થવું જોઈએ તે ઘણાં દંપતીઓમાં થતું નથી પ્રેમ બન્નેને એકબીજા માટે જરૂર હોય છે, પરંતુ જે હૂંફ અને ભાવનાત્મક શેરીંગ હોવું જોઈએ તે ઓછા પડે છે આથી પતિ/ પત્નીઓ ભાવાત્મક રીતે એકલતા (ઇમોશનલી આઇસોલેશન) ભોગવે છે. આ શૂન્યાવકાશ પુરુષ મિત્ર કે સ્ત્રી મિત્ર દ્વારા એકબીજાને પુરાય છે અને રોજબરોજના વ્યવસાયના સ્થળે જીવાતું વધારે સમયનું અને સંજોગ તેમને ભાવનાત્મક રીતે જોડે છે.
ઘણીવાર એવું બને છે કે લાગણીઓનો એટલો ઉભરો ઘરમાં આવ્યો હોય પણ પતિ- પત્ની એકબીજા સામે સમયના અભાવે ઠાલવી નથી શકતા. ઓફિસમાં દિવસનો વધારે સમય વીતાવતા સહકર્મચારી સ્ત્રી-પુરુષ આગળ તે ઠાલવી દેવાય ધીરે ધીરે તે આદત બની જાય છે ને ક્યારેક સહકર્મચારી પાસેથી મળેલી ઉષ્મા ભાવનાત્મક સંબંધ બાંધે છે.
આજના ટી.વી. માઘ્યમોમાં આવતી સિરિયલોમાં મોટે ભાગે ક્રોસ રીલેશનશીપ જોવા મળે છે. સ્ત્રી-પુરુષ વચ્ચેની સ્વતંત્રતાની રેખા તોડવામાં આ માઘ્યમનો ઘણો મોટો હાથ છે. આ પ્રકારની સિરિયલો જનમાનસ પર અસર કરે છે અને આવા ભાવનાત્મક સંબંધોની સ્વીકૃતિ સહજ બનાવે છે.
ઘણીવાર એવા પણ પરિણામો આવે છે કે આઘુનિકાઓ મોજશોખ માટે પૈસા મેળવવા સહકર્મચારી બોસ જોડે ભાવનાત્મક સંબંધો બાંધતી હોય છે જે ઔપચારિક હોય છે જેમાં કંપની સામે પૈસાનું વળતર લેવાય છે.
આજે ઘણા દંપતીઓ અમેરિકન સોસાયટીની જેમ જુદા જુદા શહેરોમાં નોકરીઓ કરતા હોય છે પત્ની ગૃહિણી હોય તો પણ બાળકો માટે સ્થાયી એક શહેરમાં વસવાટ કરે છે. અને પતિને બહારગામની નોકરીમાં ફરવું પડે છે આ સમીકરણમાં મદદકર્તા તરીકે સ્ત્રી- પુરુષ ભાવનાત્મક સંબંધ બાંધી બેસે છે.
આજે આ પરિસ્થિતિમાં ઉમેરો કર્યો છે. ટેકનોલોજીકલ સાધનોએ મોબાઇલ પર આવતા મેસેજો કે ઇન્ટરનેટ પર થતા ઇમેલો ભાવનાત્મક સંબંધોમાં ઉદ્દીપનનું કામ કરે છે.
આ પ્રકારના ‘ઇમોશનલ અફેર્સ’નું પરિણામ એ આવે છે કે, પતિ- પત્ની એકબીજાથી દૂર થતા જાય છે પરિણામે રોજીંદી અને વ્યવહારિક રૂટિન વાતો જ બંને વચ્ચે થતી રહે છે પણ હૂંફ અને આત્મીયતામાં ઓટ આવે છે. આની અસર બાળકો સાથેના પતિ- પત્નીના વર્તનમાં અને પતિ- પત્નીના સેક્સ સંબંધો પર અસર પડે છે. પોતાના બેટરહાફની ક્ષતિઓ પણ દાંપત્ય સપાટી પર દેખાવા લાગે છે સ્ત્રી અને પુરુષ બંનેની ભાવનાત્મક જરૂરિયાતો બીજી વ્યક્તિ દ્વારા પૂરી થાય છે. આથી પતિ- પત્નીન જરૂરિયાત ઓછી થવા માંડે છે આમાં તમારા લાઇફ પાર્ટનરને સૌથી મોટું નુકસાન થાય છે.
વ્યવસાયિક વ્યવહારમાં મિત્રતા આવકાર્ય છે પરંતુ આવા ભાવનાત્મક સંબંધોમાં લાંબે ગાળે લગ્નેત્તર સંબંધોમાં પરિણમી શકે છે અને પરિણામે દાંપત્યજીવનમાં તિરાડ પણ પાડે છે.
આઘુનિક સમયમાં ભાવનાત્મક સંબંધ આગળ ન વધે તે માટે બીજો છેડે સ્ત્રી- પુરુષે સતત પોતાના કુટુંબને અગ્રીમતા આપવી જરૂરી છે. ખાસ કરીને સ્ત્રીઓનું હૃદય વધારે ભાવુક અને ૠજુ હોય છે જેના કારણ સ્ત્રીના પક્ષે તકેદારી વધારે રાખવાની રહે છે એટલે કે સ્ત્રી ભાવનાઓમાં વહી ના જાય તે સ્ત્રીએ પોતે જોવાનું રહે છે તે સાથે આઘુનિકાઓ પૈસા માટે ભાવનાત્મક સંબંધો બાંધે છે, પુરુષોએ તેની સામે ચેતતા રહેવા જેવું હોય છે. કદાચ પણ સ્ત્રી- પુરુષ ભાવનાત્મક સંબંધમાં પલોટાઈ ગયા હોય તો તેણે પોતાના પાર્ટનરની જગ્યાએ પોતાને મૂકી તે પરિસ્થિતિનો ક્યાસ કાઢવાની જરૂર ઉભી થાય છે.
ભાવના એ કોઈ પણ જીવિત વ્યક્તિના જીવનની ધરોહર છે સંબંધો રોજીંદા, વ્યવહારિક અને ભાવનાત્મક ત્રણ જાતના હોય છે આજની આઘુનિક પરિસ્થિતિએ આઘુનિક દંપતીઓમાં આ પ્રકારના સંબંધોની શરુઆત કરી છે જો સાવધાની વરતવામાં નહીં આવે તો શહેરમાં ચણાતા સિમેન્ટ કોંક્રીટના જંગલોની જેમ ઇમોશન અફેર્સ ભાવનાત્મક સંબંધો દાંપત્યજીવનના ઉપવનમાં મોટી ઇમારતો ખડી કરી દેશે.
સ્ત્રી-પુરુષ બંનેએ પોતાની લાગણી બંિદુઓને કાબૂમાં રાખવા રહ્યા મિત્રતા ખોટી નથી ખોટી ભાવનામાં વહી જવું તે અસ્થાને છે. ફ્રેન્ડશીપ ડેની આ જ સાચી શીખ હોઈ શકે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved