Last Update : 08-August-2012, Wednesday

 

સંઘર્ષ નિવારીને જ કારકિર્દી સફળ બનાવી શકાય છે

- સંઘર્ષ દૂર કરવા માટે શિષ્ટ, મીઠાશભરી અને વાત્સવિક ભાષા પ્રયોગનો ઉપયોગ જરૂરી છે. ભારેખમ શબ્દો, આક્ષેપમય શબ્દો, અપમાનજનક શબ્દો, કટાક્ષભરી ભાષા વિખવાદને વધારે છે

જીવનમાં બીજી વ્યક્તિઓ સાથે મતભેદને કારણે સંઘર્ષ થતો રહેતો હોય છે. અમુક વ્યક્તિઓ સંઘર્ષને વધારે રાખવામાં માનતા હોય છે જયારે શાણી વ્યક્તિઓ, દીર્ધદ્રષ્ટા વ્યક્તિઓ સંઘર્ષને નિવારવામાં માનતા હોય છે.
મતભેદ ધરાવતી વ્યક્તિઓની વાતચીત ઉપર તેમની માન્યતાઓ, વ્યક્તિગત અનુભવો, તેમનો ડર ને તેમના પક્ષપાતો અસર કરતા હોય છે. વાતચીતની રીતને અનુસરવાને બદલે તેમનાં વર્તનનાં કારણોને સમજવામાં આવે તો યોગ્ય વાતચીત દ્વારા તેના વિચારો બદલી સંઘર્ષને નિવારી શકાય છે.
સામેની વ્યક્તિને નકારાત્મક દ્રષ્ટિથી, દુશ્મનની દ્રષ્ટિથી જોવામાં આવે ત્યારે સંઘર્ષ નિવારી શકાતો નથી. પરંતુ જો વ્યક્તિ તટસ્થ બની ઘટનાનો વિચાર કરે તો તેનું વર્તન અને વાતચીત હકારાત્મક તથા સકારાત્મક થવા માંડે છે. પરિણામે સારાં પરિણામો તરફ ધપી શકાય છે.
સંઘર્ષ નિવારણ માટે વાતચીત કરવા માટેનું સ્થળ અને સમય પણ અગત્યનો ભાગ ભજવે છે. દા.ત. પતિપત્ની વચ્ચેનો સંઘર્ષ સંતાનોની હાજરીમાં ઘણી વખત વધતો જતો હોય છે. પતિના ઓફિસ જવાના સમયે વાતચીત કરવાનો પ્રયત્ન અસફળ રહે છે અને પત્નિને અપમાનજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. સમજુ પતિપત્ની પોતાના સંઘર્ષની બેડરૂમમાં જ ચર્ચા કરે છે અને સંતાનોની હાજરીમાં તેને રજૂ કરતાં નથી. સંતાનોની હાજરીમાં સંઘર્ષ કરતાં માતાપિતા સંતાનોનું અહિત કરતા હોય છે.
બીજાં કારણોનો તનાવ પણ સંઘર્ષમાં વધારો કરતો હોય છે. સંતાનના અભ્યાસનો તનાવ મેનેજરના વર્તન ઉપર અસર કરી શકે છે. બેંકમાં કામ કરતી સ્ત્રીકર્મચારી ઉપર સાસુ સાથેના સંબંધોનો તનાવ અસર કરી શકે છે અને ગ્રાહકને અન્યાય કરતાં સંઘર્ષ ઊભો થઇ શકે છે. આવા સમયે વ્યક્તિએ પોતાનો તનાવ પોતાનું વર્તન ખરાબ ન કરે તેનું ઘ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘરમાં સંતાનનો સંઘર્ષ તેની સ્કૂલ અથવા કોલેજમાં બીજા વિદ્યાર્થીઓ તરફથી થતી પજવણી અથવા શિક્ષકનું વર્તન હોઇ શકે છે. જયાં સુધી સંઘર્ષ કરતી વ્યક્તિના મનને સમજી શકાતું નથી અથવા મૂળ તકલીફ પકડી શકાતી નથી ત્યાં સુધી સંઘર્ષને દૂર કરવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે.
સંઘર્ષનો નીવેડો લાવવા માટે બેઠેલી વ્યક્તિઓ દખલમુક્ત હોવા જોઈએ. વારંવારની દખલ વિચારોને ખોરવી નાંખે છે. યોગ્ય મુદ્દાઓને ભૂલાવી દે છે. સંઘર્ષ નિવારણની મીટીંગમાં વારંવાર ફોન આવતા હોય, વારંવાર ઇમરજન્સીના નામે બીજી વ્યક્તિઓ વિક્ષેપ કરતી હોય ત્યારે વાટાઘાટો તૂટતી રહે છે. ઘણી વખત હકારાત્મક વલણ અને નિર્ણય ઉપર આવેલ વ્યક્તિ આ વિક્ષેપને કારણે સમય મળતાં નકારાત્મક વિચારો ઉપર વ્યક્તિ ચઢી જાય છે અને ઘણી વખત કિનારે આવેલું વહાણ ડૂબે છે. ખલેલમુક્ત વાતાવરણ સંઘર્ષને દૂર કરવા માટે જરૂરી છે.
સંઘર્ષ દૂર કરવા માટે શિષ્ટ, મીઠાશભરી અને વાત્સવિક ભાષા પ્રયોગનો ઉપયોગ જરૂરી છે. ભારેખમ શબ્દો, આક્ષેપમય શબ્દો, અપમાનજનક શબ્દો, કટાક્ષભરી ભાષા વિખવાદને વધારે છે. અતિ ટેકનીકલ અને કાયદાકીય ભાષા ગેરસમજ વધારે છે અને વિખવાદને દૂર કરવા માટે અસમર્થ સાબિત થાય છે.
ભાષામાં વ્યક્તિનો જે સંસ્કૃતિમાં ઉછેર પામ્યો હોય છે તેની પણ અસર કરતી હોય છે. દા.ત. નાગર અને સુરતી વચ્ચે સંઘર્ષ હોય અને તેમની રહેણીકરણી પ્રમાણેનો ભાષા પ્રયોગ બંનેની ગેરસમજ વધારશે. સામેની વ્યક્તિની રહેણીકરણી પ્રમાણેની ભાષા સ્વીકારી લેવામાં આવે તો સંઘર્ષને દૂર કરવામાં સરળતા રહે છે. જયારે બે વ્યક્તિઓ એક શબ્દનો જુદો જુદો અર્થ તારવે છે ત્યારે પણ સંઘર્ષ વધે છે. પરિણામે સામેની વ્યક્તિ શું સમજી છે. તેણે કેવું અર્થઘટન કર્યું છે તે જાણવું જરૂરી છે અને ગેરસમજને ઝડપથી દૂર કરવાનાં પગલાં લેવાથી વાટાઘાટો સકારાત્મક બને છે.
સંઘર્ષનિવારણ માટે વ્યક્તિએ એક સારા શ્રોતા બનવું પડે છે. ‘હું સાંભળું જ નહીં’ હું શા માટે સાંભળું નું વલણ વાટાઘાટોને નિષ્ફળ બનાવે છે.
વાતચીત કરતી વ્યક્તિઓએ શારીરિક ભાષાને પણ સમજતાં શીખવું પડે છે. સામેની વ્યક્તિના હાવભાવ ઘણી વખત તેના મનની વાત કહી દેતા હોય છે. શાણી વ્યક્તિઓ આ અપ્રગટ ભાષાને સમજવા પ્રયત્ન કરતા હોય છે અને સામેની વ્યક્તિને પારખવાનો પ્રયત્ન ચાલુ રાખતા હોય છે. સંઘર્ષ નિવારણમાં મદદરૂપ થઇ પડે છે.
જયારે સમજ ના પડે ત્યારે સ્પષ્ટીકરણ માંગવું જરૂરી છે અને ચોકસાઈની જરૂરી છે. દા.ત. બીજી મીટીંગ કયારે રાખીશું ?’ ‘ચાર પાંચ દિવસમાં’ અહીં સ્પષ્ટતાનો અભાવ છે આના બદલે ‘બીજી મીટંિગ આ શુક્રવારે ૪ વાગ્યે રાખીએ તો તમને ફાવશે ?’
જવાબ ઃ ‘હા, અહીં સ્પષ્ટતા છે. જવાબ ‘ના’ ‘તમે દિવસ અને સમય જણાવો.’ અહીં પણ સ્પષ્ટતા થવાની છે.
સંઘર્ષ ચાલુ રાખવાથી કોઇ જ ફાયદો થતો નથી અને સમય અને પૈસાની બરબાદી થતી હોય છે. તનાવ ચાલુ રહે છે અને તેની બીજા કાર્યો અને વ્યકિતગત જીવન ઉપર પણ અસર પડે છે. સંઘર્ષને વહેલી તકે દૂર કરવામાં શાણપણ છે.
- રોહિત પટેલ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved