Last Update : 08-August-2012, Wednesday

 

લોકવિચાર

 

કડવા સચ


ગુજરાતમાં કાયદાનું શાસન રહ્યું નથી. વાતવાતમાં શાસન સામે ન્યાય માટે પ્રજાએ કોર્ટનો આશરો લેવો પડે છે.કોર્ટના આદેશોને પણ શાસન ગણકારતું નથી.
ગુજરાતમાં લોકશાહીનો મૃત્યુઘંટ વાગી ગયો હોવાનો અનુભવ થઈ રહ્યો છે.મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી તાનાશાહની જેમ વર્તી રહ્યાં છે. પ્રજા ભયભીત છે.
ગરીબોના પ્રશ્નો પ્રત્યે સરકાર બિલકુલ બેવજવાબદાર અને બેદરકાર રહી છે.મોદી સરકાર ઉદ્યોગપતિઓની રખાત હોય એમ કામ કરી રહી છે.
મોદીએ ગુજરાતને લૂંટીને કટ્ટરવાદી હિન્દુ સંગઠનોને માલામાલ કર્યા છે.
ખાનગીકરણને નામે ગુજરાતમાં શિક્ષણને માફિયાઓને હવાલે કરી દીઘું છે. ભ્રષ્ટાચાર આચરવા માટેની મોટામાં મોટી તક ઉભી કરી આપી છે એમાં શાસકોની પણ ભાગીદારી !
ઉત્સવખોરી કરીને, મેળાવડાઓ યોજીને અને સદ્‌ભાવનાના નાટકો કરીને વિકાસને નામે પ્રજાની આંખમાં ઘૂળ નાંખવાના પ્રયત્નો કર્યા છે.
આરટીઆઈ એક્ટના અમલ માટે સરકારની દાનત ખોરી છે. ગરીબ કોને કહેવાય છે એની સમજ સરકારને નથી !
મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદથી ગુજરાતનું સમગ્ર સરકારી વહીવટીતંત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે.
ગુજરાતની પ્રજાને નિર્વીર્ય કરવાના પ્રયોગો ભરપૂર રીતે ચાલ્યા છે, ઠેરઠેર ખુશામતખોરોની જમાત ઉભી કરી દીધી છે. છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં રાક્ષસોનું રાજ ચાલી રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિમાં રાક્ષસો વધને પાત્ર છે. આ રાક્ષસો માટે આવતી વિધાનસભાની ચૂંટણી વધસ્તંભ બનવી જોઈએ.
ખાડે ગયેલા શાસને - મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નિષ્ફળતા પૂરવાર કરી છે.આવા મુખ્યમંત્રી ગુજરાતે પહેલા ક્યારેય જોયા નથી !
સુરત કિશોર દેસાઈ
----------------------------
સાઈકલ શા માટે ?


ચોમાસાના ભારે વરસાદના સમયે જે વ્યક્તિને સમય છે અને વઘુ દુરના સ્થળે ન જવાનું હોય તેના માટે આજનું સૌથી શ્રેષ્ઠ વાહન સાયકલ ગણી શકાય. દુનિયાના પ્રગતિશીલ દેશો પણ સાયકલ વાપરે છે જે નોંધવું જ રહ્યું.
સાયકલ વપરાશના નીચેના નોંધપાત્ર ફાયદાઓ ગણી શકાય.
(૧) પેટ્રોલના બેફામ વધતા જતા ભાવો સામે આર્થિક રીતે ફાયદાકારક છે.(૨) શરીરને કસરત મળે છે.(૩) રસ્તા પરના ભરાઈ ગયેલા પાણીમાં આનંદથી ચલાવી શકાય છે તથા વાહન બંધ થવાનો પ્રશ્ન રહેતો નથી.(૪) અકસ્માત જવલ્લે જ થાય છે.(૫) રીપેરીંગ નહીવત હોઈ બિનખર્ચાળ છે.(૬) અન્ય વાહનોના પ્રમાણમાં કંિમત સસ્તી છે.(૭) બસની / વાહનની રાહ જોયા વગર સમય જાળવીને નિયત સ્થળે સમયસર પહોંચી શકાય છે.(૮) ટ્રાફીક જામમાં ઝડપી રીતે આગળ આવી શકાય છે તથા સાઈડ બદલી શકાય છે.(૯) હેલ્મેટના ખર્ચનો બચાવ કરે છે.(૧૦) પર્યાવરણ બચાવે છે.
ઘરની નજીકની સ્કુલે ભણવા વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓએ સ્કુટી / સ્કુટર કે મોટર સાયકલ કરતા સાયકલનો જ વપરાશ વિશેષ પ્રમાણમાં કરીને વધતુ જતું વાતાવરણનું પ્રદુષણ અટકાવવા મદદરૂપ થવાની જરૂર છે. સ્કુલ સંચાલકોએ તેમજ વાલીઓએ વિદ્યાર્થીઓ સાયકલ વાપરે તે માટે આગ્રહ રાખવાની જરૂર છે.
અમદાવાદ પ્રવિણ રાઠોડ
--------------------------------
રાહુલ ગાંધીને હોદ્દો


રાહુલ ગાંધીને કોંગ્રેસ પક્ષમાં જવાબદારીવાળું પદ અપાઈ રહ્યું છે. જો કે રાષ્ટ્રના વિકાસમાં તેઓનું કોઈ નક્કર વીઝન નથી. રાજ્યોનું ચૂંટણી પ્રચાર વખતની ભૂમિકાનું વિશ્વ્લેષણ નિરાશાજનક જ રહ્યું છે. તે તો ચૂંટણી પરિણામોએ સાબિત કરી બતાવેલ છે. પ્રધાનમંડળમાં તેમની યુવા બ્રિગેડનું કોઇ વજન દેખાતું નથી. પાર્લામેન્ટમાં પણ તેઓ પોતાનું વક્તવ્ય વાંચી સંભળાવે છે. નવા નિશાળીયા જેવા લાગે છે. તેઓનો લોકસંપર્ક ફકત ટીવી કવરેજમાં બતાવવામાં આવે છે. દેશમાં જમીની સ્તરે સળગતા ભ્રષ્ટાચાર, મોંઘવારી જેવા પ્રશ્નોમાં નક્કર કામ નથી. આવો પ્રચાર શું યોગ્ય છે ? જવાબદારીવાળા પદની વાતો શું સોનિયાજીને ખુશ કરવા જ કરાય છે ? અનુભવો વગર શું પુખ્તતા આવે ખરી ? આવા પ્રશ્નો અનુત્તરીત છે. અનુમોદન ફકત પરિવારવાદની પુષ્ટિ છે.
(અમદાવાદ) - અરૂણકુમાર વ્યાસ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved