Last Update : 08-August-2012, Wednesday

 
ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

આજકાલ માણસજાતને પ્રાણીઓ અને પક્ષીઓ પાળવાનો કેમ સ્નેહ બંધાયો હશે! કારણ કે માનવીને માનવ પાસેથી સાચો પ્રેમ મળતો નથી. બધે જ સ્વાર્થ, લાલચ અને બનાવટી પ્રેમ દેખાતો હોય અને વારંવાર એવી અનૂભૂતિ થતાં કોઇ પણ વ્યક્તિ નિરાશ થઇને પંખીડા અને પ્રાણીઓના પ્રેમમાં પડીને નિજાનંદ માણે છે ઘરમાં મત્સ્યઘર રાખવું પોપટને થોડું શીખવાડીને ‘‘મીઠુ બેટુ’’ એવો ટહૂકો કરીને પાંજરામાં પાળવો ખાનદાની અને દેખાવડા ઇંગ્લીશ શ્વાન ખરીદીને ઘરના મેમ્બર જેવા બનાવી એમની સાથે ફરવા જવું. હવે તો શ્રીમંતો બંગલાના કમ્પાઉન્ડમાં ઊડી ના જાય એવી બત્તકોની ખાસ્સી સંખ્યામાં ટ્રષ્ય જોઇને મનમાં આનંદ માણે છે. ગુજરાતના આવા દયાળુ લોકોમાના કોઇને હડફેટે એટલે કે વૃક્ષ પરથી તાજી વંિચાયેલી વાંદરી માતાની પકડમાંથી નીચે જમીન પર પટકાયેલા વાંદરીના બચ્ચાને એક દયાળુ નાગરિકે ઉપાડી લઇ વેટરનરી હોસ્પિટલમાં સારવાર કરાવી, તંદુરસ્ત બનાવીને ઘરમાં જાણે નવજાત બેબી જન્મી હોય એવી ખુશાલી સાથે પ્રત્યેક સભ્યના ખોળામાં, ખભા પર બેસીને દૂધની શીશી દ્વારા દૂધ પીને- આનંદથી ફરતું જોયું ત્યારે એની તસવીરો ક્લીક કરવામાં કેમેરાને મઝા પડી ગઇ. આમ તો સહુથી પહેલા ઘાયલ થઇને માતાની ગોદમાંથી વૃક્ષ પરથી નીચે પટકાયેલી વાંદરીના બબ્ચાને ઊંચકીને સારવાર કરી બે અઠવાડિયા લગી સાચવનાર સાબરમતીના મનીષ વૈદ્યને ત્યાં સહુમાં ‘‘વ્હાલું રમકડું’’ બનીને ગેલ કરતું હતું. પછી મનિષ વૈદ્ય એમના મિત્રની વિનંતીથી એમને ત્યાં આ બચ્ચાને ‘રમાડવા’ આપી દીઘું. વાંદરા, ચીમ્પાઝી, ઉરાંગઉટાંગ, માંકડા વગેરે થોડા થોડા માણસ સાથે મળતા આવે છે. માત્ર તેઓ બોલી શકતા નથી. હસી શકતા નથી પરંતુ અહીં અનાયાસે એક ફેમીલી પાસેથી બીજા મિત્રને મળેલા આ બચ્ચાનો ચહેરો કોઇ પણ માણસને ઝટ ગમી જાય એવો સુંદર વ્હાલ ઉપજે એવો હોઇ કોઇને પણ રમાડવાનું કે એની સાથે સમય પસાર કરવો ગમે એવું છે. આ ગૃહિણી બઘું કામ પડતું મુકીને - બચ્ચાને રમાડવા કલાક જેટલો સમય ગાળે છે. આ ઘરમાં બે ઇંગ્લીશ કૂતરા છે, બિલાડીઓ છે- આ વાંદરીના બચ્ચાને પરિવાર જેવી અરસપરસ લાગણીના સંબંધો બંધાઇ ચૂક્યા હોઇ કોઇ- કોઇને નુકશાન કરતાં નથી. આ કળિયુગમાં ક્રૂર અને ઘાતકી માણસજાતના અપલક્ષણોના ન્યૂઝ અખબારોમાં અવારનવાર વાંચવા મળે છે પરંતુ આવી દુનિયામાં દયાળુ અને પ્રાણી પ્રિય માણસો વસતા હોવાથી પશુ, પંખીઓ પ્રત્યે અપાર પ્રેમમાં ઓતપ્રોત થઇને તેઓ ખુશી સાથે સુખ અનુભવી રહ્યા છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved