Last Update : 08-August-2012, Wednesday

 

માણસનો અસલી સ્વભાવ ક્યારે પ્રગટ થાય છે ?

ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતા

- ‘‘ક્રોધ તુમ્હારા પ્રબલ શત્રુ હૈ, બસા તુમ્હારે ઘર મેં, હો સકતે હો ઉસે જીત કર, વિજયી તુમ જગ ભરમેં’’

માણસનો અસલી સ્વભાવ ક્યારે પ્રગટ થાય છે ? ગુસ્સામાં ? શાન્તિની પળોમાં કે સત્તા અને પૈસા આવી જાય ત્યારે ?
પ્રશ્નકર્તા ઃ બી.એસ. શેખ, ૪૩ ગુલ્સને લાડલી, જશ્મીન સોસાયટી, સેવાદળ રોડ, મહેમદાવાદ
‘લિમડામાંથી મધ ટપકી શકે’ નહીં, તેમ માણસની જેવી પ્રકૃતિ હોય તેવી જ પ્રવૃત્તિ હોય, તેવું જ વર્તન અને તેવું જ આચરણ હોય. માણસના સ્વભાવ ઘડનારમાં તેના અંગત જીવનની ઘટનાઓ, પારિવારીક, સામાજિક, આર્થિક વાતાવરણ, સોબત વગેરે અનેક પરિબળો કામ કરતાં હોય છે. ઉપદેશ કે બોધથી માણસનો સ્વભાવ બદલાય પણ ખરો અને ન પણ બદલાય. માણસમાં અનેક પ્રકારના ગુણો હોઈ શકે, પણ એ વર્તે છે તે જ રીતે જેવો તેનો સ્વભાવ. નારાયણ પંડિતના મતાનુસાર અમુક માણસ ધર્મશાસ્ત્ર કે વેદનું અઘ્યયન કરે છે એટલે એ દુષ્ટના ત્યજી ભાવો માણસ થઈ ગયો છે, એમ માનવું ભૂલ ભરેલું છે, કારણ કે સ્વભાવ એ જ સૌથી મહત્વની વસ્તુ છે, જેમ કે ગાયનું દૂધ સ્વભાવથી મીઠું છે. મતલબ કે ‘કાગડાનું શરીર ભલે સ્વર્ણિમ હોય, એની ચાંચ માણેક અને રત્નજડિત હોય, એની પ્રત્યેક પાંખમાં મર્ણિ ગૂંથેલા હોય, પણ કાગડો એ કાગડો જ રહે છે, ‘રાજહંસ’ બની શકતો નથી, કારણ કે કાગડો પોતાના સ્વભાવથી બંધાએલો હોય છે.’
માણસે સુધરવું જ હોય તો દ્રઢ સંકલ્પ દ્વારા વિવેક દ્રષ્ટિ અને ત્યજવા યોગ્ય વસ્તુ પ્રત્યેનો વૈરાગ્ય ભાવ એટલે કે ત્યજવાની મનોવૃત્તિ કેળવવી જોઈએ. દુરાચાર માટે માત્ર ઈચ્છા જોઈએ, સદાચાર માટે ઈચ્છા અને ભાવના અને સાધના ત્રણેની જરૂર પડે.
એક વાત આપણે ખાસ યાદ રાખવી જોઈએ કે મનુષ્યનું વ્યક્તિત્વ જુદી-જુદી મનોવૈજ્ઞાનિક ક્ષણોમાંથી પસાર થતું હોય છે. એટલે એક જ માણસનો સ્વભાવ સદાય એક સરખો હોતો નથી. માણસ પ્રશંસા સાંભળી પરિતુષ્ટ થાય છે, ફૂલાય છે, પણ એ જ માણસ બીજી પળે પોતાની નંિદા કે બદબોઈ સાંભળી ગુસ્સે થઈ જાય છે. વળી પાછો કોઈ માફી માગવાની કે ક્ષમાયાચના કરવાની તૈયારી દર્શાવે તો એ રિઝી પણ જતો હોય છે એની શાન્ત પણ થઈ જતો હોય છે. માણસ વાતો જગ સુધારણાની કરે છે પણ જાત સુધારણા માટે સમય ફાળવવા તૈયાર હોતો નથી ! માણસના સ્વભાવમાં અનેક નબળાઈઓ હોય છે, જે આપોઆપ દૂર થતી નથી. પરિણામે સદ્‌વર્તન કરવા માટે મનને કેળવવું જ જોઈએ એવી કેળવણી મનને આપી શકાતી નથી. એટલે ‘પ્રાણ અને પ્રકૃતિ એક સાથે જ જવાનાં, બદલાવાનાં નથી’ એવું આશ્વવાસન સેવી આત્મ સુધારણા માટે આપણે વિશેષ આયાસ કરતા નથી. બંગાળીમાં એક કહેવત છે કે ખાંડણીઆ અને સાંબેલાને સ્વર્ગમાં લઈ જાઓ, તો ત્યાં પણ તેઓ અનાજ ખાંડવાનું જ કામ કરશે - માણસ આવી દલીલોને પ્રેરક માની લે છે.
માણસ પોતાના અસલી સ્વરૂપને ઢાંકવા માટે જે પછેડીનો આધાર લે છે, તે છે દંભ. દંભને કારણે માણસનું સાચું સ્વરૂપ આપણે ઓળખી શકતા નથી ! ‘દગલબાજ દોઢા નમે’ એમ દંભી માણસો નમ્રતા અને વિનયશીલતાનો ઢોંગ કરે છે. સંસ્કૃતના એક સુભાષિતમાં એટલે કહેવામાં આવ્યું છે, અ-સતી એટલે કે કુલ્ટા સ્ત્રી લજ્જાશીલ હોવાનો ડોળ કરે છે, ખારું પાણી ઠંડુ હોય છે, દંભી વિવેકનું ‘નાટક’ કરે છે અને ઘૂર્ત માણસ પ્રિય શબ્દો ઉચ્ચારી માણસનું દિલ જીતી લેવાનો પ્રયત્ન કરે છે. એટલે બહારથી સારો દેખાતો કે લાગતો માણસ અસલિયતમાં સારો ન પણ હોઈ શકે ! માણસ ધર્મિષ્ઠ હોવાનો દંભ કરી શકે, નીતિવાન હોવાનો દંભ કરી શકે, શાન્ત અને ક્ષમાશીલ હોવાનો દંભ કરી શકે, એટલે જ માણસને ઓળખવાનું કામ અત્યન્ત કપરું છે !
ક્રોધ માણસની એક પ્રકારની અગ્નિપરીક્ષા છે, કારણ કે ક્રોધિત માણસ વિવેકને ઠેબે ચઢાવે છે. જાત પરનો કાબૂ ગુમાવી બેસે છે, જીભ પરનો કાબૂ ગુમાવી બેસે છે, આત્મનિયંત્રણને કોરાણે મૂકે છે, અને ભગવદ્‌ગીતામાં કહ્યું છે તેમ ‘‘ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ નાશે બુદ્ધિ નાશ, બુદ્દિનાશે વિનાશ છે.’’ ક્રોધની લપેટમાં આવેલો સાઘુ શેતાન બની જાય છે, પ્રેમી વેરી બની જાય છે, દયાળુ ક્રૂર બની જાય છે, અને વિવેકશીલ વિવેકભ્રષ્ટ બની જાય છે. કોપાવિષ્ટ વ્યક્તિની વાણી વિકૃત બની જાય છે. ક્રોધગ્રરૂપ વ્યક્તિને શું બોલવું અને શું ન બોલવું એનો ખ્યાલ રહેતો નથી. એટલે એ સદ્‌વર્તન ભૂલી ગેરવર્તન આચરી ગાળાગાળી, અપશબ્દો, મારામારી, હંિસા-હત્યા કરતાં પણ અચકાતો નથી ! ક્રોધનો શિકાર બન્યા પછી સજ્જન માણસ પણ દુર્જનને શરમાળે તેવું દુષ્ટ આચરણ કરી બેસે છે. ‘રામાયણમાં વાલ્મીકિજીએ કહ્યું છે તેમ ક્રોધ મનુષ્યનો પ્રાણ હરનાર શત્રુ છે. ક્રોધ ઉપરથી ‘મિત્ર’ ની જેમ વર્તનારો પણ અંદરથી શત્રુવત્‌ વ્યવહાર કરાવનારો છે (‘મિત્રસુખ’ છે) ક્રોધ મહાતીક્ષ્ણ તલવાર છે, ક્રોધ માણસનું સર્વસ્વ ખેંચી લેનારો છે.’ એટલે જ કોપાવિષ્ટ માણસને વિવેકની દ્રષ્ટિએ અંધ ગણવામાં આવ્યો છે. ક્રોધ માણસને અહંકારી બનાવી અપકૃત્યો કરવા પ્રેરતો રહે છે.
માણસનો ક્રોધ કેટલો ટકશે એનો આધાર તેની પ્રકૃતિ પર અવલંબિત છે. સજ્જ્ન માણસનો ક્રોધ ક્ષણજીવી હોય છે, મઘ્યમ પ્રકારના માણસોનો ક્રોધ પણ બે ઘડીનો હોય છે. અધમ કે દુષ્ટ માણસનો ક્રોધ દિવસો સુધી ચાલે તેવો હોય છે જ્યારે અત્યંત નીચ માણસનો ક્રોધ જીવનભર ચાલે છે.
એરિસ્ટોટલે એક મુદ્દાની- ઘ્યાનમાં લેવા જેવી વાત કહી છે. તેમના મતાનુસાર ‘‘કોઈપણ વ્યક્તિ ક્રોધી થઈ શકે છે’’, કારણ કે તેમ કરવું સરળ છે, પરંતુ યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય સમયે, શુદ્ધ ઉદ્દેશ માટે અને યોગ્ય રીતે ક્રોધ કરવાનું સામર્થ્ય દરેક માણસમાં નથી હોતું. ક્રોધ આવે ત્યારે શું કરવું ? સરદાર વલ્લભભાઈ કહે છે કે ઠંડા રહેવાનો પ્રયત્ન કરવો. આ વાત સમજાવવા તેઓ લોખંડ અને હથોડાનો દાખલો આપે છે. લોખંડ ભલે ગરમ થાય, પણ હથોડાએ તો ઠંડા જ રહેવું પડે છે. હથોડો જો ગરમ થઈ જાય તો તે પોતાના હાથાને જ બાળી મુકશે. એટલે તમે ઠંડા રહો. ક્યું લોખંડ ગરમ થયા બાદ ઠંડુ નથી થતું ? કોઈપણ રાજ્ય પ્રજા પર ગમે તેટલું ગરમ કેમ ન થાય, પણ અંતે તેણે ઠંડા પડવું જ પડે છે.
એટલે માણસનો અસલી સ્વભાવ ક્રોધના સમયે પ્રગટ થાય છે. સત્તા અને પૈસો પણ માણસને અહંકારી બનાવે છે. એવા અહંકાર પણ માણસ પાસે આત્મસંયમ છીનવીને તેને ક્રોધી બનાવી દેતો હોય છે. એટલે જ પેલી ઉક્તિ- સાર્થક લાગે છે કે ‘‘ધન, જોબન ને ઠાકરી (સત્તા) ચોથો છે અવિવેક એ ચારે ભેગા થયાં અનરથ કરે અનેક.’’ સત્તા માણસ પચાવી શકતો નથી પરિણામે સત્તાનો તેને નશો ચઢે છે. પૈસો પણ માણસને બહેકાવે છે. એ અહંકારમાં ચકચૂર થએલો માણસ પણ અંતે તો ક્રોધનો શિકાર બનીને ન કરવા યોગ્ય કરે છે, ન બોલવા યોગ્ય બોલે છે, ન વર્તવા યોગ્ય વર્તન કરે છે. એ બધાના મૂળમાં સીધી કે આડકતરી રીતે ક્રોધની ભૂમિકા પણ હોય છે જ. હકીકતમાં ક્રોધ જ અનેક વિપત્તિઓનું આશ્રય સ્થાન છે. માણસનો અસલી સ્વભાવ ગુસ્સાની પળોમાં જ જોવા મળે છે, શાન્તિની પળોમાં નહીં. જોન ફોસ્ટરે સાચું જ કહ્યું છે કે ‘‘દુનિયામાં ચાલેલી કોઈ પણ મરકી કરતાં ખરાબ સ્વભાવ એ સૌથી મોટી મરકી છે.’’ ૠશિમુનિઓ પણ ક્રોધથી બચી શક્યા નહોતા. ક્રોધ આવે એટલે ૠષિત્વ ભૂલી માણસનો અ-કલ્યાણલક્ષી અભિશાપ આપવાની ચેષ્ટા કરી બેસતા હતા. એટલે જ સ્વ. રામનરેશ ત્રિપાઠીજીના શબ્દો સદાય યાદ રાખવા જોઈએ-
‘‘ક્રોધ તુમ્હારા પ્રબલ શત્રુ હૈ,
બસા તુમ્હારે ઘર મેં,
હો સકતે હો ઉસે જીત કર,
વિજયી તુમ જગ ભરમેં’’

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved