Last Update : 08-August-2012, Wednesday

 

નીચેના કોઈપણ લક્ષણ થાય તો ડાયાબીટીસની તપાસ કરાવશો

હેલ્થ ટીટબીટ્સ

 

૧. ખાધા પછી તરત ઉંઘ આવે


વાત છે પેટ ભરીને જમવાની અને તે પણ ભારે ખોરાક જમવાની. જમવામાં બાસુદી-શ્રીખંડ કે મિઠાઈ હોય સાથે તળેલાા ફરસાણ અને તેલમાં તળેલી પુરી હોય અને સાથે બે વાટકી જેટલા ભાત ખાઈ ગયા હો ત્યારે તમને જમવાનું પુરું થાય તે પહેલાં બગાસા આવે અને જમીને ઊઠો કે તરત ઉંધી જવાનું મન થાય કે ઉંધી જાઓ. આવું વારંવારં થતું હોય તો તમને ડાયાબીટીસ થયો છે કે નહીં તેની તપાસ વહેલી તકે કરાવી લેશો. તમે જ્યારે ખાંડવાળી મિઠાઈ અને મેંદાની પુરી નાન અને ભાત અને ચરબીવાળા પદાર્થો ખાઓ છો ત્યારે તમારા શરીરની બધી જ શક્તિ આવા ભારે ખોરાકના પાચન માટે વપરાય છે. આ વખતે મગજને પોતાની એકટીવીટી માટે શક્તિ મળતી નથી અન તેથી ઉંઘ આવે છે. જ્યારે જ્યારે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય ત્યારે તંદુરસ્ત વ્યક્તિની સિસ્ટમમાં ઇન્સ્યુલીન ટીસ્પોન્સ બરોબર હોવાથી તેન કોઈ વાંધો આવતો નથી જ્યારે ઇન્સ્યુલીન રીસ્પોન્સ ઓછો હોય ત્યારે વધારે પડતા કાર્બોહાઈડ્રેટનું પાચન થતા વાર લાગે અને શક્તિ વધારે વપરાય માટે તમને બગાસાને ઉંધ આવે. તમે વહેલી તકે તમારા લોહીમાં ભૂખ્યા પેટે અને જમ્યા પછી બે કલાકે બ્લડ સુગરની તપાસ કરવો.

૨. વારંવાર ફક્ત ગળી ખાંડવાળી વસ્તુ ખાવાનું મન થાય


સવારે નાસ્તો કર્યા હોય, બપોરે જમ્યા હો છતાં તમને વારંવાર ગળ્યું ખાવાની ઇચ્છા થાય. ચોકલેટ, બિસ્કિટ, પેંડા, પ્રસાદ, ગળ્યા શરબતો, ગળી લસ્સી, કેક, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ વગેરે ખાવાની ઇચ્છા થાય. તમે ગળી ખાંડવાળી વસ્તુ ખાઓ ત્યારે તે સીમ્પલ કાર્બોહાઈડેટ એકદમ એબસોબ થઈ જાય અને શરીરને તાત્કાલિક શક્તિ મળે. તમે થોડા પણ એકટીવ (પરિશ્રમ કરનારા) હો તો તમને શક્તિ જોઈએ એટલે તમને ગળ્યું ખાવાનું મન થાય આવું વારંવારં થાય તો તમારા બ્લડ સુગરની તપાસ કરાવો.

૩. તમારા શરીરમાં ચરબી વધારે હોય (તમારો બી.એમ.આઈ. ૨૫થી વધારે હોય


બી.એમ.આઈ. એટલે ‘બોડી માસ ઇન્ડેક્ષ’ તમારું વજન કિલોગ્રામમાં હોય તેને તમારી ઊંચાઈ મીટરમાં હોય તેના સ્કેવરથી ભાગો દા.ત. ૮૦ કિલોગ્રામ વજનવાળી ભાઈની ઊંચાઈ ૧.૮ મીટર છે તો ૮૦ ભાગ્યા ૧૦૮ ટ ૧.૮ (૩.૨૪) = ૨૪.૬ આ ભાઈનો બી.એમ.આઈ. કહેવાય. બી.એમ.આઈ. તમારા વજન અને કદનો હિસાબી છે. માટે જો તમારો બી.એમ.આઈ. ૨૪થી વધારે હોય તો તમારા શરીરમાં ચરબી વધારે કહેવાય. જ્યારે ચરબી વધારે હોય ત્યારે શરીરના દરેક કોષને શક્તિ જોઈએ તે મળે નહીં એટલે તમને અશક્તિ લાગે. ઇન્સ્યુલીન સેન્સીટીવીટી ઓછી થઈ ગઈ હોય માટે તમને વજન વધારે હોય છતાં ભૂખ લાગ્યા કરે. આ ડાયાબીટીસની નિશાની છે આ માટે જો તમારો બી.એમ.આઈ. વધારે હોય તો તમારા શરીરમાં તમને ખબર નહીં પડે એવી રીતે ડાયાબીટીસ આવી ગયો હશે. માટે બ્લડ સુગરની તપાસ કરાવો.

૪. તમારા પેટનો ધેરાવો વધારે હોય,


હિપ્સ મોટા હોય
પુરુષોમાં ૩૬ ઇંચથી અને સ્ત્રીઓમાં ૩૪ ઇંચથી તમારા પેટનો ધેરાવો વધારે હોય તો અને હિપ્સ (નિતંબ)નું માપ પુરુષોમાં ૪૦ ઇંચ અને સ્ત્રીઓમાં ૪૨ ઈંચથી વધારે હોય અને વેસ્ટદીપ રેશીઓ પુરુષોમાં ૦.૯ અને સ્ત્રીઓમાં ૦.૮થી વધારે હોય તો તમને ડાયાબીટીસ થવાની શક્યતા ૭૨ ટકા છે. માટ ડાયેટીંગ અને કસરત કરી વેસ્ટદીપ રેશીઓ ઓછો કરવા પ્રયત્ન કરો.

૫. બ્લડ પ્રેશર (લોહીનું દબાણ)

તમારા શરીમાં બી.પી. હોય તો ડાયાબીટીસ થવાની શક્યતા ૭૦ ટકા છે. બીપી વધારે હશે તો ડાયાબીટીસ એની મેલે આવશે માટે બીપી વધારે હોય તો લોહીની તપાસ કરાવવી જોઈએ.
- મુકુન્દ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved