Last Update : 08-August-2012, Wednesday

 

બર્થડે કેક

 

અગાઉનો સવાલ


આજનો પ્રશ્ન પણ થોડો અનોખો અને ઐતિહાસિક છે. ઈન્ટરનેટ એક ગામ છે અને બધા જુદા જુદા સ્વરૃપે ડેટા વ્યવહાર કરતા રહે છે. ગામ હોય ત્યાં ચોર પણ રહેવાના જ. ઈન્ટરનેટ પર પણ આવું જ બને છે. તમે કોઈક અગત્યની માહિતી તમારા મિત્રને મોકલો પણ વચ્ચે બીજું કોઈ એ માહિતી ઉઠાવી જાય એવું બની શકે. તો એમનો રોકવા કઈ રીતે ? આ વિષય ક્રીપ્ટોગ્રાફી તરીકે પ્રસિદ્ધ છે. યુધ્ધના મેદાનમાં થતા સંદેશાવ્યવહાર કોઈ દુશ્મન જાણી ના જાય એ માટે સમાચારને કોડવર્ડ થકી મોકલવાનો રિવાજ પણ આ શાસ્ત્રની દેન છે.
આજનો કોયડો આ વિષયની પ્રસ્તાવનામાંથી લીધેલ છે. મતલબ આ વિષય ભણવાની શરૃઆતમાં આ કોયડો પાર કરીને આગળ વધવાનું હોય છે. જે આ મુજબ છે.
એલીસ અને બોબ જુદા શહેરમાં રહે છે. બોબના જન્મદિવસ પર એલીસ ભેટ મોકલવા માંગે છે. પણ દેશમાં લોકો ખૂબ કરપ્ટ (ભ્રષ્ટ આચાર ધરાવતાં) છે અને પોસ્ટ કે કોઈ પણ સર્વિસ આ ભેટ જોઈ કે કાઢી નહિ લે એની કોઈ ખાતરી નથી. સરકારે આ દૂષણ ડામવા એક સિક્યોર પેટી બનાવી છે. એ પેટીમાં તમારો કીમતી સામાન મૂકી બહાર તાળું મારીને પોસ્ટ મારફતે તમારી ભેટ કે કોઈ પણ વસ્તુ ખાતરીપૂર્વક મોકલી શકાય છે. એક પેટીને ગમે તેટલા તાળા લગાવી શકાય છે પણ દરેક તાળાને એક જ ચાવી છે અને એ મોકલનાર પાસે રહે છે. આટલી વિગતો પછી તમારે શોધવાનું છે કે, બોબ માટે લીધેલી ભેટ એલીસ કેવી રીતે પહોંચાડશે ? જો તમે આ પઝલ ઉકેલી શકો છો તો તમને ક્રીપ્ટોગ્રાફી ભણવામાં જરૃર રસ પડશે !!
જવાબ ઃ
૧) એલીસ સિક્યોર પેટીમાં એની ભેટ મૂકી ઉપર તાળું મારીને પોસ્ટ મારફત મોકલશે અને એ તાળાની ચાવી તેની પાસે રાખશે.
૨) બોબને જ્યારે આ પાર્સલ મળશે એટલે એ એક બીજું તાળું લગાવશે અને એ ફરીથી એલીસને મોકલી આપશે પણ એ બીજા તાળાની ચાવી એની પાસે રાખશે.
૩) એલીસને જ્યારે આ પાર્સલ મળશે ત્યારે એ એની પાસે રહેલી ચાવીથી એણે મારેલું તાળું ખોલીને કાઢી લેશે. અને ફરીથી આ પેટી બોબને મોકલી આપશે.
૪) બોબ જ્યારે એને આ પેટી મળશે ત્યારે એની પાસે રહેલી ચાવીથી એને મારેલું તાળું ખોટી લેશે અને પેટી ખોલી ભેટ મેળવશે !
આશા રાખીએ બોબને એની ભેટ એના જન્મદિવસ પહેલા મળી જાય !
હવે ક્રીપ્ટોગ્રાફિક મગજ ધરાવતાં વાંચકોની યાદી-
(૧) અંકિત વોરા, (૨) સાવન પોપટ, રાજકોટ, (૩) જેનીલ સાંગાણી, વલસાડ, (૪) જીગર અને કારાની, (૫) હાર્દિક પ્રજાપતિ, (૬) ગૌરવ કાપડિયા, (૭) આદીલ મક્સ્તી, (૮) જગત ઠક્કર, વડોદરા, (૯) યશીલ શાહ, (૧૦) અરવિંદ ઓઝા, (૧૧) સિંધી વસીમખાન બશીર, (૧૨) સુમિત, મીઠાપુર, (૧૩) ઉંમગ વઘાસીયા, જુનાગઢ, (૧૪) રાજ દિગ્વિજયસિંહ ડી.
End Game
દર્શની બર્થડે પર કેક લાવવામાં આવી છે. કુલ મળીને ૮ પીસીસ કરવા પડે એમ છે. હવે ઓછામાં ઓછા કેટલા કટ (કાપા) મુકીને કેકને ૮ ભાગમાં કાપી શકાય ? કેવી રીતે કાપશો કેક ? (દરેક કટ સીધી લીટીમાં જ પાડી શકાય છે, નહિ તો ગોળ ગોળ કાપામાં આખી પઝલ અટવાઈ પડશે !) જો ઝબકે તો એકદમ સહેલો જવાબ છે. નહિ તો મજા લાંબી ચાલશે !
બોનસ પઝલ ઃ શૂન્ય ચોકડીની રમતમાં ૬ ખાનામાં એવી રીતે ચોકડી મુકો કે એક પણ રો કે કોલમમાં ૩ ચોકડી ના આવે ! (આ પઝલનો જવાબ મોકલવો જરૃરી નથી, જાતે માથાકૂટ કરો અને શોધો.)
જવાબ ક્યાં મોકલશો ?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh. bhalala@ gmail. com પર મોકલી શકો છો અથવા http://www.bhalalaalpesh. com/ પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved