Last Update : 08-August-2012, Wednesday

 

મારો અમેરિકા જવા વિચાર છે, કશો ખર્ચ નથી !

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

ત્રણ ચાર દાયકા પહેલા કોઈ કોઈ પરિચિત મળે ત્યારે કહેતા કે અમેરિકા જઈ આવ્યો. જંિદગીમાં એકવાર જરૂર જોવા જેવું છે.
હવે ઘણા લોકો અમેરિકા જઈ આવનારા મળે ત્યારે કહેતા હોય છે, અમેરિકા બે મહિના રહી આવ્યો. અમેરિકાથી હમણાં જ આવ્યો. અને પછી પૂછે ઃ ‘તમે અમેરિકા નથી ગયા ? જઈ આવોને, એક વાર ! જીવ્યા કરતાં જોયું ભલું.’
કેટલાકને તો અમેરિકા જવું મુંબઈ જવા જેટલું પરિચિત થઈ ગયું હોય છે. બે ત્રણ મહિના રહી આવ્યા પછી રૂીજ ને બદલે રૂચ (યા) બોલતા થઇ જાય છે. કેટલાક વળી સામી વ્યક્તિ પર પ્રભાવ પાડવા અમેરિકામાં જોયેલાં સ્થળોનાં ત્યાંના મોલના, બજારોના સૌંદર્ય સ્થાનોનાં વર્ણન કરીને પોતે કંઇક સમથંિગ હોવનો વહેમ રાખતા થઇ જાય છે. અમારા બેત્રણ મિત્રો પાસેથી તો અમેરિકાના ગુણગાન સાથે ભારતમાં તો કશું જ નથી, ભારત ડર્ટી ડર્ટી છે. ભારતમાં ચોખ્ખાઈ નથી, શિસ્ત નથી એનું પંિજણ કરીને પોતે ભારતના નહિ પણ અમેરિકાના વતની હોય તેવો ગર્વ રાખતા થઇ જાય છે.
અમેરિકામાં જઈ આવેલા બેત્રણ મિત્રોને અમેરિકાનો એવો ક્રેઝ હોય છે કે વારંવાર જયારે મળે ત્યારે એકની એક વાત મારા મગજમાં ઠોકયા કરે છે - ‘તમે અમેરિકા એકવાર જરૂર જઈ આવો. તમે આપણા દેશને ભૂલી જશો.’
મિત્રો, પરિચિતોની વાત વારંવાર મગજમાં ભટકાયા પછી મને ય વિચાર આવ્યો કે એકવાર અમેરિકા જવું જોઈએ. મેં મારો વિચાર જો કે નિકટના મિત્રને કહ્યો ઃ ‘હું અમેરિકા જવા વિચારું છું. કેટલો ખર્ચ થાય ?’
‘કશો ખર્ચ નહિ.’ એમણે કહ્યું.
‘કેમ ?’ મેં આશ્ચર્યથી પૂછયું.
‘તમે વિચાર કરો છો ને ? વિચાર કરવામાં કશો ખર્ચ થતો નથી.’
એમની ટકોર પર હું વિચાર કરતો થઇ ગયો. આપણે બધા કેટલી બધી બાબતો પર રોજે રોજ વિચાર કરતા હોઈએ છીએ. મોટા, વૈભવી વિચારો કરવામાં ય એક જાતનો સંતોષ મળે છે.
મારા એક મિત્ર જયારે મળે ત્યારે એક જ વાત કર્યા કરે છે - આ ફલેટ કાઢીને હવે બીજો ફલેટ લેવો છે. અહીં પડોશ સારો નથી, પાણીની પીડા છે.’
છેલ્લાં પાંચેક વર્ષથી એ વિચારને ધૂંટયા જ કરે છે. પણ હજી તેમનો પડોશ, તેમની પાણીની પીડા એના એજ રહ્યાં છે. છતાં નવો ફલેટ લેવાનો વિચાર એમને આકર્ષક લાગે છે. એ વિચારમાં મહાલવું એમને ગમે છે.
મારી ઓફિસના હેડ કેશિયર કોઇ કોઇવાર મને એમના દસેક વર્ષ જૂના સ્કૂટર પર, લિફટ આપે છે ત્યારે એક વાત એ અચૂક કરે છે - મારું આ સ્કૂટર હવે કાઢી નાખવું છે. બહુ જૂનું થઇ ગયું છે. મારો વિચાર છે કે થોડી ઘણી રકમ મળે તો એને પધરાવી દઉં...’
પછી નવું સ્કૂટર લેવું છે ? બાઈક જ લેજો.’
એ ઘડીકવાર થોભીને મને કહે છે... ‘બાઈક ? ના, ના. બાઈક હવે બહુ મોંઘા આવે છે. એમાં એકાદ બે લાખ ઉમેરીને ગાડી જ ના લઉં ?’
અને એવો વિચાર કરતાં એ રોમાંચિત થઇ જાય છે ઃ માત્ર એ એકલા રોમાંચિત થઇ જતા નથી. એ એમના પરિવારમાં ય વિચાર રમતો મૂકે છે - હવે આ જૂનું ખખડધજ સ્કૂટર વેચી દઈએ. બેંકમાંથી દોઢ બે લાખની લોન લઇને ગાડી જ લઈએ તો કેવું ? હવે તો સહેજસાજ પૈસે ટકે સુખી માણસો પણ ગાડી રાખતા થઇ ગયા છે.’
એમનો કાર ખરીદવાનો વિચાર આખા પરિવારમાં નવી જૂની આશાનો સંચાર કરે છે. કારનાં સ્વપ્નાં સેવતો થઇ જાય છે.’
પણ બે બે વરસથી એમને હું એ જ જૂના અડિયલ સ્કૂટરને આઠ દસ કીક મારતા જોઉં છું.
ભગવાને માણસને દિમાગની બક્ષિસ આપી છે, એને વિચાર કરવાની શકિત આપી છે. આચારમાં ના મૂકી શકાય છતાં માત્ર એકાદ સુખદ વિચારથી ય માણસનું મન મલીદા જમવા લાગે છે.
વિચાર કરવા સહેલા છે, આચારમાં મૂકવાનું અઘરું છે. ગાંધીજીએ કે કોઇક મનીષીએ કહ્યું છે કે સો કિલો વિચાર કરતાં એક ગ્રામ આચરણ મહત્વનું છે.
પણ માણસોની વૃત્તિ જોતાં સમજાય છે કે વિચારો આગળ દોડી જાય છે, આચાર પાછળ રહી જાય છે ઃ વિચારને અમલમાં મૂકવાનું બહુ કઠિન હોય છે.
પાન નહિ ખાવાનો, એ ટેવ છોડી દેવાનો સેંકડોવાર વિચાર કર્યો છે, પણ એ વિચાર આચારમાં મૂકી શકાતો જ નથી. મન એવું માકડા જેવું છે કે પાનની દુકાન જોતાં જ એ લોભાઈ જાય. મન આપણને ફોસલાવે કે એકવાર પાન ખાઈ લેવામાં વાંધો નહિ. હવે ફરી વાર પાન નહિ ખાવાનો વિચાર કરજે.
મન એવું લપસણું છે કે સારા વિચારને ય આચારમાં પ્રવર્તતા દેતું નથી. એ માણસને લપસાવી જ પાડે છે.
એક ભાઈએ બેસતા વર્ષે સંકલ્પ કર્યો કે હવે બીડી પીવી હરામ છે. હથેલીમાં પાણી લઇને વિચાર પાકો કર્યો. પણ બીડીની તલપે એમને વિકલ્પ સુઝાડયો- બીડી પીવાનો નિષેધ છે સિગારેટ તો પી શકાય ને ?’
વિચારો લાખો કરી શકાય એનું મૂલ્ય ચુકવવું પડતું નથી. પણ એક ગ્રામ આચાર અમલમાં મૂકવાનું મુશ્કેલ હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved