Last Update : 08-August-2012, Wednesday

 

સંતાનોના મિત્ર જરૂર બનો, પણ મા-બાપ હોવાની જવાબદારી ન ભૂલો

એક બે ને સાડા ત્રણ- તુશાર શુકલ

 

વિષય નાજૂક છે. જવાબદારીપૂર્વકના વિધાનની અપેક્ષા રાખે છે. ને આમ છતાં સહુ કોઈ ચાલતી ચર્ચામાં કૂદી પડે છે. કારણ કે સહુનીએ પીડા પણ છે. સહુ પાસે પોતાના અવલોકન અને અનુભવ છે. સહુની અભિવ્યક્તિ જુદી જુદી છે, પણ અનુભૂતિ એક જ છે એટલે એમને બોલતા રોકી શકાય તેમ નથી. અને આ પીડા છે પણ એવી કે જે પીડે છે ત્યાં બોલી શકાતું નથી એટલે આવા સાર્વજનિક સ્થાને સમૂહમાં વ્યથા વ્યક્ત થાય છે. એમાં વેદના છે, ગુસ્સો છે અને એમાં લાચારી પણ છે. અને સૌથી દુઃખદ વાત જ એ છે કે આ સઘળું એમના વ્હાલાએ જ એમને પહોંચાડ્યું છે.
વાત છે કિશોરવયના પુત્ર-પુત્રીઓના અવિચારી અને અવિનયી વાણી-વર્તન વ્યવહારની. તોછડાઈથી તિરસ્કાર સુધીનો એજ વ્યાપ છે. ગમ્મતથી ગુન્હાખોરી સુધી એનો વિસ્તાર છે. એનો આરંભ ક્યારે થયો તેની જાણ, એના ગંભીર પરિણામ મળે ત્યારે થાય તો થાય! અન્યથા તો એનીય ખબર પડતી નથી. આંક સામે રહેવા જોઈતા સંતાનો આંખ નીચે જ બગડે છે. કદાત, બગડવાનું એક કારણ આ પણ છે કે એમના પર નજર રાખવાને બદલે, એ આસપાસ જ છે એનો સંતોષ વાલીને બેઘ્યાન બનાવે છે.
વાત વાલી અને સંતાનના સંબંધની છે. કોઈ માબાપને પોતાનાં બાળકો વ્હાલાં ન હોય એવું અપવાદે જ બની શકે. કોઈ સંતાનને પોતાના મા-બાપ પ્રિય ન હોય એવું ય જવલ્લે જ જોવા મળે. આમ છતાં, ગુન્હાખોરીના માર્ગે વળનારા બાળકો અને એમના માબાપ વચ્ચેનો સંબંધો બાબતે આવાં ઉતાવળાં તારણ પર આવી જનારા ઘણાં છે. અને બાળકોની વય જોતાં એમને નાસમજ હોવાનો લાભ આપી માબાપ પર દોષનો ટોપલો ઢોલાય છે. સામાન્ય રીતે માબાપને જવાબદાર સાબિત કરતા કહેવાય છે કે માબાપ એમના બાળકો પ્રત્યે બેઘ્યાન, બેદરકાર કે બેપરવા છે. પોતાના બાળકની અપેક્ષાઓ તરફ એ દુર્લક્ષ્ય સેવે છે. પોતાનો અપેક્ષાઓનો બોજ બાળક પર લાદે છે. બાળકની ક્ષમતાનો વિચાર કરતા નથી. એની શક્તિ-બુદ્ધિનો વાસ્તવિક આંક સ્વીકારતા નથી અને ગજાથી ઉપરવટની અપેક્ષા રાખે છે. કેટલાક માબાપ પાસે બાળકો માટે સમય જ નથી. એ પોતાના બાળકોની જરૂરિયાત પૂરી કરવા સતત દોડે ે, પણ બાળકોની એક જરૂરિયાત માબાપનું સાન્નિઘ્ય છે એ જ ભૂલી જાય છે. બાળકોની જરૂરિયાતને પહોંચી વળવું સહેલું નથી. સામાન્ય જરૂરિયાતો સંતોષવી ય મોંઘી બની રહી છે, અને બાળકો પોતાના આસપાસના જગતમાંથી જોી જોઈને દેખાદેખીથી નવી નવી માંગ લઈને આવતાં જ રહે છે. આ સઘળી પૂરી કરવી શક્ય નથી. ને છતાં કેટલાક માબાપ સ્નેહવશ, કેટલાંક દેખાદેખીમાં ખેંચાઈને તો વળી કેટલાંક બાળકને રાજી રાખવાના મોહમાં, કેટલાંક વળી આ નવી નવી માંગને બાળકોની જરૂરિયાત માની લઈનેય પૂરી કરવા મથે છે. પરિણામે એમના સંતાનોની માંગ વધતી જાય છે. જે પાસે છે એ તરત જૂનું લાગવા માંડે છે ને નવાની અપેક્ષા જાગે છે. એ પૂરી કરવાની રીતે હવે એ જાણી ગયા છે એટલે અસત્યથી માંડીને જીદ અને ધમકી સુધી પહોંચી જાય છે. ને વળી માબાપ દોડતાં થાય છે. આમ, માબાપ બાળકો પ્રત્યે બેઘ્યાન નથી હોતા, વઘુ પડતું ઘ્યાન આપવા જતાં ફસાય છે. ને દોડતાં જ રહે છે. કેટલાંક માબાપની દોડધામ બાળક ઉપરાંતની જીવન જરૂરિયાત સંદર્ભે પણ હોય છે. કેટલાકને માથે જવાબદારીઓ હોય છે. કેટલાંકના સંજોગોય એવાં હોય છે. કેટલાંક જીવનશૈલી પણ એવી હોય છે, તો વળી કેટલાંક પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવાય દોડતા હોય છે.પોતાની મહત્વકાંક્ષા માટે દોડવુંએ પણ ગુન્હો નથી. માબાપને પોતાનું ય વ્યક્તિત્વ છે, અસ્તિત્વ છે, એમને ય એમની ઇચ્છાઓ છે, અપેક્ષા છે, લક્ષ્ય છે, ઘ્યેય છે, સ્વાન છે. પરંતુ આવા કારણોસર દોડનારાઓએ પોતાના સંતાનો તરફ બેદરકાર બનવું ન જોઈએ. કારણ કે સંતાનો એમની પોતાની ઇચ્છાથી જન્મ્યા નથી. માબાપને કારણે જન્મ્યા છે. એની પાછ માતાપિતાનો પરસ્પરનો પ્રેમ પણ હોય અને આવશ્યકતા કે અકસ્માત પણ હોય. સંતાનને જન્મ આપવા અંગેની જવાબદારીપૂર્ણ અભિગમ ન પણ હોય. સ્ત્રીનું મહત્વ ઓછું આંકતા આ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની અનિચ્છાની કોઈને પડી નથી હોતી, પણ બાળકને ઉછેરવાની જવાબદારી સ્ત્રીના માથે નાખી દેવામાં આવે છે ત્યારે સ્ત્રીનો અણગમો પણ બાળ ઉછેરને આભડી જવા સંભવ છે. માતૃત્વએ કવિતાના વિષય તરીકે જેટલું લાગણી નીતરતું અનુભવાય છે, એવું વાસ્તવમાં નથી હોતું. બાળકને જન્મ આપનારી સ્ત્રી પોતાના વ્યક્તિત્વ વિષે સભાન બની રહી છે ત્યારે તો આ સત્ય સ્વીકાર માંગે જ છે. બાળકનો જન્મ એ અકસ્માત કે આનંદ હોઈ શકે છે. પણ બાળઉછેરએ જવાબદારી છે. અલબત્ત, એ જવાબદારી સારી રીતે નીભાવવાના આનંદને માણવાની તક સંતાનો પૂરી પાડે છે.
આમ છતાં કિશોરવયના બાળકોની ગુન્હાખોરી માટે માબાપની એમના તરફથી બેદરકારી કે બેઘ્યાન થવું મુખ્ય કારણરૂપ મનાય છે જ કારણ કે બાળકથી સૌથી નજીક એના માબાપ હોવાની અપેક્ષા છે. પણ, બાળકો એમના માબાપની નજીક રહેતાં નથી. એમને રહેવું ગમતું પણ નથી. પાંખ આવતાં પહેલાં પાંખ હોવાનો ભ્રમ રચાય છે. પિતાને વાહન ચલાવતાં જોઈને બાળકને એમ થાય છે કે એને માટે પણ આ કામ સહેલું જ છે. બે પગે ચાલતા માબાપને જોઈને ભાંખોડિયા ભરતું બાળક ઊભું થવા જાય છે. આવો પ્રયત્ન, આવી ઇચ્છા સહજ છે. પણ એને માટેની સજ્જતા ન હોય ત્યારે અકસ્માતની શક્યતા પણ રહે જ છે. એમને એમાંથી બચાવવા માબાપ પાસે ન હોય ત્યાં આવી ઇચ્છા ગંભીર પરિણામ લાવી શકે છે. કિશોર વયે ઉંબર ઓળંગીને આંગણામાં અને ત્યાંથી આગળ વધીને શેરીમાં રમવાની છે. આ વય માબાપની નજરથી દૂર રહેતી ઇચ્છાની ઉંમર છે. એમાં ગોપિત રાખવું ગમે છે. સંતાડવું, અંગત રાખવું, વગેરે સારું લાગે છે. અને એમાં કોઈની ય દખલ, કોઈનોય હસ્તક્ષેપ ગમતો નથી. અને આવું કોઈ કરે તો ગુસ્સો આવે છે. આ સઘળું આ ઉંમરની વિશેષતા છે. એ દરમિયાન થતા શારીરિક અને માનસિક ફેરફારો એ માટે જવાબદાર છે. એ અંગે ઉભાં થતાં કુતૂહલ, શરમ, સંકોચ, જીજ્ઞાસાભર્યા સવાલોના જવાબની શોધ છે, પણ ક્યાંથી એ મેળવવા એની જાણ નથી. આવી માનસિક્તાના સમયે સંતાનો માબાપથી છૂપાવીને ઘણું ઘણું કરતાં હોય છે. એમના પર નજર રાખવી મુશ્કેલ છે. તેમાં પણ, વર્તમાન સમયના આર્થિક-સામાજિક વાતાવરણમાં તો સવિશેષ. માબાપે દોડતાં તો રહેવું જ પડે છે. પરંતુ એ રોકાઈને સંતાનોને પૂછી પણ નથી શકતાં કારણ કે સંતાનોના સ્વાતંત્ર્યનો સ્વીકાર પણ કરવો જરૂરી છે. એ વિષે માબાપ પણ સભાન છે એટલે પ્રશ્નો પૂછવાનું ટાળે છે.
વળી, આ આખીય બાબતને અરસપરસ વિશ્વાસના ધોરણે પણ મૂલવાય છે. માબાપને સંતોષ છે કે એમણે સંતાનોની જરૂરિયાત પૂરી કરી છે. એટલે એ સંતાનો એમના વિશ્વાસને નહિ જ તોડે. સંતાનોને વિશ્વાસ છે કે માબાપ એમનો વિશ્વાસ કરે છે એટલે એમને સવાલો નહિ જ પૂછે. અહીં એકનો વિચાર સંતોષમાંથી જન્મ્યો છે ને બીજાનો વિશ્વાસ ધારણામાંથી. એકેયનો વિશ્વાસ સ્નેહમાંથી નથી પ્રગટ્યો. એટલે વિશ્વાસ તૂટવાની શક્યતા રહે જ છે. કોઈ પણ સંબંધનો પાયો વિશ્વાસ છે. સંતાનો માબાપ પર વિશ્વાસ રાખે અને માબાપ સંતાનો પર વિશ્વાસ રાખે એના મૂળમાં એકમોની અપેક્ષાઓ સંતોષતું વર્તન જ હોય તે ન ચાલે. અપેક્ષા રહિત પ્રેમ પણ જરૂરી છે. માબાપનું માત્ર માબાપ હોવું અને સંતાનનું કેવળ સંતાન હોવું પણ વિશ્વાસ અને વ્હાલ ભર્યા સંબંધનું કારણ બનવું જોઈએ. કેવળ અપેક્ષાઓના સંતોષનું વેપારી ગણિત આ સંબંધની શોભા નથી. સંબંધો નિરપેક્ષ નથી હોતા એ સાચું પણ માતાપિતા અને સંતાનો વચ્ચેના સંબંધની એક માત્ર અપેક્ષાએ સ્નેહ અને આદર છે. અન્ય સઘળુ ગૌણ છે. અહીં બંનેને બંને માટે સ્નેહ તો હોય જ, અને આદર પણ હોવો જરૂરી છે. સંતાનો માબાપને આદર આપે એ જ રીતે માબાપે પણ સંતાનોનના આદર કરવો જોઈએ અને આ આદર એટલે સંતાનો સાથે સંવાદ.
જંિદગીની દોડધામમાં માબાપ વ્યસ્ત છે એ સચ્ચાઈ છે એને એનાં કારણો છે એને એનો સ્વીકાર કર્યે જ છૂટકો છે. આવા સમયે, માતા-પિતા અને સંતાનોના સંબંધને નવેસરથી મૂલવવો પડશે. હવે એમાં યુગો જૂની ૠચાઓનું ગાન માત્ર નહિ ચાલે. માતાપિતાને દેવ માનવા અને સંતાનોનું આજ્ઞાંકિત હોવું એ ઉત્તમ આદર્શનું નવું અર્થઘટન જરૂરી છે. અન્યથા, અંઘ માતાપિતાને કાવડમાં બેસાડી, ખભે ઊંચકીને જાત્રાએ જતા આજ્ઞાંકિત પુત્ર શ્રવણનું ઉદાહરણ આપનારા માબાપે સંતાનોના એ સવાલનો ય સામનો કરવો પડશે કે અંઘ માતાપિતાએ પોતાના પુત્ર પાસે આવી અવાસ્તવિક અને અનાવશ્યક અપેક્ષા રાખી જ શું કામ? માબાપે પણ સંતાનનના ખભે કાવડમાં બોજ બનવામાં જ માતૃ-પિતૃત્વનું સાર્થક્ય ન શોધાય. દલીલોનો અંત નથી. વિવાદ અનંત છે. પણ એને વિખવાદમાંથી વિસંવાદ સુધી જતાં રોકવાનો એક માત્ર માર્ગ છે. સંવાદ.
ઉડવાની એક ઉંમર હોય ચે. પાંખ ફૂટે પછી ય ઉડતાં આવડે ત્યાં લગી રાહ જોવાની હોય છે. ત્યાં સુધી પંખીના બચ્ચાં માળામાં રહે છે અને એમના માબાપ એમનામાં ઉડવાની તાકાત આવે એનું ઘ્યાન રાખે છે. પછી એ માળો છોડી ઉડી જાય ત્યારે માબાપ રડતાં નથી. કારણ કે હવે એમને એ શ્રદ્ધા છે કે બચ્ચાંને બરાબર ઉડતાં આવડી ગયું છે. માબાપની જવાબદારી અહીં સુધીની ત્યારબાદની સફરમાં ભય તો છે જ. માત્ર ઉડતા આવડી જવું પૂરતું નથી. અસ્તિત્વ ટકાવવાની બીજી ય ઘણી ઘણી શરતો છે, જેની જાણ માળો છોડ્યા પછી જ થાય છે. પણ એ સમયે માબાપ મદદે આવતાં નથી. એ સંઘર્ષ હવે જાતે જ કરવાનો રહે છે.
પંખીઓ માટે જે સાચું છે એ માનવ માટે સાચું નથી, કારણ કે અહીં કુટુંબ નામની વ્યવસ્થા છે તેમાં સંતાનને પગભર કરવા મથતા માબાપના પગ ડગમગ થાય ત્યારે એમને ટેકો કરવાની જવાબદારી સંતાનની છે. ભારતીય સમાજ વ્યવસ્થાનું આ ધોરણ એ સ્વતંત્રતા સાથે જવાબદારીને જોડીને સ્વચ્છંદતાને રોકે છે. કુટુંબ વ્યવસ્થાને તૂટતી અટકાવે છે. પશ્ચિમિ સભ્યતામાં આવું ધોરણ નથી એટલે ત્યાં અન્ય સમસ્યા છે. આપણા સંતાનોને પશ્ચિમી જીવનશૈલીએ આકર્ષ્યા છે એનાં બે કારણ છે. એક તો અમર્યાદા સ્વતંત્રતા અને બીજું અન્યની અંગતતામાં માથું ન મારવું. આ બંનેને પોત પોતાના વત્તા-ઓછા લાભ ગેરલાભ તો છે જ. પણ કિશોર અવસ્થાને આ વાત ગમી જાય છે. પણ, આપણા સંતાનો હજી અઘૂરા જ આઘુનિક છે. પશ્ચિમમાં જે પ્રકારે સ્વાશ્રયને સ્વાવલંવનનો મહિમા છે એ એમને સ્વીકાર્ય નથી. ત્યાં શાળા પછીનો અભ્યાસ જાતે જ સગવડ ઉભી કરીને કરાય છે. માબાપના પૈસે તાગડાધિન્નાને શરમ ગણાય છે. મોજશોખ થાય છે, પણ પોતાના ખરચે. આપણા મોટાભાગના સંતાનોને જલસા તો કરવા છે પણ માબાપના ખરચે અને જલસાની વધતી જતી જરૂરિયાત પૂરી કરવા એ માબાપ પર દબાણ લાવે છે. ત્રાસ કરે છે. જૂઠું બોલે છે. માબાપને ધમકાવે છે, બીવરાવે છે. અને ક્યારેક એ માટે ગુન્હાખોરીના રવાડે ય ચડે છે. ‘ગુન્હો’ કરવાનો ભય અને ગુન્હો કરવાથી મળતો કાલ્પનિક રોમાંચ બંને સમજવા જરૂરી છે. સિનેમાં કે સમાજમાં જે ગુન્હેગારોને ‘હીરો’ બનતા, સફળ થતા જોવાય છે એ કેવળ અર્ધસત્ય છે આ ગુન્હેગારો કેવી અસલામતીમાં જીવે છે એની સચ્ચાઈની કિશોરો જાણ જ નથી. ગુન્હામાંથી બચવા માટે આર્થિક રીતે થતી ખુવારીની એમને ખબર જ નથી. જે પોલીસનો ભય ન હોવાનું એમને દેખાડાય છે એ પોલીસના હાથે ચડયા પછી શું થાય છે એ જાણવાનું એમને હજી બાકી જ હોય છે. કિશોરો હજી કાબેલ ગુન્હેગાર પણ બન્યા નથી એટલે એ સફળતાની કલ્પનામાં જ રાચે છે. શેખી હાંકે છે. પણ એકવાર આ ફુગ્ગો ફૂટી જાય ત્યારે હેબતાઈ જાય છે. જેમને પોતાના સાથીદાર ધાર્યા હતા એમને છટકતા ને મોં ફેરવી લેતા જુવે છે ત્યારે સત્ય સમજાય છે. માતાપિતાની જે ચેતવણીઓને એમણે કાયરતા ગણીને મજાક કરી હતી એને નજર સામે સાચી પડતી જુવે છે ત્યારે બધી ય મજાઓ સજા બની જાય છે. કેટલાક નસીબદાર આમાંથી પાછા વળી જાય છે. તો વખી કોઈક અભાગી ‘રીઢા’ પણ બને છે અને એમનુ ભાવિ ભીંત પર લખેલું સ્પષ્ટ વંચાય છે જે એમના સિવાયના સહુ વાંચે છે ને આવા સંતાનોના માબાપ માટે જીવનભરની પીડા બની જાય છે. ક્ષણિક મજા કે ક્ષણિક આવેશમાં થતી ભૂલને ગુનો બનતી અથવા તો ગુનેગાર બનાવતા રોકી શકાય છે. પણ, આજકાલ તો ગુન્હો કરવાની સભાનતા સાથે ગુન્હામાંથી મજા લેવાની વૃત્તિ જોવા મળે છે. આવા ગુન્હેગારોને સજા અનિવાર્ય છે. એ સિવાય અને એ પછી પણ એ સુધરશે જ એવી ખાત્રી આપી શકાય તેમ નથી. માબાપે મારવો જોઈતો હતો એ લાફો જ્યારે પોલીસ મારે છે ત્યારે એની તીવ્રતા અનેક ગણી વધી જાય છે. અને ‘હીરોગીરી’નું ભૂત ઉતરી જાય છે. ગુન્હેગારને સૌથી વઘુ ગર્વ હોય છે ન પકડાવાનો અને પોલીસને મૂર્ખ બનાવવાનોય આથી જ એમની આ માન્યતા તોડવા અને એમણે ઉભી કરેલી એમની આ છબીને તોડવા માટે આ ‘જાહેર સજા’ દાખલો બેસાડવા જરૂરી છે.
ઘરના ખૂણે થતી સજા કે પસ્તાવા કરતાં ય એ વઘુ અસરકારક છે. એક પોલીસ ઈન્સ્પેક્ટર મિત્ર કહેતા કે ટ્રાફિકના નિયમ તોડવામાં મજા લેતા યુવાનોને હું જાહેર રસ્તા પર જ ઉઠબેસ કરાવું છું. (કાન પકડીને) એ એટલા જ માટે કે ભવિષ્યમાં આવી સજા એને યાદ રહે. કાયદો તોડવો એ ‘હીરોગીરી’ છે એ સમીકરણ ભૂલત્ય તે માટે આ જરૂરી છે.
કિશોરવયના સંતાનો પોતાના રહસ્યોને સાચવવા માગે એ એમની ઉંમરનું લક્ષણ છે. આવા સમયે એમની આ ઇચ્છાને ઓળખીને એનો આદર જરૂર કરવો પણ, બેઘ્યાન ન બનવું. સ્હેજ પણ શંકા જાય તો તપાસ કરવી જ. નિર્દોષ ગોપનીયતા અને સદીષ ગોપનીયતાનો ભેદ સંતાન ન સમજે તો માબાપે સમજવો તો જરૂરી છે જ. અહીં સંતાન પર અવિશ્વાસ ગણો તો ય વાંધો નહીં. આપણે આપણા મહત્ત્વના વ્યવહારો સમયે જે ચોકસાઈ અને કાળજી રાખીએ છીએ તેમાં અવિશ્વાસ કરતાં ય વઘુ લાંબાગાળાનો લાભ જ અપેક્ષિત હોય છે. આથી આવી તપાસ કરવામાં સંકોચ કે શરમ ન રાખવાં. સવાલ પૂછવા અને જવાબ મેળવવાનો આગ્રહ રાખવો. જે જવાબ મેળવવાનો આગ્રહ રાખવો. જે જવાબ મળે એને ચકાસવો. આવશ્યકતા અનુસાર કડક થવું. શિસ્તનો આગ્રહ એટલે સ્નેહનો લોપ એવું નથી એ વાત સમજ્યાનું સંતાન પર છોડવું પડે તો છોડવું. સંતાનની અંગતતાનો આદર કરતા માબાપના વિશ્વાસ અને વ્હાલનો અનાદર કરતા સંતાન સાથે સખ્તાઈથી જ કામ લેવું જરૂરી છે. સંતાનોની સોબત પર નજર રાખો. કિશોર વયે મિત્ર અને મિત્રતા વિષે બહુ સ્પષ્ટ સમજ નથી હોતી છતાં, આ ઉંમરે મિત્રનો મહિમા ખૂબ જ હોય છે. આવા સમયે સંતાનના મિત્ર સ્નેહનો આદર કરીને ય એના મિત્ર વિષે જાણકારી જરૂર રાખો. આ ઉંમરે અસત્ય બોલવું એ સહજ છે. આથી સંતાનો પર શક ન કરો તો ય એની બધી જ વાત સાચી ન માનો. આદર્શ સંતાન એ એક કલ્પના માત્ર છે. અને તમારું સંતાન પણ ખોટું હોઈ શકે એ સમજવા મન ખુલ્લું રાખો.
કિશોર વયનો આ સમયગાળો બહુ જ નાજુક છે. માબાપ જો આ સમયગાળા પૂરતા દસ વર્ષ માટે જાગૃત રહે અને સંતાનને સાચવી લ તો એક જવાબદાર, સમજદાર યુવાનીમાં એ કદમ રાખશે. હવે એની પાસે સારા નરસાનો વિવેક હશે. યૌવનની મસ્તી માણવાની સમજણ હશે. કિશોર સંતાનો સાથેના વ્યવહારમાં ‘સંવાદ’ જરૂરી છે, પણ એને માટે માબાપે જ પ્રયત્ન કરવો પડે તેમ છે. વાતે વાતે છૂપાવતો, ખોટું બોલતા, તોછડાઈથી વર્તન કરતા સંતાન પર ગુસ્સો આવવો સ્વાભાવિક છે. પણ, તેમ છતાં સંવાદ જરૂરી છે. એ છૂપાવે, તમે શોધો એનો આ સમય છે. સંવાદ મોકળા મને કરો. સંતાનને સમજવા પ્રયત્ન કરો, એની જરૂરિયાત જાણો અને તમારી પરિસ્થિતિ જણાવો. એમની સાથે પ્રાણાણિક રહો. સાચા રહો. એમને તમારા માટે પ્રેમ પણ રહે ને તમારો ડર પણ રહે તે જરૂરી છે. મિત્ર બનવાના ઉત્સાહમાં માબાપ હોવાની જવાબદારી ન ભૂલો. સૌથી મહત્વનું એ કે સંતાન તમારું છે તમે એના માબાપ છો. તમે એનાથી જરા ય ડરો નહીં. જે સંબંધમાં સત્ય હોય, પ્રામાણિક્તા હોય, સ્નેહ અને આદર હોય, સંવાદની ભૂમિકા હોય ત્યાં આવા ડરને કહી એક બે ને સાડા ત્રણ!

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved