Last Update : 08-August-2012, Wednesday

 

અમદાવાદનું હૃદય,
ત્રણ દરવાજાની ગઝલ...

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


ત્રણ દરવાજે
અસલી કરતાં પણ ચઢિયાતું ત્રણ દરવાજે,
દરેક લારી પર દેખાતું ત્રણ દરવાજે.
નંગ, ગ્રહોની વીંટી, દોરા ને માદળિયા,
લો શ્રધ્ધાનું જગ સર્જાતું ત્રણ દરવાજે.
પેરિસ-લંડન-ન્યૂયોર્કમાં જેની ફેશન છે,
ઝાપટિયે ઊડતું - ધૂળ ખાતું ત્રણ દરવાજે.
અહીં ખરીદી કરવા ગામેગામ આવતું,
અને શહેર આખ્ખું વેચાતું ત્રણ દરવાજે.
ઝૂંપડપટ્ટી મળે હોઠ રંગીને ઊભી,
અને કોઈને કૈં ના થાતું ત્રણ દરવાજે.
કૈંક ગરીબોની ફરિયાદ કપાયું ખિસ્સું,
પોલિસને આ ના સમજાતું ત્રણ દરવાજે.
ત્રણે ગુણોથી પર ત્રિભુવનમાં રહી બિરાજી,
પરમરૃપ એનું ઝિલાતું ત્રણ દરવાજે.
જડીબુટ્ટીઓ-જ્યોતિષિ - લેપટોપ ને સીડી,
ભારત ને ઈન્ડિયા ઠલવાતું ત્રણ દરવાજે.
જડી જાય અહીં કેટકેટલું ખોવાયેલું,
અને સાચવેલું ખોવાતું ત્રણ દરવાજે.
- રાજેશ વ્યાસ મિસ્કીન
અમદાવાદ એ દરવાજાઓનું શહેર છે. ત્રણ દરવાજા, દિલ્લી દરવાજા, સારંગપુર દરવાજા, જમાલપુર દરવાજા, લાલ દરવાજા... એ તે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ... આ ગરબો યાદ આવી જાય. અમદાવાદની ફરતે એક દીવાલ હતી. અને આ દરવાજાઓ તેનું પ્રવેશદ્વાર હતા. અમદાવાદ દરવાજાઓનું શહેર છે એટલે સૌ આવતા ગયા ને અમદાવાદ વિકસતું ગયું. આજે તો અમદાવાદ ૪૦ કિમીમાં પથરાઈને પડયું હશે પણ એક જમાનામાં આજે જે વિસ્તારો છે એ બધાં નાના નાનાં ગામ સ્વરૃપે હતા. દા.ત. વાડજ ગામ, વાસણા ગામ, કોચરબ ગામ, ફતેપુરા ગામ, નારણપુરા ગામ, વેજલપુર ગામ, બોપલ ગામ, નરોડા ગામ, નિકોલ ગામ વગેરે. ઘણીવાર મિત્રોને કહું છું કે બધા ગામો ભેગા થઈ ગયા અને અમદાવાદ શહેરમાંથી મહાનગર થઈ ગયું.
શું છે આ ત્રણ દરવાજા? અમદાવાદમાં રહેનાર અને અમદાવાદમાં આવનારને માટે આ ત્રણ દરવાજા શબ્દ બહુ મહત્વનો છે. માણેકચોક જવું હોય કે ભદ્રકાળી માતાના દર્શન કરવા હોય કે સીદી સૈયદની જાળી જોવી હોય કે અમદાવાદની લાલ બસમાં બેસીને ક્યાંક જવું હોય... ત્રણ દરવાજા એ જાણીતું સ્થળ છે. ત્રણ દરવાજા ભદ્રકાળીના મંદિર, લાલ દરવાજા સુધી વિસ્તરેલું છે. ચારેતરફ લારીઓ જ લારીઓ. પાથરણા જ પાથરણા. સવારે ૧૦-૧૧ વાગ્યાથી મોડી રાત સુધી ગીરદી જ ગીરદી. ત્રણ દરવાજાની ફૂટપાથ ઉપર તમને નંબરના ચશ્મા પણ બનાવી આપવામાં આવે છે. પાંજરામાં પુરાયેલો પોપટ તમારા ભાગ્યમાં શું લખેલું છે એનું કવર પણ કાઢી આપે છે. એટલું જ નહીં, બધું જ મળે છે. માત્ર તમે નામ બોલો... પેન-પાકીટ-તાળાં-બેગ-ચંપલ બૂટ- ગોગલ્સ-પોસ્ટર-દોરા- માદળિયા- ચાદર- ચોરસા- ટુવાલ- લુંગી- કાચની બંગડીઓ- અમેરીકન ડાયમન્ડ- બગસરાની સોનાની બંગડીઓ - Cosmetics- લસણ-બેલ્ટ- પૂજાપો- અગરબત્તી તમે કંઈ પણ માગો, અહીં હાજર હશે. વિશ્વ પ્રસિદ્ધ brand ની બધી જ નકલી વસ્તુઓ તમે ધાર્યું હોય એના કરતાંય સસ્તા ભાવે ખરીદી શકશો. તમે અહીં છેતરાઈ શકો છો. ખિસ્સું કપાઈ શકે છે, ત્રણ દરવાજા ગામેગામથી આવનારા માટે એક અદ્ભુત સ્થળ છે.
નકશામાં પણ ન જડે એવા નાનકડા ગામનો માણસ અમદાવાદ શહેરમાં આવે છે ત્યારે અહીં અચૂક આંટો મારે છે. પરદેશી ગોરાઓ બધું જોતાં જોતાં, ફોટાઓ પાડતાં પાડતાં ત્રણ દરવાજાને સમજવાનો પ્રયત્ન કરે છે. અહીં અધ્યાત્મિક ગુરૃઓ પણ વેચાતા મળી જાય. અને હિમાલયની જડીબુટ્ટી વેચનારા પણ મળી જાય. બધું જ સસ્તું, નકલી અને લલચાઈ જાવ તેવું.
શું છે આ ત્રણ દરવાજા? આધ્યાત્મિક અને ધાર્મિક દુનિયામાં પણ ત્રણનું મહત્ત્વ છે. સત-ચિત-આનંદ. ભૂતકાળ-ભવિષ્યકાળ-વર્તમાનકાળ, શરીર-મન અને આત્મા, સત્વ-રજસ અને તમસ, આ ત્રણની યાદી તો ઘણી લાંબી થઈ શકે. ઘણીવાર લાગે છે કે આ ત્રણ દરવાજાનો વિસ્તાર મનની અંદર જ ક્યાંક આવેલો છે. દરેક ક્ષેત્રમાં ત્રણ દરવાજા હોય છે. આ ત્રણ દરવાજામાં ગ્રાહક થઈને જવાનો, ભાવમાં રકઝક કરવાનો, Bargaining કર્યા પછી ભાવ વધારે નથી આપ્યાનો સંતોષ અને છતાંય ક્યાંક ખિસ્સું કપાઈ જશે એની ચિંતા, કોઈ સોનાનો અછોડો તોડી જશે એની બીક. આ બધાની વચ્ચે ત્રણ દરવાજા જોવાની મઝા છે. પાણીપુરીથી લઈને સીંગચણા સુધી, ફ્રુટથી લઈને ચા સુધી અહીં ફેરિયા મળશે. અહીંના ચોર અને ભિખારી બંને મોડર્ન છે. દિવસભર ધમધમતા આ ત્રણ દરવાજા પાસે જ આવેલું છે ભદ્રકાળી મંદિર. એક તરફ છે માણેકચોકનું સોનાચાંદીનું બજાર. મંદિર અને સોનાચાંદીના બજારની વચ્ચે પથરાયેલું આ ત્રણ દરવાજા મને આંગળી પકડીને આ ગઝલ લખાવી ગયું છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved