Last Update : 08-August-2012, Wednesday

 

રોમ રોમમાં રાધા...
શ્વાસ શ્વાસમાં શ્યામ...

ઓફબીટ - અંકિત ત્રિવેદી

કૃષ્ણ મને ગમે છે... કારણ કે જીવન મને ગમે છે... જન્માષ્ટમી આવે છે અને મારામાં કૃષ્ણ અનુભવાય છે... ગોકુળના ગોવાળોની જેમ માટલી ફોડવાનું મન થઇ આવે છે ચિત્તમાં! અને ચિત્તનો ચોર તો પેલો સાંવરિયો કૃષ્ણ જ છે. પ્રત્યેક જન્માષ્ટમી અને રાધાના મિલનની નજીક અને મીરાના વિરહની તીવ્રતાનો અનુભવ કરાવે છે. રોમ રોમમાં રાધા ફૂટે છે અને શ્વાસ શ્વાસમાં શ્યામ વર્તાય છે... મંગળાના દર્શન કરતી વખતે જાણે કે રાતભર જોયેલા સપનાઓથી પવિત્ર બનેલી આંખોને એ પાવન કરતો હોય એવું લાગે છે. જન્માષ્ટમી આવે છે અને કૃષ્ણ જોડે તું-તારી-નો, દોસ્તારીનો સંબંધ બંધાઇ જાય છે. એને બઘું જ બોલવું પડતું નથી! આંસુની ભાષાને વાંચતા કૃષ્ણને ક્યાં વાર લાગે છે? ને નટવર છે, રસેશ્વર છે... જીવનરસના માણિગર છે. જીન્સમાં જોવા ગમે એવા છે કૃષ્ણ!
એ પોતે જ્યાં ગયા છે ત્યાં અનરાધાર વરસ્યા છે. સૌની તરસને છિપાવી છે કૃષ્ણએ! ગોરંભાયેલા આકાશ જેવા છે ઘનશ્યામ! પણ, આકાશની પોતાની પીડાનું શું? મિલનની તીવ્ર સંવેદના રાધા અને કૃષ્ણને યાદ કરીએ છીએ અને અનુભવાય છે. મીરાં તો જાણે હવે કૃષ્ણ પણ નહીં હોય તો પણ ચાલશે એટલાં કૃષ્ણપ્રેમમાં ગળાડૂબ છે...! કૃષ્ણ માખણ ચોરે છે. માખણ એટલે ‘નવનીત’. જે ‘નવનીત’ છે... જેમાં સાર રહેલો છે જીવનનો... જેમાંથી શિખવાનું છે... જે સમાજને ઉપકારક છે, સમાજના હિતમાં છે એ બઘું જ કૃષ્ણને જોઇએ છે. ‘માખણ’ તો નિમિત્ત છે. અને એ કૃષ્ણને ગોવાળિયાઓ સાથે વહેંચીને ખાવું છે... ગોપીઓએ એને પોતાના ઘરમાં અઘ્ધર લટકાવેલું હોય... (એટલે કે સમાજથી એ દૂર હોય) તો પણ એને ફોડીને નીચે લાવીને સૌની સાથે જગતનું શુભત્વ ગ્રહણ કરવું છે!
મનુભાઈ પંચોળી કહેતાં કે બાળકોને ઊછેરવા હોય તો દરેક મા-બાપે શ્રીમદભાગવત્‌નો દસમ સ્કંધ વાંચવો જોઇએ! એનું અર્થઘટન પણ મનુભાઈનું પોતાનું આગવું! એ કહેતા કે જશોદાજીએ કૃષ્ણને દોરીથી બાંધવાનો પ્રયત્ન કર્યો અને કૃષ્ણ બંધાયા નહીં એ વાત આપણે જાણીએ છીએ. પણ વાત સાચી એ પણ છે કે કૃષ્ણ આ દ્વારા સંદેશો આપવા માંગે છે કે બાળપણને તમે બાંધી શકતા નથી! બાળપણ તો ખળખળ વહેતા ઝરણાના સ્વભાવનું છે. કૃષ્ણનું જીવન આપણા પ્રત્યેક દિવસનું ચાર્જર છે. એમને યાદ કરીએ. સ્મરીએ એટલે આપણા શ્વાસમાં યમુનાજીની ભીનાશ ઊમેરાય! એમને યાદ કરીએ અને મોરપીચ્છના રંગો જેવી ચમક આપણામાં ઊછરે... કૃષ્ણના ગર્ભમાં બ્રહ્માંડનો પીંડ છે. એના પ્રત્યેક નામમાં હજ્જારો લોકવાયકાઓ - હકીકતોનો ખજાનો છે.
કૃષ્ણ બાળપણના ઉછેરના અચ્છા ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ છે... બડા અચ્છા પ્રેમી છે... મિલનનો ચેપ લગાડીને ગુમ થઇ જાય એવા મિત્ર છે કૃષ્ણ... કૃષ્ણ મનોચિકિત્સક છે... અર્જુન જ્યારે પોતાના જ સંબંધોની સામે ઊભા છે અને બાણ ચઢાવવાની ના પાડે છે ત્યારે અર્જુનને ડિપ્રેશનમાંથી બહાર લાવે છે કૃષ્ણ... દ્રોપદીને પાંચ પાંડવો પછી પણ કૃષ્ણમિત્રની જરૂર પડે છે.. કૃષ્ણ બધાના છે... વિભાગોમાં વહેંચાયેલા છે... અસ્તિત્વ અને વ્યક્તિત્વ એક બની જાય છે કૃષ્ણ આગળ... કૃષ્ણ શું નથી? કૃષ્ણમાં આપણે છીએ... એટલે જ તો આપણે એમને યાદ કરીએ છીએ... એમના દર્શન કરતાં જ ચિત્ત શાંતિનો અનુભવ કરે છે... આ અનુભવમાં ઉત્સવ છે... ભેગા રાખીને મેળો સર્જવાના શોખીન છે કૃષ્ણ... આપણી પહોંચની ટોચ ઉપર છે કૃષ્ણ...
એમને કશાનો છોછ નથી... અફસોસ પણ નથી... દુનિયાના નિયમો શિખવાડવા માટે એમણે ભગવાનપણું જતું કર્યું હોય એવું લાગે છે... કૃષ્ણની વાંસળી સાંભળવા માટે પાંસળીમાંથી જગતનો કફ અને કેફ બંને બહાર કાઢવા પડે...! કૃષ્ણનું આકર્ષણ જ એવું છે કે આપણા લોહીમાં જ એનું ચુંબકત્વ ઓગળી ગયું છે. શ્રૃંગારરસનું મહત્વ કૃષ્ણ સમજાવે છે. શોભે છે કૃષ્ણ અને વટ આપણો પડે છે. ખાય છે કૃષ્ણ અને ઓડકાર આપણને આવે છે... ઊંઘે છે કૃષ્ણ અને નસકોરાં આપણા બોલે છે... આવી સ્થિતી સર્જાય ત્યારે કૃષ્ણ આપણાથી જુદો નથી રહેતો... આપણે એનામાં મસ્ત થઇ ગયા હોય છે... કૃષ્ણનો પડછાયો કોતરીને આપણે એની છબીમાં રંગો પૂરીએ છીએ... એ રંગો પણ એને સમર્યેલા ફૂલોની છાબમાંથી જ જન્મ્યા છે. કૃષ્ણ જે મટુકીમાંથી હાથ બોળીને માખણ ખાતા હતા... એમાં ઊપસેલી કૃષ્ણની હથેળીઓ જોડે ગોપીઓ પોતાના જોષ જોવડાવતી હતી! ઉંમર વિતે પછી ગ્રહોની અસર ઓછી થતી જાય છે... કૃષ્ણની કુંડળીમાં આપણું મિલન હવે તો વિરહ થઇને ઝૂલે છે... કૃષ્ણને હંિડોળા પ્રિય છે... હંિચકો સ્થિર રહીને ગતિમાં હોય છે. કૃષ્ણ આપણી વચ્ચે એવા જ છે. દુઃખથી પર થવું હોય તો કૃષ્ણની ભક્તિ કરજો... અને સુખથી પણ પર થવું હોય તો કૃષ્ણને પ્રેમ કરજો!
પ્રત્યેક જન્માષ્ટમીએ કૃષ્ણ એના એ જ રહે છે... એટલા ને એટલા જ રહે છે... બાળગોપાળ રહે છે... અને આપણી ઊંમર વધારીને વિરહની પંજરીનો પ્રસાદ આપે છે. આપણે જેટલા મોટા થઇએ છીએ કૃષ્ણ એટલા જ નાના થતાં જાય છે. કારણ કે આપણા જીવન સાથે આજીવન ઘનિષ્ટ રીતે બાળપણ જોડાયેલું હોય છે. આપણે ગમ્મે તેટલા મોટા થઇએ, ગમ્મે તેટલા સફળ થઇએ પણ બાળપણમાં ખાધેલી માટીનો સ્વાદ જીભ પરથી જતો નથી! કૃષ્ણ આપણા બાળપણમાં જવાની તક આપે છે. બાળપણ વંદન કરવા યોગ્ય છે એટલી સમજ આપે છે. નોસ્ટાલજીક મૅમરીઝ (અતિતરાગ)નું મહત્વ જીવનના અંત સુધી આપણામાં બારેમાસની વસંત થઇને જીવે છે. કૃષ્ણ એટલે જ આજીવન ‘લાલો’ રહે છે... આભડછેટ વગરનું સામાજિક વ્યક્તિત્વ અને પ્રેમના કેન્દ્રબંિદુમાં જેનું ‘હોવું’ આપણને એના બનાવવા માટે મજબૂર કરે છે તે કૃષ્ણ છે... આપણી જાત કૃષ્ણના પાત્રતામાં ઢોળાઇને એની પાત્રતામાં ઊપસવા માંગે તેવી પ્રત્યેક ક્ષણ આપણા માટે જન્માષ્ટમી જ છે.
ઓન ધ બીટસ્‌
‘‘ઈશ્વરને જીતવા માટે બધી ઈન્દ્રિયોને જીતવી એ જરૂરી છે. વનમાં અથવા એકાન્તમાં રહીને ગાફેલ જીવન ગુજારો તો ઈશ્વર મળતા નથી. પણ ઘરમાં રહી સાવધાનતાથી જીવો તો ઈશ્વર મળે છે. અત્યાર સુધીમાં મોટે ભાગે ગૃહસ્થાશ્રમીઓ જ ઈશ્વરનો સાક્ષાત્કાર પામી શક્યા છે. ઉદાહરણ ઃ નરસંિહ, મીરાંબાઇ, ઈશ્વરને મેળવવા માટે ઘર કે જંગલની યોગ્યતા જોવાતી નથી; પણ ગુણ જ જોવાય છે.
નિયમ કે વ્રત જીવનના અંત સુધી પાળવો જોઇએ. પછી ભલે વ્રત કે નિયમ અમલમાં મૂકતાં ઘણાં વિધ્નો આવે.
પુણ્યશાળીના ઘરમાં લક્ષ્મી અને ભક્તિ બંને સાથે રહે છે.
નિર્ગુણ- ભરત; આ પવિત્ર નામ ઉપરથી જ ભરતખંડ નામ પડ્યું. કવિતા કરે તે કવિ નહિ, પણ જરૂર પૂરતો સંગ્રહ કરે તે કવિ, ભરત એ ભક્ત અને પરમહંસ હતા... ખાનપાન માટે જીવન નથી, પણ જીવન માટે ખાનપાન છે.’’
- પ.પૂ. શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved