Last Update : 08-August-2012, Wednesday

 

‘મને માફ કરી દો, મા! મને એમજ લાગ્યું કે મેં મારી ખુદની માની ચોરી કરી છે! લો, મા!’

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

 

‘ચોર! ચોર!’
સાઠ વરસની એ વૃદ્ધાના હાથમાં રહેલું પાકીટ લઈને ચોર નાઠો હતો. ચોરની ઝડપ વધારે હતી, ને પાછળ દોડનારાં જરા ધીમાં હતા. પોલીસ ચોકી દૂર હતી... ને ચોરે બરાબરની તક સાધી હતી. માજી વિધવા હતાં, અને વિધવા તરીકેનું તેમનું પેન્શન લઈને પોસ્ટ ઓફિસમાંથી બહાર નીકળ્યાં. બે મહિનાનું પેન્શન હતું... પૂરા એક હજાર રૂપિયા! પૈસા એમણે પાકીટમાં મૂક્યા ને ચેઈન બંધ કરતાં હતાં ત્યાં જ એમની ગતિવિધિ પર નજર રાખી રહેલા ચોરે તકનાં વધામણાં કરી લીધાં.
માજીના હાથમાંથી ઝુંટવી લીઘું પાકીટ અને દોડવા લાગ્યો! વૃદ્ધ માજીનું ગજું કેટલું? છુટી ગયું પાકીટ...ને પછી તો માજીએ રાડા રાડ કરી મુકી, ‘ચોર! ચોર! મારું પાકીટ ઝુંટવી ગયો છે ચોર!’
પાછળ ભાગનારા ભાગ્યા પણ ખરા...ને તમાશો જોનારા તમાશા પણ જોઈ રહ્યા! જાણે જીવનની મોંઘેરી મૂડી ઝુંટવાઈ ગઈ હોય એમ માજી બોર બોર આંસુંડે રડતાં હતાં.
કોકે પૂછ્‌યું, ‘માજી! પાકીટમાં શું હતું?’
‘પૈસા ને મારા દીકરાનો કાગળ’
‘કેટલા પૈસા હતા?’
‘એક હજાર રૂપિયા!’
પેલાએ કહ્યું, ‘માજી હવે મન વાળી લો. હવે આવી રહ્યા પૈસા. હજાર રૂપિયાના નામનું નાહી નાખો, માજી!’
‘પણ કાગળ?’
‘ક્યો?’
‘મારા દીકરાનો...’
‘કાગળમાં શું? લાખ રૂપિયાની નોટો તો નથીને? કાગળને શું કામ રોવો છો, માજી? પૈસાને રોતાં હોવ તો બરાબર છે!’
માજીના મનમાં પડઘાઈ રહ્યા પેલાના શબ્દો, ‘કાગળમાં શું? કાગળને શું કામ રોવો છો, માજી?’ પણ કાગળ કંઈ સાધારણ કાગળ નહોતો. માજીને મન! દીકરાનો કાગળ હતો! વડોદરા રહેતા દીકરાનો! લાગણીભરી ભાષામાં દીકરાએ કાગળ લખ્યો હતો, ને કાગળ તો જતો રહ્યો!
માજી નામે ચંચળમા રડતાં હતાં... પૈસાને નહિ, પેલા કાગળને! જોકે પૈસાય કામના હતા. પૈસાના નામનાં તો વલખાં હતાં... ખાવાનાય ઉધારા હતા! એક ટંક જેટલું ખાવા મળે તો ય ઘણું...
ચંચળ મા ઘેર આવ્યાં.
ચાલીનું છેલ્લું મકાન.
ઘર ખોલ્યું.
આડાં પડ્યાં. વળી ઊભાં થઈને દીવાલ પર લટકતો ફોટો ઉતાર્યો. છાતી સરસો ચોંપ્યો. પછી ફોટામાંના દીકરાને કહી રહ્યાં, ‘દીકરા! તારો કાગળ પણ હું ન સાચવી શકી! શું થાય? મારાથી ચોરની પાછળ ઓછું જ દોડાય છે?’
ઊંઘ ન આવી ચંચળમાને.
સહેજ આંખ મીંચાય ને દીકરો સંગમ સામે આવીને ઊભો રહે, ‘મા, તમારાથી મારો કાગળ પણ સચવાયો? હું જાણું છું, તમે બહુ મુસીબતમાં છો, એટલે તો મેં આપેલા સરનામે જવાનું તમને લખ્યું છે. એટલું ય ન સચવાયું મા?’
વળી આંખ મીંચાય. ને સામે ચોર આવીને ઊભો રહે, ‘શું કામ રડે છે ડોસી? તારા નસીબમાં નહોતું, એટલે મારી પાસે આવી ગયું! કારણ જાણે છે, ડોસી? કારણ કે એ મારા નસીબનું હતું, સમજી!’
રાતના બાર વાગ્યા હશે.
બહાર તો સૂનકાર વ્યાપેલો હતો.
રાતનું અંધારું ધૂંટાતું જતું હતું.
ચાલીના બધાં જ ઘર શિયાળાની આ મધરાતે બંધ થઈ ગયાં હતાં. ચંચળબાને ઊંઘ આવતી નહોતી.જરાક આંખ મળે ને પાછી ઊડી જાય! જેની પાસેથી ચોર ચોરી ગયો હોય એને ઊંઘ આવે ખરી? હજાર તો હજાર. પણ ગરીબની એજ તો મૂડી હતી! ને સૌથી મોટી મૂડી સમાન તો હતો દીકરાનો પેલો કાગળ. દીકરાની વહુ કંકાસી પણ હતી. ને દીકરો વડોદરા એના સસરાની દુકાન સંભાળતો હતો. પણ સસરા ઉત્તમચંદનો તો એક જ ઓર્ડર હતો. ‘જુઓ સંગમકુમાર! મારા બંગલાના ઉપરના માળે તમે રહો છો, પણ તમારે તમારી માને અહીં નહીં લાવવાની! એનું નામેય ન જોઈએ મારા બંગલામાં!’
તો એની પત્ની કનકે તો વાઘણની જેમ અલ્ટીમેટમ જ આપી દીઘું હતું, ‘મા, મા કરશો નહિ. ભૂલી જાવ કે તમારે મા હતી. તમારી સાચી મા તો હવેથી મારી મમ્મી સરોજિનીદેવી જ રહેશે! માનું નામ પણ દીઘું છે તો મારા જેવી કોઈ ભૂંડી નથી!’
શું કરે દીકરો?
ભણતર ઓછું.
દેખાવડો ખરો, પણ દેખાવને શું કરવાનો? દેખાવ જોઈને કોઈ નોકરી નથી આપતું. પણ અચાનક વડોદરા એક મિત્રની જાનમાં જતાં કનક સાથે આંખ મળી ગઈ. કનકને ગમી ગઈ. ને સંગમ પણ કનકના રૂપ પર ઓવારી ગયો. પછી તો શરૂ થઈ ગયા વડોદરાના આંટાફેરા. ક્યારેક કનક અમદાવાદ આવી જતી! સંગમના ઘેર પણ જતી. ચંચળબા એનું સ્વાગત કરતાં. સરસ વાનગી બનાવીને જમાડતાં...ને પછી તો કનક સાથે સંગમ પરણી ગયો! પછી કનકને તેડવા સંગમ ગયો તે ગયો, પાછો આવ્યો જ નહિ, હા, એક દિવસે વહુ કનકનો તોછડો કાગળ આવ્યો, ‘ડોસી, સંગમને ભૂલી જજે. એ હવે મારો પતિ છે. ને મારા પપ્પાને ત્યાં ઘર જમાઈ રહ્યો છે. હવે તે ત્યાં નહિ આવે!’
બબ્બે વરસોના વહાણાં વાઈ ગયા આ ઘટના પર થઈને! સંગમ આવતો નથી. આવવાનો પણ નથી. કાગળ પણ લખતો નથી. હવે તે ઘર જમાઈ બનીને સસરાના બંગલામાં રહ્યે છે. વિચારો આવતા હતા. જાતજાતના વિચારો! ઊંઘ આવતી, ને ઊંડી જતી બે દિવસ પહેલાં આવેલો દીકરાનો કાગળ યાદ આવી ગયો. ચંચળમા વળી રડી પડ્યાં...પછી જરાક આંખ મળી ગઈ. છાની રીતે દીકરાએ પહેલી જ વાર કાગળ લખ્યો હતો.
‘ખોલો! બારણું ખોલો!’
બારણે ટકોરા થાય છે. બારણાં ધબાધબ ખખડે છે. જોરજોરથી અવાજ આવે છે. ‘ખોલો! બારણાં ખોલો!’ ઓચંિતી ચંચળમાની ઊંઘ ઊડી જાય છે. હાંફળાં ફાંફળાં થઈ જાય છે ચંચળમા! થોડાંક ડર પણ લાગે છે! અવાજ અજાણ્યો છે. તે ઊભા થયાં. લાઈટ કર્યું. બારણા પાસે આવ્યાં...ને ઘુ્રજ્તા હાથ એમણે બારણું ખોલ્યું. ‘કોણ?’ એમ પૂછીને આવનાર પર નજર પડતાં જ એ બોલી ઊઠ્યાં, ‘તું??’
‘હા, મા, હું! તમારું પાકીટ લઈ જનાર ચોર. મને માફ કરી દો, મા! મારાથી ભૂલ થઈ ગઈ!’
‘તું અંદર આવ.’
ચોર અંદર આવ્યો. સ્ટૂલ પર બેઠો. અને બોલવા લાગ્યો, ‘મા! મારાથી ભૂલ થઈ ગઈ છે. જોઈલો પાકીટ. બઘુ જ એમનું એમ છે. મેં તમારા દીકરાનો કાગળ વાંચ્યો ને ભીંજાઈ ગયો! તમારો દીકરો ઘરજમાઈ છે. એનો સસરો, સાસુ અને પત્ની તેને અહીં આવવા દેતાં નથી ને તમને ય ત્યાં લાવવાની ના પાડે છે! તમે વિધવા છો, એકલાં છો, એકના એક દીકરાની મા છો...ને મા, મારીય એ જ દશા છે...’
‘તારી?’
‘હા, મા! મારો સસરો અહીંના એક વિસ્તારનો મોટો ચોર છે. જાતજાતની ઠગવિદ્યા જાણે છે. હું ય એની દીકરી પાછળ અંઘ બની ગયો હતો. ને ગામડે એકલી રહેતી વિધવા માને છોડીને અહીં હું પણ ઘર જમાઈ તરીકે રહું છું. મારો સસરો મારી માને અહીં લાવવાની ના પાડે છે. મારી પત્ની ગામડે જવાની ના પાડે છે. સસરાનો ધંધો છે ચોરીનો ને તમારા દીકરાની જેમ હું ય સાસુ-સસરા અને પત્ની સમક્ષ સાવ ‘બકરી’ બની ગયેલું ને ‘બેં ’ કરવાનું પણ ભૂલી ગયો છું મા! કાગળ વાંચીને મને મારી મા યાદ આવી ગઈ! ને મને એમ થયું કે મેં મારી માની ચોરી કરી છે. મારાથી ન રહેવાયું ને કાગળ પર લખેલા સરનામે દોડી આવ્યો. લૌ, મા!! બઘું જ પાછું લઈ લો... દીકરાએ સરનામું લખ્યું છે ત્યાંથી કરિયાણું લઈ આવજો. લો ત્યારે રામ રામ! ચોર ઊભો થયો. ચંચળમાને પગે લાગ્યો. ને એમના પગમાં સોની નોટ મૂકીને બહાર નીકળી ગયો!
હા, બહાર નીકળતા ચોરની આંખો ભીની હતી, તો ચંચળમાની આંખોમાં આંસું હતાં. એમના મુખમાં શબ્દો હતાઃ ‘આવજે, દીકરા...’

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved