Last Update : 08-August-2012, Wednesday

 

ચાલો, ઓષ્ઠસજ્જા માટે સજ્જ થઈ જાઓ !

- જો લીપસ્ટીક નીતરે, ફેલાય, ડાઘાડુઘી થાય તો ભીના રૂ વડે સાવચેતીથી બીજો મેકઅપ ન બગડે તે રીતે સ્વચ્છ કરો. થોડી વાર પછી ફરીથી ફાઉન્ડેશન પાઉડર લિપ લાઇનર, લીપસ્ટીક લગાવો

ચહેરાને આકર્ષક તથા પ્રસન્ન અને ફૂલગુલાબી વ્યકિતત્વ બનાવી રાખવામાં સરસ, સાવધાનીપૂર્વક કરાયેલી લીપસ્ટીક ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. હોઠને રૂપાળા રાખવા આ બાબતે જાગૃત બનીને નાની પણ મહત્વની ટીપ્સ યાદ રાખવા જેવી છે.
* લીપસ્ટીક લગાવતા પહેલા હોઠ પર ફાઉન્ડેસન લગાવવાની ખાસ ટેવ પાડો, સરખા પ્રમાણમાં લગાવશો. લીપસ્ટીક હોઠ ઉપર બરાબર જળવાશે, હોઠ લીસા રહેશે. લીપસ્ટીક લગાવવી સરળ રહેશે.
* હોઠ પર ફાઉન્ડેશન લગાવ્યા પછી તેને બરાબર સુકાવા દેવું જરૂરી છે. આ પ્રક્રિયા પછી તેની પર પારદર્શક પાઉડર લગાવવો. જેથી લિપસ્ટીક લાંબો સમય ટકી શકે.
* હવે પછીની પ્રક્રિયા તરફ આગળ વધીએ તો હવે હોઠની આઉટ લાઇન બનાવી લો. આઉટ લાઇનમાં જે રંગની લીપસ્ટીક ઉપયોગમાં લેતા હોય તેનો જ ઉપયોગ કરો. લીપસ્ટીક લગાવતા હોઠમાં આઉટ લાઇનને મીકસ કરવી પણ જરૂરી છે. લીપસ્ટીક સીધી અથવા લીપ બ્રશનાં ઉપયોગથી લગાડી શકાય. આ કળા અનુભવ માંગે છે.
* હવે થોડી વાર હોઠ પર લીપસ્ટીકને સેટ થવા દો. થોડી વાર પછી હલકો પાઉડર લગાવી દો. હોઠ પર સેટ થયા પછી આખો દિવસ તમારે માત્ર ટચઅપ બાબતે જાગૃતિ રાખવાની રહેશે.
* જો લીપસ્ટીક નીતરે, ફેલાય, ડાઘાડુઘી થાય તો ભીના રૂ વડે સાવચેતીથી બીજો મેકઅપ ન બગડે તે રીતે સ્વચ્છ કરો. થોડી વાર પછી ફરીથી ફાઉન્ડેશન પાઉડર લિપ લાઇનર, લીપસ્ટીક લગાવો.
* ફાઉન્ડેશન હોઠની તિરાડો પૂરવાનું કામ કરે છે આનાથી લીપસ્ટીક તિરાડોમાં ભરાતી નથી. પણ સરખા પ્રમાણમાં લાગે છે.
* ફાટેલાં હોઠ માટે લીપ બામનું કામ મહત્વનું છે. લીપ બામ આખો દિવસ પણ લગાડી શકાય છે. આમાં નુકશાન કર્તા તત્વો નથી પણ તેની ટેવ પણ પડવી ન જોઈએ. લીપબામ હોઠનું કન્ડીશનીંગનું કામ કરે છે. હોઠને કુદરતી રીતે ભીના રાખવા વઘુ પાણી પીવું જરૂરી છે.
* હોઠ પર જીભ ફેરવવાની ટેવ ને ટાળો લીપબામ ભૂસાશે. લીપબામ એક વારમાં ફેરવો.
* હોઠ ચાવવાની દાંત કચકચાવાની, ખરાબ રીતે બ્રશ કરવાની, ખરાબ રીતે ખાવાની ટેવ, હોઠને નુકશાન કરી શકે છે. જીભ વારંવાર ફેરવો નહીં. આવું કરવાથી હોઠ વઘુ ફાટે છે.
* હોઠ ઉપર હલકી લીપસ્ટીક ન લગાવો. આગળ જતા નુકશાનકર્તા બની શકે.
* હોઠ કુદરતી રીતે ગુલાબી હોય તો લીપસ્ટીક ન જ વાપરવી.
* હોઠમાંથી ત્વચામાં તૈલી ગ્રંથીઓ નથી હોતી એટલા માટે જલ્દી કરચલીઓ પડી શકે છે.
- સવિતા તુષાર

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved