Last Update : 08-August-2012, Wednesday

 

બેવડાં ધોરણોથી બચવા કૃષ્ણાએ કયો માર્ગ અપનાવ્યો?

- કૃષ્ણાને સમજાઈ ગયું કે બેવડાં ધોરણોનું ઉપાદાન શબ્દો છે. તો શબ્દોનો ઉપયોગ શા માટે? આંખ બોલતી હોય તો એ બાળક આંખની ભાષા જલ્દી સમજી લે છે, શબ્દ કરતાં વઘુ.

કૃષ્ણાને બચપણથી એક ટેવ હતી ઃ જે કાંઈ વિચારો આવે તે તેની ‘પર્સનલ ડાયરી’માં ટપકાવી લેતી. જેથી તેના વિચારોની સ્પષ્ટતા વધતી અને પોતાને શું કરવાનું છે તેનું ‘ગાઈડન્સ’ મળતું. પોતે ઘુમ્મસના વાદળોમાંથી બહાર નીકળી જતી અને ચાલવા માટે લાંબો રાજમાર્ગ મળી જતો. ડાયરીનો બીજા ફાયદો એ થયો કે તેને કદી અનિશ્ચિતતા પજવતી નહીં. ભવિષ્ય ઊજળું દેખાતું. ક્રમશઃ એક પછી એક ડગલા પૂરી નિશ્ચિતતા સાથે માંડી શકતી. ડેફિનીટ એક્શન લેવામાં કોઈ મુશ્કેલી તે કદી ન અનુભવતી.
કૃષ્ણાનો જીવન મંત્ર હતો ઃ જસ્ટ બી યૉરસેલ્ફ. પણ જ્યારે ચિરંજીવ સાથે પરણી ત્યારે તેને લાગેલું કે ચિરંજીવ સાફ દિલનો માણસ છે. રહેતે રહેતે સમજાયું કે તેનાં જીવનનાં ધોરણો બેવડાં છે. તે વિચારતો કશુંક જુદું, બોલતો બીજું કાંઈક અને અનુભવતો ત્રીજું કાંઈક. નવાઈની વાત તો એ હતી કે જેનાથી ચિરંજીવ પોતે અજ્ઞાત હતો. જેની ખબર પોતાને પડી ત્યારે તેનો ચિરંજીવ માટેનો રોષ ઘટી ગયો.
કૃષ્ણાની ખરી કસોટી થઈ જ્યારે તે પ્રેગનન્ટ બની! ચિરંજીવનાં જીવન ધોરણો બેવડાં હતાં. અરે, આસપાસની તમામ દુનિયાના ધોરણો બેવડાં હતાં. પળભર તે મુંઝાઈ ગઈ. ક્ષણભર તેની આસપાસ ઘુમ્મસના ગોટેગોટા વળ્યા. ચિરંજીવની મદદ લેવાનો અર્થ નહોતો. હા, ચિરંજીવ તેને પ્રેમ કરતો. એ એક જમાપાસું ખરું. તેમાં કશી ભેળસેળ નહોતી ઃ પણ પેલું ઘુમ્મસ - અચાનક ડાયરીની મદદ મળી ઃ તમે ક્યાંક અટવાવ ત્યારે પળભર તમારું ઘ્યાન તેના પરથી ખસેડી લો અને મનને આરામ આપો. સમસ્યાનો ઉકેલ મળી આવશે. નાઉ, કૃષ્ણા રીલેક્સ થઈ ગઈ.
પ્રસૂતિના પ્રથમ દિવસથી જ આવનાર બાળક પર તે ‘ફોકસ’ થઈ ગઈ. આસપાસની દુનિયા ભૂલી ગઈ. પતિને પ્યારથી વશ કર્યો અને બાળકના જન્મ સુધી સંપૂર્ણ રીલેક્સ રહી, સ્ટ્રેસને કદી ફરકવા ન જ દીઘું. પણ સમસ્યા તો બાળકના જન્મ પછી શરૂ થઈ શકે. પૉલ્યુટેડ એનવાયર્નમેન્ટ, સામાજીક બેવડાં ધોરણો, પોતાનાં જ ઘરમાં પતિનાં બેવડાં વલણો. મૂંઝળી નાખે તેવી સમસ્યા જરૂર હતી. ફરી ‘પર્સનલ ડાયરી’ મદદે આવી.
‘પર્સનલ ડાયરી’ બોલતી હતી ઃ એવા લોકોના વિચારો પસંદ કરો જે તમને સ્ટ્રેન્થ આપે. અંધકારમાં પ્રકાશનું કિરણ બતાવે. તરત જ જીજાબાઈનું સ્મૃતિચિત્ર નજર સમક્ષ ખડું થયું. અનેક અવરોધ વચ્ચે જીજાબાઈ શિવાજીનું ઘડતર કરી શકે તો પોતે પોતાના દીકરા ઓમનું ઘડતર કેમ ન કરી શકે? સૌપ્રથમ તો બાળક સાથેના પ્રથમ મિલન અને તેની આંખ સામે પોતાની આંખ મિલાવી અને સાંત્વન આપ્યું કે હરકોઈ સ્થિતિમાં પોતે તેની સાથે છે. અને ઓમે રડવાના બદલે હસવાનું શરૂ કર્યું.
કૃષ્ણાને સમજાઈ ગયું કે બેવડાં ધોરણોનું ઉપાદાન શબ્દો છે. તો શબ્દોનો ઉપયોગ શા માટે? આંખ બોલતી હોય તો એ બાળક આંખની ભાષા જલ્દી સમજી લે છે, શબ્દ કરતાં વઘુ. બીજું, એમને કશું કહેવું નહીં પણ એ શું કરે છે તે જોતાં રહેવું. તેને સમજ આવી હતી કે બાળક જો સમસ્યા ઊભી કરે છે તો તેનો ઉકેલ પણ તેની પાસે હોય છે. ધીરજ રાખવી અને નિરીક્ષણ કરતાં રહેવું. જરૂર જણાય ત્યારે જ મદદ કરવી.
કૃષ્ણાની પર્સનલ ડાયરી કહેતી હતી ઃ બાળકને શુદ્ધ વાતાવરણ આપવું. આસપાસ કોઈ પોલ્યુશનનો સ્કોપ ન રાખવો. તેનો રૂમ રોજેરોજ સાફ થતો. બેડની સાફસૂફી થતી. સમયસર ખોરાક આપવાનું નક્કી કર્યું. નવાઈની વાત તો એ હતી કે બાળક રાત્રે શાંતિથી ઊંઘ લેતું. સવારે આરામથી પ્રસન્નતાથી આંખ ઉઘાડતો. ઓમ જેમ જેમ થોટો થવા લાગ્યો તેમ એને પ્રકૃતિનાં વાતાવરણનો સાથ વઘુ મળવા લાગ્યો. પશુ પંખી, નદી-ઝરણાની ભાષા બેવડાં ધોરણને નજીક ફરકવાનો ચાન્સ ન આપતો. બીજું, ઓમ પોતે નક્કી કરી લેતો એને શું કરવાનું છે. તેની ‘ત્રીજી આંખ’ ખૂલી ગઈ હતી.
પર્સનલ ડાયરીની છેલ્લી વાત ઃ કુટુંબના કે સમાજનાં બેવડાં ધોરણોની ફિકર ન કરો. બાળકને એવું વાતાવરણ આપો કે બાળક પોતે જ કયા માર્ગે જવું છે તે નક્કી કરી લે.
- હરેન્દ્ર રાવલ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved