Last Update : 08-August-2012, Wednesday

 

સીધો-સાદો માણસ ફસાઈ ગયો
કેજરીવાલ કે ભૂષણને ઇ.જી.જી. સાથ નહોતું આપતું

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

 

 

મહાત્મા ગાંધીએ જયારે દેશને આઝાદી અપાવી ત્યારે તેમણે શરૂઆતમાં બે પગલાં આગળ ભરવા અને એક પગલું પાછળ ભરવાની નીતિ અપનાવી હતી. આ ટેક-ટીકસ ખુબ અસરકારક હતી. તેમણે શાંત સત્યાગ્રહને શસ્ત્ર બનાવ્યું હતું. જો કે અણ્ણા હજારે નથી તો વણીક કે નથી તો બેરીસ્ટર (વકીલ) !! કે જે તેમને કોઈ રસ્તો સૂઝાડે !! જો કે અણ્ણાએ તો એવો હુંકાર કર્યો હતો કે તે તો વણીક અને વકિલ બંને છે !
સાચી વાત તો એ છે કે ટીમ અણ્ણા પર કેટલાક લોકોએ કબજો જમાવી દીધો હતો, આ દરેક સભ્ય પોતાની જાતને મોટો ગેમ-ચેન્જર સમજતો હતો. બાદમાં પોતાનું મોં છુપાવતું સમાધાન કરીને આંદોલન સમેટયું હતું. આ લોકો એ કયારેય કોઇ ટેકરી પણ નહોતી ચઢી અને હિમાલય ચઢવાની વાતો કરતા હતા.
દિલ જીતી લીધા હતા
મહારાષ્ટ્રના રાલેગણ સિઘ્ધીનો એક સીધો-સાદો કિસાન બાબુરાવ હઝારે દેશનું સારું કરવા ઇચ્છતો હતો પરંતુ તેમની ટીમની ભૂલોનો શિકાર બની ગયો હતો. પોતાનો અંગત સ્વાર્થ અને અંગત હીત સાચવવા તેમણે અણ્ણા હજારેની સાથે જોડાઈને તેમણે પોતાના નામ ટીમ અણ્ણા તરીકે ઓળખાવવા શરૂ કર્યા હતા. સ્પષ્ટ બોલતા અણ્ણાએ પ્રજાને કનડતો પ્રશ્ન હાથમાં લઇને લોકોના દિલ જીતી લીધા હતા. જો કે લોકપાલ માટેની ચળવળ સમગ્ર રાજકીય વર્ગ વિરૂઘ્ધની બની ગઈ હતી. જેનો અંત પ્રજાને ના ગમે એવો આવ્યો હતો.
અંસારીની બોલબાલા
ભ્રષ્ટાચાર વિરોધી એવો લોકપાલ ખરડો લાવીને ઇતિહાસ સર્જવાની તક હતી ત્યારે રાજય સભાનું વડપણ હમીદ અંસારી સંભાળતા હતા. તેમણે અચાનક જ ગૃહ મુલતવી કરવાની જાહેરાત કરીને લોકશાહીના ઇતિહાસની કાળી ટીલી સમાન ઘટના પણ નોંધાવી હતી. જયારે ચારે બાજુ રાજકીય વાતાવરણ ઉકળતું હતું ત્યારે અંસારીએ ગૃહ મુલતવી રાખ્યું હતું. પ્રજા જયારે લોકપાલ બીલ ઇચ્છતી હતી ત્યારે અંસારીએ ભલે પડદો પાડી દીધો હોય પરંતુ પોતાના હોદ્દો ઉપરાષ્ટ્રપતિ પદ માટે બીજી ટર્મ પણ મેળવી લીધી હતી. કેમ કે સરકારમાં તે પ્રિય બની ગયા હતા. ગયા ઓગસ્ટમાં ટીમ અણ્ણાના હાથે અપમાનજક સ્થિતિમાં મુકાનારા યુપીએ સરકારના બોસ આ વખતે ટીમ અણ્ણાના ફિઆસ્કાથી ખુશ દેખાતા હતા.
જંતર-મંતર રોડ ખાતે મઘ્યમવર્ગની ગેરહાજરી દેખાતી હતી પરંતુ આ ઉપવાસને સફળ બનાવનારા સાથે ટીમઅણ્ણાના અરવંિદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણના ઉઘ્ધત સ્વભાવે પણ મુસીબત સર્જી હતી.
કોંગ્રેસ ખોટી ખુશ થાય છે
જો કોંગ્રેસ અને તેના સાથીઓ અણ્ણા હજારેની મુવમેન્ટ બંધ થવાથી ખુશ તયા હોય તો તે ભલે છે. અણ્ણાના ઉપવાસનો ફિઆસ્કો થવાથી ખુશ થનારાઓને ખબર નથી કે ભ્રષ્ટાચાર સામેની લડતમાં કોઇ બીજું ઉભું થશે. રાજકીય ક્ષેત્રે ભ્રષ્ટાચાર નવી ઉંચાઈ સર કરી રહ્યો છે. ત્યારે આમ આદમી ગુસ્સે ભરાય તે સ્વભાવિક છે. ઉપવાસના સ્થળે આ આમ આદમી ભલે નજરે ના પડયો હોય પરંતુ જયારે સમય આવશે ત્યારે ભ્રષ્ટ રાજકારણીઓને તે જરૂર સજા કરશે. અહીં એ પણ યાદ રાખવું જરૂરી છે કે કટોકટીનો વિરોધ કરવા બહુ ઓછા લોકો બહાર આવ્યા હતા. તેમ છતાં ૧૯૭૭ની ચૂંટણીઓએ બતાવી આપ્યું હતું કે ઇંદીરા ગાંધીના નિર્ણયો સામે આમ આદમી કેટલો બધો ગુસ્સે ભરાયો છે. ઇંદીરા ગાંધીએ લોકશાહી સસ્ટમ પર કરેલો હુમલો કોઇને પસંદ નહોતો.
રામદેવના સમર્થકો નારાજ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે આ વખતે તેમના કાર્યકરોને મેદાનમાં નહોતા ઉતાર્યા કેમ કે તે કેજરીવાલ કે ભૂષણને પ્રજાની નજરમાં સેલિબ્રીટી બને તેમ તે ઇચ્છતા નહોતા. કોણ પ્રમાણિક અને કોણ ભ્રષ્ટ તે કોણ કોમ્યુનલ અને કોણ સેકયુલર તે શોધવા સમાન છે. રામદેવના સમર્થકો પણ આરએસએસ જેવું જ વિતારતા હતા -
ગાંધીનો ફોટો બોલે છે...
આજકાલ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશની વાતો મોટા પાયે ચાલે છે. આ સમય દરમ્યાન મહાત્મા ગાંધી બાબતની એક રમૂજ યોગ્ય લાગી રહી છે...
‘ગાંધીજીના એક સંબંધી પર ખૂનનો આરોપ હતો. આ સંબંધીએ ગાંધીજીને કહ્યું કે હું બે-ગુનાહ છું મને બચાવી લો.. ગાંધીજીએ તેનો કેસ લડયો અને તેને બચાવી લીધો... પેલા બચી ગયેલા સંબંધીએ આભાર વ્યકત કર્યો અને એક પ્રશ્ન કર્યો કે આજે તો તમે મને બચાવી લીધો છે પરંતુ અમારા જેવો કોઇ બે ગુનાહ પકડાશે અને તમે નહીં હો તો કોણ બચાવશે ?’
ગાંધીજીએ સુંદર જવાબ આપ્યો ... ‘ચલણી નોટ પર લગાડેલો મારો ફોટો !!’
(અર્થાત્‌ ચલણી નોટ વેરો અને બચો)...

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved