Last Update : 08-August-2012, Wednesday

 

રેટીંગ કે ફીકસીંગ?

પ્રાઈમ ટાઈમ

યેહ તો હોના હી થા! ટીઆરપી પર તવાઈ તો આવવાની જ હતી. ખાસ કરીને રેટ રેસમાં સતત પાછળ પડતી કે રહેતી ચેનલો દ્વારા! ટેલિવિઝન પર આવતા કાર્યક્રમો અને ચેનલોની બૂઅરશીપ નક્કી કરતા ટીઆરપી મતલબ કે બૂઅરશીપનો અંદાજ આપતા ટીઆરપી અંગે ઘણા સમયથી ચાલતી ચણભણ હવે કાયદાકીય કકળાટનું સ્વરૂપ ધારણ કરી લીઘું છે.
એક જાણીતી ચેનલે ટીઆરપી નક્કી કરતા ટેલિવીઝન ઓડિયન્સ મેન્જમેન્ટ ડેટામાં ગરબડ થતી હોવાનો અને તેના કારણે ચેનલને કરોડો રૂપિયાની નુકસાની વેઠવી પડી હોવાથી વળતર મેળવવા માટેનો દાવો દાખલ કર્યો છે.
ટેલિવીઝન પર ખર્ચાના મોટાભાગના નાણા માટે જે તે ચેનલ અને કાર્યક્રમના રેટીંગ પર મદાર રાખવામાં આવતો હોય છે. પીપલોમીટર દ્વારા મળતા ડેટાના આધારે દરેક કાર્યક્રમ અને ચેનલની વ્યૂઅરશીપનો અંદાજ મળતો હોય છે. અને તે મુજબ રેન્કીંગ પણ આપવામાં આવે છે. આ રેટીંગના આધારે કાર્યક્રમ દરમિયાન જાહેરાતોના દર પણ નક્કી થતા હોય છે અને જાહેરાત આપનારની પ્રપ્યારીટીમાં પણ ફરક પડી જતો હોય છે.
દુનિયાભરમાં આ પદ્ધતિ પ્રચલિત છે અને દરેક કંપનીના મીડિયા મેનેજર્સ પોતાની પ્રોડક્ટસ કે સર્વિસની જાહેરાત માટે આ ડટાનો આધાર લેતા હોય છે. પરિણામે રેટીંગમાં પાછળ રહેતી ચેનલોને આર્થિક નુકસાની વેઠવાનો વારો પણ આવે છે.
સ્વાભાવિક રીતે જ આ વાત કોઈને પણ કરે શરૂઆતમાં પોતાના કાર્યક્રમની ગુણવત્તા સુધારવા કે વ્યૂઅર્સના મન કળવા માટે મથતી ચેનલો થોડા સમય પછી રેટીંગની વિશ્વસનીયતા પર શંકા-કુશંકા કરવા લાગે છે. મનની વાત એ છે કે ટીઆરપીની રેસમાં આગળ હોય ત્યારે પોતાની જાહેરાતોમાં જોરશોરથી ટીરઆરપીનો હવાલો આપતી ચેનલો પોતાની પોઝિશન પરથી ગબડે તે સાથે જ આ આકડાની વિશ્વસનિયતા સામે પ્રશ્નો કરવા લાગે છે.
અત્યારે આ મામલો કોર્ટ-કચેરી સુધી પહોંચ્યો છે તે અંગે છેલ્લાં આઠ વરસથી માથાફૂટ ચાલતી હોવાનું જણાવાયું છે.
સ્વતત્ર સવૈક્ષણો અને હવામાં અનુભવાતી લોકપ્રિયતામાં પોતાની ચેનલ ઘણી આગળ હોવા છતાં ટીઆરપીમાં સતત પાછળ રહેતી હોવાથી ટીએએમ ડેટા બહાર પાડતી સંસ્થાને વારંવાર રજૂઆત કર્યા પછી પણ કોઈ ફરક ન પડતાં કાયદાકીય કાર્યવાહીનો આશરો લેવામાં આવ્યો છે.
જાણકારીના કહેવા મુજબ ટેલિવીઝન ક્ષેત્રે ઠલવાઈ રહેલા રૂપિયાનો આંકડો ચેનલો ગંજાવર બની ચૂક્યો છે કે અહીં પણ કૌભાંડ થવાની શક્યતાઓ પ્રબળ ગણાય. ગણતરીના પીપલોમીટરના આધારે નક્કી થતા રેટીંગ બાબતે આમ પણ ઘણા સમયથી અસંતોષ હતો. શરૂ થવાના થોડા મહિનામાં જ બંધ થઈ ગયેલા નાઈમએક્ટના સર્વસર્વા પીટર મુખર્જીએ પણ ટીઆરપી સિવાયની પણ વ્યૂઅરશીપ હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યા હતો.
તેમનું કહવું હતું કે ભારતમાં ટીવી જોનારા દર્શકોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે, પરંતુ વ્યૂઅરશીપ માપવાની આપણી ટેકનિકથી તે પકડી શકાતું નથી. દરેક ચેનલના દરેક કાર્યક્રમને બહોળો સમુદાયને તો હોય છે અને એડવર્ટાઈઝર્સને પોતાની વાત પહોંચાડવા માટે જોઈતા દર્શકો મળી જ રહે છે. પરંતુ ટીઆરપી રેટીંગના કારણે મોટાભાગના એડવર્ટાઈઝર્સ ટોપ સ્લોટના જ કાર્યક્રમો અને ચેનલો પર પોતાની જાહેરાતો આપે છે. પરિણામે નાની ચેનલો કે મઘ્યમ કક્ષાના કાર્યક્રમો ટકી શકતા નથી હકીકત એ છે કે તેમની પાસે ટકી રહેવાય તેટલા દર્શકો તો છે, એડવર્ટાઈઝર્સ નથી.
આ લોજીક સાચું છે. પરંતુ દુનિયામાં વઘુ લોજીકથી નથી ચાલતું. મીડિયા મેનેજરો પણ પોતાની વૃદ્ધિ કે સમજણ પર આધાર રાખવાની બદલે પ્રમાણિત આંકડા પર જ આધાર રાખવાનું વલણ ધરાવે છે. કારણ કે ઓછા ટીઆરપી ધરાવતા કાર્યક્રમ કે ચેનલને જાહેરાત આપવાથી મીડિયા મેનેજરની જે તે ચેનલ સાથે સાંઠ-ગાંઠ હોવાનો આરોપ પણ મૂકાતો હોય છે.
કોર્ટે પહોંચેલા ચેનલ ટીઆરપી ગજગ્રહનો નિવેડો આવશે ત્યારે ઘણી બધી વાતો સ્પષ્ટ થઈ ચૂકી હશે. અને જો ચેનલનો દાવો સાચો ઠરશે તો વઘુ એક ગંજાવર કૌભાંડ બહાર આવશે પણ લોકોને એની નવાઈ લાગશે? અન્નાની ટીમને પૂછો!

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved