Last Update : 08-August-2012, Wednesday

 

ઈસ કૂચેમેં જ્હાં ચાંદ ઉગા કરતા થા,
અંધેરી રાત ગુજારુંગા, ચલા જાઉંગા...

સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

જે સીનાનો એકપણ થડકારો બેનાળી બંદૂકો સામે ક્યારેય વઘ્યો નહતો, એવાં તમારા ચૌડા ઇન્સ્પેક્ટરી સીનાના ધબકારા એ મકાનની દહલીજ પર કદમ મૂકતાં વધી ગયા ઇન્સ્પેક્ટર ઇન્દ્રરાજ પૌરવ. તીણી મૂછો ફરકતા મોટા ગૌર ચહેરા પર અને સામાને શારડીની જેમ વીંધી નાંખતી તમારી ધારદાર કરડી આછી હંિગળોક આંખોમાં એક નમી ઉતરી આવી. પૂરા પચ્ચીસ વર્ષ બાદ તમારા કદમ એ મુગલિયા જમાનાના ગૌરવની ઝાંખી કરાવતા હવેલીનુમા વિશાળ મકાન પાસે આજે આવી અટક્યા હતાં, જ્યાં કેવો આવકાર મળશે એની તમને ખબર નહોતી. અલબત્ત જે કામ માટે એ દહલીજ પર આવીને તમારા મજબુત કદમ પણ લડખડાઈને ઊભા રહી ગયા હતાં એ કામ એક પ્રચંડ વિસ્ફોટ પેદા કરવાનું છે, એનો તો તમને અંદાજ હતો જ ઈન્દ્રરાજ...
...તમારું આ ગામ રાજનગર એક એવું નગર છે, જ્યાં ત્રીસ વર્ષો પહેલા તમારા શમણાંનું નગર અનાયાસ વસી ગયેલું, શમા નામની એક પૂર-નૂર-હુસ્ન છલકતી તરૂણીના હસતા-રમતા નમણાં સાનિઘ્યમાં ઇન્દ્ર.
જે જમાનામાં મુસ્લિમ છોકરીઓ ઓછું ભણતી એ જમાનામાં શમા હાઇસ્કૂલમાં પ્રથમ નંબર જાળવતી. તમારી કલાસ-ફેલો શમાને આમ તો તમે બાળવયથી ઓળખતા હતાં ઈન્દ્ર, પણ શમા સાથેના તમારા પ્રણય-પુષ્પની પહેલી પાંદડી ત્યારે ઊઘડી ઈન્દ્ર, જ્યારે કળીમાંથી ફૂલ બનવાની તરૂણ વાસંતી ઉંમરે, રાજનગરના બજાર ચોકની ભીડ વચ્ચે શમાએ પ્રથમવાર તમારા રોજના પરિચય સ્મિતની સામે એની નશીલી આંખોમાંથી યૌવનની પ્રથમ પ્રેમ-મસ્તીની મદિરા ઠાલવેલી મઘુર મુસ્કરાહટથી ઉત્તર આપ્યો, અને તમે સ્થળ-કાળનું ભાન ભૂલી જઈ શમાનું કિસલયી કાંડું પકડી લીધેલું.
પ્રણયના પુષ્પની પહેલી પાંદડી ઊઘડી ગયા પછી એ પુષ્પને ખિલતાં વાર નથી લાગતી અને એની ખુશ્બુને લોકોમાં ફેલાતાં પણ. અને એમાં ય જ્યારે એ ‘પુષ્પ’ એક ઘસાયેલા પણ ઊંચા રૂઢિચુસ્ત મુસ્લિમ ખાનદાનની તેજસ્વી રૂપાળી તરુણી અને તમારા જેવા તીખા તરવરીયા સ્માર્ટ રજપુત નબીરા વચ્ચે પાંગરેલું હોય ત્યારે તો ખાસ ઈન્દ્ર!
ક્રિકેટ બેડમંિગ્ટનના ખેલાડી તરીકે તમને છાજે એવી, તમારા તીખા રજપુતી મિજાજ સાથે મેળ ખાતી પી.એસ.આઈ.ની નોકરી સ્વીકારીને દીવ જેવા દૂરના સ્થળે પોસ્ટીંગ મળ્યા પછીય તમારી શમા સાથેની પ્રણય-મસ્તીમાં ઓટ નહોતી આવી ઈન્દ્રરાજ. અને એમાંય શમાને ગ્રેજ્યુએશન પછી વેરાવળની એક હાઈસ્કૂલમાં નોકરી મળ્યા પછી તો તમારો પ્રણય દીવના ધુઘવતા દરિયાની જેમ ભીતરી ભરતીનો એક ઘેધુર દરિયો બની ગયો, અલબત્ત પ્રણયની ગરિમાની પૂર્ણ અદ્‌બ જાળવીને.
પરંતુ તમારા પ્રણય-પુષ્પની સુગંઘે શમાના ખાનદાની મિજાજનાં ખુંખાર ભાઈઓને ઊશ્કેરી મૂકેલાં ઈન્દ્ર, અને તમારી ગામની એક મુલાકાત વેળા તમને રાજનગરની સીમમાં જ શમાના બે ભાઈઓ ઈરફાન અને અફઝલે એમનાં મિત્રોની સાથે તમને પડકાર્યા. અને તમે તમારા રજપુતી મિજાજ મુજબ એ પડકારનો લોહીલૂહાણ સામનો પણ કર્યો ઈન્દ્ર.
આંતરધર્મીય લગ્નો એ જમાનામાં તો લગભગ અશક્ય હતાં. રાજનગર જેવા નાનકડા નગરમાં તો ખાસ સિવાય કે તમે ઈન્દ્રમાંથી ‘ઈદરીસ’ બનવા તૈયાર થાવ યા શમા ‘શચિ’ બનવા તૈયાર થાવ. પણ તમે બંને આ ન કરી શક્યાં, ન જ કરી શકો. કેમ કે તમારો દરિયાઈ ગહેરાઈ ધરાવતો ધુઘવતો પાક પ્રણય તમારા બંનેના ધર્મનિષ્ઠ પ્રેમાળ માતા-પિતાને દુઃખી કરવા જેટલોયા તમારા બંનેના નાનાં ભાઈ-બહેનોની સામાજિક-લગ્ન કારકિર્દીને ખતમ કરી નાંખવા જેટલો સ્વાર્થી નહોતો ઈન્દ્ર.
અને દીવના ધુઘવતા ફીણોટાતા દરિયાની સાખે ડૂબતા સૂરજની આખરી લાલિમાને મોટી કાજલી આંખોમાં આંજી શમાએ ભીનાં શ્વાસે એક સાંજે તમને કહેલું ઈન્દ્ર ‘રાજ પાક મહોબ્બતની જે આટલી મબલખ દૌલત આપણને મળી છે, એના બલબુતા પર તો જંિદગીની ગમે તે ગમગીનીઓને આપણે હસતા મૂખે જીરવી જઈશું. આપણી પાક મહોબ્બતની બંદગીને આપણા શરીરોનો સાથ ભલે મળે યા ન મળે. અને...’
...અને આજથી એકવીસ વર્ષ પહેલાં તમે મા-બાપની મરજી મુજબ પ્રેમલતાને પરણી ગયા ઈન્દ્ર, અને દૂરના એક શહેરમાં પ્રમોશન દ્વારા મળેલી સી.બી.આઈ.ની પુલિસ ઈન્સ્પેક્ટરી સ્વીકારી લીધી. શમા દૂબાઈના એક નિઃસંતાન આઘેડ અમીર શેખની બીજી બીબી બની દુબઈ ચાલી ગઈ. તમારા બંનેના પ્રણય-પુષ્પની પાંખડીઓ વિખેરાઈ ગઈ, પણ તમારા બેઉના હૈયામાં એની સુંગઘ અકબંધ રહી ગઈ ઈન્દ્ર.
તમારા અને શમાના પ્રણયથી વાકેફ થઈ ગયેલી રૂપાળી રજપુતાણી પ્રેમલતાના વહેમી કર્કશ બદબુદાર સ્વભાવે તમારી જંિદગીને ઝેર બનાવી મૂકેલી છે ઈન્દ્ર, અને ‘કરપ્ટ’ પુલિસખાતામાં ઈમાનદારીની આગમાં તપતી તમારી કારકિર્દી ઇન્સ્પેક્ટરથી આગળ ક્યારેય નથી વધી શકી. આ બંને રંજ આજે એકવીસ વર્ષમાં તમારા મજબુત પથ્થરી બદનને અંદરથી તોડી ચુક્યાં છે. પણ તમારી દરેક સવારની પહેલી ક્ષણની શરૂઆતે તમને હમેશાં જંિદગીની દરેક રંજિશ સામે હસતા મોંએ ઝઝુમતાં રાખ્યા છે ઈન્દ્ર.
દરરોજ સવારે તમે તમારા કબાટમાં ‘પુલિસ ડોક્યુમેન્ટસ’ લખેલા ચામડાના ખાખી પાકિટમાં સાચવેલી શમાની હસતી તસ્વીરને ‘ગૂડ મોર્નંિગ’ની ચુમી આપી દિવસની શરૂઆત કરો છો. હજી હમણાં સુધી પ્રેમલતાને કે બીજા કોઈને પણ તમારી રોજ સવારની પ્રેમપૂજાની ખબર નહોતી. માત્ર ત્રણેક વર્ષ પહેલાં એક પુલિસી પ્રવાસમાં તમારો સાથી અને મિત્ર બની ચુકેલો સબ-ઇન્સ્પેક્ટર કદમ તમને એક સવારે એ તસ્વીર ચુમતાં જોઈ ગયેલાં.
‘ભાભીની તસ્વીર છે સર?’ કદમે પૂછેલું અને અચાનક એને તમારા રૂમમાં આવી ગયેલો જોઈ તમે એને કહેલું ઈન્દ્રરાજ, ‘ના આ જો તારી ભાભી બની શકી હોત તો આ ઇન્સ્પેક્ટ પૌરવ આજે કમ-સે-કમ ડી.સી.પી. હોત. પણ હવે જંિદગીમાં આગળ જવાની કોઈ તમન્ના જ નથી બચી.’ તમે કદમને તમારી નિષ્ફળ પ્રણયગાથા સુણાવતા કહેલું ઈન્દ્ર.
પરંતુ થોડાં મહિના પહેલાં એક દિવસ તમે એ પાકિટ ઓફિસે સાથે લઈ જવાનું ભુલી ગયેલા ઈન્દ્ર, ને પૈસા લેવા માટે તમારું કબ્બોર્ડ ખોલતી વેળા પ્રેમલતાએ કુતહુલ વશ એ પાકિટના ચોરખાનામાં પડેલી શમાની તસ્વીરને પકડી પાડેલી. અને રોજ સવારે ઊઠીને તમે સૌ પ્રથમ તમેએ પાકિટ ‘ચેક’ કેમ કરો છો એનો અંદાજ પ્રેમલતાને આવી ગયો.
અને એ રાત્ર તમે ઘેર આવ્યા ત્યારે એ તસ્વીરની રાખ અને પ્રેમલતાનો કલહ તમારી રાહ જોતાં હતાં ઈન્દ્ર, અલબત્ત, જવાન થવા આવેલા તમારા બંને સંતાનોનાા વિચારે તમે એ રાત્રે ગમ ખાઈને ગુસ્સો પી ગયેલા ઈન્દ્ર. પરંતુ શમાની તસ્વીર પણ વિનાની તમારી દરેક સવાર બેચેનીમાં ઊગતી અને રાત તરફડીને પસાર થવા લાગી. અને આખરે શમાની તસ્વીરના દિદાર વિના શ્વાસ પણ નહીં લઇ શકાય એનો અહેસાસ આજે તમને શમાના ભાઈ એડવોકેટ ઈરફાનની દહલીજ પર લઈ આવ્યો છે, જેની સાથેનો તમારો દોસ્તાના સંબંધ તો વર્ષો પહેલાં લોહીલૂહાણ બની ચુકેલો છે...
...તમારા પગ ઇરફાનની દહલીજ ઓળંગતા અચકાઈ રહ્યા હતાં ઈન્દ્ર, પણ તમારા આશ્ચર્ય વચ્ચ એના મકાનના ભોંયતળિયે આવેલી પોતાની ઓફિસમાં બેઠેલા એડવોકેટ ઈરફાને ઊભાં થઈને બહાર આવી તમને ઉમળકાભેર આવકાર્યા.
‘આવ ઈન્દ્ર! ઘણાં વર્ષે આ ઉંબરે તું ભુલો પડ્યો દોસ્ત?’ પેલા મારામારીવાળા પ્રસંગની કડવાશના સ્થાને ઈરફાનના સ્વરમાં બચપની દોસ્તાનાની મીઠાશ ધુંટાતી હતી.
‘ઈરફાન દોસ્ત! એક એવા કામ માટે તારી પાસે આવ્યો છું કે બોલતાં જબાન નથી ઉપડતી. મારે...મારે... મને શમાની એક તસ્વીર જોઈએ છે.’ લડખડાતી મજબુર જબાને બોલી નાંખી તમે હવે આવનાર તૂફાનનો ઈતેજાર કરી રહ્યા ઈન્દ્ર.
પરંતુ, ‘આપું! હમણાં જ આપું! ઘરમાં જ છે.’ તમારા આશ્ચર્ય વચ્ચે ઈરફાને કહ્યું ને પોતાની બીબીને શમાની તસ્વીર લઈ આવવા હાક મારી, ને તમારી આશ્ચર્ય ફાટી આંખોમાં સંવેદના નીતરતી નજર પરોવી એણે કહ્યું, ‘મને ખબર છે ઈન્દ્ર! તું રોજ તારી સવારની શરૂઆત શમાની તસ્વીરની પ્રણય-પૂજાથી કરે છે એની. શાયદ એ પુરાની તસ્વીર તારાથી ખોવાઈ ગઈ હશે એટલે...’
‘પણ તને...તને કેમ ખબર પડી એની? કોઈ એ જાણતું નથી. એ તસ્વીરને મારી પત્નીએ આવેશથી ફાડીને જલાવી દીધી છે. અને એના વિના મારે જીવતાં રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે ઈરફાન!’ બોલતાં તમારા ગળે ડુમો ભરાઈ ગયો ઈન્દ્ર.
‘એક વખતના તારા સાથી સબ-ઇન્સ્પેક્ટ કદમને પ્રમોશન પર અહીં રાજનગરમાં પોસ્ટીંગ મળેલું છે, અને એ મારો દોસ્ત બની ગયો છે. સાચું કહું ઈન્દ્ર! જ્યારે કદમે અજાણપણે જ મને તારી એ તસ્વીર પૂજાની કથા કહી ત્યારે હું રડી પડેલો. કાશ! તારી અને શમાની મહોબ્બતની ઊચાઈ ત્યારે મને સમજાઈ હોત! તો...તો શાયદ મેં એને...’ બોલતાં ઈરફાનનો સ્વર ડુમાઈ ગયો, અને તમને શમાની તસ્વીર આપતાં એણે કહ્યું,
‘શમા દુબઈમાં એના શૌહર અને બે પુત્રીઓ સાથે સુખી(!) છે. એ ખુશ છે કે નહીં એની મને ખબર નથી. પણ એની પાસે ય તારી એકાદ તસ્વીર હોવી જ જોઈએ. હું આજે ઈ-મેઈલ કરવાનો છું એને! તારે કંઈ લખાવવું છે એમાં? હું તો તને એનું ઈ-મેઈલ એડ્રેસે ય આપત. પણ...’
‘ના ઈરફાન!’ તમે કહ્યું ઈન્દ્રરાજ. એક શાદીશૂદા પાક મુસ્લિમ ખાતૂનની મર્યાદાઓને ન સમજે એવો નાદાન મારો પ્યાર નથી. અત્યારે રમજાન ચાલે છે. ઈદ પર મારા ઈદ-મુબારક જરૂર પહોંચાડજે એને. કોને ખબર, આવતા વર્ષે એને ઇદ-મુબારક પહોંચાડવાનું તને કહેવા માટે બ્રોન્કાઈટીસ, હાઈબી.પી. અને ડાયાબિટીસથી ખોખલું બની ચુકેલું મારું આ બદન હયાત હશે યા નહીં!’ શમાની હસતી તસ્વીર પ્યારથી પાકિટમાં મૂકી, ઊભા થતાં ગંભીર ગમગીન સ્વરે તમે કહ્યુ ઈન્દ્રરાજ, અને...
...અને તમને વર્ષો પહેલાં શમાની સાથે જોયેલી એકમાત્ર પ્રણય-ફિલ્મ ‘સોહની-મહિવાલ’ના એક ગીતની પંક્તિ અચાનક યાદ આવી ગઈ ઈન્દ્ર,
ઈદ મિલ જાકે, દિલકા મિટે ગમ,
જાને અગલે બરસ હો ન હો હમ.
(શીર્ષક સંવેદના ઃ કૈફી આઝમી)

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved